14018 Views
આજે ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 માં આપણે ગુજરાતી સાહિત્યની યાદગાર કવિતાઓ માણીશુ. જે તમામ કવિતાઓ આપનાં બાળપણમાં લઇ જશે. આપની મનપસંદ કવિતાઓ અને ફરમાઇશ અમને કોમેન્ટમાં લખી મોકલો. અમે એ ક્રમશઃ પ્રસિદ્ધ કરીશુ. ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, ગુજરાતી કવિતા ગઝલ, કાવ્ય લેખન, કુદરત પર કવિતા All Gujarati poems collection. શ્રેષ્ઠ કવિતા, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, બાળપણની કવિતા
મીઠી માથે ભાત – ગુજરાતી કવિતા
( બાળપણની મનપસંદ કવિતા )
ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ
નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું, મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની, બહેન લડાવે લાડ
શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી, ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે, ભાંગે વાડો ભૂંડ
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ
પટલાણી પેખી રહી, પટેલ કેરી વાટ
રોંઢા વેળા ગઈ વહી, પડતું ટાઢું ભાત
(ભુજંગી)
કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ
હજી ઘેર આતા, નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે, વાઢ-કામે થકાયા’ ‘
ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
મીઠી કેળ-શી, શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ, જલ્દી જવાશે’
કહી એમ માથે, લઈ ભાત ચાલી
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી
(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ
ડુંગર ઝાડી ગીચમાં, કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો, જોતાં તે હરખાય
હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,
થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ
ભાત ઓઢણી તો રહ્યું, ઝરડામાં ઝકડાઈ,
મીઠી બાળા મોતના, પંજામાં સપડાઈ
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ,
વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ
સાંજ વહી સૂનકારમાં, ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં, આંસુડે ચોધાર
પ્હોંચી ઘેર પાંચો કરે ‘મીઠી! મીઠી!’ સાદ:
‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ’
પટલાણી આવી કહે: ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?
’ ‘મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !’
બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,
ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ
‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ
પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ
ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?
મીઠી કાં મેલી ગઈ?–બોલે નહિ કંઈ રાન
વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય,
મીઠી કેરી ઓઢણી — પોકે પોકે રોય
‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર
નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
‘મીઠી! મીઠી!’ નામથી રડતાં આખી વાટ
વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત
તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત
✍ વિઠ્ઠલરાય અવસત્થી
Best Gujarati Kavita, Old Gujarati Kavita, school time poems.
વા વા વંટોળિયા – ગુજરાતી કવિતા
[મારા બાળપણની કવિતા ]
વાયરા વન વગડામાં વાતાં’તાં વા વા વંટોળિયા!
હાં રે અમે વગડા વીંધવા જાતાં’તાં વા વા વંટોળિયા!
ગાડાં દોડે ઘૂઘરા બોલે બળદ કેરા શિંગડાં ડોલે
હાં રે અમે એક સાથ સાથ મળી ગાતાં’તાં
વા વા વંટોળિયા!
પથ ડોલંતી ધૂળ ઊડંતી ઝાડવાઓની ઝૂલ ઝુલંતી
હાં રે અમે ઝીણી ઝીણી આંખ કરી જોતાં’તાં
વા વા વંટોળિયા!
ધોમ ધખેલો આભ તપેલો ગરમી તણી ગાર લીપેલો
હાં રે અમે ઊની ઊની લૂ મહીં ના’તાં’તાં વા વા વંટોળિયા!
હાં રે અમે ગાડામાં બેસીને જાતાં’તાં વા વા વંટોળિયા!
વાયરા વન વગડામાં વાતાં’તાં વા વા વંટોળિયા!
✍ જગદીપ વિરાણી
Bachapan poems, બાળપણની કવિતાઓ, કાવ્યસંગ્રહ. gujarati kavita collection, gujarati poem collection, Maa par gujarati kavita
સાદ કરે છે, દિલ હરે છે. – ગુજરાતી કવિતા
(મને ખૂબ ગમતી કવિતા..)
સાદ કરે છે, દિલ હરે છે રે
મને એ સાદ કરે છે રે
ગામને પાદર રોજ બપોરે
ઝાડવા કેરી ડાળ,
સાદ કરે છે સાંજને ટાણે
દૂરનું ડુંગરમાળ….. મને એ…
ભણવા ટાણે સાદ કરે છે
નાનકડું એક તળાવ,
કામની વેળા રોજ બોલાવે,
એક એવો છે ઢાળ. મને એ….
નદીઓ કેરી ભેખડો પેલી
ખેતરો કેરી હાર,
સાદ કરે છે જંગલ-કેડી,
કેમ કરું હું વાર ? મને એ….
આભ અડે જ્યાં દૂર જમીને
કોણ છુપાયું ત્યાં ?
રોજ ઈશારે એય બોલાવે :
આવ, અલ્યા ! અહિયાં !
✍ પ્રહલાદ પારેખ.
gujarati kavita book pdf, gujarati kavita sangrah, Top 10 Gujarati kavy. Gujarati kavita In Hindi, Gujarati kavita on varsad, Aadhunik gujarati kavita, Best gujarati kavita, Gujarati kavita On Life
કબૂતરોનું ઘૂ ઘૂ ધૂ – ગુજરાતી કવિતા
ઘૂ…ઘૂ…ઘૂ…
કબૂતરોનું ઘૂ…ઘૂ…ઘૂ.
કોયલ કુંજે કૂ…કૂ…કૂ…
ભમરા ગૂંજે ગૂં…ગૂં…ગૂં…
ચકલા, ઉંદર ચૂં…ચૂં…ચૂં
ને છછૂંદરોનું છૂ…છૂ…છૂ.
કૂજનમાં શી કકાવારી,
હું કુદરતને પૂછું છું
ઘૂવડસમા ઘૂઘવાટા કરતો,
માનવ ઘૂરકે હું…હું…હું.
કબૂતરોનું ઘૂ…ઘૂ…ઘૂ.
લખપતિઓના લાખ નફામાં
સાચું ખોટું કળવું શું?
ટંક ટંકની રોટી માટે,
રંક જનોને રળવું શું?
હરિ ભજે છે હોલો પેલો,
પીડિતોનો હે પ્રભુ તું.
કબૂતરોનું ઘૂ…ઘૂ…ઘૂ.
સમતાનો જ્યાં સમય થયો
ત્યાં ઊંચું શું ને નીચું શું?
ફૂલ્યા ફાલ્યા ફરી કરો
કાં ફણીધરો શા ફૂં…ફૂં…ફૂં.
ઘાંઘાં થઇને થોભી જાતા,
સમાજ કરશે થૂ…થૂ…થૂ!
કબૂતરોનું ઘૂ…ઘૂ…ઘૂ.
પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઇનું સુખ-દુઃખ પૂછ્યું’તું?
દર્દભરી દુનિયામાં જઇને
કોઇનું આંસુ લૂછ્યું તું?
ગેં…ગેં…ફેં…ફેં… કરતાં કહેશો
હેં…હેં…હેં… શું…શું…શું?
કબૂતરોનું ઘૂ…ઘૂ…ઘૂ.
✍ મીન પિયાસી
કાવ્યમાળા, જુની ગુજરાતી કવિતા, Old rhmes, Best gujarati poems collection, Gujarati Kavita Lyrics, Gujarati kavita Love, Gujarati kavita for papa, Gujarati kavita for friends, Gujarati Kavita book pdf,
ઘેલી ડોશીનું માંકડું – યાદગાર ગુજરાતી કવિતા.
ઘેલી ડોશીએ એક પાળ્યું’તું માંકડું,
નાના શા કાન, લાંબી પૂંછડી જી રે !
ડોશી એ નામ એનું પાડ્યુ તું રામલો,
ખાવા દેતી ખીર રાબડી જી રે !
એક દિન રામલો પોઢયો પથારીએ,
તડકા ચડ્યા ન, તોય ઉઠ્યો જી રે !
ખવડાવા ખીર ડોશી આવીને ઓરડે,
જુવે તો રામલો માંદો જી રે !
ઓ રે ઓ વૈદરાજ ! ફી નો લો રુપીયો ,
માંદો પડયો છે મારો રામલો જી રે !
ડોશી લઇ જાય ઘેર દવા નો બાટલો ,
જોવે તો ખાટલો ઠાલો જી રે !
ઓરે ઓ રામલા કરતી પોકારતી ,
ડોશી દોડી એને ગોતવા જી રે !
થાકી વળીને ઘેર જુવે તો રામલો ,
બેઠો પિપૂડી વગાડવા જી રે !
લાવીને લાકડી જુએ તો રામલો,
ખીર લઇ ચાટવા બેઠો જી રે !
થાકી તુટીને ડોશી પડી પથારીએ,
નિરાતે શ્વાસ ઘડી લેવા જી રે !
જાગીને જુએ તો ઊભો છે રામલો,
દવાનો બાટલો પાવા જી રે !
✍ રમણલાલ સોની
gujarati kavita and gazal, gujarati kavya, Balgeet, Balvarta, લગ્નગીતો, જોડકણા, ઉખાણા અવનવુ , general knowledge વગેરે માટે અમારી website સાથે જોડાયેલા રહો.
આવી અન્ય પોસ્ટ વાંચો. 👇
❄ બાળપણ ની યાદો… કવિતા, વાર્તા, જોડકણા
📚 101 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ
💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ
💥 પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી – વાર્તા
💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ
Pingback: હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા - કવિતા 5 - AMARKATHAO
jay shree krishna
Pingback: એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો બાળગીત – ર.પા. - AMARKATHAO