Skip to content

Aruni (આરુણિ) ni varta – Gujarati Bodh katha 1

આરુણિ - ગુરુ શિષ્ય ની અદ્ભુત વાર્તા
6987 Views

Aruni – best motivation Gujarati story, આરુણિ અને ધૌમ્ય ઋષિની કથા, કઇ રીતે આરુણિ ધૌમ્ય ઋષિ નો સૌથી શ્રેષ્ઠ શિષ્ય બન્યો. અને વિદ્યા પ્રાપ્ત કરી ?, आरुणि की गुरुभक्ति, प्रेरणादायी कहानी, Disciple Aruni – Devotion towards the Guru, ગુરુભક્ત આરુણિ અને પાણીની પાળ, આરુણિ, ઉપમન્યુ અને એકલવ્ય, ઉદ્દાલક, શ્વેતકેતુ, ધ્રુવ વગેરેની કથાઓ વાંચો અમરકથાઓમાં, ગુજરાતી બોધકથાઓ, ઇતિહાસ કથાઓ, કિશોર કથાઓ.

આરુણિ – ગુરુ શિષ્ય ની અદ્ભુત વાર્તા

એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ.
આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે.

સવાર થાય ને આશ્રમ વેદોના મંત્રોના અવાજથી ગાજી ઊઠે. હોમ-હવનના અગ્નિનો પવિત્ર ધુમાડો આકાશમાં ચડવા લાગે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો હોય તો કોઈ આશ્રમના કામમાં મદદમાં લાગી ગયો હોય. કોઈ ઝાડને પાણી પાતો હોય, કોઈ ફૂલો વીણતો હોય, ને કોઈ ગાય દોહતો હોય. કોઈ ધ્યાનમાં ડૂબેલો હોય ને કોઈ ઝાડની ડાળી પર ભીનાં વલ્કલ સૂકવતો હોય. કોઈ શિષ્યા આશ્રમના હરણની દેખભાળ કરતી હોય. ઋષિ શિષ્યો જોડે ઊભા રહી અસ્ત્રશસ્ત્ર પણ શીખવે અને વિદ્યા પણ આપે. ઋષિપત્ની હરણાંને ધરો ને દાભ ખવરાવતાં હોય.

ભણવા આવેલા શિષ્યોમાંના એકનું નામ આરુણિ. આશ્રમમાં દાખલ થયો ત્યારથી ગુરુ માટે એને ભારે આદર. ગુરુ માટે સ્નાનના જળની વ્યવસ્થા કરવી, તેમની પથારી કરવી, તેમના ચરણ તળાંસવા, તેમને હોમની તૈયારીમાં મદદ કરવી એમ બધાં કામ તે ઉમંગથી કરે. ગુરુની સેવામાંથી વખત બચે તેમાં તે ગુરુભાઇઓને પણ ઉપયોગી થાય : કોઈની ઓરડી વાળી આપે, કોઈ માંદાની પથારી કરી આપે, કોઈ થાકેલાના ક્યારા સીંચી આપે, કોઈનું વલ્કલ સાંધી આપે. અમરકથાઓ

ગુરુની પણ આરુણિ તરફ મીઠી નજર. એની પૂરી સારસંભાળ લે.

એક સવારે સંધ્યા અને હવન કરી બધા શિષ્યો ગુરુને પ્રણામ કરવા આવ્યા. ગુરુએ જોયું કે એમાં આરુણિ ન હતો. આકાશ વાદળથી ઘેરાયેલું હતું. વીજળી કડાકા લેતી હતી. પવન જોરથી ફૂંકાતો હતો. મેઘની ભારે ગર્જના થતી હતી. અમરકથાઓ

ગુરુએ પૂછ્યું: ‘આરુણિ કેમ દેખાતો નથી?’

એકે કહ્યું: ‘સૂઈ ગયો હશે.’

બીજાએ કહ્યું: ‘વાછરડાં બાંધતો હશે.’

‘એ… ખેતરમાં હોલાં ઉડાડે. એને ક્યાં અધ્યયન કરવું છે ? અધ્યયન કરવું હોય તો આમ હોય? હજી વીશ વર્ષે એક વલ્લી પણ પૂરી આવડતી નથી.’

‘એ બાપડો તો કોણ જાણે કેમ અહીં આવી ચડ્યો છે! એનું ગજું શું? આપ વેદનું રહસ્ય સમજાવો છો ત્યારે અમારી બુદ્ધિ પણ કામ કરતી નથી. તો બિચારા આરુણિના શા ભાર ?’ દયા ખાતો એક વેદપાઠી બોલ્યો.

ધૌમ્યે બધી વાત શાંતિથી સાંભળી લીધી. એક ક્ષણ તેમણે પોતાના મનને અંદર વાળ્યું અને પછી બોલ્યા: ‘એ તો આવશે આવવું હશે ત્યારે. આપણે ચલાવો.’

હજી ચર્ચા ચાલે છે ત્યાં તો એકાએક વાદળાં ચડી આવ્યાં. આકાશ ઘનઘોર થઈ ગયું. વીજળીના કડાકા થવા લાગ્યા અને કાનને ફાડી નાખે એવો ગગડાટ શરૂ થયો.

‘ગુરુજી! આ તો આવ્યો, હો!’

‘હા, આ ચાલ્યો આવે.’

‘અરે, આ ખેતર દેખાતું બંધ થયું! જો પણે વાદળી ઊતરી પડી.’

‘આ આવ્યો. જુઓ, ઝાડો પણ દેખાતાં નથી.’

ગુરુએ કહ્યું: ‘બધા મારી પર્ણકુટિમાં આવી જાઓ.’

વરસાદ એકદમ તૂટી પડ્યો. મુશળધાર વરસાદ : પાણી તો ક્યાંય માય નહીં. કેમ જાણે આકશ આખું ગળી પડ્યું ! આશ્રમમાં પાણી ભરાઈ ગયું.

‘આપણા ખેતરમાં યે નવો પાળો કર્યો છે તે તૂટી જશે અને ખેતરમાં વાવ્યું છે તે બધું તણાઈ જશે. એ પાળને બરાબર બાંધી લેવો જોઈએ.’ ગુરુએ શિષ્યો તરફ આંખ ફેરવતા કહ્યું.

‘જી ! મેં મારું વલ્કલ સૂકવ્યું છે તે જોઈ આવું, ઊડી ગયું હશે.’ એક ગયો.

‘ગુરુજી ! મારી પર્ણકૂટીમાં ચૂતું હશે.’ બીજો ગયો.

‘જી ! મારી ઋચા અધૂરી છે તે પાકી કરી લઉં.’ ત્રીજો પણ ઊઠીને રવાના થયો.

એક એક પછી એક લગભગ બધા સરી ગયા.

એવામાં હાંફતો હાંફતો આરુણિ આવ્યો. ‘જી ! ખેતરનો પાળો તૂટું-તુટું થઈ રહ્યો છે. આપની આજ્ઞા હોય તો જઈને માટી નાખી આવું. હોમની તૈયારી કરવા આવ્યો છું તે કરીને જાઉં.’

‘તું તારે જા, આરુણિ ! પાણીને બરાબર ખાળી રાખજે, હો! જોજે, ક્યારો અખંડ જ રહેવો જોઈએ. હોમની તૈયારી થઈ રહેશે.’

આરુણિએ દોટ દીધી. કાંડા કાંડા સુધીના પાણીને

વીંઝતો કચરામાં ખૂંચતો અને વાગતા જતા કાંટાઓને ખેંચીને ફેંકી દેતો આરુણિ પાળા પાસે પહોંચ્યો.

પાળો તૂટું-તૂટું થઈ રહ્યો હતો. પાણી તો કહે મારું કામ! આરુણિએ પડખેથી માટી લઈને નાખવા માંડી પણ કોના ભાર કે તે ટકે ? માટી તો ગઈ પણ સાથે પાળો ય ખસ્યો અને પાણી…. ‘આ આવ્યું!’

આરુણિ જોઈ રહ્યો. તેને વિચાર કરવાનો વખત ન હતો. અંતેવાસનાં વીશેય વર્ષો આજે તેની પાસે ખડાં થયાં. ‘ગુરુજીની આજ્ઞા છે કે ક્યારો અખંડ જ રહેવો જોઈએ. વીશ વર્ષમાં એક પણ આજ્ઞાનો ભંગ થયો નથી. શું એ બધા પર પાણી ફરશે?’

એક જ ક્ષણમાં તેના મનમાં વીજળી ઝબકી તેના આખા યે શરીરમાં નવું જોમ આવ્યું અને એ પાણી વળે છે ત્યાં તો પાળાને ઠેકાણે આરુણિનું શરીર જડાઈ ગયું! હાડમાંસના એ જીવતા પાળાએ પાણીને ખાળી રાખ્યું અને ઘસડાતી માટીના થર આરુણિ પર ચડી વળ્યા.

બીજો દિવસ ઊગ્યો. હોમથી પરવારીને ગુરુ બહાર આવ્યા ને પૂછવા લાગ્યા : ‘આરુણિ ક્યાં છે?’

એમને યાદ આવ્યું : “ગઈ કાલે સાંજે આવું જ વાતાવરણ જામ્યું હતું ને વરસાદ થયો હતો. બધા આગળ હું બોલ્યો હતો ખરો કે આ વરસાદનાં પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારું. આરુણિ ત્યાં તો નહિ ગયો હોય? વરસાદ તો આખી રાત પડ્યા કર્યો છે.”

એમણે બીજા શિષ્યોને પૂછ્યું, “તમે કોઈએ આરુણિને જોયો?”

શિષ્યોએ કહ્યું, “ગુરુજી! ગઈ કાલ સાંજ પછી એ દેખાયો નથી.”

ત્યાં તો વરસાદ તૂટી પડ્યો.

આવા વરસાદમાં આરુણિ ત્યાં રહે તો એને કેટલું બધું સહન કરવું પડે !

બે શિષ્યોને સાથે લઈ ગુરુ આરુણિને શોધવા નીકળી પડ્યા. “ઓ આરુણિ !”, “ઓ આરુણિ !” એવી બૂમો પાડતા તેઓ આશ્રમથી ઘણે ડાંગરના ક્યારડા હતા ત્યાં આવી પહોંચ્યા.

ક્યારડા પાસે ઊભા રહી ચારે તરફ નજર કરી. કોઈ દેખાયું નહિ.

ગુરુએ ફરીથી મોટેથી બૂમો મારી, “બેટા આરુણિ !, બેટા આરુણિ !”

ત્યાં તો દૂરથી અવાજ આવ્યો, “ગુરુદેવ ! હું અહીં છું. આ ઓતરાદી પાળ તરફ આવો.”

ધૌમ્ય અને શિષ્યો ઓતરાદી પાળ તરફ દોડી ગયા.

ધૌમ્યે નજર કરી તો આરુણિ ક્યારડાના અંદરના ભાગમાં પાળની આડો પડેલો હતો.
ધૌમ્યે કહ્યુ : “બેટા ઉભો થા…”

આરુણિ બોલ્યો, “ના ગુરુદેવ ! ઊભો નહિ થાઉં, એમ કરું તો આ ક્યારડાનું બધું પાણી વહી જાય. પાળમાં આ જગ્યાએ કાણું પડેલું છે. તે કાણા આડું મેં મારું શરીર ગોઠવ્યું છે. કાણું પુરાય પછી જ મારાથી ઉઠાય.”

ઋષિએ શંખ ફૂંક્યો. આશ્રમમાંથી ઘણા શિષ્યો દોડી આવ્યા. ચોમેરથી માટી પથરા વગેરે લાવીને તેમણે કાણું પૂરી દીધું.

કાણું પુરાયું એટલે હાડમાંસના જીવતા પાળા સમા આરુણિને ધૌમ્યે આજ્ઞા કરી, “આરુણિ ! ઊભો થા.”

આરુણિ ઊભો થયો, ગુરુના પગમાં પડ્યો અને બોલ્યો, “ગુરુજી ! મારી કથની કહું?”

ગુરુએ કહ્યું, “કહે, વત્સ !”

આરુણિ બોલ્યો, “ગુરુદેવ ! કાલે સાંજે હું એકલો ફરતો-ફરતો ડાંગરના ક્યારડા પાસે આવ્યો હતો. મેં જોયું તો ક્યારડાની આ પાળમાં કાણું પડેલું હતું અને તેમાંથી પાણી વહી જતું હતું. તમે અમને કહ્યું હતું કે, ‘આજે વરસાદ ખુબ જ છે. એનું પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારુ. પાળ તૂટી જશે અને પાણી વહી જશે તો ડાંગર નહિ પાકે.’

મેં ક્યારડામાંથી માટી લઈને કાણું પૂરવા મથી જોયું. કાણું તો મોટું થવા લાગ્યું. પાણી વધારે ને વધારે વધી જવા લાગ્યું. આશ્રમમાં ખબર આપવા આવું ને બીજાને મદદે બોલાવું એટલામાં તો બધું જ પાણી વહી જાય. એટલે હું કાણા આડે સૂઈ ગયો ને પાણી વહી જતું અટકી ગયું. રાત આખી વરસાદ પડ્યા કર્યો એટલે ન અવાયું. મને માફ કરો.”

ઋષિ બોલ્યા, “વત્સ ! માત્ર ક્ષમા આપું કે તારા કાર્યની પ્રશંસા કરું?” અમરકથાઓ

આરુણિના ચહેરા ઉપર ક્ષોભની લાગણી ઊપસી આવી.

ધૌમ્યનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.

આરુણિના આ કાર્યથી ધૌમ્ય ખૂબ ખુશ થયા અને બોલ્યા, “વત્સ, ભારે વસમી પીડા સહન કરી તેં !
મારા તને આશીર્વાદ છે. તારા મોં ઉપર હું વેદોનો અને શાસ્ત્રોનો પ્રકાશ દેખું છું. તારી વિદ્યા સફળ થાઓ. હવે તારો વિદ્યાભ્યાસ પૂરો થયો. તું મનફાવે ત્યારે ઘેર જઈ શકે છે.”

ગુરુ અને શિષ્યો ઋષિને લઈ આશ્રમમાં પાછા ફર્યા. સૌએ આરુણિની ભારે પ્રશંસા કરી.

બીજા દિવસે ગુરુએ હાથમાં વિદ્યાના ગ્રંથો લીધા ને આરુણિને વિદાય અર્થે તેડ્યો. આરુણિએ ગુરુચરણે ઝૂકીને એમની ચરણરજ લઈને આશ્રમની વિદાય લીધી.

આરુણિને બધી વિદ્યા આવડી ગઈ. આશ્રમથી ઘેર આવ્યા પછી એ ઉદ્દાલક નામે ઓળખાયો. ઉદ્દાલક એટલે પાણીનો બંધ.

આ ઉદ્દાલકને પછી ગુરુના આશીર્વાદથી જ્ઞાન અને સુખ પ્રાપ્ત થયાં. સમર્થ જ્ઞાની તરીકે ઉદ્દાલક ઉર્ફે આરુણિનું નામ પ્રખ્યાત થયું.

– ઉપનિષદ

आरुणि की गुरुभक्ति " આરુણિ "
आरुणि की गुरुभक्ति

प्रेरणादायी कहानी : आरुणि की गुरुभक्ति

आरुणि गुरु का परम आज्ञाकारी शिष्य था. गुरु की आज्ञा-पालन के अतिरिक्त उसकी प्राथमिकता में और कुछ नहीं था. वर्षा काल समाप्ति की ओर था और शरद ऋतु आने ही वाली थी. उस दिन दोपहर बाद ही बादल घिरने लगा. वर्षा का अनुमान करते हुए ऋषि ने आरुणि को आश्रम के एक खेत की मेड़ बाँधने के लिए भेजा. 

गुरु की आज्ञा से आरुणि खेत पर गया और प्रयत्न करते-करते हार गया तो भी उससे बांध न बंधा. वह वर्षा अपना तेज होती जा रही थी और आरुणि अपने हर प्रयास में विफल होता जा रहा था.

अंत में जब वह हर प्रयास करके हार गया तो टूटी हुई मेड़ वाली जगह वह खुद ही मिट्टी में धंसकर लेट गया. इससे पानी का बहना तो बंद हो गया, लेकिन आरुणि के प्राण संकट में पड़ गए. 

कुछ समय बाद ठंड की वजह से आरुणि अचेत हो गया. पूरी रात बीत गयी लेकिन आरुणि नहीं लौटा. महर्षि आयोदधौम्य को आरुणि की चिंता हुई. पूरी रात उन्होंने टहलते हुए गुजारी . सुबह होने पर उन्होंने अपने शिष्यों से पूछा कि, ‘आरुणि नहीं आया ?’ शिष्यों ने कहा, ‘आपने ही तो उसे खेत की मेड़ बांधने के लिये भेजा था.’ यह सुनकर आचार्य शिष्यों के साथ वहीं पहुंचे. 

खेतों में खोजते हुए मेड़ के पास पहुंचे तो ठंड में अकड़े और मूर्छित आरुणि को पाया. वह उसे ले आए और उसका उपचार किया. सामने सकुशल आरुणि को देखकर महर्षि आयोदधौम्य की आँखों में आंसू थे. 

आचार्य ने कहा, ‘बेटा ! तुम मेड़ के बाँध को उद्दलन (तोड़-ताड़) करके आए हो और गुरु आदेश के लिए जीवन की भी परवाह नहीं की. इसलिये तुम्हारा नाम ‘उद्दालक’ होगा.’ उन्होंने वरदान दिया कि सारे वेद और धर्मशास्त्र तुम्हें स्वतः ज्ञात हो जाएंगे.’ गुरुकृपा से महर्षि उद्दालक भी श्रेष्ठ ब्रह्मर्षि बने और संसार में विख्यात हो गए. 

Disciple Aruni – Devotion towards the Guru

Once there lived a sage by the name Ayodha Dhaumya, who had three disciples – Aruni from the country of Panchala, Upamanyu and Veda.

One day, Dhaumya ordered Aruni to stop a breach in the waterway in acertain field, and the disciple obliged. But Aruni did not return for a while.

The teacher, wondering about the Aruni’s fate, visited the field along with his disciples. Not finding him there, Dhaumya called out loud for Áruni. It was then that Aruni emerged from the embankment and promptly reported to the teacher.

Aruni said, “O Guru, being unsuccessful in my efforts to close the breach, I myself lied down on the bank to stop the flow of water. Upon hearing your voice, I have come before you, allowing the water to escape. Please instruct me on what to do.”

Dhaumya, delighted by the dedication of his disciple, blessed Áruni and proclaimed that he would henceforth be known by the name Uddalaka (one who pulled the stop-gap) Aruni.

Thus ends the story of Aruni.

👉 પોસ્ટઓફિસ ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

👉 best motivation story – Dr. I.K. vijaliwala

Amazing article about lions
Amazing article about lions

1 thought on “Aruni (આરુણિ) ni varta – Gujarati Bodh katha 1”

  1. Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *