Skip to content

25 Mahabharata Quiz with answers in Gujarati

Mahabharata Quiz
37750 Views

Mahabharata quiz with answers in Gujarati. મિત્રો આજે આપની સમક્ષ મહાભારતની પ્રશ્નોત્તરી મુકી રહ્યા છીએ. આપ વિચારીને ઉત્તર આપો Quiz પુરી થયા પછી Finish પર ક્લીક કરવાથી રીઝલ્ટ પણ જોઇ શકશો. Mahabharata Quiz competition 2024

Mahabharata Quiz

Who wrote the Mahabharata? – મહાભારતના લેખક કોણ હતા ?
What is the Mahabharata real name? – મહાભારત નું સાચુ નામ શુ હતુ ?
Who killed Abhimanyu ? – અભિમન્યુનો વધ કોણે કર્યો ?

અહીથી શરુ કરો. 👇

 

Results

ખુબ જ સુંદર. આપે આ પ્રશ્નોત્તરીમાં  સફળતા પ્રાપ્ત કરી છે, અહીથી share કરીને બિજા સુધી પહોચાડો 👇

ઓહ.. આપ સફળતાના લક્ષાંક સુધી પહોચી શક્યા નથી, આપ ફરીથી પ્રયત્ન કરી શકો છ👇

https://amarkathao.in/25-mahabharata-quiz-with-answers-in-gujarati/

#1. કૃપાચાર્ય અને અશ્વત્થામા વચ્ચે શુ સબંધ હતો ?

અશ્વત્થામાના મામા હતા કૃપાચાર્યજી

#2. ક્યા યોદ્ધાએ દ્રોણાચાર્યના તીર ચલાવ્યા પહેલા તેના ૧૦૧ ધનુષ્ય તોડી નાખ્યા હોવાનું કહેવાય છે ?

શિનિપ્રવર (શિનીના પૌત્ર)નું નામ સાત્યકી હતું. તે અર્જુનનો સૌથી સ્નેહી મિત્ર હતો. અભિમન્યુના મૃત્યુ પછી, જ્યારે અર્જુને બીજા દિવસે જયદ્રથને મારી નાખશે અથવા પોતે આત્મદાહ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, અર્જુને સાત્યકીને યુદ્ધમાં જતા પહેલા યુધિષ્ઠિરની રક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
સાત્યકી એક કુશળ યોદ્ધા હતો. તેણે કૌરવોના ઘણા મોટા ગજાના યોદ્ધાઓને મારી નાખ્યા હતા

#3. અર્જુનને ગાંડીવ ધનુષ્ય કોણે અર્પણ કર્યુ હતું ?

વરુણદેવ – અર્જુન સર્વકાલીન શ્રેષ્ઠ અને મહાન ધનુર્ધર હતો અને તેણે અગ્નિદેવ પાસેથી એવા ધનુષની માંગણી કરી હતી જે તેની શક્તિ, કૌશલ્ય અને આકાશી શસ્ત્રોની શક્તિને અનુરૂપ હોય. અગ્નિદેવે પછી વરુણદેવને અર્જુનને ઇચ્છિત શસ્ત્રોથી આશીર્વાદ આપવા વિનંતી કરી. વરુણદેવે અર્જુનને ગાંડીવ ધનુષ્ય આપ્યુ..

#4. ભીષ્મ પિતામહનાં માતાનું નામ શું હતું ?

પિતામહ ભીષ્મના માતાનું નામ ગંગા અને પિતાનું નામ શાંતનુ હતું. શાંતનું ના બિજા લગ્ન સત્યવતી સાથે થયા હતા. જેથી તે પણ ભીષ્મનાં માતા ગણાય.

#5. સંજયને દિવ્યદ્રષ્ટિ કોણે આપી હતી ?

મહાભારતનાં યુદ્ધને જીવંત નિહાળવા મહર્ષિ વેદ વ્યાસે ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપવાની વાત કરી પણ ધૃતરાષ્ટ્રે સંજયને એ દ્રષ્ટિ આપવા કહ્યું.

#6. શ્રીકૃષ્ણ નો જન્મ ક્યા યુગમાં થયો હતો ?

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો.

#7. ગુડાકેશ કોનું નામ હતું ?

ગુડાકેશ અર્જુનનાં વિવિધ નામ પૈકી એક હતું. કારણ કે તેણે નિદ્રા પર વિજય મેળવ્યો હતો.

#8. ધૃતરાષ્ટ્રની પુત્રી દુશલાના વિવાહ કોની સાથે થયા હતા ?

દુશલા દુર્યોધનની બહેન હતી જેણે સિંધુના રાજા જયંદ્રથ સાથે લગ્ન કર્યા હતા.

#9. મહાભારત યુદ્ધની શરુઆતનું સૌથી પ્રથમ તીર કોણે ચલાવ્યુ હતુ ?

દુ:શાસન – સંજય જ્યારે ધૃતરાષ્ટ્રને યુદ્ધની ઘટનાઓ સંભળાવી રહ્યા હતા ત્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે પહેલું તીર ચલાવીને યુદ્ધની શરૂઆત કોણે કરી? ત્યારે સંજયે કહ્યું કે યુધ્ધનુ પહેલુ તીર દુઃશાસને ચલાવ્યુ હતુ.

#10. પાંડવોનાં રાજપુરોહિત કોણ હતા ?

ધૌમ્યઋષિ પાંડવોના રાજ પુરોહિત હતા તેઓ શ્રીકૃષ્ણ પ્રેમી અને શિવના મહાન ભક્ત હતા. ઉત્કોચક તીર્થમાં રહીને વર્ષો સુધી તપસ્યા કરી હતી. તે પ્રજાપતિ કુશાસ્વ અને ધિષ્ણાના પુત્ર હતા.

#11. વેદવ્યાસ કોના પુત્ર હતા ?

માતા: સત્યવતીજી

પિતા: ઋષિ પરાશરજી

વૈદ વ્યાસજીના નામ: કૃષ્ણદ્વૈપાયન, બદ્રાયણી, પરાશર્ય

#12. કર્ણનાં ગુરુ કોણ હતા ?

કર્ણના ગુરુનું નામ ભગવાન પરશુરામ હતું.

#13. અસુરોનાં ગુરુ કોણ હતા ?

ઋષિ ભૃગુ અને માતા દિવ્યાના પુત્ર શુક્રાચાર્યજી અસુરોના ગુરુ અને પુરોહિત હતા તેઓ અસુરાચાર્ય નામથી પણ ઓળખાતા

મહર્ષિ શુક્રાચાર્યએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તેમની પાસેથી મૃત્યુસંજીવની મંત્ર મેળવ્યો હતો, જે મંત્રનો ઉપયોગ તેમણે દેવતાઓ સામેના દેવાસુર યુદ્ધમાં કર્યો હતો જ્યારે દેવો દ્વારા અસુરોનો સંહાર થતો હતો ત્યારે શુક્રાચાર્યે તેમને મૃત્યુસંજીવની વિદ્યાથી ફરી પાછા જીવીત કરી દેતા

#14. દેવતાઓના સેનાપતિ કોણ હતા ?

કાર્તિકેય.
સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા વરદાનને કારણે, અધર્મી રાક્ષસ તાળકાસુર ખૂબ શક્તિશાળી બની ગયો હતો. વરદાન અનુસાર, ફક્ત શિવપુત્ર જ તેને મારી શકે.

રાક્ષસોનો અંત લાવવા માટે બધા દેવતાઓએ કાર્તિકેયને તેમના મુખ્ય સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા હતા.

ઉત્તર ભારતમાં કાર્તિક સ્વામીનું એકમાત્ર મંદિર છે,

દક્ષિણ ભારતમાં કુમાર કાર્તિકેયને મૃદંગ સ્વામી અને સુબ્રહ્મણ્યમ સ્વામી તરીકે ઓળખવામાં આવે છે.

#15. દેવતાઓના ગુરુ કોણ હતા ?

મહર્ષિ અંગિરાના સૌથી જ્ઞાની પુત્ર બૃહસ્પતિજી હતા તેઓ દેવતાઓના ગુરૂ છે.

બૃહસ્પતિનો પુત્ર કચ હતો જેણે શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા શીખી હતી. દેવગુરુ બૃહસ્પતિની એક પત્નીનું નામ શુભ અને બીજીનું નામ તારા છે.

#16. શ્રીકૃષ્ણનાં વિદ્યા ગુરુ કોણ હતા ?

સાંદીપનિ ઋષિ
ભગવાન કૃષ્ણના ગુરુ સાંદીપનિ હતા. તેમનો આશ્રમ અવંતિકા (ઉજ્જૈન)માં હતો.
તેઓ ભગવાન કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ હતા. તેમના આશ્રમમાં, શ્રી કૃષ્ણએ વેદ અને યોગ તેમજ 64 કળાઓનું શિક્ષણ અને દીક્ષા લીધી હતી. ગુરુદક્ષીણામા તેમને શ્રી કૃષ્ણ પાસેથી પોતાનો પુત્ર માંગ્યો જે રાક્ષસ શંખાસુરના કબજામાં હતો ભગવાને તેમને મુક્ત કર્યા અને ગુરુને દક્ષિણા આપી.

#17. મહાભારત યુદ્ધ બાદ ધુતરાષ્ટ્રનો કયો પુત્ર બચી ગયો હતો ?

#18. લાક્ષાગૃહ (લાખનું ઘર) કોના દ્વારા બનાવવામાં આવ્યુ હતુ ?

શિલ્પી પુરોચન – દુર્યોધને વરણાવતમાં પાંડવોના નિવાસ માટે પુરોચન નામના કારીગર દ્વારા એક મકાન બનાવ્યું હતું, જે લાખ, ચરબી, સૂકું ઘાસ જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીથી બનેલું હતું. દુર્યોધને તે મકાનમાં પાંડવોને બાળી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

#19. દુર્યોધન ની બહેન નું નામ શું હતું ?

દુશલા

#20. અર્જુન સામે યુદ્ધમાં કર્ણના સારથિ કોણ હતા ?

શલ્ય – માદ્રીજીના ભાઈ હતા અને મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલા દુર્યોધને તેને કૌરવોની સેનામાં સામેલ કરી લીધા હતા અને યુધ્ધમા કર્ણના સારથિ બન્યા હતા.

#21. દુર્યોધનની પત્નીનું નામ જણાવો.

ભાનુમતી.

#22. વિરાટપર્વમાં અજ્ઞાતવાસ દરમિયાન અર્જુનનું નામ શું હતું ?

વિરાટપર્વમાં અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન બૃહન્નલ્લા નામનાં કિન્નર તરીકે રહેતા.

#23. દ્રોણાચાર્ય નાં પિતાજીનું નામ જણાવો

શ્રી ભારદ્વાજ ૠષી

#24. શિખંડી ક્યાં રાજાનું સંતાન છે ?

અંબાએ રાજા દ્રુપદને ત્યાં પુનર્જન્મ લીધેલો જ્યાં તે શિખંડી તરીકે ઓળખાય છે.

#25. બલરામજીની પત્નીનું નામ જણાવો.

ભગવાન બલરામજીની પત્નીનુ નામ દેવી રેવતીજી છે

Previous
Finish

gujarati quiz with answers, Religious quiz, Quiz for Mahabharat lovers, Mahabharat serial, Mahabharat episode, mahabharata quiz with answers

રામાયણ ક્વિઝ માટે અહી ક્લીક કરો

પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ માટે

રામાયણ મહાભારત 101 સવાલ જવાબ

Bitcoin વિશે પૂરી જાણકારી Gujarati
Bitcoin વિશે પૂરી જાણકારી