Skip to content

ભટુડીની વાર્તા ગિજુભાઇ બધેકાની વાર્તાઓ

ભટુડીની વાર્તા
15455 Views

ભટુડીની વાર્તા – ગિજુભાઈ બધેકા, Bhatudi ni varta – Gijubhai Badheka, ટાઢુ ટબુકલુ, રાજા સુપડકન્નો, ટીડા જોશીની વાર્તા. ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો એટલે મૂંછાળી મા તરીકે પ્રખ્યાત ગિજુભાઇ બધેકા. બકરી બહેનની વાર્તા, Gujarati Balvarta, Gujarati child stories, story, read gujarati, gujarati books to read, story book in gujarati, gujarati story book, gujarati books online read, gujarati books read online, gujarati novel pdf

બાળકોના વહાલા અને ‘મૂંછાળી મા’ તરીકે ઓળખાતા ગિજુભાઈ બધેકાએ બાળકો માટે અનેક બાળવાર્તાઓ અને બાળગીતો, જોડકણાનું સર્જન કરેલુ છે. આજે Amarkathao મા વાંચો ખુબ જ પ્રખ્યાત અને બાળકોની મનપસંદ વાર્તા.

ભટુડીની વાર્તા – બકરી બહેનની વાર્તા


એક હતી ભટુડી. તેને સાત ભટુડાં હતાં. એક વાર ભટુડીને ઘર બાંધવાનો વિચાર થયો એટલે તે સડક ઉપર જઈને બેઠી ને માલનાં ગાડાંની રાહ જોવા લાગી.

એટલામાં એક ગોળનું ગાડું આવ્યું. ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું : “ભટુડી ભટુડી ! મારગમાંથી ઊઠ”

ભટુડી કહે : “ ભટુડી તારી મા ને ભટુડી તારી બેન, ભટુડીબેન કહીને બોલાવ અને ગોળનું ગાડું ઠલવીને જા એટલે માગરમાંથી ઊઠું.”

ગાડાવાળાએ તો ભટુડીને ભટુડીબેન કહીને બોલાવી ને ગોળનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી મારગમાંથી ઊઠી.

ભટુડી ગોળની ભેલીઓને પછી જંગલમાં લઈ ગઈ. પાછી ભટુડી તો સડક પર જઈને બેઠી ને માલનાં ગાડાંની વાટ જોવા લાગી.

એટલામાં એક શેરડીનું ગાડું આવ્યું. ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું : “ભટુડી, ભટુડી મારગમાંથી ઊઠ.”

ભટુડી કહે : “ભટુડી તારી મા ને ભટુડી તારી બેન , ભટુડીબેન કહીને બોલાવ અને શેરડીનું ગાડું ઠલવીને જા એટલે મારગમાંથી ઊઠું.”

ગાડાવાળાએ તો ભટુડીને ભટુડીબેન કહીને બોલાવી અને શેરડીનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી મારગમાંથી ઊઠી.
ભટુડી શેરડીના સાંઠાનેય તે જંગલમાં જઈ મૂકી આવી.
પાછી ભટુડી તો સડક ઉપ૨ જઈને બેઠી.

એટલામાં એક કાચરીનું ગાડું આવ્યું. ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને કાચરીના ગાડાવાળાએ કહ્યું : “ ભટુડી , ભટુડી ! મારગમાંથી ઊઠ. ”

ભટુડી કહે : “ભટુડી તારી મા ને ભટુડી તારી બેન, ભટુડીબેન કહીને બોલાવ અને કાચરીનું ગાડું ઠલવીને જા એટલે મારગમાંથી ઊઠું. ”

ગાડાવાળાએ ભટુડીને ભટુડીબહેન કહીને બોલાવી ને કાચરીનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી મારગમાંથી ઊઠી.
ભટુડી કાચરીને જંગલમાં લઈ ગઈ.

પછી ભટુડીએ ગોળની ભેલીની ભીંતો બાંધી. શેરડીના સાંઠાનું છાપરું બનાવ્યું કાચરીઓથી ઢાંકી દીધુ.

પછી ભટુડી પાણી ભરવા ચાલી. ભટુડાંને કહેતી ગઈ : “ હું જ્યારે બોલું કે –

“ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા
કાચરીએ ઘર છાયાં
ભટુડા ! કમાડ ઉઘાડો

ત્યારે બારણા ઉધાડજો.”

વળી ભટુડી ફળિયામાં પડેલી રાખને, સૂંડલાને અને પીપળાને પણ ભટુડાંની ભલામણ કરતી ગઈ.

આ બધી વાત એક વાઘ ઘરની ભીંત પાછળ ઊભોઊભો સાંભળતો હતો. ભટુડી પાણી ભરવા ગઈ પછી તે બારણા પાસે આવીને ઊભો રહ્યો તે બોલ્યો :

ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા
કાચરીએ ઘર છાયાં
ભટુડાં ! કમાડ ઉઘાડો.”

ત્યારે ફળિયામાં બેઠી હતી તે રાખ કહે : “એલા ભટુડાં ! બારણાં ઉઘાડશો મા, હો કે ? એ તો વાઘ છે. ’’

પછી વાઘ રાખને દૂર નાખી આવ્યો અને વળી બોલ્યો :

ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા ;
કાચરીએ ઘર છાયાં
ભટુડાં ! કમાડ ઉઘાડો.”

ત્યાં તો સૂંડલો કહે : “ ભટુડાં , ભટુડાં ! કમાડ ઉઘાડશો મા. એ તમારી મા નથી, એ તો વાઘ છે. ’’

ત્યાં તો વાઘ પાછો સૂંડલાનેય દૂર મૂકી આવ્યો ને વળી બોલ્યો :

‘‘ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા ;
કાચરીએ ઘર છાયાં,
ભટુડાં ! કમાડ ઉઘાડો. ’’

ત્યાં તો પીપળો બોલ્યો : “ભટુડાં, ભટુડાં ! તમે બારણું ઉઘાડશો મા. એ તો વાઘ છે. તમારી મા નથી હો ! ’’

વાઘ તો વળી પાછો પીપળાને પણ દૂર નાખી આવ્યો ને ફરી વાર બોલ્યો :

“ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા ;
કાચરીએ ઘર છાયાં
ભટુડાં ! કમાડ ઉઘાડો. ”

ભટુડાંએ જ્યાં કમાડ ઉઘાડ્યાં ત્યાં તો મોટો બધો વાઘ ! વાઘ તો એકદમ ભટુડાંને ખાવા લાગ્યો. પણ એક બાંડું ભટુડું કોઠીમાં સંતાઈ ગયું તે બચી ગયું. પછી વાઘ લાંબો થઈને ઘર વચ્ચે સૂતો.

વાઘને જરા ઊંઘ આવી ત્યાં તો બાંડું ભટુડું કોઠીમાંથી નીકળી મા પાસે પહોંચી ગયું ને તેને બધી વાત કહી.

મા તો ખૂબ ખૂબ ખિજાઈ ગઈ. પછી તે ઘર પાસે આવીને બોલી :

“ઢોરો ચઢતાં ઢીંચણ ભાંગે,
પાણી પીતાં પેટ ફાટે,
મારાં ભટુડાં મારી પાસે આવે.”

ત્યાં તો વાઘનું પેટ ફાટ્યું ને બધાં ભટુડાં બહાર આવ્યાં અને માને વળગી પડ્યાં.

✍ ગિજુભાઈ બધેકા
બાળવાર્તાઓ – અમરકથાઓ.

👉 દલો તરવાડી – રીંગણા લઉ બે ચાર

👉 વાંસળીવાળો અને ઉંદર

👉 બિલાડીની જાત્રા – બાળવાર્તા

👉 ચાંદો પકડ્યો – બાળવાર્તા

આ વાર્તા વાંચીને આપનું બાળપણ જરુર યાદ આવી ગયુ હશે. જો વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં આપનો અમુલ્ય પ્રતિભાવ જરુર આપશો.

મિત્રો અહી આપના માટે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓ નો સંગ્રહ મુકી રહ્યા છીએ.

ગુજરાતી વાર્તાઓનો ખજાનો, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી અને અન્ય લેખકોની શ્રેષ્ઠ વાર્તાઓ આપ અહીથી વાંચી શકશો.

આ લિંક સાચવીને રાખો… આમા નવી નવી વાર્તાઓ Update કરવામાં આવતી રહેશે..👇👇

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ

આવી જ અવનવી પોસ્ટ મેળવવા માટે અમારી website થી જોડાયેલા રહો. મુલાકાત બદલ આભાર.

બહુ તંત બલવંત - વાર્તા
બહુ તંત બલવંત – વાર્તા

#બાળવાર્તાઓ, childhood memory, #Balvarta, bachpan story, Bhatudini varta, Bakariben ni varta.

gujarati balvarta pdf, Gujarati story pdf.

7 thoughts on “ભટુડીની વાર્તા ગિજુભાઇ બધેકાની વાર્તાઓ”

  1. Pingback: સિંદબાદ ની સાત સફર | Sindbad Ni Safar 1 - AMARKATHAO

  2. Pingback: રાજા ખાય રીંગણા | Gujarati story - AMARKATHAO

  3. Pingback: સૂપડકન્ના રાજાની વાર્તા - AMARKATHAO

  4. Pingback: ટીડા જોશીની વાર્તા વિસરાતી જતી બાળવાર્તાઓ 1 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *