Skip to content

અલાદીન અને જાદુઈ ચિરાગ – અરેબિયન નાઇટ્સ book 1

અલાદીન અને જાદુઈ ચિરાગ
5315 Views

અલિફલૈલા સિરીયલમા અલાદીન અને જાદુઈ ચિરાગની વાર્તા જોઇ હશે, મૂળ અરેબિયન નાઇટ્સની વાર્તાઓ છે, અલાદીનને જાદુઈ ચિરાગ કેવી રીતે મળ્યો ? શુ આવા બે જાદુઇ ચિરાગ હતા ? જે હોય તે પણ આવી ભૂતપ્રેતની, રાક્ષસની, પરીઓની અને જાદુઈ વાર્તાઓ સાંભળવાની અને વાંચવાની ખુબ જ મજા પડે છે, તો આજે અમરકથાઓમા વાંચો Aladdin ane Jadui chirag ni varta, Arabian nights ni vartao.

અલાદીન અને જાદુઈ ચિરાગ

ચીન દેશમાં એક દરજી રહેતો હતો. તેને અલાદીન નામનો એક પુત્ર હતો. અલાદીન બેદરકાર અને રમતીયાળ હતો. દરજીને હંમેશા તેની ચિંતા રહેતી. અલાદીનની ચિંતામાં એક દિવસ અલાદીનના પિતા અવસાન પામ્યા. એટલે અલાદીનની માં લોકોનાં કામકાજ કરીને માંડમાંડ ગુજરાન ચલાવતી.

એક દિવસ અલાદીન તેના ધરનાં આંગણામાં રમતો હતો. ત્યારે એક અજાણ્યાં માણસે ત્યાં આવીને અલાદીનને કહ્યું, બેટા, હું તારો કાકો છું, મારા ભાઈના દુઃખદ અવસાનના સમાચાર જાણી હું અહી આવ્યો છુ. તુ અસલ મારા ભાઈ જેવો દેખાય છે. તેથી હું તને જોતાની સાથે જ ઓળખી ગયો.

અલાદીન આ કાકાને ઓળખતો ન હતો.છતાં તે તેને પોતાના ઘરે લઈ ગયો. તેણે તેની માને બધી વાત કરી ત્યારે માએ કહ્યું તારા પિતાને એક ભાઈ હતો પણ એ તો કયારનોય અવસાન પામ્યો છે.પેલા અજાણ્યાં માણસે કહ્યું, કે હું એ જ ભાઈ છું.હું અસવાન પામ્યો નથી,હું મારા ભાઈના મૃત્યું નાં સમાચાર જાણીને તમારી સંભાળ લેવા આવ્યો છુ.

અલાદીનની માએ ભોજન બનાવ્યું. બધા સાથે બેસીને જમ્યાં. ત્યારપછી પેલો અજાણ્યો માણસ અલાદીનને લઈને બજારમાં ગયો. તેણે અલાદીનને કીંમતી કપડાં અને રમકડા અપાવ્યાં. અલાદીનને તેની સાથે વાતો કરવાની અને ફરવાની બહુ મજા પડી. હવે તે અજાણ્યાં માણસને કાકા કહીને બોલાવવા લાગ્યો.

એક દિવસ કાકા અલાદીનને સાથે લઈને ફરવા નિકળ્યાં. તેઓ ફરતાં ફરતાં એક જંગલમાં પહોચ્યાં. કાકાએ અલાદીનને કહ્યું, બેટા, હું તને એક જાદુ બતાવું છું. તું થોડા લકડા વીણી લાવ.અલાદીન લાકડાં વીણી લાવ્યો. કાકાએ લાકડાં ભેગા કરીને તેને સળગાવ્યાં. ત્યારબાદ તેમને અલાદીનને કહ્યું. બેટા, હું જાદુઈ વિદ્યા જાણું છું. તારે જરાય ડર રાખ્યા વિનાં હું કહું તેમ કરવાનું છે .હું જે કંઈ કરૂં છું તે તમને સુખી બનાવવા માટે જ કરું છું.

એવું કહીને જાદુગરે તાપણામાં થોડો પાઉડર નાખીને એક જાદુઈ મંત્ર ઉચ્ચાર્યો. તાપણામાં તરત જ એક મોટો ભડકો થયો, પાસેની જમીનમાં બે ભાગ થઈ ગયાં. ત્યાં એક ભોયરૂં અને તેના પગથિયા નજરે પડયાં.

જાદુગરે અલાદીનને કહ્યું બેટા તુ આ પગથિયા ઉતરીને ભોયરામાં તળીયે જા ત્યાં ત્રણ ઓરડા આવશે. એક ઓરડામાં ચાંદીના, બીજા ઓરડામાં સોનાના અને ત્રીજા ઓરડામાં હીરામાણેકના દાગીના ભરેલા હશે.એમાંથી તારાથી લેવાય તેટલા દાગીના લઈ લેજે. ત્રીજા ઓરડામાં એક ખૂણામાં પિત્તળનો એક ચિરાગ (દીવો) બળતો હશે. તુ એ ચિરાગની દીવેટ બુઝાવી, એમાનું તેલ ઢોળી નાખી એને તારી સાથે અચૂક લેતો આવજે.

અલાદીન ભોંયરામાં જતા ખચકાતો. તેથી તે જોઈ જાદુગરે તેને એક વીંટી આપી અને કહ્યું, હવે તારે ડરવાની જરૂર નથી. તું સંકટ સમયે આ વીંટીને તારા ગાલે ઘસજે

વીંટી પહેરતાં જ અલાદીનમાં હિંમત આવી ગઈ. તે પગથિયા ઉતરી ઓરડામાં પહોચ્યો. ત્યાનો ચળકાટ જોઈને તે સ્વસ્થ થઈ ગયો. તેણે ત્રણે ઓરડાઓમાંથી લેવાય તેટલા દાગીના પોતાની સાથે લઈ લીધા. ત્રીજા ઓરડામાં એક ચિરાગ બળતો હતો. તેણે એ ચિરાગ બુઝાવી દીધો. એની દીવેટ ફેંકી દીધી અને એમાંનું તેલ ઢોળી નાખ્યું. પછી તે ચિરાગ લઈ પગથિયા ચડવા લાગ્યો. પગથિયા ઉંચા અને સીધા હતાં તેતી તે પગથિયા ચડતાં ચડતાં હાંફવા લાગ્યો.

ભોયરામાંથી બહાર નીકળવા માટે બે-ચાર પગથિયા બાકી હતાં ત્યારે તેણે જાદુગરને બૂમ પાડી, કાકા, હું ખૂબ થાકી ગયો છું. તમે અહીંથી બહાર નીકળવામાં મને મદદ કરો.જાદુગરે અલાદીનના હાથમાં ચિરાગ જોઈને તેન કહ્યું, બેટા. તું મને ચિરાગ આપી દે પછી હું તને બહાર આવવામાં મદદ કરીશ.

અલાદીને નિર્ણય કર્યો હતો કે પોતે ભોયરામાંથી હેમખેમ બહાર નહી નિકળે ત્યાં સુધી જાદગુર ઉપર વિશ્વાસ નહી મુકે. તેથી તેણે જાદુગરને કહ્યુ, કાકા, હું બહાર આવીને એ ચિરાગ તમને આપીશ. જાદુગર ગુસ્સે થઈ ગયો. એ ખરેખર અલાદીનનો કાકો ન હતો. તે એક લુચ્ચો જાદુગર હતો. તેને જાદુઈ ચિરાગ મેળવો હતો. પણ એ તેની જાતે એ ચિરાગ મેળવી શકે તેમ ન હતો. તેથી તેણે અલાદીન પાસે આ કામ કરાવવા માટે તેના કાકા નો સ્વાગં (વેશ) રચ્યો હતો.

જાદુગરે સળગતાં લાકડામાં ફરી પેલો પાવડર નાખ્યો અને એક જાદુઈ મંત્ર ઉચ્ચાર્યો. તાપણાંમાં ઉરીથી ભડકો થયો અને ભોયરૂં બંધ થઈ ગયું. એટલે જાદુગર ત્યાંથી ચાલ્યો ગયો. અલાદીન ભોયરામાં પુરાઈ ગયો. તેને થયું કે હવે તે ભોયરામાંથી કોઈ દિવસ બહાર નહિ નિકળે. તેથી તે રડવા લાગ્યો.રડતાં રડતાં પેલી વિંટી તેના ગાલે ઘસાઇ ગઈ. તરતર જ એક જીન (પ્રેતાત્મા) એની સામે હાજર થઈ ગયો અનોબોલ્યો, હુ, આ વિંટીનો જીન છું. બોલો હું આપની શી સેવા કરી શકું.

અલાદીન થોડા સમય સુધી તો કંઈ જ બોલી ન શકયો. પછી તેણે કહ્યું, મારે મારી માં પાસે જવું છે.જીને તરતજ અલાદીનને તેની માં પાસે પહોંચાડી દીધો.દીકરાને જોઈને માં તેને ભેટી પડી. અલાદીને સોના, ચાંદી, અને હીરાના દાગીના તેમજ પેલો પિત્તળનો ચિરાગ માને આપીને સઘળી હકીકત તેને કહી સંભળાવી.

આ બધું જોઈ માં ખુશ થઈ ગઈ અને બોલી, દીકરા, જરા આરામ કર. હું તારા માટે ભોજન બનાવી લાવું.અલાદીને કહ્યું, મા તારે, હવે જરાય મહેનત કરવાની જરૂર નથી. આપણો સેવક જ આપણું બધુ કામ કરશે.પછી અલાદીને વીંટી એના ગાલે ઘસી. તરત જ જીન અલાદીનની સેવામા હાજર થઈ ગયો.તેણે અલાદીનના હુકમ પ્રમાણે સોનાની થાળીમાં જાતજાતની સ્વાદિષ્ટ વાનગીઓ હાજર કરી દીધી. મા-દીકરાએ પેટ ભરીને ભોજન કર્યું.

હવે અલાદીન અને એની માં આનંદથી રહેવા લાગ્યાં.

એક વખત સુલતાનની શાહજાદી પાલખીમાં બેસીને ફરવા જતી હતી. અચાનક અલાદીનની નજર તેના પ્રત્યે પડી. શાહજાદીની સુંદરતાથી અલાદીનને તેના પ્રત્યે આકર્ષણ થયું. તેણે આ સુંદરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. અલાદીને તેની માને કહ્યું. માં, તુ સુલતાન પાસે જઈને તેની મારા માટે તેની શાહજાદીની માગણી કર.

માને દીકરાની આ માંગણી અયોગ્ય લાગી. પણ દીકરાએ હઠ પકડી. એટલે એ સોનાની થાળીમાં કીંમતી ભેટો લઈ સુલતાનને મળવા ગઈ

સુલતાનનો વજીર પણ પોતાના દીકરાને સુલતાનની શાહજાદી પાસે પરણાવવા માંગતો હતો.તેથી તેણે અલાદીનની માની સુલતાન સાથે મુલાકાત થવાં ન દીધી. છેવટે અલાદીને એની વીંટીના જીનની મદદથી એની માતાને સુલતાન સાથે મુલાકાત ગોઠવી આપી.

સુલતાન તેની દીકરીને કોઈ સુલતાનની દીકરા સાથે જ પરણાવવાં ઈચ્છતો હતો. આમ છતાં તેણે અલાદીનની માં એ આપેલી વસ્તુઓનો સ્વીકાર કર્યો અને તેની આગળ એક આકરી શરત મૂકી, જો તમારો દીકરો આઠ દિવસમાં મારી શાહજાદી માટે રહેવા માટે એક સુંદર મહેલ બનાવી આપશે તો હું મારી શાહજાદીને તમારા દીકરા સાથે પરણાવીશ.

અલાદીનની માએ સુલતાનની આ વાતને મંજુર રાખી.

મા ઘેર જઈ અને એણે અલાદીનને સુલતાનની શરત જણાવી દીધી.

અલાદીનને તેની વિંટીને ગાલે ધસીને જીનને બોલાવી દીધો. અલાદીને સુલતાનના મહેલની સામેજ એક બીજો નવો મહેલ બનાવી આપવા હુકમ કર્યો.

જીને સુલતાનના મહેલ સામેજ તેના મહેલ કરતાંયે વધારે સુંદર એવો એક મહેલ તૈયાર કરી દીધો.જીને એ મહેલની આસપાસ એક સુંદર બગીચો પણ તૈયાર કરી દીધો.

સુલતાને અને શાહજાદીએ આ મહેલ જોયો. મહેલ જોઈને એમને સંતોષ થયો હતો. તેથી સુલતાને કાઝીને બોલાવીને અલાદીન તથા શાહજાદીનાં લગ્ન કરાવી આપ્યા.

અલાદીન, શાહજાદી અને અલાદીનની માં હવે નવા મહેલમાં રહેવા લાગ્યા. તેઓ એમના જૂના ધરમાંથી બધી વસ્તુઓ મહેલમાં લઈ ગયાં. તેમાં પેલો પિત્તળનો જાદુઈ ચિરાગ પણ હતો.અલાદીને એ ચિરાગને બીજા ભંગાર સાથે મહેલના એક ખૂણામાં મૂકી દીધો.

જાદુગરે એવું માની લીધું હતું કે અલાદીન ભૂખ તથા તરસને લીધે પેલા ભોયરામાં જ મરી ગયો હશે. પણ તેણે એના વૈભવની ખબર પડતાં તે જાદુઈ ચિરાગ લેવા ફેરિયાના સ્વરૂપે પાછો અલાદીનનાં શહેરમાં આવ્યો.

અલાદીન શિકારે ગયો હતો. તે વખતે ફેરિયાએ એના મહેલ પાસે આવી બૂમ પાડી, જુના ચિરાગના બદલામાં નવો ચિરાગ લઈ લો… આવો લાભ ફરી કદી નહી મળે,….

અલાદીનની માં એ ફેરિયાની બૂમ સાંભળી.તેને ભોયરામાં પડેલો પેલો પિત્તળનો ચિરાગ યાદ આવ્યો. અલાદીનની માને અને શાહજાદીએ તે ચિરાગ જાદુઈ શકિતની ખબર ન હતી. તેથી તેમને તે ચિરાગ જાદુગરને આપી દીધો અને તેના બદલામાં એની પાસેથી એક નવો ચિરાગ લઈ લીધો.

જાદુગરે ચિરાગ જમીન ઉપર ઘસ્યો. એટલે એક જીન તેમાથી હાજર થયો. જાદુગરે જીનને હુકમ કર્યો, તું અલાદીનનો આખો મહેલ આફ્રિકા લઈ જા.

તરત જ શાહજાદી અને અલાદીનની મા સાથે આખો મહેલ આફ્રિકા પહોંચી ગયો.

અલાદીન શિકારે થી પાછો આવ્યો ત્યારે પોતાના મહેલને અદ્શ્ય થયેલો જોઈ તે વિચારમાં પડી ગયો. સુલતાનને આ વાત ની ખબર પડી તે પણ અલાદીનન પર ખૂબ ગુસ્સે ભરાયો અને કહ્યું, અલાદીન, હવે તારી પોલ પકડાઈ ગઈ છે. જો સાત દિવસમાં તું મારી શાહજાદીને પાછીનહી લાવી આપે તો તને મોતની સજા કરવામાં આવશે.

અલાદીન સમજી ગયો કે આ પેલા જાદુગર કાકાનું જ પરાક્રમ છે.તેણે વીંટી ગાલે ઘસી. જીન તેની સેવામાં હાજર થયો. અલાદીને જીનને કહ્યું, મારો મહેલ જયાં હોય ત્યાંથી પાછો લાવીને એની મૂળ જગ્યાએ મૂકી દે.

જીને કહ્યું, જાદુઈ ચિરાગના જીને આ બધું કર્યું છે. તે મારા કરતાં વધું શકિતશાળી છે. તેથી હું તેમાં કંઈ કરી નહી શકું.

અલાદીને જીનને કહ્યું, તો પછી તું મને મારી મા અને શાહજાદી પાસે લઈ જા.જીન તરત જ અલાદીનને આફ્રિકા એના મહેલમાં લઈ ગયો.જાદુગરને ખબર ન પડે એવી જ રીતે અલાદીન પોતાની મા અને શાહજાદીને મળ્યો. એ બધાં એકબીજાને મળીને ખૂબ જ રાજી થયાં. ત્યારબાદ અલાદીન અને શાહજાદીએ મળીને એક યુક્તિ વિચારી લીધી.

જાદુગર સાંજે મહેલમાં આવ્યો ત્યારે શાહજાદીએ તેની સાથે પ્રેમભર્યું વર્તન કરી તેને ખુશ કરી દીધો.પછી તેને મીઠું શરબત પીવડાવ્યું. તેમાં તેણે ઝેર ભેળવી દીધું હતું.જાદુગર શરબતનાં બે-ચાર ગ્લાસ ગટગટાવી ગયો.

થોડા સમયમાં જાદુગર પર ઝેરની અસર થતાં તે મૃત્યું પામ્યો.અલાદીને જાદુઈ ચિરાગ શોધી કાઢયો અને તેને જમીન પર ઘસ્યો. જીન હાજર થયો ત્યારે જીનને આખો મહેલ એના મૂળ સ્થાને પહોંચાડવાનો હુકમ કર્યો. જીને અલાદીનના હુકમનો તરત જ અમલ કર્યો.

બધાને હેમખેમ પાછાં આવેલા જોઈને સુલતાન રાજી રાજી થઈ ગયો.

સુલતાને તેનું રાજય અલાદીનને સોંપી એના બે જીનની મદદથી લોકોને ખૂબ સુખી કર્યા તેણે ઘણાં વર્ષો સુધી રાજ કર્યું.

🍁 વિક્રમ વૈતાળની વાર્તાઓ – (ભાગ 1 થી 9)

🍁 સિંદબાદ જહાજીની સાત સફર (ભાગ 1 થી 7)

સિંહાસન બત્રીસી પ્રથમ પૂતળીની વાર્તા
સિંહાસન બત્રીસી પ્રથમ પૂતળીની વાર્તા

રહસ્ય કથાઓ, રોમાંચક વાર્તાઓ ગુજરાતી, ભૂતની વાર્તા, પરીની વાર્તા, ચુડેલની વાર્તા, રાક્ષસની વાર્તા, રાજકુમારીની વાર્તા, સસ્પેન્સ વાર્તા, પંચતંત્રની વાર્તાઓ, હિતોપદેશની વાર્તાઓ, Aladdin ane Jadui chirag ni varta, Arabian nights ni vartao pdf book, Alif laila pdf book, alibaba ane 40 chor