Skip to content

ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ : બ્રિટીશ સલ્તનતની ઉંધ ઉડાડી દેનાર ભારતનો સપુત

ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલ
6352 Views

શહીદ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ વિશે કેટલીક જાણી અજાણી વાતો, ” સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ” ની રચના કોણે કરી હતી ? , કાકોરી કાંડ શુ હતુ ? , રામપ્રસાદ બિસ્મિલ વિશે નિબંધ, ગુજરાતનાં ક્રાંતિકારીઓ , ભારતના ક્રાંતિવીરો નિબંધ, Ram prasad bismil In gujarati, Shahid krantikari Ram prasad bismil history.

રામપ્રસાદ બિસ્મિલનો ઇતિહાસ

🔸”સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાજુ- એ-કાતિલ મેં હૈ”

આ પંક્તિઓ આપે ઘણીવાર સાંભળી હશે, પણ જાણો છો એની રચના કોણે કરી હતી ?
હા….એના રચનાકાર છે આપણા શહિદ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ. અમર કથાઓ

રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭એ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં થયો હતો. તેમણે પોતાના ક્રાંતિકારી જીવનમાં મૈનપુર અને કાકોરીકાંડને અંજામ આપ્યો. ભારતના મહાન ક્રાંતિકારી અમર શહીદ રામપ્રસાદ બિસ્મિલ જે આજે પણ આપણા લાખો યુવાઓના પ્રેરણા સ્ત્રોત છે.

જેમણે પોતાની બહાદુરી અને સુઝબુઝથી બ્રિટિશ હુકૂમતની ઊંઘ ઉડાવી દીધી હતી. તે એક મહાન ક્રાંતિકારી જ નહીં બલ્કે બહુભાષાવિદ, સાહિત્યકાર, ઉચ્ચ કોટિના કવિ, શાયર અને અનુવાદક પણ હતા. તે પોતાની કવિતાઓ ‘બિસ્મિલ ઉપનામથી અને રામ તથા અજ્ઞાત નામથી લખતા હતા. તેમણે પોતાના ૧૧ વર્ષના ક્રાંતિકારી જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા અને સ્વયં જ તેને પ્રકાશિત કર્યા પરંતુ તેમના તમામ પ્રકાશિત પુસ્તકોને અંગ્રેજી હુકૂમતે જપ્ત કરી લીધા.

ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલ
ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલ


તેમણે પોતાની આત્મકથામાં પોતાનાં વિશે જે લખ્યુ તે ખુબ જ રસપ્રદ છે.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના ખિરનીબાગ મહોલ્લામાં ૧૮૯૭ના ૧૧મી જૂન અને શુક્રવારના રોજ જન્મ. પિતા મુરલીધર અને માતા મૂળમતીનું બીજું સંતાન.
નવજાતના હાથના દશેય આંગળાં પર ચક્રના નિશાન અને જન્મ-કુંડળી જોઈને એક નજુમીએ ભવિષ્ય ભાખ્યું: ‘જો આ દીકરો લાંબુ જીવ્યો જેની શક્યતા બહુ ઓછી છે તો એને ચક્રવર્તી સમ્રાટ બનતા કોઈ રોકી નહીં શકે.’ માતા તો આકુળ-વ્યાકુળ થઈ ગઈ.

પહેલો દીકરો ઝાઝું જીવ્યો નહોતો. બીજાને બચાવવા તેમણે જાદુ-અંધશ્રદ્ધાનો ય આશરો લીધો. એક સસલું લાવીને બાળકના માથા પર ફેરવીને પ્રાંગણમાં છોડી દીધું. ત્યાં બે-ચાર આંટા ફર્યા બાદ નિર્દોષ સસલાનું પ્રાણપંખેરું ઊડી ગયું. આગળ જતાં ય આનું પુનરાવર્તન થતું રહ્યું. આ દંપત્તિના નવ સંતાનમાંથી બે દીકરા – બે દીકરી લાંબુ ન જીવ્યાં.

અહીં અંધશ્રદ્ધા ફેલાવવાની કે કપોળ-કલ્પિત વાતો કહેવાનો આશય નથી. ખુદ રામપ્રસાદજીએ પોતાની આત્મકથાનું આ બધું લખ્યું છે. હવે જયોતિષીઓ પણ કામે લાગી ગયા. મા-બાપ બંનેની સિંહ રાશિ અને પુત્ર જાણે ‘સરાયું’ કે ‘ભુરડું’ જોઈ લો. આ બંને શબ્દનો સરળ અર્થ થાય સિંહનું બચ્ચું. બહુ વિચારીને તુલા રાશિ પરથી નામ રાખવાનું નક્કી કર્યું. મા-બાપ બેઉ રામ-ભક્ત એટલે નામ રાખ્યું રામપ્રસાદ.

નજુમીની વાણીને લીધે ખાસ એક વાતનું ધ્યાન રખાયું કે રામપ્રસાદના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવું, પણ પરિણામ ભળતું જ દેખાયું. બાળકને ભણવાનું ઓછું અને રમવાનું વધુ ગમે. ક્યારેય ઉશ્કેરાઈને પિતા ધોલધપાટે ય કરી લે, પણ મા ખૂબ શાંતિથી – પ્રેમથી સમજાવે. હિન્દી માધ્યમમાં ભણતા રામપ્રસાદનો મુખ્ય વિરોધ અને દલીલ એ કે ‘ઉ’નો ‘ઉલ્લુ’ શા માટે ભણાવાય છે, મને એ ગમતું નથી. આના માટે ય પિતાના હાથે મેથીપાક મળે.

ના છૂટકે પિતાએ માર્ગ બદલ્યો. રામપ્રસાદને હિન્દી માધ્યમમાંથી ઉઠાડીને ઉર્દૂ સ્કૂલમાં મોકલાયા. કદાચ નિયતિ ઈશારો કરી રહી હતી જે ત્યારે કોઈ સમજી નહોતું શક્યું. ઉર્દૂ ભાષાના ભણતરને લીધે વાચવાનો નાદ લાગ્યો. સાથોસાથ બીજી કુટેવો પણ જીવનમાં પ્રવેશી. હવે પિતાની પેટીમાંથી નાની-મોટી ચોરી કરીને રામપ્રસાદ નવલકથા ખરીદીને વાચે, સિગારેટ પીવે અને કયારેક ભાંગનો નશોય કરી લે. ચોરી અને વાચન-પ્રેમ નવલકથાથી ગઝલો સુધી લઈ ગયો.

પરંતુ ‘ઈશ્ક, હુશ્ન, ખાંસી, ખુશી ઔર પ્યાર છૂપાય ન છૂપે થી જેમ ચોરીય ક્યાં સુધી છૂપાયેલી રહે? એક વખત ભાંગના નશામાં ચોરી કરી અને પકડાઈ ગયા. ખૂબ માર પડ્યો અને નવલકથા – શાયરીના પુસ્તકોને દિવાસળી ચંપાઈ. આમ છતાં ચોરી તો ન છૂટી.

એક મહાન ક્રાંતિકારી આત્મકથામાં આવા કિસ્સા ટાંકે એ કેટલી મોટી વાત ગણાય.

બિસ્મિલ આર્ય સમાજની સાથે જોડાયેલા હતા. જ્યા તેમને ‘સત્યાર્થ પ્રકાશ’ નામના પુસ્તકથી પ્રેરણા મળી. સત્યાર્થ પ્રકાશને સ્વામી દયાનંદ સરસ્વતીએ લખ્યું હતું. પોતાનાં ગુરૂ અને આર્ય સમાજનાં પ્રચારક સ્વામી સોમદેવના માધ્યમથી તેમનો લાલા હરદયાસ સાથે સંપર્ક થયો હતો. તેઓ હિન્દુસ્તાની રિપબ્લિકન એસોસિએશન નામના ક્રાંતિકારી સંગઠનના સંસ્થાપક સભ્ય છે.

કાકોરી કાંડ

કાકોરી કાંડ શુ હતુ ?
કાકોરી કાંડ શુ હતુ ?

🔸 શુ હતુ કાકોરી કાંડ ?

રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં 10 લોકોએ સુનિયોજીત કાર્યવાહી હેઠળ 9 ઓગષ્ટ, 1925ના રોજ લખનઉના કાકોરી નામના સ્થળે દેશભક્તોએ રેલ્વે વિભાગની લઇ જઇ રહેલી સંગ્રહિત રકમને લૂંટી. તેમણે ટ્રેનના ગાર્ડને બંદુકની અણીએ કાબુ કર્યો. ગાર્ડને ડબ્બામાં લોખંડની તિજોરીને તોડીને આક્રમકકારી દળ ચાર હજાર રૂપિયા લઇને ફરાર થઇ ગયા. કાકોરી કાંડમાં અશફાકઉલ્લા, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્ર લાહિડી, શચીન્દ્ર સાન્યાલ, મન્મથનાથ ગુપ્ત, રામ પ્રસાદ બિસ્મિલ વગેરેનો સમાવેશ થાય છે.

કાકોરી કાંડે બ્રિટિશ શાસનને હલાવી નાખ્યું હતું. કાકોરી કાંડના ક્રાતિકારીઓને ધરપકડ કરવા માટે બ્રિટિશ સરકારે ઇનામની જાહેરાત કરી હતી. ક્રાંતિકારીઓ સુધી બ્રિટિશ પોલીસને પહોંચાડવામાં મોટી ભુમિકા ઘટના સ્થળ પરથી મળી આવેલી ચાદરે નિભાવી હતી. ચાદર પર લાગેલા ધોબીના નિશાન પરથી ખબર પડી કે ચાદર બિસ્મિલના સાથી બનારસીલાલની હતી. આ પ્રકારે પોલીસ તે જાણવામાં સફળ રહી કે કાકોરી કાંડ કોણે કર્યો હતો. ત્યાર બાદ ક્રાંતિકારીઓની એક પછીએક ધરપકડ થવા લાગી. – અમરકથાઓ

તેમણે મૈનપુરી ષડયંત્ર અને કાકોરી કાંડને અંજામ આપ્યોત્યારે આનાથી અકળાયેલી અંગ્રેજી હુકૂમતે #અશફાક_ઉલ્લાખાં, #રાજેન્દ્ર_લાહિડી અને #રોશનસિંહની સાથે #રામપ્રસાદ_બિસ્મિલ ને પણ ફાંસીની સજા સંભળાવી

કાંકોરી કાંડ લૂંટ ની ઘટના
કાંકોરી કાંડ લૂંટ ની ઘટના

રામપ્રસાદ બિસ્મિલને ફાંસી


બિસ્મિલને કાકોરી કાંડ માટે ફાંસીની સજા કરવાાં આવી. 19 ડિસેમ્બર 1927નાં રોજ તેમને ફાંસી આપવામાં આવી.

જેલ રેકોર્ડસ અનુસાર બિસ્મિલે ગોરખપુર જેલમાં ઘણા પત્ર લખ્યા. ફાંસીના ત્રણ દિવસ પહેલા તેમણે પોતાની માં અને મિત્ર અશફાકઉલ્લાહ ખાનને પત્ર લખ્યો. તેમની માંને પત્રમાં પોતાની ફાંસી મુદ્દે સાંત્વના આપી હતી. તેમણે પોતાની માંને અફસોસ નહી કરવા માટે ક્હ્યું હતું. તેમણે લખ્યું હતું કે આાખો દેશ તેમને યાદ કરશે. તેમણે માં ને પ્રાર્થના કરવા માટે કહ્યું જેથી પોતાનું જીવન માતૃભુમિને સમર્પીત કરી શકે. અશફાકઉલ્લાહ ખાનને લખેલા પત્રમાં તેમણે પોતાના ભાઇ અને લેફ્ટિનેંટ ગણાવ્યો હતો. તેમણે અશફાકને લખેલા પત્રના અંતમાં શેર લખ્યો કે ‘असगर रहीम इश्क में हस्ती ही जुर्म है, रखना कभी न पांव यहां सर लिए हुए।’

ફાંસી આપતા પહેલા જ્યારે તેમને અંતિમ ઇચ્છા પુછવામાં આવી તો તેમણે કહ્યું કે હું બ્રિટિશ શાસનનો અંત જોવા માંગુ છું. ત્યાર બાદ તેમણે વૈદિક મંત્રના ઉચ્ચાર સાથે વિરતા પુર્વક હસ્તા મોઢે અંતિમ શ્વાસ લીધા.

⭕ રામપ્રસાદ બિસ્મિલ શહિદ સ્મારક

 રામપ્રસાદ બિસ્મિલ શહિદ સ્મારક
રામપ્રસાદ બિસ્મિલ શહિદ સ્મારક


શહીદ સ્મારક સમિતિ શાહજહાંપુર દ્વારા શહેરના ખીરની બાગ મહોલ્લામાં એક સ્મારકની સ્થાપના કરી છે, જ્યાં બિસ્મિલનો જન્મ થયો હતો. આ સ્મારક અમર શહીદ રામ પ્રસાદ બિસ્મિલ સ્મારક તરીકે ઓળખાય છે. બિસ્મિલની ૬૯મી પુણ્યતિથિની પૂર્વ સંધ્યા પર ૧૮ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ સફેદ સંગેમરમરની એક પ્રતિમાનું ઉદ્‌ગાટન તત્કાલીન રાજ્યપાલ મોતીલાલ વ્હોરા દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતીય રેલવે દ્વારા શાહજહાંપુરથી ૧૧ કિમી દૂર પંડિત રામ પ્રસાદ બિસ્મિલ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે.

૧૯ ડિસેમ્બર ૧૯૮૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કાકોરી ખાતે કાકોરી કાંડની સ્મૃતિમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૯ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ બિસ્મિલની જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

મેનપુરી ષડયંત્ર દરમિયાન બિસ્મિલે જ્યાં ભૂગર્ભ વસવાટ કર્યો હતો તે રામપુર ગામની નજીક આવેલા ઉદ્યાનને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અમર શહીદ પંડિત રામ પ્રસાદ બિસ્મિલ ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.


માં ભારતી માટે હસતા હસતા ફાંસીએ ઝુલી ગયેલા તમામ શહિદ ક્રાંતિકારીઓને કોટી કોટી વંદન.

અમરકથાઓ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

અન્ય શહિદ અને ક્રાંતિકારીઓ ના રસપ્રદ પ્રસંગો વાંચો 👇

🔸 ચંદ્રશેખર આઝાદ – બાળપણ અને જીવન

🔸 સુભાષચંદ્ર બોઝ ના બાળપણનાં પ્રસંગો

🔸 આઝાદીની લડતનાં પ્રથમ શહીદ મંગલ પાંડે

🔸 શિવાજી મહારાજનો ઇતિહાસ

🔸 વીર સાવરકર નાં પ્રસંગો

🍀 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શોર્યતાની ગાથા.

🍀 નાયિકા દેવીનો ઇતિહાસ

🔸 દેશભક્તિ ગીતો

क्रान्तिकारी पंडित रामप्रसाद बिस्मिल

क्रान्तिकारी पंडित रामप्रसाद बिस्मिल

11 जून/जन्म-दिवस

काकोरी कांड के नायक : पंडित रामप्रसाद बिस्मिल
पंडित रामप्रसाद का जन्म 11 जून, 1897 को शाहजहाँपुर, उत्तर प्रदेश में हुआ था। इनके पिता श्री मुरलीधर शाहजहाँपुर नगरपालिका में कर्मचारी थे; पर आगे चलकर उन्होंने नौकरी छोड़कर निजी व्यापार शुरू कर दिया। रामप्रसाद जी बचपन से महर्षि दयानन्द तथा आर्य समाज से बहुत प्रभावित थे। शिक्षा के साथ साथ वे यज्ञ, सन्ध्या वन्दन, प्रार्थना आदि भी नियमित रूप से करते थे।

स्वामी दयानन्द द्वारा विरचित ग्रन्थ ‘सत्यार्थ प्रकाश’ पढ़कर उनके मन में देश और धर्म के लिए कुछ करने की प्रेरणा जगी। इसी बीच शाहजहाँपुर आर्य समाज में स्वास्थ्य लाभ करने के लिए स्वामी सोमदेव नामक एक संन्यासी आये। युवक रामप्रसाद ने बड़ी लगन से उनकी सेवा की। उनके साथ वार्तालाप में रामप्रसाद को अनेक विषयों में वैचारिक स्पष्टता प्राप्त हुई। रामप्रसाद जी ‘बिस्मिल’ उपनाम से हिन्दी तथा उर्दू में कविता भी लिखतेे थे।

1916 में भाई परमानन्द को ‘लाहौर षड्यन्त्र केस’ में फाँसी की सजा घोषित हुई। बाद में उसे आजीवन कारावास में बदलकर उन्हें कालेपानी (अन्दमान) भेज दिया गया। इस घटना को सुनकर रामप्रसाद बिस्मिल ने प्रतिज्ञा कर ली कि वे ब्रिटिश शासन से इस अन्याय का बदला अवश्य लेंगे। इसके बाद वे अपने जैसे विचार वाले लोगों की तलाश में जुट गये।

लखनऊ में उनका सम्पर्क क्रान्तिकारियों से हुआ। मैनपुरी को केन्द्र बनाकर उन्होंने प्रख्यात क्रान्तिकारी गेंदालाल दीक्षित के साथ गतिविधियाँ शुरू कीं। जब पुलिस ने पकड़ धकड़ शुरू की, तो वे फरार हो गये। कुछ समय बाद शासन ने वारंट वापस ले लिया। अतः ये घर आकर रेशम का व्यापार करने लगे; पर इनका मन तो कहीं और लगा था। उनकी दिलेरी,सूझबूझ देखकर क्रान्तिकारी दल ने उन्हें अपने कार्यदल का प्रमुख बना दिया।

क्रान्तिकारी दल को सस्त्र मँगाने तथा अपनी गतिविधियों के संचालन के लिए पैसे की बहुत आवश्यकता पड़ती थी। अतः बिस्मिल जी ने ब्रिटिश खजाना लूटने का सुझाव रखा। यह बहुत खतरनाक काम था; पर जो डर जाये, वह क्रान्तिकारी ही कैसा ? पूरी योजना बना ली गयी और इसके लिए नौ अगस्त, 1925 की तिथि निश्चित हुई।

निर्धारित तिथि पर दस विश्वस्त साथियों के साथ पंडित रामप्रसाद बिस्मिल ने लखनऊ से खजाना लेकर जाने वाली रेल को काकोरी स्टेशन से पूर्व दशहरी गाँव के पास चेन खींचकर रोक लिया। गाड़ी रुकते ही सभी साथी अपने-अपने काम में लग गये। रेल के चालक तथा गार्ड को पिस्तौल दिखाकर चुप करा दिया गया। सभी यात्रियों को भी गोली चलाकर अन्दर ही रहने को बाध्य किया गया। कुछ साथियों ने खजाने वाले बक्से को घन और हथौड़ों से तोड़ दिया और उसमें रखा सरकारी खजाना लेकर सब फरार हो गये।

परन्तु आगे चलकर चन्द्रशेखर आजाद को छोड़कर इस कांड के सभी क्रान्तिकारी पकड़े गये। इनमें से रामप्रसाद बिस्मिल, रोशन सिंह, अशफाक उल्ला खाँ तथा राजेन्द्र लाहिड़ी को फाँसी की सजा सुनायी गयी। रामप्रसाद जी को गोरखपुर जेल में बन्द कर दिया गया। वे वहाँ फाँसी वाले दिन तक मस्त रहे। अपना नित्य का व्यायाम, पूजा, सन्ध्या वन्दन उन्होंने कभी नहीं छोड़ा।

19 दिसम्बर, 1927 को बिस्मिल को गोरखपुर, अशफाक उल्ला को फैजाबाद तथा रोशन सिंह को प्रयाग में फाँसी दे दी गयी।
अमर शहीद पंडित राम प्रसाद बिस्मिल जी के 119 वें जन्मदिवस पर शत-शत नमन

11 जून 1897 to 19 दिसंबर 1927 – follow 👉 www.amarkathao.in

2 thoughts on “ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ : બ્રિટીશ સલ્તનતની ઉંધ ઉડાડી દેનાર ભારતનો સપુત”

  1. Pingback: બાળ ભગત - ક્રાંતિકારી ભગતસિંહનું દેશભક્તિ નાટક - AMARKATHAO

  2. Pingback: ભગતસિંહ નું બાળપણ | ભગતસિંહ નું જીવન ચરિત્ર | ભગતસિંહ વિશે નિબંધ 1 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *