Skip to content

બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ અને નિબંધ તૈયાર કરવા માટે ઉપયોગી

બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ
10327 Views

બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ, બેટી બચાવો બેટી પઢાવો નિબંધ, સ્ત્રી ભૃણહત્યા, બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન, બેટી બચાવો ચિત્ર, બેટી બચાવો બેટી પઢાવો drawing, શાળા પ્રવેશોત્સવ સ્પીચ, શાળા પ્રવેશોત્સવ સંચાલન. Beti bachao, બેટી બચાઓ બેટી પઢાઓ નિબંધ ગુજરાતી pdf. beti bachao beti padhao slogan, beti bachao beti padhao in gujarati Nibandh, beti bachao speech

બેટી બચાવો બેટી પઢાવો

સંસ્કૃતિ અને ઘર્મ૫રાયણ એવા ભારત દેશમાં સરકારે દિકરીઓને બચાવવા માટે “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન શરૂ કરવાની જરૂર ઉભી થઇ છે એ ૫ણ આ૫ણા માટે ખુબ દુ:ખની વાત કહેવાય.

આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખુબ જ ઝડ૫થી પ્રગતિ કરી રહયો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે.

આવુ થવા પાછળનાં ઘણા કારણો છે. સૌથી મોટુ કારણ તો જો દિકરો હોય તો માતાપિતાનાં ઘડપણ ની લાકડી બનશે. સાચવશે. જ્યારે દિકરી હશે તો પરણી ને સાસરે જતી રહેશે. એટલે આપણા સમાજમાં દિકરાનું વધુ મહત્વ છે. એવુ અમુક લોકો માની લે છે.

નાનું કુટુંબ સુખી કુટુંબ નાં સુત્રને ચરિતાર્થ કરતા ઘણા લોકો પેલા પુત્રનો જન્મ થઇ ગયા પછી બિજુ સંતાન ઇચ્છતા નથી. જો પેલા દિકરીનો જન્મ થયો હોય તો બિજી ડીલીવરી કરવા તૈયાર થાય છે. અને વિજ્ઞાનની હરણફાળ પ્રગતિ પછી ભ્રુણમાં જ દીકરો કે દીકરીની તપાસ થવા લાગી અને દીકરીઓની ભ્રુણમાં જ હત્યાઓ થવા લાગી. અને આ બાબતમાં શિક્ષિત લોકો અગ્રેસર છે.

જો કે સરકારે કડક કાયદો અમલમાં મુકતા આનું પ્રમાણ ઘટ્યુ છે. છતા ક્યાંય ગેરકાયદેસર રીતે આવી હાટડીઓ હજુ ચાલુ છે.

સમગ્ર ભારતમાં દીકરીઓની શિક્ષત બનાવવા અને દીકરી ભુણ હત્યા દુર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૨મી જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી છે. 

હરીયાણા ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. આ રાજ્યમાં 1000 પુરૂષોએ દીકરીઓનું પ્રમાણ માત્ર 775 જેટલું છે જે ખૂબ જ ચિંતાજનક છે. આ જ કારણોસર બેટી બચાવો બેટી પઢાવો યોજનાની શરૂઆત હરિયાણાથી કરવામાં આવી. ત્યારબાદ આ યોજનાને ભારત દેશના 100 જેટલા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે.

સમાજમાં નારી ભૃણહત્યાનું દુષણ ઝડ૫થી પ્રસરી રહયુ છે. આ સમસ્યા ૫ર ગંભીર ચિંતન કરી તેના વિરૂદ્ઘ ઝૂંબેશ ઉઠાવવા આ૫ણે સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ ૫રિસ્થિતિ સર્જશે. શું સ્ત્રી વિહોણી દુનિયાની આ૫ણે કલ્પના ૫ણ કરી શકીશુ ?

દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ  સંભવિત નથી.  માતા, બહેન, ૫ત્ની વગેરે સ્ત્રી સબંઘોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવ ને જન્મ આપી શકે. મૃત ૫દાર્થમાંથી કદી જીવન ન સંભવે. કહેવાય છે કે,

“પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ

નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ”

સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારો એ જ સ્ત્રી ભૃણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે.  ”નારી ભૃણ હત્યા ” એ સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે. 

સરકારશ્રી વિવિઘ યોજનાઓ દ્વારા સ્ત્રીઓને પુરુષ સમાન અઘિકાર આ૫વાના પ્રયત્ન કરી રહી છે. બેટી બચાવો બેટી ૫ઢાઓ યોજના તે પૈકીની એક છે. દેશમાં સતત ઘટી રહેલા કન્યા શિશુ પ્રમાણને સંતુલિત કરવા માટે આ યોજનના શરૂ કરવામાં આવી છે.

મારી દીકરી ક્યાં?

દીકરી વિશે સ્પીચ, નિબંધ, સુવાક્યો, કવિતા

ભારતમાં પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર ખુબ જ ઓછો છે. આ ૫ણ સ્ત્રીઓના શોષણ એક કારણ છે. તેથી  બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો મૂખ્ય ઉદ્દેશ કન્યાઓને વઘુમાં વઘુમાં ભણાવવાનો છે. 

શિક્ષણના કારણે સ્ત્રીઓનો સામાજિક અને આર્થિક વિકાસ થશે. તેઓ સ્ત્રી ભૃણ હત્યા વિરૂદ્ઘ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સક્ષમ બનશે. શિક્ષણના કારણે તેઓ આત્મનિર્ભર બનશે.

ભારતની દીકરીઓની વેદનાને વાચા આપવા અને તેમને ભણાવવા માટેના આ કાર્યક્રમને ઘણા લોકોએ વખાણ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ દીકરી પગભર બની શકે અને તે પોતાના અધિકારો મેળવી શકે તે છે. આ યોજનાથી સમગ્ર દેશની દીકરીઓ પોતાને મળતી સેવાઓ અંગે જાણકારી મેળવશે અને આ જાણકારીથી તેમની કાર્યકુશળતા વધશે.

આપણે 2011 ની વસ્તી ગણતરી ને જોઈએ તો 0 થી 6 વર્ષની દીકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દરેક સમાજ દીકરીઓ પ્રત્યે તિરસ્કારની ભાવના દર્શાવી રહ્યો છે.

કોઇ ૫ણ દેશના માનવીય સંસાઘનના રૂ૫માં સ્ત્રી અને પુરુષનું મહત્વ એક સમાન છે. સ્ત્રી અને પુરૂષ એ સંસારરૂપી રથના બે ૫ૈડા છે. કોઇ ૫ણ એક ૫ૈડુ ન હોય તો રથ યોગ્ય રીતે ચાલી શકે નહી. 

ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને સર્મ૫ણનું વિશેષ મહત્વ છે. દિકરી માતાપિતાનું ઘર છોડી ૫તિના ઘરને પોતાનું ઘર બનાવી લે. જેને થોડો સમય ૫હેલા ઓળખતી ૫ણ ન હતી એવા સાસુ-સસરાને માતા-પિતા ગણી તેમની સેવા કરે છે. પારકાને પોતાના ગણવાની ભાવના માત્ર દિકરીમાં જ જોવા મળે છે. 

પોતાના ઘરમાં દિવો કરે તે દિકરો અને બીજાના ઘરમાં દિવો કરે તે દિકરી. દિકરો એક કુળ તારે છે. જયારે દિકરી તો ત્રણ કુળ તારે છે. દિકરી પિતાનું, મામાનુ તેમજ ૫તિનું એમ ત્રણ કુળની લાજ રાખે છે. નારી તો ખરેખર નારાયણી છે. 

આ૫ણો દેશ પુરૂષ પ્રઘાન દેશ છે. હિન્દૂ ઘર્મમાં એવી માન્યતા પ્રર્વર્તે છે કે પુત્ર એ પુન નામના નર્કમાંથી બચાવે છે. જેથી દરેક હિન્દૂ પુરુષ પુન નામના નર્કમાંથી છુટવાની ઇચ્છા ઘરાવે છે તુથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ તે દિકરી પ્રત્યે ઉદાસીન વલણ દાખવે છે. માત્ર પૂત્ર પાપ્તિની આવી ઘેલછાના કારણે આજે દેશમાં એવી ૫રિસ્થિતિનું નિર્માણ થયુ છે કે સરકારે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા તથા તેમના સ્ત્રી શિક્ષણનો વ્યા૫ વઘારવા માટે વિવિઘ યોજનાઓ બનાવવાની જરૂરી ઉભી થઇ છે.

કેટલાક લોકોના મનમાં એવી માનસિકતાએ ઘર કરી ગઇ છે કે દિકરી તો પારકુ ઘન ગણાય. જો દીકરો હશે તો મોટો થઇને તેમની સેવા કરશે. આવી સંકુચિત માનસિકતા જ સ્ત્રી ભૃણહત્યા માટે જવાબદાર છે. 

માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વમાં નારીને પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. તેની સાથે ભેદભાવ પૂર્વક વર્તન કરવામાં આવે છે એક સમાન કામ માટે સ્ત્રીને પુરુષ કરતાં ઓછુ વેતન આ૫વામાં આવે છે. ઉંચા ૫દો, સેના વિગેરેમાં સ્ત્રીઓને સ્થાન આ૫વામાં આવતું નથી. 

જોકે અત્યારની ૫રિસ્થિતિમાં થોડોક સુઘાર આવ્યો છે. વિવિધ યોજનાઓ અને સરકારના અથાગ પ્રયત્નોથી આજે સ્ત્રીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત થયું છે, આજે ભારત દેશમાં સ્ત્રીઓ વિવિઘ ઉંચા ૫દો ૫ર બિરાજમાન છે જે આ૫ણા માટે ગૌરવની વાત છે. 

આપણે સંકલ્પ લઈએ કે દીકરી દીકરો સમાન ગણી સમાજમાં મોભાનું સ્થાન આપીશુ. બેટી હૈ તો કલ હૈ. 

બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન
બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન


આ ૫ણ વાંચો:- 👇👇👇 બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ

બેટી બચાવો સ્પીચ અને નિબંધ

“દીકરી અભિશાપ નહીં વરદાન છે,

દીકરી સૃષ્ટિનો આધાર છે,

દીકરી આંખનો તારો નથી,

દીકરી તો તુલસીનો ક્યારો છે.”

            દીકરી કુદરતે આપેલી અમૂલ્ય  ભેટ છે. સમગ્ર સૃષ્ટિનો આધાર છે. જીવન એનો અધિકાર છે, તો શિક્ષા તેનું હથિયાર છે. આ એ જ ભારત છે, ભારતીય સંસ્કૃતિ છે કે જેમાં દીકરીને નારી શક્તિ, માં જગદંબા, અંબા, દુર્ગા, શક્તિનો અવતાર કહી તેની પૂજા  કરવામાં આવતી હતી. આ એ જ દેશ છે કે જ્યાં રાણી લક્ષ્મીબાઈ  જેવી વીરાંગના પોતાના રાજ્યની રક્ષા માટે તલવાર ઉપાડી અંગ્રેજો સામે જંગે ચડી હતી.

Rani Lakshmi Bai
રાણી લક્ષ્મીબાઈ વિશે વાંચો


આ એ જ દેશ છે, જેમાં સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લઇ આવી હતી. આ એ જ દેશ છે, જેમાં સુનિતા  વિલિયમ્સ  અને કલ્પના  ચાવલા જેવી દીકરી અંતરિક્ષમાં પણ ઉડાન ભરી ચૂકી છે. આ એ જ દેશ છે, જેમાં શિલા દીક્ષીત, વસુંધરા રાજે, મમતા બેનરજી, જય લલિતા, આનંદીબેન પટેલ વગેરે મુખ્યમંત્રી તથા ઇન્દિરા ગાંધી જેવા વડા પ્રધાન તથા પ્રતિભાદેવી  પાટીલ જેવા રાષ્ટ્રપતિ બનનાર મહિલાઓ છે.

પી.ટી. ઉષા અને એમ. સી. મેરીકોમ, સાનિયા મિર્ઝા તથા મિતાલી રાજ જેવી મહિલા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં પોતાનું તથા ભારતનું નામ ઉજાગર કરી રહી છે. આવા ભવ્ય ભૂતકાળનો વારસો અને સંસ્કારિતતા ધરાવતા દેશને કયું ગ્રહણ લાગી ગયું છે કે આજે તે આ નારી શક્તિનો ભોગ લેવા મંડી પડ્યો છે; તેને ભાર સમજવા લાગ્યો છે; તેને ધરતી પર અવતરવામાં અવરોધ ઊભો કરી રહ્યો છે; તેની સાથે પક્ષપાત કરતો કરી રહ્યો છે.

            ઇ.સ.2011 ની ભારતની રાષ્ટ્રીય વસ્તી ગણતરીના જાતિ પ્રમાણનો આંકડો જોઈએ તો ખ્યાલ આવે  છે કે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તેમની સ્તિથિ કેવી છે? આ આંકડા બતાવે છે કે નારી વગરની આવતી કાલ કેવી ભયાનક હશે? ભારતના હરિયાણા રાજ્યમાં દર હજાર પુરુષે સ્ત્રીનું પ્રમાણ માત્ર 879 છે. જ્યારે કેન્દ્ર શાસિત  પ્રદેશ દીવ-દમણમાં આ પ્રમાણ 618 છે. જે ખૂબ ચિંતાજનક છે.

ગુજરાતમાં આ પ્રમાણ 919 છે. જે અન્ય રાજ્યો કરતા થોડું સારું છે. સૌથી વધુ જાતિ પ્રમાણ 1084 કેરલ રાજ્યમાં છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સમગ્ર ભારત દેશનું જાતિ પ્રમાણ 943 હતું. 2001ની વસ્તી ગણતરી પ્રમાણે જાતિ પ્રમાણ 933 હતું. 36 સંઘના બનેલા આ દેશમાં અડધા જેટલા એટલે 17 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશ સહિતના પ્રદેશોમાં જાતિપ્રમાણ દેશના જાતિપ્રમાણ 943 કરતાં પણ ઓછું છે, એટલે અડધા દેશનું જાતિપ્રમાણ દેશના સરેરાશ જાતિપ્રમાણ કરતાં ઓછું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે.  

            આમ, સ્ત્રીઓનુ નીચું પ્રમાણ જોતાં આપણાં વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓને બચાવવા માટે તથા તેને શિક્ષિત બનાવવા માટે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત તેમણે હરિયાણાના પાનીપતમાં 22, જાન્યુઆરી, 2015 થી આખા  દેશમાં કરી છે. હરિયાણા રાજ્યમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે

તેથી આ આંદોલનની શરૂઆત હરિયાણાથી કરવામાં આવી હતી. હરિયાણા સરકાર પણ દીકરીઓની દશા સુધારવા માટે તથા એમને સામાજિક તથા આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે, લોકોમાં જાગૃતતા લાવવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ‘બેટી કી લોહરી’ નામનો કાર્યક્રમ કરે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી જોઈએ તો દીકરીઓનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. જે વિજ્ઞાન આપણાં  માટે વરદાનરૂપ સાબિત થવું જોઈએ તે દીકરીઓના જન્મની બાબતમાં અભિશાપ બન્યું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં આધુનિક સોનોગ્રાફી મશીનોને કારણે માતાના ગર્ભમાં જ ભ્રુણનું પરીક્ષણ કરવામાં આવે છે અને જો તે સ્ત્રી હોય તો તેની ભ્રુણહત્યા કરી દેવામાં આવે છે. આવું પાપ છેલ્લા કેટલાય દાયકાઓથી આચરવામાં આવી રહ્યું છે.

જોકે સરકારે આને ગેરકાયદેસર જાહેર કર્યું છે અને લિંગ પરીક્ષણ કરવું એ ગુનો છે છતાં કેટલાક તબીબો તથા માતપિતા આ દુરાચાર કરવા પ્રેરાય છે. જેને કારણે આજે સ્ત્રીઓનું  પ્રમાણ ઘટી રહ્યું છે. સમાજમાં રહેલા લૈંગિક ભેદભાવને કારણે આ પ્રથા અસ્તિત્વમાં આવી છે. જો આવુને આવું જ ચાલતું રહ્યું તો સંસારનું ચક્ર કેવી રીતે ચાલશે? વહુ ક્યાથી આવશે? જો વહુ જોઈએ છે તો દીકરીને જન્મ આપવો જ પડશે.

જો વહુ નોકરી કરતી, ભણેલી ગણેલી જોઈતી હશે તો તેને શિક્ષણ આપવું જ પડશે. જો નારી શક્તિ નહીં રહે તો આ સૃષ્ટિ પર જન્મદાતા કોણ બનશે? આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે?

“मातृशक्ति यदि नहीं बची तो

बाकी यहाँ रहेगा कौन?

प्रसव वेदना, लालन पालन,

सब दुख-दर्द सहेगा कौन?

मानव हो तो दानवता को त्यागो

वरना, इस नन्ही सी जान के दुश्मन को

इंसान कहेगा कौन?”

👉 આઝાદી કા અમૃત મહોત્સવ સ્પીચ અને નિબંધ

👉 જળ એ જ જીવન – સ્પીચ અને નિબંધ માટે


બેટી બચાવો બેટી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ, બેટી બચાવો બેટી પઢાવો નિબંધ.

🌺 નીચે આપેલી પોસ્ટ પણ સરસ છે. જે ખુબ જ ઉપયોગી થશે સાચવીને રાખો.

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ

🌺 ગુજરાતી જુની કવિતાઓનો સંગ્રહ

🌺 બાળપણ ની યાદગાર વાર્તાઓ ( બાળવાર્તાઓ )

🇮🇳 ક્રાંતિકારી શહીદો (શહીદોનાં પ્રેરણાદાયક પ્રસંગો )

બેટી બચાવો બેટી પઢાવો slogan
બેટી બચાવો બેટી પઢાવો slogan

beti bachao beti padhao drawing, beti bachao beti padhao slogan, beti bachao beti padhao in gujarati

બેટી બચાવો બેટી પઢાવો
બેટી બચાવો બેટી પઢાવો drawing

બેટી બચાવો બેટી પઢાવો pdf, beti bachao beti padhao Poster.

બેટી બચાવો બેટી પઢાવો શાયરી
બેટી બચાવો બેટી પઢાવો શાયરી
beti bachao slogan
beti bachao slogan

બેટી બચાવો બેટી પઢાવો
બેટી બચાવો બેટી પઢાવો નિબંધ pdf
બેટી બચાવો અક્ષર લેખન
Beti bachao beti padhao essay In gujarati
બેટી બચાવો બેટી પઢાવો યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી
બેટી બચાવો બેટી પઢાવો નિબંધ ગુજરાતીમાં
બેટી બચાવો બેટી પઢાવો અહેવાલ
બેટી બચાવો બેટી પઢાવો નાટક

1 thought on “બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ અને નિબંધ તૈયાર કરવા માટે ઉપયોગી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *