12593 Views
ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. ચકલા ચકલીની વાર્તા, ગુજરાતી બાળવાર્તા સંગ્રહ 5, એક હતો ચકો એક હતી ચકી… એની બનાવી ખીચડી, Gujarati kids story collection, Gujarati old stories, બોધદાયક વાર્તા, પ્રેરણાદાયક વાર્તા. school time stories.
ચકી લાવી ચોખાનો દાણો – બાળવાર્તા સંગ્રહ
એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ :
‘જરા ખીચડીનું ધ્યાન રાખજો. દાઝી ન જાય.’
ચકલો કહે : ‘ઠીક.’
ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચીપાકી હતી તો ય ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા.
ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જૂએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું : ‘કેમ ઠીક નથી ?’
ચકો કહે : ‘મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું.’
ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે !
ચકી કહે : ‘ચકારાણા, ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ?’
ચકો કહે : ‘મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે.’
ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ. જઈને કહે :
‘રાજાજી, રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો.’
રાજા કહે : ‘બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?’
કૂતરો કહે : મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.’
ચકો આવ્યો ને કહે : ‘મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.’
રાજા કહે : ‘એલા સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.’
કૂતરો કહે : ‘ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ને ?’
પણ ચકલો બી ગયો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો : ‘ભાઈસા’બ ! ખીચડી મેં ખાધી છે. હું ખોટું બોલ્યો હતો. મારો ગુનો માફ કરો.’
રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો.
ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :
ભાઈ ગાયોના ગોવાળ
ભાઈ ગાયોના ગોવાળ
મારા ચકારાણાને કાઢો તો
તમને ખીર ને પોળી ખવડાવું
ગાયોનો ગોવાળ કહે : ‘બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું. મારે ઘણું કામ છે. હું તો મારે આ ચાલ્યો..’
એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો. ચકલી ત્યાં રાહ જોઈને બેઠી. થોડી વારે ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :
ભાઈ ભેંશોના ગોવાળ
ભાઈ ભેંશોના ગોવાળ
મારા ચકારાણાને કાઢો તો
તમને ખીર ને પોળી ખવડાવું
ભેંશોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહિ. પછી ત્યાંથી એક સાંઢીયાની ગોવાળણ નીકળી. એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો.
કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો. ચકા ચકી બન્નેએ સાથે મળી સરસ મજાની ખીર ને પોળી બનાવી સાંઢીયાની ગોવાળણને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું, પીધું ને મજા કરી. – અમરકથાઓ , www.amarkathao.in
👉 પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી – વાર્તા
ખીચડી
ચકીરાણી ની કવિતા
એક હતી ચકીરાણી એક હતા ચકારાણા
દિવસ ગુજારે થઈને બહુ શાણા
એક દિવસની વાત છે ભાઈ
ચકીબેન રીસાણા ભાઈ
ચકી કહે ચકા ને તું જા જા જા
ખાવું નહીં, પીવું નહીં તારી સાથે કિટ્ટા
ઊંચે ઊંચે આભમાં ઊડી ઊડી જાઉં
ચકી નું મન જાણી મલકી ચકી રાણી
ફળ લાવે ફૂલ લાવે લાવે મોતી દાણા
ચકીબેન રીસાણા ભાઈ
👉 આ વાર્તાઓ પણ વાંચો 👇
💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ
💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ
💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી
💥 ઠાગાઠૈયા કરુ છુ, ચાંચુડી ઘડાવુ છુ.
ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, બોધદાયક વાર્તાઓ, મિત્રતાની વાર્તા, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.
Pingback: વાંસળીવાળો અને ઉંદર - ધોરણ 2 | મઝાની ગુજરાતી બાળવાર્તા સંગ્રહ - AMARKATHAO
Pingback: સાદ કરે છે ધોરણ 4 - AMARKATHAO
Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO
Pingback: 50+ બાળ જોડકણાંં pdf - ચકી ચોખા ખાંડે છે, એન ઘેન દીવા ઘેન
Pingback: old text books | GSEB Gujarati 90's book std 1 - AMARKATHAO
Pingback: ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 | Best Gujarati Kavita collection - AMARKATHAO