Skip to content

કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણિયો

કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો
10640 Views

કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આ એક સરસ મઝાનું ફાગણ ગીત છે. હોળીનાં તહેવાર પર ઘેરૈયાઓ કેસુડાંના રંગથી એકબીજાને રંગીને આનંદમાં ગુલતાન થઇ જાય છે. Holi song, હોળી ગીત, Holi status, Kesudani kalie besi faganiyo laherayo, avyo faganiyo

કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો

કેસૂડાંની કળીએ બેસી
ફાગણીયો લહેરાયો.
આવ્યો ફાગણિયો… રૂડો ફાગણિયો..
કેસૂડાંની…

રંગ ભરી પિચકારી ઊડે,
હૈયે હરખ ન માયો.
અબીલ-ગુલાલ ગગનમાં ઉડે… (૨)
વ્રજમાં રાસ રચાયો…
આવ્યો ફાગણિયો… રૂડો ફાગણિયો…
કેસૂડાંની….

લહર લહર લહરાતો ફાગણ
ફૂલડે ફોરમ લાયો.
કોકિલ કંઠી કોયલડીએ… (૨)
ટહુકી ફાગ વધાયો.
આવ્યો ફાગણિયો, રૂડો ફાગણિયો…
કેસૂડાંની…

પાને પાને ફૂલડાં ધરિયાં,
ઋતુ રાજવી આયો.
સંગીતની મહેફિલો જામી… (૨)
વસંત-બહાર ગવાયો.
હો આવ્યો ફાગણિયો… રૂડો ફાગણિયો.
કેસૂડાંની…..

રંગોની ઉજાણી ઊડે,
કેસૂડો હરખાયો,
ચેતનના ફુવારા છૂટયા… (૨)
હોરી ધૂમ મચાયો..
આવ્યો ફાગણિયો. રૂડો ફાગણિયો…

કેસૂડાંની કળીએ બેસી
ફાગણીયો લહેરાયો.
આવ્યો ફાગણિયો… રૂડો ફાગણિયો..

✍નટુભાઈ બરાનપુરીયા

દેશભક્તિ ગીત lyrics

જુની યાદગાર કવિતા સંગ્રહ

Holi photo
Holi photo

હોળી ગીત, Holi song, Holi shayri , Holi status, કેસુડાં વિશે જાણવા જેવુ. Kesudani kalie besi faganiyo laherayo, avyo faganiyo.

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)

2 thoughts on “કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણિયો”

  1. Pingback: બાળગીત lyrics 7 વિસરાઇ ગયેલા બાળગીતો - AMARKATHAO

  2. Pingback: બાળગીત 7 વિસરાઇ ગયેલા બાળગીતો - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *