Skip to content

हिरकणी लोककथा – मां के ममता की सत्य घटना

हिरकणी लोककथा
9152 Views

हिरकणी लोककथा સત્ય ઘટના પર આધારિત છે. જે અહી ગુજરાતી ભાષામા ” હીરા બુર્ઝ ” થી પ્રસિદ્ધ છે. આના પરથી ફિલ્મ પણ બનેલી છે. ગુજરાતી લોકકથા પછી નીચે હિન્દીમાં મુકવામાં આવશે. Hirkani hindi story, Hirkani moovie, Hirkani story in hindi.

हिरकणी – હીરા બુર્ઝ

( માં ની મમતાની એક સત્યઘટના )

હીરા નામની એક ભરવાડણ હતી. તેના પરિવારમાં વૃદ્ધ સાસુ અને લાડકો પુત્ર બાલ્યા એમ કુલ ત્રણ વ્યક્તિ જ હતી. પરિવારનો બધો બોજ હીરા માથે હતો. હીરાનું ગામ છત્રપતિ મહારાજ શિવાજીની રાજધાની રાયગઢની તળેટીમાં હતું.

હીરા પહાડી ચડી, રાયગઢમાં પ્રવેશી, દૂધ વેચી, સાંજે ઝડપથી ઘેર પહોંચતી, બાલ્યાને દૂધ પિવડાવતી, રમાડતી. બાલ્યાની ખુશીમાં માતાનો આનંદ સમાઈ જતો. બંનેને જોઈ વૃદ્ધ સાસુ ખુશ થતાં.

એક વાર હીરા દૂધ વેચવા રાયગઢ ગઈ. એ વખતે ત્યાં કોજાગિરિ ઉત્સવ ચાલતો હતો . હીરા એ ઉત્સવની ઉજવણી જોવામાં એવી, તલ્લીન થઈ ગઈ કે રાયગઢના દરવાજા બંધ થયાનો તેને ખ્યાલ ન રહ્યો.

મોટા, તોતિંગ ખીલાવાળા, ભારે દરવાજા બંધ થવાનો અવાજ સાંભળીને હીરા દોડી , પણ ત્યાં તો દ્વારપાળોએ દરવાજા બંધ કરી દીધા. હીરા ઘણું કરગરી , વારંવાર વિનંતી કરી, બાલ્યાની ચિંતામાં એ રોવા લાગી, છતાં દ્વારપાળોએ કહ્યું , ‘ શિવાજી મહારાજની આજ્ઞા વગર હવે દરવાજો ખોલી નહીં શકાય . કાલે સવારે દરવાજો ખૂલશે, આજની રાત કોઈ સંબંધીને ત્યાં રોકાઈ જા . કાલે જજે . ’

હીરાનું શરીર કસાયેલું હતું. તેણે નિરાશા ખંખેરી નાખી. બાલ્યાનું રડતું મુખ તેને યાદ આવ્યું.

દ્વારપાળ માતાની મમતાને નહીં સમજી શકે એવું તેને લાગ્યું. એ ચૂપચાપ કિલ્લાની દિવાલ તપાસતી આગળ વધી, તેણે નિર્ણય કરી લીધો હતો. : ભલે દીવાલ ચડીને બીજી બાજુ ઊતરવાનું જોખમ ખેડવું પડે , મારે જવું છે એ વાત નક્કી છે. હીરાનો નિર્ણય મક્કમ હતો. પોતાના બાળક માટેના પ્રેમને લીધે હવે તેને રાયગઢની ઊંચાઈ કે કિલ્લાની દીવાલના કારમાં ચઢાણનો ડર ન હતો.
દીવાલની બાજુએ ફરતાં – ફરતાં પૂર્વ તરફની બાજુએ હીરા અટકી. પાસેની ઝાડીમાં તેણે બોઘરણું સંતાડી દીધું અને કિલ્લાની દીવાલ ચડવા લાગી.

હીરા મહામહેનતે ઉપર પહોંચી. નીચે જોયું ત્યાં તમ્મર આવે એવી ઊંચાઈ હતી, પણ એ હિંમત ન હારી. બાલ્યાનું નિર્દોષ મુખ તે યાદ કરતી અને તેનામાં શક્તિનો સંચાર થતો. એ કિલ્લાના કાંગરા વટાવી બહારની બાજુએ ઊતરી. ધીરેધીરે કિલ્લાની દીવાલ પૂરી થઈ અને પહાડનો ઢોળાવ શરૂ થયો . એક વાર તેનો પગ લથડ્યો અને “બાલ્યા ! ” કહી એ લથડી પડી , પણ ઝાડીના સહારે અટકી ગઈ.

હવે તો થોડી પહાડી જ બાકી હતી. “ બાલ્યા ! હું આવું છું ! ” એમ બોલતી – બોલતી હીરા સહીસલામત નીચે ઊતરી. તેનાં વસ્ત્રો ફાટ્યાં , હાથ – પગ – માથે ઉઝરડા પડ્યા , છતાં સદ્ભાગ્યે એ ઘરે પહોંચી ગઈ, બાલ્યાને ભેટી હીરા ચોધાર આંસુએ રડી, બાલ્યા પણ માતાને વળગી પડ્યો.

બીજે દિવસે સવારમાં હીરાને બહારથી દૂધના બોઘરણા સાથે કિલ્લાના પ્રવેશદ્વાર પાસે જોઈને દ્વારપાળો નવાઈ પામ્યા. તેમણે હીરાને રોકી અને પૂછ્યું , “ બહાર નીકળી કેવી રીતે ? ” તેમણે તપાસ કરી. હીરા કોઈ ગુપ્ત માર્ગે બહાર ગઈ હશે એવી દ્વારપાળોને શંકા ગઈ. તેમણે હિરાને શિવાજી મહારાજ સમક્ષ રજૂ કરી. શિવાજી મહારાજે વિનયપૂર્વક હીરા પાસેથી બધી વિગત જાણી . અને એ સ્થાન બતાવવા જણાવ્યું . હીરા બધાને લઈ પૂર્વ તરફની દીવાલે આવીને ઊભી રહી . શિવાજી મહારાજના આદેશથી તે કિલ્લાના દીવાલ પર ચડી , ઉપર પહોંચી ગઈ . ત્યાથી નીચે ઊતરવાની તેની હિંમત ચાલી નહીં.

શિવાજી મહારાજે કહ્યું , ” કાલે તું ઊતરી હતી , તો આજે કેમ નથી ઊતરી શકતી ? “

હીરાએ કહ્યું , ” મારાજ ! કાલે તો મારા પુત્રને મળવાની ઝંખનામાં હું ઊતરી હતી. આજે હવે હું એ શક્તિ ક્યાંથી લાવું ? ”

મહારાજ અત્યંત ખુશ થયા . તેમણે કહ્યું , ‘’ હીરા ! તારામાં માની મમતા છે અને સાથે એક વીરાંગનાનું શૌર્ય છે . તું બહાદુર સ્ત્રી છો ! હું તારું સન્માન કરતાં આનંદ અનુભવું છુ.

Hirkani story
हिरकणी

બીજે દિવસે દરબારમાં હીરાનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું અને હીરાની યાદમાં જે જગ્યાએથી હીરાએ કિલ્લાની દીવાલ ઓળંગી હતી, ત્યાં દીવાલને ઊંચી લઈ બુર્ઝ બનાવવામાં આવ્યું અને તેનું નામ ‘હીરા બુર્ઝ’ રાખવામાં આવ્યું , હીરાની મમતાની , બહાદુરીની અને હિંમતની યાદ આપતો “હીરા બુર્ઝ” આજે પણ રાયગઢમાં મોજૂદ છે .

~ શાહબુદીન રાઠોડ
સંકલન-ડો. જગદીશ ત્રિવેદી.

हिरकणी की सत्य घटना हिन्दी मे

हिरकणी – अमर_कहानियां
(माँ की ममता की एक सच्ची कहानी)

हिरा नाम की एक ग्वालिन थी। उनके परिवार में एक बुजुर्ग सास और एक प्यारा बेटा, बाल्या शामिल थे। परिवार का सारा भार हिरा पर था। हिरा का गाँव छत्रपति शिवाजी महाराज की राजधानी रायगढ़ की तलहटी में था।

हिरा रोज रायगढ़ में दूध बेचकर, शाम को जल्दी घर पहुंचती, बाल्या को दूध पिलाती और खेलती । बाल्या की खुशी में मां की खुशी समा जाती। उन दोनों को देखकर बूढ़ी सास खुश हो गईं।

एक बार हिरा दूध बेचने रायगढ़ गयी। उस समय वहां कोजागिरी उत्सव चल रहा था। हीरा उत्सव के उत्सव को देखने में इस कदर लीन थी कि उसे पता ही नहीं चला कि रायगढ़ के द्वार कब बंद हो गये।

दरवाजे बंद करने की एक बड़े, भारी कील की आवाज सुनकर हिरा भागी, लेकिन वहां द्वारपाल ने दरवाजा बंद कर दिया। हिराने बार-बार अनुरोध किया, वह बाल्या की चिंता में रोने लगी, फिर भी द्वारपाल ने कहा, ‘शिवाजी महाराज के आदेश के बिना अब दरवाजा नहीं खोला जा सकता है। कल सुबह खुलेगा दरवाजा, आज रात किसी रिश्तेदार के यहां रुकना। कल जाना। ‘

हिरा का शरीर खडतल कसा हुआ था। उसे बाल्या का रोता हुआ चेहरा याद आ गया। उन्होंने निश्चय किया कि जो भी हो मुझे बाल्या के पास जाना है ।

उसे लगा कि द्वारपाल अपनी माँ के स्नेह को नहीं समझ सकता। वह निर्णय लेते हुए चुपचाप महल की दीवार का निरीक्षण करने के लिए आगे बढ़ी। : भले ही मुझे दीवार पर चढ़ने और दूसरी तरफ उतरने का जोखिम उठाना पड़े, मैं जाने के लिए दृढ़ हूं। हिरा का निर्णय दृढ़ था। अपने बच्चे के प्रति अपने प्रेम के कारण उन्हें अब रायगढ़ या किले की दीवार की ऊंचाइयों पर चढ़ने का डर नहीं था।

हिराने अपना बर्तन वह पास की एक झाड़ी में छिपा दिया और किले की दीवार पर चढ़ने लगी।
अमरकथा

हिरा मुश्किल से किले की उपर पहुंची। नीचे देखा तो चक्कर आने लगे , लेकिन उसने हिम्मत नहीं हारी। बाल्या के मासूम चेहरे ने उसे याद दिलाया और उसमें शक्ति का संचार हुआ। वह किले को पार कर बाहर की तरफ उतरी। धीरे-धीरे किले की दीवार उतर गई और पहाड़ का ढलान शुरू हो गया। एक बार वह ठोकर खाकर गिर गई चिल्लायी “बाल्या! लेकिन झाड़ीयो के कारण रुक गयी।

अब कुछ ही पहाड़ियाँ रह गईं। “बाल्या! मैं आ रही हूं! “जिसके बारे में बोलते हुए, हिरा सुरक्षित उतर गयी । उसके कपड़े फट गये थे, उसके हाथ, पैर और सिर में चोट लगी थी, लेकिन सौभाग्य से वह घर पहुंच गई।

अगली सुबह द्वारपाल किले के प्रवेश द्वार पर बाहर से दूध के जग के साथ हीरे को देखकर हैरान रह गया। उसने हिरा को रोका और पूछा, “तुम बाहर कैसे आई?” उन्होंने चेक किया। द्वारपाल को शक हुआ कि शायद हिरा गुपचुप तरीके से निकल गयी है।

उसने हिरा को शिवाजी महाराज के सामने पेश किया। शिवाजी महाराज ने विनम्रतापूर्वक हिरा को सभी बातें पूछी । और हिरा को वह स्थान दिखाने को कहा। हिरा सभी को लेकर वह पूर्व की दीवार पर आ गई और उठ खड़ी हुई। शिवाजी महाराज के कहने पर वह किले की दीवार पर चढ़ गई और शीर्ष पर पहुंच गई। लेकिन वहाँ से नीचे जाने की उसकी हिम्मत नहीं हुई।

शिवाजी महाराज ने कहा, “तुम कल उतरी थी, तो आज क्यों नहीं उतर सकती?”

हिरा ने कहा, “महाराज! कल मैं अपने बेटे से मिलने के लिए तरस रही थी। आज मुझे वह शक्ति कहां से मिल सकती है?”

शिवाजी महाराज बहुत खुश हुए। उन्होंने कहा, “हीरा! तुम्हारे में मां की ममता है और उसी के साथ एक वीरांगना की वीरता है। आप एक बहादुर महिला हैं! मैं आपके सम्मान से ज्यादा खुश हूं।
अमरकथा

अगले दिन हिरा को दरबार में उचित रूप से सम्मानित किया गया और हिरा की याद में जिस स्थान से हिराने किले की दीवार को पार किया था, उस दीवार को एक बुर्ज तक उठाकर ‘हीरा बुर्ज’ नाम दिया गया, जो आज भी “हीरा बुर्ज” से प्रसिद्ध है रायगढ़ में।

~ शाहबुद्दीन राठौर
संकलन-डॉ. जगदीश त्रिवेदी।

Hirkani full movie hotstar,

શિવાજી મહારાજનો સંપુર્ણ ઇતિહાસ 👈

કાઠિયાણીની કટારી લોકકથા

Hirkani story history in Marathi, हिरकणी कविता

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *