Skip to content

બરફનું તોફાન અને સિમ્બા (બિલાડીનું બચ્ચુ)

    બરફનું તોફાન અને બિલાડીનું બચ્ચુ-સિમ્બા
    3528 Views

    આજે વાંચો બરફનું તોફાન અને બિલાડીનું બચ્ચુ-સિમ્બા. Heart touching story લેખક – અતુલ રાવ. બરફનાં તોફાનમાં સપડાયેલ બિલાડીનાં બચ્ચા સિમ્બાની વાર્તા.

    બરફનું તોફાન અને સિમ્બા

    અમેરિકામાં ભારે બરફ પડ્યો હતો તે દિવસે

    અમારી પછીની શેરીમાં રહેતો પીટર બેચેન હતો

    એક તો નાનું એવું ઘર

    પાળેલું બિલાડી અને બિલાડીને બચ્ચા આવ્યા

    ક્યાં રાખશું આ ચાર બચ્ચાને

    ઓછામાં ઓછા સાત દિવસ સુધી તો રાખવા પડે ને

    આને તો મુકીયાવા પડશે સોફિયા તાડુકી

    સોફિયા પીટરની વહુ

    બિચારી કરે પણ શું

    ચાર એના બાળકો બે પીટરના

    અને વળી આ બિલાડું

    વાજતો ગાજતો માંડવો આવ્યો અમારા ઘરે

    એક બચ્ચાને અમે રાખી દીધું

    સિમ્બા નામના એક બચ્ચા ને નવું ઘર મળ્યું

    અમને મળ્યું પીટર નું આખું ઘર

    સોફિયા નો કકળાટ

    પીટર અને સોફિયા ના બાળકો નો સંયુક્ત પ્યાર

    એક બિલાડીના બચ્ચા ના રૂપમાં

    સિમ્બા અમારા જીવન માં આવેલો એક સરસ કાળો બરફ હતો

    બરફ ના તોફાન માં જન્મ્યો હતો સિમ્બો

    એટલે એના શરીરનો અડધો રંગ સફેદ હતો

    અડધો રંગ કાળો હતો

    આ સિમ્બા લખવું બહુ ગમતું

    એટલે બોલ પેન ગમે ત્યાં હોઈ પકડી મારી પાસે લઇ આવતો

    હું ફોન ઉપર હોવ તો મારા પેન્ટ ઉપર તીણા નખ ભરાવી તે ખભા સુધી ચડી જાતો

    ફોન ની વાત સાંભળી પોતાની કૂણી મૂછો મારા ગાલ સાથે ઘસી મને કેતો ” વાતોડિયો “

    તું ભારે વાતોડિયો છો

    દરોજ સવારે સિમ્બો બહાર જાય

    અમારા ઘરની પાછળ મિશિગન લેઈક

    આગળના ભાગે સડક જે સેરિડોન રોડ તરીકે ઓળખાઈ

    તે દિવસે મિશિગન લેક તરફ પડતા કાચના બારણા પાસે ઉભો રહી સિમ્બો

    રીતસર કાચને એક પગથી ટકોરા મારવા લાગ્યો

    ક્રિષ્ના એને બહાર જવા દેવાની વિરુદ્ધ હતી

    પણ મેં બારણું ખોલી આપ્યું

    સિમ્બો બહાર નીકળ્યો

    તેની ચાલમાં સિંહ નો રુવાબ હતો

    ઠંડી હવા માં ફરકતી તેની મૂછો

    સફેદ મોરપિચ્છ જેવી લાગતી હતી

    પણ વિધિ ને કૈક જુદું મંજુર હશે

    આજે તે સરોવર તરફ ના ગયો અને ભાગ્યો રસ્તા તરફ

    સેરિડોન રોડ નો રસ્તો

    ટ્રાફિક ધડા ધડ

    ચતુર સિમ્બો ટ્રાફિકમાં પાંચ ગાડીને ચકમો આપ્યો

    છઠ્ઠી ગાડીએ એ ટક્કર મારી દીધી

    ધડામ

    સિમ્બો બચી તો ગયો પણ બહુ બુરી રીતે હિટ થઇ ચુક્યો હતો

    ગાડીના પાછળ પૈડાં ની ટક્કર એના પાછળના ભાગ ને વાગી હતી

    શરીર માં કોઈ જગ્યાએ લોહી ના હતું

    પણ બંને પગ લબડતા થઇ ગયા

    કિડની ડેમેજ

    સતત પેશાબ કરતા સિમ્બાને અમે દવાખાને લઇ ગયા

    ડાક્ટરે સિમ્બાને તપાસ્યોં

    સિમ્બાના મોઢા ઉપર કોઈ વેદના ના હતી

    ડોક્ટર કહે

    કિડની ડેમેજ છે , જીવશે તો કાયમ માટે ઠસડાતો ચાલશે અને સતત પેશાબ કરતો રહેશે

    ઓપરેસન શક્ય નથી

    આ ત્રાસમાંથી સિમ્બાને બચાવો હોઈ તો તેને કાયમ માટે સુવાડી દેવો પડશે

    ને

    સિમ્બાને ઇન્જેકસન અપાયું

    સિમ્બો ઇન્જેકશનથી કાયમ માટે સુઈ ગયો

    છેલ્લી એની આંખ બંધ થઇ તે પહેલા મારી સામે જોયું

    મને કહેતો હોઈ તેવું લાગ્યું

    એલા વાતોડિયા

    ક્યારેક મને યાદ કરીને મારી માટે બે શબ્દો લખજે

    તને મેં પેન તો ઘણી વખત અંબાવી છે

    અમે બધા રોતા રોતા ઘરે આવ્યા

    સિમ્બાનું પૂરેપૂરું શરીર કાળું થઇ ચૂક્યું હતું

    અમે તેને યાર્ડ માં દફનાવ્યો

    આજે પણ બરફનું તોફાન આવે એટલે સિમ્બો યાદ આવે

    તેનું અડધું શરીર બરફ જેવું સફેદ હતું

    ✍ અતુલ રાવ (અમેરિકા) – Gujarati Short stories

    2 Heart touching story- Dr. I.K. vijaliwala

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *