Skip to content

101 Lagna Geet lyrics | ગુજરાતી લગ્ન ગીત લખેલા

Gujarati Lagna Geet lyrics
16653 Views

Gujarati Lagna Geet, મિત્રો આ પોસ્ટમાં ગણેશ સ્થાપનાથી વિદાય અને નવી કન્યાનાં સ્વાગત સુધીના લગ્નગીતો મુકવામાં આવ્યા છે. એક ભર રે જોબનીયામાં બેઠાં,

101 Gujarati Lagna Geet

પરથમ ગણેશ બેસાડો (ગણેશ સ્થાપના ગીત – 1)

Mara Ganesh Dundala lagna geet lyrics

પરથમ ગણેશ બેસાડો રે
મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો
ઘોડલે પિત્તળિયાં પલાણ રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો
જાનડી લાલ ગુલાલ રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો
ધોરીડે બબ્બે રાશું રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો
વેલડિયે દશ આંટા રે
મારા ગણેશ દુંદાળા

વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં
રણ રે વગડામાં રથ થંભ્યા રે
મારા ગણેશ દુંદાળા

તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું
ધોરીડે તૂટી બેવડ રાશું રે
મારા ગણેશ દુંદાળા

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર
તમે આવ્યે રંગ રે’શે રે
મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા
અમ આવ્યે તમે લાજો રે
મારા ગણેશ દુંદાળા

અમારે જોશે સવા મણનો રે લાડુ
અમે આવ્યે વેવાઈ ભડકે રે
મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી ને જગવને જનોઈ
પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા

પરથમ ગણેશ બેસાડો (ગણેશ સ્થાપના ગીત – 2)

Partham Ganesh Besado, mara Ganesh sundhala geet lyrics

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા

તેત્રીસ કરોડ દેવતા સીમડીએ પધાર્યા
ગોવાળિયાનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં
હરખ્યાં માળીડાનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યાં
હરખ્યાં પાણિયારીઓનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યાં
હરખ્યાં પાડોશીઓનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યાં
હરખ્યાં સાજનિયાંનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યાં
હરખ્યાં માતાજીનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યાં
હરખ્યાં વરકન્યાનાં મન રે મારા ગણેશ દુંદાળા

ગણેશ પાટ બેસાડીએ (ગણેશ સ્થાપના ગીત – 3)

Ganesh Pat Beasadiye lagna geet mp3 downland,

ગણેશ પાટ બેસાડીએ વા’લા નીપજે પકવાન
સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર

જેને આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર

જેને આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર

રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર
ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર

કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર

ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન
સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર

Ganesh Dundala – ganesh sthapna geet

વાગે છે વેણુ ને…… બેનીના વિવાહ આદર્યા

Vage chhe venu ne….. Beni na vivah adarya (કન્યા પક્ષે ગણેશમાટલીનું ગીત)

વાગે છે વેણુ ને વાગે વાંસલડી
રાધા બેનીના વિવાહ આદર્યા

કાકા વીનવીએ કિશોરભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો
amarkathao
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા

માસી વીનવીએ હિનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો

ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા

વીરા વીનવીએ વિજયભાઈ તમને
મોંઘેરા મહેમાનો તેડાવજો

મોંઘેરા મહેમાનોએ શોભે માંડવડો
રાધા બેનીના વિવાહ આદર્યા

મામા વીનવીએ મનિષભાઈ તમને
નવલાં ચૂડો પાનેતર લાવજો

ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે
રાધા બેનીના વિવાહ આદર્યા

કોયલ બેઠી આંબલિયાની ડાળ (સાંજીનું ગીત)

Koyal Bethi Ambaliya ni daal gujarati lagna geet lyrics pdf mp4

કોયલ બેઠી આંબલિયાની ડાળ
મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
amarkathao
કોયલ માંગે કડલાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે ચૂડલાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે ઝૂમખાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે નથડીની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે હારલાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

Koyal Bethi Ambaliya ni dal lagna geet mp3, mp4

સાંઢણી ઝોકારો માણારાજ (સાંજી)

sandhadi zokaro sanji na geet, Nagar Darvaje sandhani zokaro manaraj

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ
amarkathao
મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

લાડલીની છાબ ભરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

ઈ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

મોતીએ વીરના શીરપેચ ઘડાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

~~~~~~~~~~~~~~~~~~~

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રૂપાના બેનને ઝાંઝર ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે સાંઢણીયે હીરા મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

એક ઊંચો તે વર ના જોશો (સાંજી ગીત)

ek Uncho te var na josho dadaji geet lyrics

એક તે રાજને દ્વારે રમંતા બેનીબા
દાદે તે હસીને બોલાવિયાં
amarkathao
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી
આખંલડી રે જળે તે ભરી

નથી નથી દાદા મારી દેહ જ દુબળી
નથી રે આંખલડી જળે ભરી

એક ઊંચો તે વર ના જોશો રે દાદા
ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે

એક નીચો તે વર ના જોશો રે દાદા
નીચો તો નિત્ય ઠેબે આવશે

એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળો તે આપ વખાણશે

એક કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે કુટુમ્બ લજાવશે

એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો
તે મારી સૈયરે વખાણિયો

એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો
ભલો તે વખાણ્યો મારી ભાભીએ

~~~~~~~~~~~~~~~

એક ભર રે જોબનીયામાં બેઠાં lyrics

ek bhar re jobaniya ma betha, Tejmal thakor rahdo lyrics

એક ભર રે જોબનીયામાં બેઠાં બેનાબેન
દાદા એ હસીને બોલાવિયાં (૨)

કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા
કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨)

એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળાને નિત નજરૂ લાગશે. (૨)

એક કાળો તે વર ના જોશો રે કાકા
કાળો તે કુટુમ્બ લજાવશે (૨)

એક નીચો તે વર ના જોશો રે વીરા
નીચો તો નિત્ય ઠેબે આવશે (૨)

એક ભર રે જોબનિયામાં….. દાદાએ હસીને બોલાવિયા mp3

નવે નગરથી જોડ ચુંદડી વાપરી

નવે નગરથી જોડ ચુંદડી વાપરી,
આવી રે અમારે દેશ રે,
વોરો રે દાદા ચુંદડી,

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી,
વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે,
વોરો રે દાદા ચુંદડી,

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી,
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે,
વોરો રે દાદા ચુંદડી

અમદાવાદની જોડ ચુંદડી વાપરી,
આવી રે અમારે દેશ રે,
વોરો રે વીરા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
ઉખેડું તો જગમોહનની ભાત રે
વોરો રે વીરા ચુંદડી

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે વીરા ચુંદડી

જુનાગઢથી જોડ ચુંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે કાકા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે કાકા ચુંદડી amarkathao

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે કાકા ચુંદડી

લાડબાઈ કાગળ મોકલે lyrics

Ladbai Kagal mokle lagnageet lyrics mp3 downland

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે
રાયવર વેલેરો આવ
સુંદરવર વેલેરો આવ
તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

હું તો કચરાળી શેરીએ લાડવૈ નહિ હાલું
ઘડી ન વેલો પરણીશ
ઘડી ન મોડો પરણીશ
અબઘડીએ ફૂલવાળી શેરી નીપજે

વર તો વગડાનો વાસી
એના પગ ગયા છે ઘાસી
એ તો કેટલા દિ’નો ઉપવાસી
દીકરી દેતું’તું કોણ
જમાઈ કરતું’તું કોણ
તારા ઘડીયા લગન રાયવર વહી જશે

હું તો આંબાને તોરણ લાડવૈ નહિ અડું
ઘડી ન વેલો પરણીશ
ઘડી ન મોડો પરણીશ
અબઘડીએ મોતીના તોરણ નીપજે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે
રાયવર વેલેરો આવ
સુંદરવર વેલેરો આવ
તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

હું તો ઠીંકરાંની ચોરીએ લાડવૈ નહિ પરણું
ઘડી ન વેલો પરણીશ
ઘડી ન મોડો પરણીશ
અબઘડીએ તાંબાની ચોરી નીપજે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે
રાયવર વેલેરો આવ
સુંદરવર વેલેરો આવ
તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

તમે રાયવર વહેલાં આવો રે lyrics

Tame Rayvar vahela avo re lagna geet mp3

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા દાદાજી રિસાણા રે,     
તમારા દાદાને પાઘડી પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા પિતાજી રિસાણા રે,     
તમારા પિતાને ખેસની પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારાં માતાજી રિસાણા રે,     
તમારી માતાને સેલાની પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા બેનીબા રિસાણા રે,     
તમારી બેનીને સોળે શણગાર, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું? મારા વીરાજી રિસાણા રે,     
તમારા વીરાને સૂટની પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

Kanku chhati kankotari moklo mp3 downland

🌺 લગ્ન ગીત સંગ્રહ ભાગ 2

🌺 લગ્ન ગીત સંગ્રહ ભાગ 3

🌺 લગ્ન ગીત સંગ્રહ ભાગ 4

🌺 લગ્ન ગીત સંગ્રહ ભાગ 5

👉 મિત્રો હજી તો ફક્ત સાંજી સુધીનાં ગીત મુક્યા છે.. નીચેનાં જે ગીત બાકી છે તે આગળનાં ભાગમાં મુકવામાં આવશે…

૧૧ દાદા એને ડગલે ડગલે   (સાંજીનું ગીત)
૧૨ બાગમાં છંટાવો કાજુ કેવડો   (સાંજીનું ગીત)
૧૩ બે નાળિયેરી   (સાંજીનું ગીત)
૧૪ નદીને કિનારે રાયવર   (સાંજીનું ગીત)
૧૫ ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે   (સાંજીનું ફટાણું)
૧૬ ભાદર ગાજે છે   (સાંજીનું ફટાણું)
૧૭ વાણલાં ભલે વાયાં   (પ્રભાતિયું)
૧૮ લીલુડા વનનો પોપટો   (પ્રભાતિયું-ફટાણું)
૧૯ હેતે લખિયે કંકોતરી રે લોલ   (લગન લખતી વખતે કુળદેવીને નિમંત્રણ)
૨૦ સોના વાટકડીમાં કંકુ ઘોળાવો (લગન લખતી વખતે ગવાતું ગીત)

૨૧ કંકુ છાંટી કંકોતરી મોકલો-૧ (લગન લખતી વખતે ગવાતું ગીત)
૨૨ માણેકથંભ રોપિયો (માણેકથંભ રોપતી વખતે ગવાતું ગીત)
૨૩ મારો માંડવો રઢિયાળો (વરપક્ષે મંડપ મૂરત)
૨૪ મોટા માંડવડા રોપાવો (મંડપ મૂરત)
૨૫ લીલા માંડવા રોપાવો (મંડપ મૂરત)
૨૬ વધાવો રે આવિયો (ચાક વધાવવાનું ગીત)
૨૭ ઓઝો ઓઝો રે (ચાક વધાવવાનું ગીત)
૨૮ વરને પરવટ વાળો (ફુલેકાનું ગીત)
૨૯ વર છે વેવારિયો રે (કન્યાપક્ષે માળારોપણ)
૩૦ મોતી નીપજે રે (વરપક્ષે માળારોપણ)

૩૧ પીઠી ચોળોને પંચકલ્યાણી (પીઠીનું ગીત)
૩૨ પાવલાંની પાશેર (પીઠીનું ગીત)
૩૩ પીઠી ચોળો રે પીતરાણી (પીઠીનું ગીત)
૩૪ મોસાળાં આવિયાં (મોસાળું)
૩૫ લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન)
૩૬ રાય કરમલડી રે (જાન પ્રસ્થાન)
૩૭ વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (જાન પ્રસ્થાન)
૩૮ શુકન જોઈ ને સંચરજો રે (જાન પ્રસ્થાન)
૩૯ સાઈકલની સીટી વાગી વરરાજા (વરરાજાની હઠ)
૪૦ ધીમી ધીમી મોટર હાંકો વરરાજા (જાનમાં ગવાતું ગીત)

૪૧ વરરાજે સીમડી ઘેરી માણારાજ (જાનમાં ગવાતું ગીત)
૪૨ વર તો પાન સરીખા પાતળા (જાનનું આગમન)
૪૩ બારે પધારો સોળે હો સુંદરી (વરરાજાનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)
૪૪ સીતાને તોરણ રામ પધાર્યાં (વરરાજાને પોંખતી વખતનું ગીત)
૪૫ હળવે હળવે પોંખજો (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
૪૬ દૂધે તે ભરી રે તળાવડી (માયરાનું ગીત)
૪૭ મારા નખના પરવાળા જેવી ચૂંદડી (કન્યાને ચૂંદડી ઓઢાડતી વખતે)
૪૮ કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે (માંડવાનું ગીત)
૪૯ નાણાવટી રે સાજન બેઠું માંડવે (માંડવાનું ગીત)
૫૦ વીરો મારો ઝગમગ ઝગમગ થાય (માંડવાનું ગીત)

૫૧ માયરામાં ચાલે મલપતા (કન્યાની પધરામણી)
૫૨ તમે કે’દુના કાલાવાલા કરતા’તાં (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૩ ઘરમાં નો’તી ખાંડ (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૪ રેલગાડી આવી (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૫ મારી બેનીની વાત ન પૂછો (ફટાણું – ફિલ્મી સ્ટાઈલ)
૫૬ એકડો આવડ્યો (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૭ અણવર લજામણો રે (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૮ અણવર અવગતિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૯ ગોર લટપટિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
૬૦ ઢોલ ઢમક્યાં ને (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)

૬૧ હાથ કન્યાનો હેતે ઝાલો (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે ગવાતું ગીત)
૬૨ પહેલું પહેલું મંગળિયું (ફેરા ફરતી વખતે ગવાતું ગીત)
૬૩ લાડો લાડી જમે રે કંસાર (કંસાર)
૬૪ આ વર-કન્યાનું સુંદર જોડું (આશીર્વાદ – કન્યાપક્ષે)
૬૫ પરણ્યાં એટલે પ્યારા લાડી (નવવધુને આવકાર)
૬૬ આલા તે લીલા વનની વાંસલડી (કન્યાપક્ષે વિદાય)
૬૭ આ દશ આ દશ પીપળો (કન્યાપક્ષે વિદાય)
૬૮ ચાલોને આપણે ઘેર રે (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
૬૯ દાદાને આંગણ આંબલો (કન્યા પ્રયાણ)
૭૦ એક આવ્યો’તો પરદેશી પોપટો (વિદાય પ્રસંગે સાહેલીઓનું દુઃખ)
૭૧ લાલ મોટર આવી (નવવધુને રાજી રાખવાની કોશીશ)
૭૨ અમે ઈડરિયો ગઢ જીત્યાં (નવવધુનો ગૃહપ્રવેશ)

👉 બેસ્ટ ગુજરાતી પ્રાચીન ગરબા કલેક્શન

👉 Best New Non stop garba 2022

👉 ગોરમા ના ગીત કલેક્શન

amarkathao

25 thoughts on “101 Lagna Geet lyrics | ગુજરાતી લગ્ન ગીત લખેલા”

  1. Pingback: 101 લગ્ન ગીત સંગ્રહ | Lagna geet collection pdf - AMARKATHAO

  2. Pingback: Muj Dware Thi O Pankhida lyrics | મુજ દ્વારેથી ઓ પંખીડા - વિદાય ગીત - AMARKATHAO

  3. Pingback: પ્રાચીન લગ્ન ગીત, કંકોતરી થી વિદાય સુધીના Lagna geet નો ખજાનો 3 - AMARKATHAO

  4. Pingback: કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો - કન્યાવિદાય નું કરુણ ગીત - કવિ દાદ - AMARKATHAO

  5. Pingback: 101 લગ્ન ગીતો - AMARKATHAO

  6. Pingback: Best Gujarati Lagna Geet, Fatana lyrics, mp3 | 101 ગુજરાતી લગ્ન ગીત pdf - AMARKATHAO

  7. Pingback: Best Patang song lyrics | पतंग के यादगार गीत लिरीक्स - AMARKATHAO

  8. Pingback: સીતાને તોરણ રામ પધાર્યા લગ્નગીત - Sita ne toran - AMARKATHAO

  9. Pingback: 'સમી સાંજનો ઢોલ ઢબુકતો' કન્યાવિદાયનું આ ગીત સાંભળીને આંખો ભીની ન થાય તો જ નવાઈ - AMARKATHAO

  10. Pingback: અલખ ધણી ની આરતી | રામદેવપીર ની આરતી lyrics - AMARKATHAO

  11. Pingback: અખંડ રોજી હરિના હાથમાં - પ્રભાતિયા નરસિંહ મહેતા - AMARKATHAO

  12. Pingback: કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણિયો

  13. Pingback: લીંબુડા ઝૂલે તારા બાગમાં - ગુજરાતી લોકગીત - AMARKATHAO

  14. Pingback: રે કાન્હા હું તને ચાહું Gujarati song lyrics, mp3, video - AMARKATHAO

  15. Pingback: વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં lyrics of song - AMARKATHAO

  16. Pingback: 11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection - AMARKATHAO

  17. Pingback: ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના - મણિલાલ દેસાઈ : ગામડાનું ગીત - AMARKATHAO

  18. Pingback: નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આ ગીત પાછળ છુપાયેલી છે અદ્ભુત સ્ટોરી - AMARKATHAO

  19. Pingback: Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection - AMARKATHAO

  20. Pingback: રસિયો રૂપાળો લિરિક્સ ગુજરાતીમાં | Rasiyo Rupalo Lyrics in Gujarati - AMARKATHAO

  21. Pingback: Best New Nonstop Navratri Garba collection 2023 Mp3, lyrics, video - AMARKATHAO

  22. Pingback: Best 100+ Gujarati lagna geet lyrics pdf (A to Z Lagna geet collection) - AMARKATHAO

  23. Pingback: પ્રાચીન લગ્ન ગીત, કંકોતરી થી કન્યાવિદાય સુધીના લગ્નગીતો - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *