7417 Views
રઘુવંશમ્ એ મહાકવિ કાલિદાસ રચિત મહાકાવ્ય છે. જેમા રધુવંશનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. જે મૂળ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. આજે મહારાજા અજ અને દશરથ વિશે જોઈશુ. Raghuvansham. લેખન-વિજય વ્યાસ (વધાવી)
રઘુવંશમ્ = રઘુવંશ (ઇક્ષવાકુ) એ ભારતનું પ્રાચીન ક્ષત્રિય કુળ છે. જે ભારતના તમામ ક્ષત્રિય કુળોમાં શ્રેષ્ઠ ક્ષત્રિય કુલ ગણાય છે.
મૂળરૂપે આ વંશ ભગવાન સૂર્યના પુત્ર વૈવસ્વત મનુથી શરૂ થયો હતો. જે સૂર્યવંશ, ઇક્ષ્વાકુ વંશ, કાકુટસ્થ રાજવંશ અને રઘુવંશના નામથી ઓળખાય છે. પ્રાચીન સમયમાં, ભગવાન બ્રહ્માએ ભગવાન સૂર્યના પુત્ર વૈવસ્વત મનુને પૃથ્વીના પ્રથમ રાજા બનાવ્યા હતા. ભગવાન સૂર્યના પુત્ર હોવાને કારણે, મનુજીને સૂર્યવંશી કહેવામાં આવતું હતું અને તેમનાથી આવેલા આ વંશને સૂર્યવંશી કહેવામાં આવે છે.
ઐતિહાસિક રીતે રઘુકુલ વંશ, વચનબધ્ધ, સત્ય, ચારિત્ર્ય, પ્રતિબદ્ધતા, બલિદાન, દ્રઢતા, ઉષ્મા અને બહાદુરીનું પ્રતીક છે.
અયોધ્યાના સૂર્યવંશી સમ્રાટ રઘુએ આ વંશનો પાયો નાખ્યો હતો એટલે સમ્રાટ રઘુના વંશજોને રઘુવંશી કહેવામાં આવે છે.
આ વંશમાં ઇક્ષ્વાકુ, કકુત્સ્થા, હરિશ્ચંદ્ર, માંધાતા, સાગર, ભગીરથ,અંબરીશ, દિલીપ, રઘુ, દશરથ, શ્રીરામ જેવા જાજરમાન રાજાઓ થયા છે. રઘુવંશના કેટલાક રાજાઓનું વર્ણન રઘુવંશકાવ્યમાં આપવામાં આવ્યું છે. સૌમિત્ર કૌશલના (અયોધ્યાના) છેલ્લા રઘુવંશી રાજા હતા.
●મહા પરાક્રમી મહારાજા અજ (દશરથજીના પિતાજી)
દશરથના પિતા અજ સૂર્યવંશના 38મા રાજા હતા
પૌરાણિક ગ્રંથોના આધારે એક વખત રાજા અજ શિવ પૂજા કરી રહ્યા હતા તે સમયે લંકાપતિ રાવણ તેની સાથે યુદ્ધ કરવા આવ્યો, ત્યારે લંકાપતિ રાવણ દૂરથી તેમને પુજા કરતા જોઈ રહ્યો હતો, રાજા અજે ભગવાન શિવની પૂજા કરી અને જળનો અભિષેક આગળ અર્પણ કરવાના બદલે રાજા અજે જળ પાછળની બાજુ ફેંકી દીધું.
આ જોઈને રાવણને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે રાજા અજની સામે પહોંચી ગયો અને પૂછવા લાગ્યો કે હંમેશા પૂજા કર્યા પછી જળનો અભિષેક આગળ થાય છે તમે જળ પાછળ ફેંકી દિધુ તેની પાછળનું કારણ શું છે તે જણાવો?
રાજા અજે કહ્યું જ્યારે હું આંખ બંધ કરીને ધ્યાનની મુદ્રામાં ભગવાન શિવની પૂજા કરી રહ્યો હતો ત્યારે અહીંથી એક યોજન દૂર જંગલમાં એક ગાય ચરતી જોઈ અને મેં જોયું કે સિંહ તેના પર હુમલો કરવા જઈ રહ્યો છે ત્યારે મેં પાછળની તરફ પાણીનો અભિષેક કર્યો અને મારા પાણીએ તીરનું રૂપ ધારણ કર્યું, જેના કારણે સિંહનું મૃત્યુ થયું
આ સાંભળીને રાવણને ખૂબ જ આશ્ચર્ય થયું, પરંતુ રાજા અજે કહ્યું કે તમે અહીંથી દૂર જઈને આની ખરાઈ કરી શકો છો. રાવણ ત્યાં ગયો અને જોયું કે એક ગાય લીલું ઘાસ ચરી રહી છે જ્યારે સિંહના પેટમાં ઘણા તીર છે, રાવણને ખાતરી થઈ ગઈ કે જે પાણીનુ તીર બનાવી શકે અને નિશાન લગાવ્યા વિના નિશાન પાર પાડે છે આવા બહાદુર માણસને જીતવું ખૂબ જ અશક્ય છે અને તે રાજા અજની સાથે લડ્યા વિના લંકા પરત ફરે છે.
⚫ મહારાજા દશરથ
● દશરથ જન્મકથા : એક સમયની વાત છે જ્યારે રાજા અજ જંગલમાં ફરવા ગયા ત્યારે તેમણે એક ખૂબ જ સુંદર તળાવ જોયું, તે તળાવમાં એક કમળનું ફૂલ હતું જે ખૂબ જ સુંદર દેખાતું હતું તે કમળ મેળવવા માટે રાજા અજ સરોવરમાં કૂદી પડ્યા, પરંતુ રાજા અજ તે કમળની નજીક ગમે તેટલા જાય, તે કમળ તેનાથી દૂર જતુ રહે અને રાજા અજ તે કમળને પકડી શક્યા નહીં અંતે આકાશવાણી થઈ કે હે રાજા, તમે નિઃસંતાન છો, તમે આ કમળને લાયક નથી, આ ભવિષ્યવાણીથી રાજા અજના હૃદયમાં ભયંકર આઘાત લાગ્યો
રાજા અજ તેના મહેલમાં પાછા ફર્યા અને ચિંતા કરવા લાગ્યો તે ભગવાન શિવના પ્રખર ભક્ત હોવા છતાં તેને સંતાન નથી. ભગવાન શિવ રાજા અજની ચિંતાથી પરેશાન થઈ ગયા અને તેમણે ધર્મરાજને બોલાવીને કહ્યું કે તમે બ્રાહ્મણના વેશમાં અયોધ્યા નગરી જાઓ, જેથી રાજા અજને સંતાન પ્રાપ્ત થાય. ધર્મરાજા અને તેની પત્ની સરયુ નદીના કિનારે ઝૂંપડી બનાવીને બ્રાહ્મણના વેશમાં રહેવા લાગ્યા.
એક દિવસ ઘર્મરાજ બ્રાહ્મણના વેશમાં રાજા અજના દરબારમાં ગયા અને તેની પાસે ભિક્ષા માંગવા લાગ્યા, રાજા અજે તિજોરીમાંથી તેમને સોનાની અશરફીઓ આપી પરંતુ બ્રાહ્મણે ના પાડી અને કહ્યું કે તે પ્રજાની છે, તમારુ પોતાનુ જે કંઈ પણ હોય તે આપો પછી રાજા અજે તેના ગળામાંથી માળા ઉતારી અને બ્રાહ્મણને આપી પરંતુ બ્રાહ્મણે ના પાડી દીધી કે આ પણ પ્રજાની મિલકત છે.
આથી રાજા અજને ખૂબ દુ:ખ થયું કે આજે એક બ્રાહ્મણ તેમના દરબારમાથી ખાલી હાથે જઈ રહ્યો છે, પછી રાજા અજ સાંજે મજૂરનો વેશ ધારણ કરીને રાજ્યમાં કોઈ કામ માટે નીકળી જાય છે અને તે લુહારને ત્યાં કામ કરવાનું શરૂ કરે છે, આખી રાત કામ કરે છે, જેના બદલામાં તેને સવારે કામની મજુરીનો એક ટકો મળે છે.
રાજા એક ટકાને લઈને બ્રાહ્મણના ઘરે પહોંચ્યો પણ ત્યાં બ્રાહ્મણ ન હતો, તેણે બ્રાહ્મણની પત્નીને એક ટકો આપ્યો અને કહ્યું કે તે બ્રાહ્મણને આપો, જ્યારે બ્રાહ્મણ આવ્યો ત્યારે બ્રાહ્મણની પત્નીએ તે ટકો બ્રાહ્મણને આપ્યો અને બ્રાહ્મણે તે ટકો જમીન પર પછાડ્યો પછી એક આશ્ચર્યજનક ઘટના બની કે જ્યાં બ્રાહ્મણે ટકો ફેંક્યો હતો ત્યાં એક ખાડો થયો બ્રાહ્મણ તે ખાડો ખોદયો અને તેમાંથી એક સુવર્ણ રથ નીકળ્યો અને આકાશમાં ગયો, આ પછી બ્રાહ્મણે વધુ ખોદયો પછી બીજો સુવર્ણ રથ નીકળીને આકાશ તરફ ગયો, તેવી જ રીતે નવ સુવર્ણ રથ નીકળ્યા અને આકાશ તરફ ગયા અને જ્યારે દસમો રથ બહાર આવ્યો ત્યારે તેના પર એક બાળક હતો અને તે રથ આવીને જમીન પર અટકી ગયો.
બ્રાહ્મણ તે બાળકને લઈને રાજા અજના દરબારમાં પહોંચ્યો અને આ તમારો પોતાનો દીકરો છે જે તમારી મહેનતના એક ટકાથી જન્મ્યો છે અને તેની સાથે સોનાના નવ રથ નીકળ્યા જે આકાશમાં ગયા જ્યારે આ છોકરો દસમા રથ પર આવ્યો છે તો આ રથ અને પુત્ર તમારો છે આમ દશરથજીનો જન્મ થયો.
દશરથના પિતા અજ સૂર્યવંશના પરાક્રમી રાજા હતા.
તે સરયુ નદીના દક્ષિણ કિનારે સ્થિત કૌશલ રાજ્યના રાજા હતા મહારાજ અજની પત્ની અને દશરથની માતા ઈન્દુમતી વાસ્તવમાં એક અપ્સરા હતી, પરંતુ શ્રાપને કારણે તેને પૃથ્વી પર એક સામાન્ય સ્ત્રીના વેશમાં રહેવાની ફરજ પડી હતી. આ સ્વરૂપમાં ઇન્દુમતિના લગ્ન અજ સાથે થયા
એક દિવસ રાજા અજ ઈન્દુમતી સાથે બગીચામાં ફરતા હતા.
ત્યારે નારદજી આકાશ માર્ગે જઈ રહ્યા હતા, અચાનક તેની વીણામાં વીંટળાયેલી દેવલોકની પુષ્પમાળા હવામાં ઉડતી આવી અને ઈન્દુમતીના ગળામાં પડી ગઈ, આ કારણે તે જ ક્ષણે ઈન્દુમતીનું મૃત્યુ થયું તે તેના શ્રાપમાંથી મુક્ત થઈ ઈન્દ્રલોકમાં ગઈ.
પત્નીનું મૃત્યુ જોઈને રાજા અજ દુઃખી થઈ ગયા ત્યારે નારદજી ત્યાં પ્રગટ થયા અને રાજાને ઈન્દુમતિના પૂર્વજન્મની કથા સંભળાવી.
એકવાર ઇન્દ્રએ ત્રિવિંદુ ઋષિની તપસ્યામાં ખલેલ પહોંચાડવા માટે હરિણી નામની અપ્સરા મોકલી તપસ્યા ભંગ થવાથી ઋષિએ હરિણીને મનુષ્ય જન્મનો શ્રાપ આપ્યો, હરીણીએ ૠષીની માફી માંગી અને શ્રાપથી મુક્ત થવા માટે વિનંતી કરી, ૠષીએ કહ્યુ કે દેવલોકની પુષ્પમાલા તારા ગળામા પહેરતાની સાથે તુ આ શ્રાપ માંથી મુક્ત થઈ તારા મુળ સ્વરુપમા આવી દેવલોકમા પહોંચી જઈશ.
રાજા અજ ઈન્દુમતિને ખૂબ પ્રેમ કરતા હતા અને ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે તે ઈન્દુમતી સુધી પહોંચવાનો કોઈ રસ્તો શોધી શક્યો ન હતો, ત્યારે તેણે સ્વેચ્છાએ પોતાનો જીવ દિધો હતો. મૃત્યુ સમયે દશરથ માત્ર 8 મહિનાના હતા. કૌશલ્યના રાજગુરુ વશિષ્ઠના આદેશથી ગુરુ મરુધન્વે દશરથનો ઉછેર કર્યો અને અજના શાસનકાળમાં સૌથી બુદ્ધિમાન મંત્રી સુમંત્રે દશરથના પ્રતીક તરીકે રાજ્યનો હવાલો સંભાળ્યો.
18 વર્ષની ઉંમરે દશરથે કૌશલનો હવાલો સંભાળ્યો જેની રાજધાની અયોધ્યા હતી અને દશરથજી દક્ષિણ કૌશલના રાજા બન્યા. દશરથે ઉત્તર કૌશલના રાજાને તેમની પુત્રી કૌશલ્યા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ઉત્તર કૌશલના રાજાએ પણ વાત સ્વીકારી લીધી અને આ રીતે દશરથ-કૌશલ્યાજી ના લગ્ન થયા અને દશરથ કૌશલના રાજા બન્યા
રાજા દશરથ વેદ અને પુરાણના ભેદી, ધર્મનિષ્ઠ, દયાળુ, વ્યૂહાત્મક અને પ્રજાના રક્ષક હતા. તેમના રાજ્યની પ્રજા મુશ્કેલીમુક્ત, સત્યવાદી અને ઈશ્વરભક્ત હતી. તેમનુ દશરથ નામ એટલા માટે પડ્યું કારણ કે તે તમામ દસ દિશામાં રથ ચલાવી શકતા હતા., પુર્વ, પશ્ચિમ,ઉતર, દક્ષિણ,ઈશાન,અગ્ની, વાયવ્ય,નૈૠત્ય પરંતુ આ આઠ દિશાઓ ઉપરાંત, દશરથ ઉપર અને નીચેની દિશામાં રથ ચલાવવામાં પારંગત હતા. તેણે દેવતાઓ વતી અસુરો સાથેના યુદ્ધોમાં ઘણી વખત અસુરોને હરાવ્યા હતા.
✍ લેખન – વિજય વ્યાસ (વધાવી)
Raghuvansham – Kalidas in Gujarati
🌺 રઘુવંશમ્ ની કથા 🌺
‘રઘુવંશમ્’ ની વાર્તા “દિલીપ” અને તેની પત્ની “સુદાક્ષિણા” ના ઋષિ વશિષ્ઠ ના આશ્રમના પ્રવેશ થી શરૂ થાય છે. રાજા દિલીપ શ્રીમંત, પ્રતિભાશાળી, બુદ્ધિશાળી અને મજબુત તેમજ પવિત્ર વ્યક્તિ છે. તેઓ દરેક રીતે સમૃદ્ધ છે. દિલીપ ને બાળજન્મ ના આશીર્વાદ મેળવવા ગોમતીને નંદિનીની (ગાયની) સેવા કરવા માટે કહેવામાં આવે છે. હંમેશ ની જેમ નંદિનીને જંગલ માં સતાવવામાં આવે છે અને દિલીપ તેની સાથે રક્ષણ માટે પણ જાય છે.
ત્યારે એક સિંહ નંદનીને પોતાનો ખોરાક બનાવવા માંગે છે પરંતુ દિલીપ પોતાને સમર્પિત કરે છે.આ માટે તે સિંહ ને પ્રાર્થના કરે છે. ત્યારબાદ નંદિની સમજાવે છે કે તેને દિલીપ ની પરીક્ષા લેવા માટે આ ભ્રમણા ઊભી કરી હતી.દિલીપ ની સેવાથી નંદિની ખુશ થાય છે અને પુત્રના આશીર્વાદ આપે છે. રાજા દિલીપ અને સુદાક્ષિના નંદિનીનુ દૂધ લે છે અને તેમને પુત્રરત્ન મળે છે. તેમના ભાવિ ના કારણે રઘુ નામ આપવામાં આવ્યું અને આ વંશ “રઘુવંશ”તરીકે ઓળખાય છે.
કાલિદાસે રઘુવંશમ્ પુસ્તક માં રઘુવંશ નુ વ્યાપક વર્ણન કર્યુ છે. અશ્વમેઘ યજ્ઞના ઘોડા ની ચોરી પર, તેઓ ઇન્દ્ર સાથે લડ્યા અને તેને બહાર લાવ્યા. તેમને વિશ્વજીત યજ્ઞ પૂર્ણ કર્યા પછી બધી સંપત્તિ દાન કરી હતી.
રઘુનો પુત્ર અજ પણ ખુબ જ શક્તિશાળીછે.તેઓ વિદર્ભ ની રાજકુમારી ઈન્દુમતી ને તેમની પત્ની બનાવી. કાલિદાસે રઘુવંશમમાં સ્વયં નુ વર્ણન કર્યુ છે. રઘુએ અજ ની કુશળતા જોઇને તેને તેનુ સિંહાસન આપ્યું અને વનમાં ચાલ્યા ગયા. અને અજ પણ કુશળ રાજા બન્યા.
કાલિદાસે રઘુવંશ ના આઠ ગીતો મા દિલીપ ,રઘુજી અને અજયના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો છે. પાછળ થી તેમને આઠ સારંગ માં દશરથ ,રામ,લવ અને કુશ ની વાર્તા વર્ણવી છે.જ્યારે રામ લંકા થી પાછા ફર્યા હતા, ત્યારે વિમાનમાં બેઠા સીતાને દંડકારન્ય અને પંચવટીના સ્થળો બતાવતા હતા. જ્યાં તેમને સીતા માટે શોધ કરી હતી. ત્યારનાં અત્યંત સુંદર અને રમણીય વર્ણન કાલિદાસે રઘુવંશમાં કર્યુ છે.
૧૬ મી સદીમાં કુશના સ્વપ્ન દ્વારા , કુશ દ્વારા ,અયોધ્યા ની ભૂતપુર્વ ખ્યાતિ અને હાલની પરિસ્થિતિનું વર્ણન કુશ દ્વારા કરવામાં આવ્યુ છે. છેલ્લા સર્ગમાં, રાઘવનના છેલ્લા રાજા અગ્નિવરણ નો આનંદ દર્શાવવામાંં આવ્યો છે.
Pingback: 'અહલ્યા' ત્રિલોકની સૌથી સુંદર કન્યાને મળેલ વરદાન, શ્રાપ અને મુક્તિની કથા
Pingback: મંદોદરી - રામાયણની રોચક વાતો 1 | Mandodari - AMARKATHAO