Warning: Undefined variable $wp_con in /home/u795398644/domains/amarkathao.in/public_html/wp-config.php on line 27
મહુડો : મહુડાનો પરિચય અને ઉપયોગો - Gold tree - AMARKATHAO
Skip to content

મહુડો : મહુડાનો પરિચય અને ઉપયોગો – Gold tree

મહુડો : મહુડાનો પરિચય અને ઉપયોગો - Gold tree
8686 Views

મહુડો, મહુડાનાં વૃક્ષ ને સોનાના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહુડા ના ઝાડ, મહુડા ના ફળ, મહુડા નાં ફુલ, મહુડાનો ઉપયોગ. મહુડાનો ભાવ, મહુડાનો દારૂ , મહુડાનું તેલ, mahua, mahuda tree, mahudo vruksh, મહુડા નો દારૂ બનાવવાની રીત, mahuda nu tel, mahua ka tel price, डोरी तेल के फायदे, महुआ के फायदे और नुकसान, महुआ की शराब

મહુડો – પરિચય

વાંસદા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલીય વિસ્તારમાં સોનાનાં વૃક્ષ તરીકે ઈતિહાસમાં જાણીતા મહુડાના વૃક્ષો આદિવાસી માટે કલ્પવૃક્ષ સમાન છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કળાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ-લેખકો તેને સોનાનું વૃક્ષ કહે છે.

મહુડાના વૃક્ષ પર આ સમયે મહુડાના ફુલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. અને મહુડા લાગે છે. આ મહુડાનો ઉપયોગ ઔષધિ તરીકે, વિવિધ દવાઓ બનાવવા, દેશી દારૂ બનાવવા તથા આરોગ્યવર્ધક તરીકે થાય છે. શિયાળામાં મહુડાનું ગોળ સાથે સેવન કરવાથી શરીરેને ખૂબ જ ફાયદો થાય છે.

મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે, જે ઉત્તર ભારતનાં મેદાની પ્રદેશ અને જંગલોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. મહુડો ઝડપથી વૃદ્ધિ પામતું વૃક્ષ છે, જે લગભગ ૨૦ મીટર જેટલી ઊઁચાઈ સુધી વધી શકે છે.

મહુડાનું ઝાડ
મહુડાનું ઝાડ


એના પાંદડાંઓ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન લીલાંછમ રહેતાં હોય છે, અને આ વૃક્ષ વૈજ્ઞાનિક વર્ગીકરણ પ્રમાણે સપોટેસી કુળમાં આવે છે. આ ઝાડ શુષ્ક પર્યાવરણને અનુકૂળ ઢળી ગયું છે. મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય પાનખરના વનોમાં જોવા મળતાં વૃક્ષોમાંનું એક મુખ્ય ઝાડ છે.

ઉષ્ણકટિબંધિય ક્ષેત્રોમાં મહુડાના ઝાડનો ઉછેર એનાં તૈલી બીજ, ફૂલો અને લાકડાં મેળવવા માટે કરવામાં આવે છે. કાચાં ફળોમાંથી શાક પણ બનાવવામાં આવે છે. પાકી ગયેલાં ફળોનો ગર ખાવામાં મીઠો લાગતો હોય છે. પ્રતિ વૃક્ષ એના આયુષ્ય અનુસાર વાર્ષિક ૨૦થી ૨૦૦ કિલો વચ્ચે બીજનું ઉત્પાદન કરી શકતું હોય છે.

મહુડાની ડોળી (બીજ)ના તેલનો ઉપયોગ (જે સામાન્ય તાપમાન પર જામી જાય છે) ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાયય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે.

વાવેતરના 10-15 વર્ષ પછી સરેરાશ કદનો મહુડો ચાલતી સિઝનમાં એક મહિનામાં 50-100 કિલોગ્રામ જેટલા ફુલોનું ઉત્પાદન કરે છે. એક મહુડાનું ઝાડ વાર્ષિક સરેરાશ પ્રમાણે 62.5 કિલોગ્રામ ફુલ અને 59 કિલોગ્રામ ગુલીનું ઉત્પાદન કરે છે.

આ ઝાડના થડ ટૂંકા હોય છે. થડનો વ્યાસ 80 સેમી જેટલો હોય છે અને થડ બહુવિધ શાખાઓ સાથે ગોળાકાર હોય છે. છાલ ઘેરા કથ્થાઈ રંગની જાડી તથા તીરાડ અને કરચલી વાળી હોય છે.
પાંદડા આકારમાં બદામનાં ઝાડના પાંદડા જેવા હોય છે. પાંદડાનો રંગ લીલો હોય છે. પાંદડા લંબગોળ આકારના અને 15-25*8-15 સેમી જેટલા કદના હોય છે. પાંદડા થોડા જાડા, 8-12 ની જોડીમાં, તૃતીય નસો વાળું ત્રાંસુ અને પાંદડાનું લેવલ ઊંચુ-નીચું હોઈ શકે

મહુડાનાં પાન
Madhuca Mahua tree. મહુડાનાં પાન


મહુડાનાં ફળ લગભગ 3-5 સેમી કદના તથા ગોળાકાર અને છેડેથી થોડા ચપટા હોય છે. મહુડાનું ઝાડ 8-15 વર્ષે ફળ આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષ સુધી ફળ આપે છે. જૂન મહિનામાં ફળ પાકે છે. બીજ 2 સેમી જેટલા કદના ભુરા અને ચમકતા હોય છે. મહુડાનાં બીજ પર છાલનું કવચ હોય છે. મહુડાનું ફળ ડોળી નામે ઓળખાય છે, જે ઉનાળામાં આવે છે.

મહુડાનાં બીજ
મહુડાનાં બીજ


આ ડોળીને ફોડીને તેને સુકવવામાં આવે છે. ત્યારબાદ તેનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળીમાંથી તેલ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટે ભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે. મહુડાનાં ફળ સ્વાદ માં મીઠા હોય છે અને તેના ફળ માંથી દારૂ પણ બનાવવામાં આવે છે.

માર્ચ મહિનામાં મહુડાના ફુલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. આ ફૂલો ખૂબ તાકતવર હોય છે, અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે. આ ફૂલનો રંગ થોડો પીળો હોય છે. આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે. ફુલો હંમેશા ઝુમખાંમાં આવે છે. આ ફુલનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે.

મહુડાનાં ફુલ
મહુડાનાં ફુલ


તેનું નૈસર્ગિક પ્રસર્જન બીજ દ્વારા થાય છે. તેનું કૃત્રિમ પ્રસર્જન સીધેસીધાં બીજ ઉગાડીને કે ક્યારીઓમાં તેના રોપ તૈયાર કરીને કરવામાં આવે છે. બીજને જુલાઈ-ઑગસ્ટમાં વાવવામાં આવે છે.

તેના કાષ્ઠનો ઉપયોગ પાટડાઓ, બારી-બારણાંનાં ચોકઠાં અને સ્તંભ બનાવવામાં થાય છે. તે રાચરચીલું, ગાડી, ખરાદીકામ, રમતગમતનાં અને સંગીતનાં સાધનો, તેલ અને ખાંડના દાબકો (presses), વહાણના બાંધકામમાં, હોડીઓ, પુલ અને કૂવાના બાંધકામમાં વપરાય છે. સારું સંશોષિત (seasoned) કાષ્ઠ કૃષિનાં સાધનો, રેલવે-સ્લીપરો, ઢોલ અને કોતરકામમાં ઉપયોગી થાય છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

mahudo tree
mahudo tree

મહુડા ના ઉપયોગો

🌳 આ મહુડાના ફુલનો ઉપયોગ ઔષધિ તરીકે, વિવિધ દવાઓ બનાવવા, દેશી દારૂ બનાવવા તથા આરોગ્યવર્ધક તરીકે થાય છે.

🌳 આ વૃક્ષના પાંદડાને દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.

🌳 જડબા માંથી લોહી નીકળે ત્યારે આ વૃક્ષની છાલ નો રસ કાઢી ને તેમાં પાણી મિલાવી ને કોગળા કરો. દિવસ માં ત્રણ વાર આ પાણી થી કોગળા કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે.

🌳 ફળનાં બિયાં પાણીમાં ઘસીને આંજવાથી સાપનું ઝેર ઉતરી જાય છે.

🌳 આંખો માં ધૂળ જાય ત્યારે તમે મહુડા ના ફળ નો રસ આંખો માં નાખવાથી આંખો ને એકદમ સાફ કરી દેશે મહુડા ના રસ માં તમે ચાહો તો મધ પણ નાખી શકો છો.

🌳 બવાસીર થાય ત્યારે તમે મહુડા ના ફળનું સેવન કરો તમે થોડા ફૂલો ને લઈ એને ધી માં નાખી એનું સેવન કરો. રોજ પડેલા મહુડા ના ફળ ને ખાવાથી બવાસીર થી આરામ મળશે.

🌳 મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે.

મહુડાનું તેલ
મહુડાનું તેલ


🌳 મહુડા ની છાલ નો ઉકાળો પીવાથી શરદી જલ્દી મટી જશે. ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

🌳 મહુડાનાં છાલ નો કાળો પીવાથી ઘૂંટણ નો દર્દ અને સુજન થી રાહત મળે છે. કાળો ના પીવો હોય તો તમે એનો લેપ પણ લગાવી શકાય છે. ( લેપ બનાવવા માટે તમે એની છાલ ને પીસી ને તેમાં ગરમ સરસો નું તેલ મિલાવો પછી તમે આ લેપ ને લગાવી લો આ લેપ લગાવવાથી સુજન થી રાહત મળી જશે.)

🌳 તેલનો ઉપયોગ (જે સામાન્ય તાપમાન પર જામી જાય છે) ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે.

🌳 બીજમાંથી નીકળતા તેલનો ઉપયોગ ઘીમાં ભેળસેળ કરવા માટે પણ થાય છે.

🌳 લાકડું ઈમારતી લાકડા તરીકે, મકાન બાંધકામમાં થાંભલા કે મોભ તરીકે વપરાય છે.

✔ ઔષધિય ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાત ડૉક્ટર/ આયુર્વેદ નિષ્ણાત ની સલાહ માર્ગદર્શન જરૂરી છે

👉 આ પણ વાંચો – વિશ્વ નાં અજબ ગજબ પશુ પક્ષીઓ.

👉 સોનાની ધરતી નું રહસ્ય – એલ્ડોરાડો

👉 બર્મ્યુડા ત્રિકોણ નું રહસ્ય.

दूध में महुआ उबालकर खाने से दूर हो सकती हैं पुरुषों की कई समस्याएं

महुआ स्वास्थ्य के लिए काफी लाभकारी होता है। भारत के कई राज्यों में इसका इस्तेमाल देसी शराब बनाने के लिए किया जाता है। इससे तैयार देसी शराब स्वास्थ्य के लिए काफी फायदेमंद माना जाता है। यह कई तरह के पोषक तत्व जैसे- प्रोटीन, आयरन, फैट, आयरन, फास्फोरस, कैल्शियम, कार्बोहाइड्रेट इत्यादि से भरपूर होता है। शराब के अलावा इसका सेवन कई अन्य तरीकों से भी किया जाता है।

कुछ लोग महुआ का सेवन कई तरह के डिशेज को तैयार करने के लिए करते हैं। लेकिन क्या आपने कभी महुआ का सेवन दूध के साथ किया है? अगर नहीं, तो आज से इसका सेवन करना शुरू कर दें। दूध और महुआ का मिश्रण स्वास्थ्य के लिए काफी लाभकारी साबित हो सकता है। इसके सेवन से एक्जिमा, मिर्गी और बवासीर जैसी परेशानी को कम किया जा सकता है। आइए विस्तार से जानते हैं महुआ और दूध का सेवन करने से होने वाले फायदे

1. स्पर्म काउंट बढ़ाने में असरदार

 महुआ का दूध का एक साथ सेवन करने से पुरुषों की इंफर्टिलिटी की समस्या को दूर किया जा सकता है। अगर आप शीघ्रपतन या फिर लो स्पर्म काउंट की समस्या से जूझ रहे हैं, तो महुआ के सूखे फूलों को दूध में उबालकर पिएं। इससे आपकी इंफर्टिलिटी की परेशानी दूर हो सकती है। साथ ही सेक्स से जुड़ी अन्य समस्याएं भी कम हो सकती हैं। 

2. नसों की कमजोरी को करे दूर

महुआ और दूध का मिश्रण नसों की कमजोरी और न्यूरो मस्कुलर सिस्टम में होने वाली समस्याओं को दूर करने में असरदार साबित हो सकता है.  इसके लिए दूध और महुआ को उबाल लें। इसमें 1 चम्मच शहद डालकर पिएं। इससे आपको काफी लाभ मिलेगा। 

3. हाइरपरटेंशन से बचाव

हाइपरटेंशन से बचाव करने में दूध और महुआ का मिश्रण आपके लिए लाभकारी हो सकता है। दरअसल, इस मिश्रण का सेवन करने से आपका दिमाग शांत होता है। साथ ही नर्वस सिस्टम सही तरीके से कार्य करता है, जिससे आप स्ट्रेस फ्री रहते हैं। अगर आप हाइपरटेंशन से जूझ रहे हैं, तो नियमित रूप से 1 गिलास महुआ और दूध के मिश्रण का सेवन करें। 

4. सूखी खांसी का इलाज

सर्दियों में खांसी-जुकाम और बैक्टीरियल इंफेक्शन को दूर करने में महुआ और दूध का मिश्रण लाभकारी हो सकता है। इसके लिए दूध और महुआ का मिश्रण रात में सोने से पहले करें। इससे आपकी सूखी खांसी की समस्या भी दूर हो सकती है।

5. एक्जिमा से करे बचाव

एक्जिमा की समस्या को दूर करने के लिए आप महुआ का दूध का इस्तेमाल कर सकते हैं। इससे आपकी स्किन पर निखार आ सकता है। इसका इस्तेमाल करने के लिए महुआ की पत्तियों का 1 चम्मच रस लें। इसमें 2 चम्मच कच्चे दूध को मिलाकर अपने फेस पर लगाएं। इससे एक्जिमा की परेशानी कम हो सकती है। साथ ही स्किन पर संक्रमण से बचाव करने में भी यह लाभकारी हो सकता है।

6. गठिया और सिरदर्द से बचाव

महुआ के बीजों का सेवन गठिया के मरीजों के लिए लाभकारी होता है। इसके बीजों को दूध में उबालकर पीने से गठिया के दर्द और सूजन से राहत मिलता है। साथ ही यह बवासीर, सिरदर्द और स्किन की परेशानियों को कम करने में भी लाभकारी होता है।

7. शरीर में दिलाए फुर्ती

शरीर की फुर्ती को बढ़ाने में महुआ और दूध का मिश्रण आपके लिए लाभकारी हो सकता है। इसके लिए 50 ग्राम महुए के फूल लें। इसके करीब 1 गिलास दूध में उबाल लें। इस दूध को रोजाना पीने से शारीरिक कमजोरी दूर होती है। साथ ही आपको अन्य फायदे भी होते हैं। 

8. गैस और एसिडिटी से राहत

महुआ और दूध का मिश्रण वात (गैस), पित्त और कफ (बलगम) दोष को दूर करने में लाभकारी होता है। गैस और एसिडिटी की परेशानी को कम करने के लिए आप 2 से 3 ग्राम महुआ की छाल का चूर्ण लें। इसे 1 गिलास दूध के साथ उबालकर पिएं। इससे गैस और एसिडिटी से आराम मिल सकता है। 

9. मासिक धर्म के विकारों को करे दूर

मासिक धर्म में होने वाली समस्याओं को दूर करने में महुआ और दूध का मिश्रण लाभकारी हो सकता है। इसके सेवन से पेट में ऐंठन, दर्द और ब्लड फ्लो बेहतर होता है। आनियमित मासिक धर्म की समस्याओं को दूर करने में भी दूध और महुआ का मिश्रण लाभकारी हो सकता है। अगर आपको पेट में दर्द और ऐंठन की परेशानी हो रही है, तो मासिक धर्म के दौरान महुआ के फूलों को दूध में उबालकर इसका सेवन करेँ। इससे आपको काफी आराम मिलेगा।

महुआ के नुकसान – Side Effects of Mahua in Hindi

अधिक मात्रा में महुआ का सेवन स्वास्थ्य के लिए नुकसानदेय हो सकता है। – 

  • अगर आप अधिक मात्रा में महुआ का सेवन करते हैं, तो आपको इंफर्टिलिटी की परेशानी हो सकती है। 
  • ब्लड शुगर की दवा लेने वालों के लिए भी महुआ का सेवन नुकसानदेय हो सकता है।
  • ऑटोइम्यून की परेशानी होने पर महुआ का सेवन करने से बचें। इससे आपकी परेशानी बढ़ सकती है।

महुआ और दूध का मिश्रण स्वास्थ्य के लिए काफी लाभकारी हो सकता है। लेकिन ध्यान रखें कि अधिक मात्रा में किसी भी चीज की अति आपके लिए नुकसानदेय हो सकती है। इसलिए अधिक मात्रा में इसका सेवन न करें। वहीं, अगर आप किसी गंभीर परेशानी से जूझ रहे हैं, तो इसका सेवन करने से पहले एक्सपर्ट से सलाह जरूर लें। कभी भी एक्सपर्ट से बिना सलाह लिए इसका सेवन न करें। इससे आपकी परेशानी बढ़ सकती है।