Skip to content

વળાવી બા આવી કવિતા, Valavi ba avi std 8 poem

વળાવી બા આવી કવિતા
5457 Views

વળાવી બા આવી કવિતા, નાં કવિ ઉશનસ્ નું પુરૂ નામ નટવરલાલ પંડ્યા છે, જેઓ તેમના ઉપનામ ઉશનસ્ થી વધુ જાણીતા છે, તેમના સાહિત્યમાં પ્રસૂન, નેપ્થ્યે, આદ્રા, મનોમુદ્રા,  તૃણનો ગ્રહ ,  સ્પંદ અને છંદ,  કિંકિણી,  ભારતદર્શન,  અશ્વત્થ,  રૂપના લય,  વ્યાકુલ વૈષ્ણવ,  પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને  શિશુલોક નો સમાવેશ થાય છે.

વળાવી બા આવી કવિતા

રજાઓ દીવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.

વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં.

સદાનાં ગંગાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ.

નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું.

બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી.

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

✍ ઉશનસ્

ઉશનસ્
ઉશનસ્ નટવરલાલ પંડ્યા

દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પોતપોતાનાં ગામ પાછાં વિદાય થાય છે , ત્યારે માના હૃદયમાં સ્વજન – વિયોગની જે વેદના થાય છે , તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે.

માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ , સૌના ચિત્ત નજીક આવી રહેલા વિરહથી વ્યથિત છે. છેવટે બધાં સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયાં ઉપર જ બેસી પડે છે .

અહીં કવિ વિરહને એક પાત્રરૂપે નિરૂપે છે એ ધ્યાનપાત્ર છે . વાત્સલ્ય – વિષયક આ સોનેટમાં કવિએ બાના હ્રદયના સ્નેહનું તેમજ સંતાનવિરહથી વ્યાપેલા શોકનું હ્રદયસ્પર્શી નિરૂપણ કર્યુ છે. #અમર_કથાઓ

ઉશનસ્ નો પરિચય

ઉશનસ્ નું પુરૂ નામ નટવરલાલ પંડ્યા છે, જેઓ તેમના ઉપનામ ઉશનસ્ થી વધુ જાણીતા છે, તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમનો જન્મ 28 September 1920 નાં રોજ સાવલી, વડોદરામાં થયો હતો.

ઉશનસ્ નું સર્જન

ઉશનસ્ નો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન 1955માં પ્રકાશિત થયો હતો. તેમનાં અન્ય સંગ્રહોમાં નેપ્થ્યે, આદ્રા, મનોમુદ્રા,  તૃણનો ગ્રહ ,  સ્પંદ અને છંદ,  કિંકિણી,  ભારતદર્શન,  અશ્વત્થ,  રૂપના લય,  વ્યાકુલ વૈષ્ણવ,  પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને  શિશુલોક નો સમાવેશ થાય છે.  વળાવી, બા આવી અને સદમાતાનો ખાંચો તેમના  વાર્તા અને કવિતા સંપાદનો છે.  તેમણે  પંતુજી,  દોશીની વહુ અને તૃણનો ગ્રહ નાટકો પણ લખ્યાં છે. વળાવી બા આવી

આ પણ વાંચો 👇

11 પ્રાચીન ગરબા કલેક્શન

ચોકમાં દાણા નાખ્યા છે.

1 thought on “વળાવી બા આવી કવિતા, Valavi ba avi std 8 poem”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *