6641 Views
ઉત્તરાયણનો મહિમા, ભીષ્મ પિતામહ અને ઇચ્છામૃત્યુનું વરદાન, ભીષ્મ પિતામહને ઇચ્છામૃત્યુનું વરદાન કોની પાસેથી પ્રાપ્ત થયું હતું ?, મહાભારત ભીષ્મપર્વ, હિન્દુ પરંપરામાં મકરસંક્રાંતિની વિશેષતા. amarkathao
ઇચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે જ કેમ દેહત્યાગ કર્યો?
આપણે સૌ મહાભારતની કથા જાણીએ જ છીએ. એવું માનવામાં આવે છે કે, બ્રહ્મચારી ભીષ્મ પિતામહને પોતાના પિતા શાંતનુ પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. પરંતુ મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કરવા આવે છે ત્યારે શિખંડીને ઢાલ બનાવે છે. નીતિવાન ભીષ્મ પિતામહ શિખંડી ઉપર પ્રહાર ન કરી શક્યા અને અર્જુને તેનો લાભ લઈ તેમને બાણોથી વીંધી નાખ્યા. ત્યારે બાણ શય્યા પર રહીને મુક્તિ ઇચ્છતા ભીષ્મ પિતામહ ઉત્તરાયણ સુધીના સમયની પ્રતિક્ષા કરે છે. ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવા છતાં ઘણાં અઠવાડિયાઓ સુધી અસહ્ય પીડા સહન કરે છે.
ઉત્તરાયણ બાદ દેહત્યાગ કરવાનું કારણ શું?
કથા મુજબ મહાભારત કાળના સમયમાં ગંગાપુત્ર ભીષ્મ પિતામહ કે જેઓ આઠ વસુઓમાંના એક હતા. એક શ્રાપના કારણે તેમને મનુષ્ય અવતાર લેવો પડ્યો હતો. તેમના આ અંતિમ મનુષ્ય દેહમાં કરેલા જીવનના કર્મોના પ્રભાવથી મુક્તિ માટે એક શુભ દિવસની રાહ જોતા હતા. સૂર્ય ઉત્તરનો થયા બાદ પ્રકૃતિમાં થનારા પરિવર્તનના અનુભવમાં તેમજ યુદ્ધ દક્ષિણ આયનમાં શરૂ થયું હોવાના કારણે સૂર્ય જ્યાં સુધી ઉત્તર આયનનો ન થાય ત્યાં સુધી તેઓ શરીર ત્યાગ કરવા માગતા નહોતા. તેથી જ તેમણે ઉત્તરાયણના સમય બાદ શરીરનો ત્યાગ કર્યો..
ઉત્તરાયણનો મહિમા
આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક દૃષ્ટિકોણથી ઉત્તરાયણનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. સાધનના દૃષ્ટિકોણથી દક્ષિણાયનને શુદ્ધિકરણનો સમય કહ્યો છે, જ્યારે ઉત્તરાયણને આત્મજ્ઞાન માટેનો સમય કહ્યો છે. તદ્ઉપરાંત ઉત્તરાયણને ગ્રહણશીલતા, અનુગ્રહ, જ્ઞાનોદય તેમજ પરમપ્રાપ્તિનો સમય કહેવાયો છે. ઉત્તરાયણ મનુષ્યના આધ્યાત્મ અને જ્ઞાનની ક્ષમતામાં વધારો કરવાનો સમય છે. સમગ્ર માનવ પ્રણાલી અન્ય કોઈપણ સમય કરતાં આ સમયે સૌથી વધુ ગ્રહણશીલ બની પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે. આ સમય કૃષિ ક્ષેત્ર માટે પણ અનુકૂળ કહેવાયો છે. પોંગલ પણ ઉત્તરાયણના દિવસે જ મનાવામાં આવે છે. પોંગલ કૃષિનો તહેવાર છે. આ દિવસથી ખેતીના પાકની લણણીની શરૂઆત થાય છે.
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે.
જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું.
આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.
મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.
મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.
ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.
Pingback: કૈલાસ પર્વત એક રહસ્ય : હિમાલય કરતા પણ નીચો હોવા છતા કોઈ ચડી કેમ નથી શકતુ ? - AMARKATHAO
Pingback: જુના જમાનાની ઉત્તરાયણની યાદો - અમારી ઉત્તરાણ - AMARKATHAO