5035 Views
રૂખડો વૃક્ષ, રૂખડાનું ઝાડ, વૃક્ષોનો પરિચય, અજબ ગજબ વૃક્ષો, હેરિટેજ વૃક્ષ રૂખડો, રૂખડાનું ઝાડ કેવુ હોય છે ?, રૂખડા નાં ફોટા. Baobab tree in gujarat, Rukhado tree, ગોરખ આમલી, ચોર આંબલો, ઔષધીય વનસ્પતિ ના નામ pdf, મૂળ બહાર દેખાય તેવી વનસ્પતિ ના નામ. બાઓબાબ ટ્રી
રૂખડો – દુર્લભ વૃક્ષ
રૂખડો અથવા ગોરખ આમલી અથવા ચોર આમલો તરીકે ઓળખાતું એક વૃક્ષ છે,
જે આફ્રિકા અને મડાગાસ્કરનું મૂળવતની ગણાય છે.
આશરે ૫૦૦ વર્ષ પહેલાંના સમયમાં આરબ વેપારીઓ દ્વારા આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું એમ માનવામાં આવે છે.
૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ ઝાડનું થડ ખૂબજ જાડું હોય છે.
રૂખડા ની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે.
કહેવાય છે.
રૂખડો નામ ભલે રૂખડ લાગે પણ તે અત્યંત ઉપયોગી અને પરોપકારી વૃક્ષ છે વૃક્ષ ની હવાથી તેની નીચે બેસવાથી ખાંસી , ઉધરસ અને કફ નો નાશ કરવાનો ગુણ ધરાવે છે અને હવાથી ફેલાતા સંક્રમણ સામે રક્ષણ આપે છે.
ફૂલ સફેદ અને મોટાં હોય છે.
ફળ ભૂખરા-બદામી રંગનાં નાની તુંબડી જેવાં હોય છે.
તેનું થડ લિસ્સું હોવાને કારણે તેના પર શિકારી પ્રાણીઓ સહેલાઈથી ચડી શકતાં નથી,
આને લીધે આ વૃક્ષની બખોલમાં ઘણાં પક્ષીઓ માળો બનાવતાં હોય છે.

આ વૃક્ષને સામાન્ય વૃક્ષ તરીકે જોવામાં આવતુ નથી
પણ , તેને કલ્પ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
આ વૃક્ષની છાલમાં કાપ મૂકતાં તેમાંથી ગુંદર ઝરે છે,
જે પાલતુ જનાવરોના શરીર પરના ઘા મટાડવા ઉપયોગી છે.
આફ્રીકમાં વિશેષ જોવા મળતા આ વૃક્ષનાં ગુજરાતમાં પણ થોડા ઝાડ છે
જેમાં સૌથી વધુ પુરાણુ અને સોથી મોટુ થડ ધરાવતુ રુખડાંનુ ઝાડ વિજયનગરના પાલ ગામે આવેલ આ કલ્પવૃક્ષનુ મુળ નામ રુખડો છે.
આ રુખડાંના ઝાડની વિશેષતાઓ અને તેની જાતીની ગુજરાતમાંથી નામશેષ થવાને આરે હોવાને લઇને હવે ગુજરાત સરકાર દ્રારા તેને વિરાસત વૃક્ષ તરીકે ઓળખ અપાઇ છે.
પાલ ગામે આવેલા આ રુખડાંના ઝાડની વાત કરવામાં આવેતો તેનુ થડ પુરા દશ મીટરથી પણ વધુનો ઘેરાવો ધરાવે છે
આ રુખડાંના ઝાડને ફરતે વન વિભાગના તેર લોકોએ માનવસાંકળ રચી ત્યારે તેના થડને ચોતરફથી બાથ ભીડી શકાઇ છે.
તો વળી રુખડાનુ આ ઝાડ પણ સવા બસ્સો વર્ષ જુનુ પુરાણુ છે અને હજુ પણ અડીખમ છે અને હજુ પણ કેટલાક દાયકાઓ તે વટાવશે.
સ્થાનિક લોકો માં રુખડાને વિરાસત જ નહી પણ વારસાના જતન સમુ પણ માનવામાં આવે છે.
નિસંતાન મહીલાઓ માટે આ રુખડાંનુ ફળ એ ખરેખર જ કલ્પવૃક્ષના ફળ સમાન માનવામાં આવે છે ગર્ભની ગરમીને માટે અકસીર રુખડાંનુ ફળ અનેક મહીલાઓ માટે આશિર્વાદ સમાન છે
તો બાળકો માટે પણ જુની ઉધરસને રુખડાંની છાલ પણ દવા થી કમ નથી માનવામાં આવતી.
આર્યુવેદની દ્રષ્ટી એ ખુબ ઉપયોગી રુખડાંના ઝાડ ખાસ કરીને આફ્રીકાથી લઇને હીમાલય સુધીની આબોહવા માફક આવતી હોય એ વિસ્તારના મધ્યભાગોમાં આ વૃક્ષ વધુ ઉછેરાતા હોય છે ,
આફ્રીકામાં રુખડાના આ ઝાડને બોવાવા તરીકે ઓળખવમાં આવે છે પણ ગુજરાત અને ભારતમાં સમય જતા હાલ આ વૃક્ષોની સંખ્યા ખુબ જ નામશેષ થઇ રહી છે
અને તે માત્ર હવે ગણ્યા ગાંઠ્યા જ ઝાડ રહ્યા છે તેમાં ગુજરાતમાં માત્ર થોડા જ વૃક્ષો છે અને હવે વન વિભાગે પણ તેની ઉપયોગીતા ને લઇને અને આયુર્વેદીક મહત્વતાને ધ્યાને રાખીને રુખડાંને વૃક્ષોનો ઉછેર કરવાનો પ્રયાસ કરાયો છે.
જેમાં પાલ ગામ આ રુખડાના અતિપુરાણા વૃક્ષના ફળોના બીજમાંથી રોપા ઉછેરવામાં આવ્યા છે અને હવે તે પાલ ચિતરીયાના વિરાંજલી વન માં સો વૃક્ષોનો ઉછેર પણ કરવામાં આવ્યો છે
અને આ વૃક્ષનો અભ્યાસ પણ વન કર્મીઓને કરાવવામાં આવી રહ્યો છે છે જેથી વન કર્મીઓ અને અધીકારીઓ મહ્ત્વના વૃક્ષો થી વાકેફ બને,
રુખડાંનુ આ ઝાડ તેના જાણકારો માટે ખરેખર જ કલ્પ વૃક્ષ જ છે અને સમય જતા આ ઝાડના ફળ અને પાન તેમજ છાલ ના ઉપયોગ થી પણ અજાણ થતા રહ્યા છે
પણ , જેઓ તેને જાણે છે તેમના માટે આયુર્વેદની દ્રષ્ટીએ કલ્પવૃક્ષ થી સહેજ પણ કમ નથી અને એટલે જ હવે વન વિભાગે રુખડાના ઝાડની સંખ્યા હવે આવનારા દીવસોમાં વધારવા માટેનો પ્રયાસ શરુ કર્યો છે

સૃષ્ટિએ રૂખડાના પ્રજનન-તંત્રની ગુથણી જ કંઈક વિશેષ બારીક અને અઘરી બનાવી છે.
ફુલ બેસવા માટે અમુક ચોક્કસ બહારી પરિબળોનું ( પ્રકાશ, તાપમાન અને ભેજ) સંયોજન ..!
ખૂબ ટૂંકા સમય માટેની ફૂલની આવરદા (આશરે ૨૦ કલાક) !
ચાંદની રાત અને પરાગનયનની પ્રક્રિયા માટે વનવાગોળ/ચામાચીડિયાની ઉપસ્થિતિ. બીજને પરિપક્વ થવા માટે લાગતો ખૂબ લાંબો સમય (૧-૨ વર્ષ)
અને વૃક્ષ ની પુખ્ત અવસ્થામા આવવાની ખૂબ મોટી ઉંમર (૪૫-૫૦ વર્ષ).!!
સખ્ત બીજને પણ સુપ્તાવસ્થામાથી જાગૃત થવા માટે કોઈ જાનવર ના પાચન-તંત્ર માંથી પસાર થવું પડે ( પૂર્વ આફ્રિકાનાં એના પ્રાકૃતિક રહેઠાણમા તો હાથી અને ગેંડા આ કાર્ય કરે છે.) !
આ વૃક્ષના પ્રજનન તંત્રના દરેક પાસાઓ જોયા પછી એવું લાગે કે જાણે સૃષ્ટિને રુખડાની વસ્તી ઝડપથી વધારવામાં જ રસ નથી અને એટલે જ કદાચ પ્રકૃતિએ એને ખૂબ લાંબું આયુષ્ય આપ્યું છે.
( ૨૦૧૧ મા ઝિમ્બાબ્વેમા એક વૃક્ષની ઉંમર કાર્બન ડેટિંગ થી કાઢતા એ ૨૪૫૦ વર્ષ નીકળી….!!!)
[વસ્તીવિષયક સિદ્ધાંત પ્રમાણે સૃષ્ટિમાં બે પ્રકારના જીવો હોય છે !
R- Selected species – એવા જીવો કે જે ખૂબ ઝડપથી પોતાની વસ્તી વધારી શકે છે પણ આવરદા ખૂબ ટુંકી હોય, ઉદાહરણ તરીકે ઉંદર…!
K- Selected species – એવા જીવ કે જેની વસ્તી ખૂબ નાની હોય અને આવરદા લાંબી હોઈ ઉદાહરણ હાથી અને ગેડા ..!]
દુર્ભાગ્યે યુગોથી પિતામહ ભીષ્મની જેમ આ પૃથ્વી ઉપર અડીખમ ઊભેલા આવા જીવ મનુષ્ય જેવા
R- Selected species ના દુરાગ્રહથી ધીમે ધીમે ધરાશયી થતા જાય છે..!!
[એક તારણ પ્રમાણે છેલ્લા થોડા વર્ષોમાં માનવસર્જિત ગ્રીન-હાઉસ ઇફેક્ટ અને ક્લાઈમેટ ચેઇન્જના કારણે ઘણા વૃક્ષો નાની ઉંમરમાં ૫૦૦-૧૦૦૦ વર્ષે જ ધરાશયી થઇ રહ્યા છે !!]
શું ઉંદરની વસ્તીની જેમ વધતા માનવ, આવા “મૃત્યુંજય” રુખડા જેવા ગજરાજોનો ભોગ લેતી રહેશે..???
( રુખડાનું શાસ્ત્રીય નામ
Adansonia digitata,
જે ફ્રાંસીસી વનસ્પતિશાસ્ત્રી Michel Adanson (1727–1806) ના માનમાં અપાયેલું છે.
Michel Adanson ને પ્રથમ આ વૃક્ષનું અવલોકન અને વર્ણન ૧૭૪૯ માં પશ્ચિમ આફ્રિકાના સેનેગલ પ્રદેશના એક ટાપુ પર કર્યું હતું.
આફ્રિકામાં રુખડાના વિવિધ વૈદકીય ઉપચારો છે.
રુખડાને Michel Adanson ને “probably the most useful tree in all” કહ્યું છે..!
સખત અને દેખાવે તપખીરી રંગ ની નાની દૂધી જેવા રુખડાનાં ફળ નો સ્વાદ ખાટીમીઠી આંબલી જેવો હોઈ છે,
સુકાઈ ગયા પછી જાણે સુકા બ્રેડ હોઈ એમ લાગે.
એટલેજ આફ્રિકા મા એનું પ્રચલિત નામ બ્રેડ ફ્રૂટ ટ્રી પણ છે.
પશ્વિમ ભારતમાં આ વૃક્ષોને આરબ નાવિકો આફ્રિકાથી લાવ્યા હતા,
પછી ગોરખ-પંથી સાધુઓ એને દેશનાં વિવિધ વિસ્તારોમા લઈ ગયા એટલે ઘણી જગ્યાએ એને “ગોરખ આમલી”નાં નામથી પણ ઓળખાય છે.
ઝાડનાં વિશાળ થડમા સામાન્ય રીતે પોલાણ હોય છે.
માન્યતા છે કે ચોર ચોરી કરી ધન એમાં છુપાવી દેતા.
એટલે એને “ચોર આંબલો” પણ કહેવામાં આવે છે.

================================
જુનાગઢ ગિરનાર રોડ. ગિરનાર દરવાજાથી વાઘેશ્વરી મંદિર તરફ જતા જમણા હાથ તરફ પર અલભ્ય રૂખડાનું વૃક્ષ આવેલ છે, આસ્થાના પ્રતીક સમા આ રૂખડાનું વૃક્ષ ખુબજ દુર્લભ છે. આ વૃક્ષ ના દર્શન કરવા અને માનતા પુરી કરવા ઘના લોકો આવે છે. આને બોટનીકલમાં એડેડાનસોનીયા, ડીજીટા, હિન્દી માં ગોરશ્રી, અને અગ્રેજીમાં મંકીબેડ ટ્રી થી ઓળખવામાં આવે છે.
આ અલભ્ય વ્રુક્ષ ની ઉંચાઈ ૧૫ મીટર (૫૦ ફુટ) રૂખડાના છાલનો ગર તાવ, ચર્મરોગ, જુલાબની વ્યધિ માં ફાયદાકારક નીવડે છે. આ વ્રિક્ષમાં ચોમાસા માંજ પાંદડા આવે છે, અને ૫ – ૬ ફુટ વ્યાસ ના આર્કશક સફેદ રંગના ફુલો ખીલે છે, તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે તથા ગલકા જેવા ફળ આપે છે. થડનો ઘેરવોઃ ૧૮ ફૂટ ૫ ઇંચ
==========================================
રૂખડો અને ગિજુભાઈ બધેકા
વાર્તામાં રૂખડા ઝાડનું નામ સાંભળેલું. સોનબાઈની વાર્તામાં આવે છે કે–
“વધ વધ રૂખડા વધી જજે.”
મને તો થતું કે રૂખડો આકાશ જેટલો ઊંચો હશે.
વીશ વર્ષનો થયો ત્યાં સુધી મેં રૂખડો ભાળેલો નહિ; પણ એક વાર ઘોઘા ગયો અને રૂખડો દીઠો. હું તો નવાઈ જ પામી ગયો. રૂખડો ઊંચો નહિ પણ સારી પેઠે નીચો; ઠીંગણો. પણ એટલો બધો જાડો કે બસ ! માત્ર જાડો, પણ ઊંચો નહિ; માત્ર થડ પરંતુ ડાળોવાળો ને પાંદડાંવાળો નહિ. એટલે રૂપાળો લાગે નહિ. અને જાડો તે કેટલો બધો ? બારતેર જણા હાથના આંકડા ભીડી ભીડીને ઝાડ ફરતા ઊભા રહ્યા ત્યારે માંડ થડ બાથમાં આવ્યું.
જાડા, ઠીંગણા, કદ્રૂપા સીદી જેવો રૂખડો કોઈ કહે તો ના ન કહેવાય. રૂખડો મૂળે ય આવેલો છે આફ્રિકાથી. જૂના વખતના આફ્રિકાના મુસાફરોએ અહીં આણ્યો હશે. દરિયાકિનારો તેને બહુ ભાવે છે.
મેં એને કરૂપ રૂખડો કહ્યો, પણ ચિત્રકારને મન તે નવીન અને સુંદર લાગે છે. થડ અને ડાળીઓ જરૂર ચિત્રકાર ચીતરી લે. ઝાડોમાં વિચિત્ર ઝાડ વિચિત્રતાને કારણે જ રૂપાળું લાગે.
થડમાં ખાડા ખાડા પાડીને છોકરાઓ રૂખડા ઉપર ચડે છે. ચાર પાંચ જણા એક સાથે ચડતા હોય ત્યાં સુધી એકબીજાને ખબર ન પડે કે કોણ ચડે છે.
કાઠિયાવાડના ચાંચ બેટમાં એક મોટો જબરો રૂખડો છે. તેના થડમાં એવી પોલ છે કે તેમાં એક ગાડું સમાઈ જઈ શકે !……
(વનવૃક્ષો રૂખડો
ગિજુભાઈ બધેકા)
રૂખડાની આત્મકથા
હું રુખડો , મારું અંગ્રેજી નામ Baobab અને પ્રાદેશિક બોલીમાં મને આ ગામના લોકો ચોરઆમલો તરીકે ઓળખે આમ તો હું આફ્રિકા ના જંગલો તેમજ ઓસ્ટેલિયા મા મોટેભાગે જોવા મળું છું તેમ છતાં મને એશિયાખંડ ની આબોહવા પણ માફક આવે છે.
અહીંયા મારો જન્મ ક્યારે થયો અને મારી ઉંમર કેટલી છે તે મને ખ્યાલ નથી પણ હું ઘણા વર્ષો થી અહી આ ગામ મા અડીખમ ઊભો છું. નજીકના સમયમાં આવેલા વાવાઝોડામાં મારા ઘણા વૃક્ષ મિત્રો જમીનદોસ્ત થઈ ગયા જેનો રંજ આજે પણ મને છે. અહી દિવસ દરમિયાન તો ચહપહલ રહે છે પણ રાત ના સમયે એકલો જ રહું હા કોઈ કોઈ વાર અજાણ્યા પક્ષી ઓ મારી ડાળીઓ પર રાતવાસો જરૂર કરે.
મને બરાબર યાદ છે આજથી 20 – 25 વર્ષો પહેલા આ ગામના બાળકો અહી રમવા માટે આવતા , બાળકો મારા થડ ને વળગી ને ધિંગામસ્તી કરતા, સંતાકૂકડી રમતા અને સાથે સાથે શેરડી ના પીછાં માંથી બનાવેલ તીર થી મારા થડ ને બાળકો નિશાન બનાવતા મને દુઃખ થતું પણ બાળકો ને આનંદિત જોઈને હું મારું દુઃખ ભૂલી જતો.
મારી સાથે રમતા બાળકો મારા ફળ ખાતા હતા પણ મારા ફળ નો સ્વાદ ખાટો હોવાથી બાળકોના દાત ખાટા થઈ જતાં. પણ હવે હું એકલતા અનુભવું છું એ મારી સાથે રમતા બાળકો યુવાન થઈ ગયા છે કદાચ હાલ ના જીવનની વ્યસ્તા ને કારણે એમને મારી મુલાકાત માટે સમય ન પણ હોય. સાચું કહો તો હવે હું એકલો કંટાળી જાઉં છું હવે જે બાળકો અહી રહે છે તેવો મારી સાથે રમવા નથી આવતા હા એમના મોબાઈલ મા નેટવર્ક ની સમસ્યા હોય તે સમયે મારી આજુબાજુ જરૂર આવે છે…
હવે મે પણ સમય સાથે અનુકૂલન સાંધી લીધું છે… બસ હું અહી આ ગામ માં એક આશ સાથે ઊભો છું કે કોઈક વાર તો એ મારા બાળમિત્રો જે હવે યુવાન થઈ ગયા છે જે મારી પાસે આવશે કદાચ હવે મારી સાથે રમે તો નઈ પણ હાલ ના સમાર્ટફોન માં મારી એક સેલ્ફી તો લેશે જ…..
🔮 આ પણ વાંચો 👉 મહુડાનાં વૃક્ષ વિશે સંપુર્ણ માહિતી
🔮 મીંઢોળનું વૃક્ષ જોયુ છે ? લગ્નમાં વરકન્યાનાં કાંડે શા માટે બાંધવામાં આવે છે મીંઢોળ
રૂખડાનાં ઘણા પ્રકાર છે. તેથી તેમાથી અમુક પ્રકારનાં ફોટા અહી મુકીએ છીએ.



