19168 Views
મજેદાર 10 પ્રાચીન ગુજરાતી ઉખાણા, Gujarati ukhana Quiz, puzzle , કોયડા, paheliya, gujarati ukhana, ukhana gujarati, gujarati ukhana with answer, ukhana, ઉખાણાં, ukhana gujarati with answer, નવા ઉખાણાં, ગુજરાતી ઉખાણાં, ગુજરાતી ઉખાણા જવાબ સાથે pdf, જુના ઉખાણા, ગુજરાતી ઉખાણાં અને જવાબ, ઉખાણાં પહેલીયા, ukhana in gujarati, કોયડા ઉખાણાં અને જવાબ, ઉખાણાં gujarati, ઉખાણા, ukhana with answer, ઉખાણાં અને જવાબ, ઉખાણાં gujarati koyda with answer pdf, નવા ઉખાણા જવાબ સાથે, ઉખાણા pdf, gujrati ukhana, gujarati ukhana with answer pdf
નમસ્કાર મિત્રો અમારી website માં આપનું સ્વાગત છે આજે આપની સમક્ષ ગુજરાતી ભાષાના પ્રાચીન અને મજેદાર 10 ગુજરાતી ઉખાણા લઈને આવ્યા છીએ
ઉખાણા આપણને પસંદ પડશે જ. પસંદ પડે તો બાળકોને પણ વંચાવો. આવી અવનવી અને બાળકો માટેની ઉપયોગી પોસ્ટ મુકતા રહીશું.
puzzle, crossword, Quis, કોયડા, પહેલીયા, mind Game, એ ઉખાણાનાં જ જુદાજુદા પ્રકાર છે. જુના જમાનામાં જ્યારે મનોરંજનના સાધનોનો અભાવ હતો ત્યારે મોટેરાઓ અને બાળકો સૌ માટે ઉખાણા એ રમતગમતનું મુખ્ય સાધન હતુ.
ઉખાણાથી બાળકો ની તર્કશક્તિ, વિચારશક્તિ, IQ, knowledge વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો બાળકોને આવી રમતો રમાડો અને વંચાવો.
10 ગુજરાતી ઉખાણા
આજે આપણે 10 પ્રાચીન અને મજેદાર અટપટા ઉખાણા જોઇશુ. પ્રથમ તમે જવાબ વિચારો. અને જો જવાબ ન આવડે તો છેલ્લે તમામ જવાબ મળી રહેશે. તો ચાલો શરુ કરીએ ઉખાણા.
ઉખાણા – ૧
ઉડું છું પણ પંખી નહીં
સૂંઢ છે પણ હાથી નહી
છ પગ પણ માખી નહી
ગીત ગાઉં છું પણ ભમરો નહીં.
ઉખાણા 2
ગોળ ગોળ ફરતી જાય
ફરતી ફરતી ગાતી જાય
દાણો દાણો ખાતી જાય
તોય એનુ પેટ ન ભરાય.
ઉખાણા 3
ચાર ભાઇ આડા ચાર ભાઈ ઉભા
એક એકના અંગમાં બબ્બે જણ બેઠા.
ઉખાણા 4
જીભ વગર ટકટક કરે, ચાલે પણ નહીં પગ
કાંટા પણ વાગે નહીં જાણે આખું જગ
ઉખાણા 5
ચાર ખૂણાનું ચોકઠું આભે ઉડ્યુ જાય,
રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.
ઉખાણા 6
ફાળ ભરે પણ મૃગ નહી,
નહી સસલો નહી શ્વાન.
મો ઉચુ પણ મોર નહી,
ચતુર કરો વિચાર.
ઉખાણા 7
પગ વિના ડુંગરે ચડે, મુખ વિના ખડ ખાય,
રાણી કહે રળિયામણું, ક્યુ જનાવર જાય ?
ઉખાણા 8
પઢતો પણ પંડિત નહી, પૂર્યો પણ નહી ચોર,
ચતુર હોય તો ચેતજો, મધૂરો પણ નહી મોર.
ઉખાણા 9
તેર પગાળો તેતરો નેળિયે નાઠો જાય,
રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.
ઉખાણા 10
મારી બકરી આલો પાલો ખાય,
પાણી પીવે તો ટપ દઈને મરી જાય.
જવાબો –
ઉખાણા 1-મચ્છર
ઉખાણા 2- ઘંટી
ઉખાણા 3- ખાટલો
ઉખાણા 4-ઘડિયાળ
ઉખાણા 5- પતંગ
ઉખાણા 6- દેડકો
ઉખાણા 7- ધૂમાડો
ઉખાણા 8- ભમરો
ઉખાણા 9- બળદગાડુ
ઉખાણા 10- દેવતા (દેતવા કે અંગારા.)
🌹 મુખ્ય ફોટામાં આપેલ ઉખાણાનો જવાબ છે – સલ્ફર
👉 રામાયણ અને મહાભારત ની મજેદાર Quiz
ઉખાણા આપણને પસંદ પડશે જ. પસંદ પડે તો બાળકોને પણ વંચાવો. આવી અવનવી અને બાળકો માટેની ઉપયોગી પોસ્ટ મુકતા રહીશું.
Pingback: ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 - AMARKATHAO
Pingback: Gujarati Ukhana 10 - AMARKATHAO
Pingback: બાળગીત lyrics 7 વિસરાઇ ગયેલા બાળગીતો - AMARKATHAO
Pingback: રસિકભૈ રસો
Pingback: 30+ ગુજરાતી ઉખાણાં અને પહેલીયા । GUJARATI UKHANA WITH ANSWER RIDDLES IN GUJARATI - AMARKATHAO
Pingback: ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 - AMARKATHAO
Pingback: આવો પારેવાં, આવો ને ચકલાં ચોકમાં દાણા નાખ્યા છે - AMARKATHAO
Pingback: ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 | Best Gujarati Kavita collection - AMARKATHAO
Pingback: પાંચ વરસની પાંદડી | Best Gujarati kavita collection - AMARKATHAO
Pingback: શંકર ભગવાન ના ભજન | Best Bholanath Na Bhajan collection 8
Pingback: 20+ બાળકોનાં ઉખાણાં | પ્રાણી પક્ષીઓના ઉખાણાં - AMARKATHAO
Pingback: બાળગીત 7 વિસરાઇ ગયેલા બાળગીતો - AMARKATHAO