Skip to content

દીકરી વિશે સ્પીચ, નિબંધ, સુવાક્યો, કવિતા

મારી દીકરી ક્યાં?
10855 Views

મારી દિકરી ક્યાં ? ખારો ખારો પ્રશ્ન, મારી વહાલી દીકરી, મારી દીકરી, દીકરી શાયરી, દીકરી વિશે પંક્તિ, દીકરી જન્મ, દીકરી સુવિચાર, માં અને દીકરી, દીકરી એટલે શું, દીકરી માટે, પિતા અને દીકરી, દીકરી ના લગ્ન, દીકરી વિશે સ્પીચ, લાડકી દીકરી, દીકરી વિશે પંક્તિ, દીકરી વિશે સુવાક્યો, દીકરી વિશે નિબંધ, દીકરી વિશે કહેવતો, દીકરી વિશે ગઝલ, દીકરી વિશે શાયરી, દીકરી વિશે કાવ્ય, દીકરી વ્હાલનો દરિયો. Dikri

‘મારી દીકરી ક્યાં?’

આખરે ઉજાગરાનો અંત આવ્યો:

લગન ઊકલી ગયાં.

મા હવે

ઘરની ચીજવસ્તુઓ ગણે છે

સંભારી સંભારી મેળવે છે

સંભાળી સંભાળી ગોઠવે છે:

થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-

બધું બરાબર છે

ક્યાંય કશુંય ખોવાયું નથી

કશુંય ગયું નથી-

પણ

અચાનક કંઈક યાદ આવતાં

એ ઓરડા વચ્ચે

ઊભી રહી જાય છે

આંખોમાંથી ટપકું ટપકું થાય છે

ખારો ખારો પ્રશ્ર:

‘મારી દીકરી ક્યાં?’

✍ જયંત પાઠક

આખરે ઉજાગરા નો અંત આવ્યો
આખરે ઉજાગરા નો અંત આવ્યો

દીકરી વિશે…

દીકરી વિશે આપણે ત્યાં કેટકેટલાં કાવ્યો લખાયાં છે. દીકરીની વિદાયનો પ્રસંગ તો ખૂબ હૃદયસ્પર્શી રીતે આલેખાયો છે. કવિ કાગે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે. લોકગીતો હોય કે લોકકથાઓ, દીકરી પ્રત્યેનું વહાલ આપણા સાહિત્યમાં સતત નિતરતું રહ્યું છે. હૃર્ષદ ચંદારણાએ કહ્યું છે તેમ, ‘શૈશવના સપનામાં જોયેલી પરી, સદેહે અવતરી, થઈ દીકરી!’

બાળપણમાં આપણે સપનામાં પરીને જોતા હોઈએ, મોટા થઈને આપણે ત્યાં એ જ પરી દીકરી થઈને અવતરે છે… તેનો અવતાર અજવાળું લઈને આવે છે. તેની પગલી પડતાં ઝૂપડી પણ રજવાડા જેવી થઈ જાય છે. જેને જીવ રેડીને ઉછેરી હોય અને જે વહાલના દરિયા જેવી હોય તે દીકરીને એક દિવસ વિદાય કરવાનો સમય આવે છે.

દરેક માતાપિતા માટે દીકરીને વળાવવી એ આનંદમિશ્રિત કરૂણતા છે. માતા જાણે છે કે પોતે પણ ક્યારેક દીકરી હતી. દીકરીમાં તે પોતાની છબીને જુએ છે. એની અલ્લડતા, તોફાન, એની ખૂબી કે ખામીને તે પોતે અરીસામાં જોતી હોય તેમ જુએ છે. તે એમ વિચારીને રાજી થાય છે કે મારી દીકરી અદ્દલ મારા જેવી થઈ છે. વળી આ જ વિચારે તે દુ:ખી પણ થઈ જાય છે કે મારી દીકરી પણ મારા જેવી જ થશે?

પિતા માટે દીકરી એ વહાલનો એક અલાયદો દાયરો છે. પરિવારમાં દીકરી જન્મ્યા પછી કઠણ પથ્થર જેવા લાગતા માણસમાં પણ અચાનક વહાલનાં ઝરણાં ફૂટી નીકળે છે. તેની સૂકી આંખોમાં અચાનક ભીનાશ ઊભરી આવે છે. તેની છાતીમાં જાણે એક કૂણી કૂંપણ પાંગરી હોય તેવો અનુભવ થવા લાગે છે. દીકરીને જરા આંચ પણ આવે તો પિતાની છાતી ચિરાય છે.

મા-દીકરીનો સંબંધ તો વિશેષ અલાયદો છે. દીકરી પહેલીવાર રજસ્વાલા થાય, ત્યારે માતાને પણ પોતાની કિશોરાવસ્થા યાદ આવે છે. દીકરીની આ અવસ્થા પછી તે મા-દીકરી મટીને મિત્રો બને છે. ઘરની નાની નાની વસ્તુને સહિયારી આંખે જોતી થાય છે. થાળી-વાટકા-ચમચીથી લઈને ઘરમાં આવતા સારા-નરસા પ્રસંગોને તે મૈત્રીભાવે પાર પાડે છે. પિતા નામનું છત્ર તેમને હરહંમેશ હૂંફ આપતું રહે છે.

આપણે ત્યાં દીકરીને પારકી થાપણ કહેવાય છે. એવી થાપણ કે જેને આપણે બીજા માટે સાચવી રાખવાની છે. પારકાને સોંપવાની છે. પણ આ પારકાને પારકા નથી રાખવાના, પોતાના કરવાના છે. દીકરી નામના દીવાનું અજવાળું બે ઘરને અજવાળે છે. જ્યારે અજવાળું વહેંચવાનું થાય છે ત્યારે માતાને હરખ થાય છે અને મનમાં ચિંતા પણ થાય છે કે બધું સુપેરે પાર તો પડશે ને?

કદાચ એટલા માટે જ આપણે ત્યાં લગ્નની વિધિઓ લાંબી હોય છે, જેથી અંગત સ્વજનને હંમેશ માટે બીજાને સોંપવાનું છે તેવો મન પર ભાર ન રહે અને મન સતત આ વિધિઓ અને રિવાજોમાં જ અટવાયેલું રહે. મહેમાનોનું જમવાનું, તેમની આગતાસ્વાગતા, રહેઠાણ, લગ્નની વિધિઓ, મંડપ, સામૈયા આ બધામાં પરિવારજનો એટલા બધા અટવાયેલા રહે છે કે તેમને દુ:ખી થવાનો પણ સમય નથી મળતો.

પણ લગ્ન ઉકલ્યા પછી, અનિલ જોશીના શબ્દોમાં કહીએ તો કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને જાય પછી, બધી વસ્તુઓની ગણતરી થાય છે. વાસણો, કપડાં, મહત્ત્વની અનેક વસ્તુઓ બધું બરોબર તો છેને? ક્યાંય કશું ખોવાયું તો નથીને? આ બધું પત્યા બાદ અચાનક એક ઊંડો ખાલીપો આખા ઘરને ઘેરી વળે છે. અવસર બાદ અવસરની ઉદાસી ઉડીને આંખે વળગે છે. વિરલ દેસાઈનો શેર યાદ આવી જાય, ‘અવસરના જોશ કરતાં એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી.’

માતાને આ સૂનકાર ઘેરી વળે છે. તે ઓરડામાં અધવચ્ચે જ ઊભી રહી જાય છે, તેની આંખમાંથી એક પ્રશ્ન આંસુનું રૂપ ધારણ કરીને સરી પડે છે, મારી દીકરી ક્યાં?

દીકરી
દીકરી વિદાય

દીકરી વિશે સુવાક્યો

🕳 દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે.

🕳 દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે

 🕳 ગમે તેટલી મોટી થઈ જાય પણ મા-બાપને મનતો એમની ઢીંગલી જ રહે છે.

🕳 જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે, પણ જિંદગીથી વધુ સાથ નિભાવે એ દીકરી

🕳 હ્દયમાં ધબકતો ધબકાર દીકરી

🕳 હ્દયમાં ધબકતો ધબકાર દીકરી

🕳 દીકરી વગરનું ઘર એટલે વેરાન રણ અને ભયાવહ સ્મશાનભૂમિ.

🕳 પિતાનો ચેહરો વાંચવામાં દિકરીથી વધારે હોશિયાર બીજું કોઈ નથી.

🕳 દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓની સુગંધ આપોઆપ ઘોળાઇ જાય છે.

🕳 जरुरी नहीं रौशनी चिरागो से ही हो.
बेटियां भी घर मैं उजाला करती हैं.. !!

દીકરી વિશે કવિતા
દીકરી વિશે કવિતા

દીકરી વિશે પંક્તિ

૧. લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.

૨. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે. હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથેવાતાવરણ પણ બદલાવવાનું છે.

૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

૪. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે. સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.

૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું ! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે.


૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે, એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે ! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે !!

દીકરી એટલે દીકરી… દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું, દીકરીની મા હોવું એટલે પોતાનાં સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું. ઘરના આંગણે ફુલો ઉગાડયા હશે તો આંગણું ખૂશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જીંદગી જ ખૂશ્બુદાર બની જશે.

– અજ્ઞાત

👉 કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો

👉 સમી સાંજનો ઢોલ ઢબુકતો

👉 બેટી બચાવો, બેટી પઢાવો નિબંધ

👉 (દીકરી) કન્યા વિદાય ગીતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *