8615 Views
Motivation Story દાદાજીની બહાદુરી, જ્યારે એક દિકરીને લફંગાઓ પોતાનો શિકાર બનાવવા આગળ વધે છે, ત્યારે તેના રક્ષણ માટે આગળ આવે છે એક દાદાજી… દાદાજીની વાર્તા, બહાદુરીની વાર્તા, Best Gujarati story.
Motivation Story “Dadaji”
દાદા…દાદા બચાવો..બચાવો કરતા..સોસાયટી ની એક બાળા દાદા ના પગ પકડી નીચે બેસી ગઈ…
દાદા હજુ કાંઈ સમજે.. એ પહેલાં…તો સોસાયટી માં રહેતા અમુક મવાલીઓ..તેના મિત્રો સાથે…આવી..
પહોંચ્યા..
છોકરી થર..થર ધ્રૂજતી.ઉભી થઈ…દાદા ને ભેટી પડી…દાદા એ કીધુ..બેટા. હું..ઉભો છુ.. ત્યાં સુધી..તારો.. વાળ પણ વાંકો કરવાની તાકાત ..કોઈ ની નથી..
લંપટ અને નાલાયક મવાલીઓ..બોલ્યા…અમારી વચ્ચે થી..ખસી જવામા તમારી ભલાઈ છે….
દાદા…ની ઉમ્મર 75 વર્ષ ની હતી પણ..ઘણા વખતે જવાની બતાવવાનો મોકો દાદા ને મળ્યો હોય..તેમ…ત્રાડ નાખી ને બોલ્યા…. આ મારી સોસાયટી ની દીકરી છે…અને તેનો બાપ આ દુનિયા માં નથી..સમજી લે ..તેનો બાપ જ તારી સામે ઊભો છે…..
લંપટ…લોકો આગળ વધ્યા…દાદા..એ બૂમ મારી…
ખબરદાર એક ડગલુ પણ આગળ વધ્યા છો…..
એક લંપટ બોલ્યો… તો શું કરી.લઈશ..
દાદા ની પાછળ ઉભેલી તેના દીકરા ની વહુ બોલી….તારા નસીબ સારા છે….હારામી મારો ધણી અત્યારે ઘરે નથી…
નહીંતર આટલા સવાલ કરતા પહેલા તારી જીભ જ કાપી નાખી હોત….
સાલા ગીધડાઓ..તમે ભૂલથી આજે સિંહ ની ગુફા પાસે આવી ગયા છો.. અત્યાર સુધી તમે ..ગધેડા ના ભુકણ જ સાંભળ્યા છે…આજે સિંહણ ની ગર્જના અને શિકાર પણ જોતા જાવ..કહી..ખુલ્લી તલવાર સાથે દાદા ના દીકરા ની
વહુ દોડી…
દાદા એ દીકરા ની વહુ ને રોકી… તેના હાથ માંથી તલવાર પોતાના હાથ મા લીધી…અને દાદા બોલ્યા…બેટા
સિંહ ઘરડો થયો તો શું થયું..હજુ શિકાર કરતા તો આવડે છે…..તું ફક્ત આ દીકરી ને સંભાળ…
લંપટ લોકો ની ગેગ માંથી એક વ્યક્તિ એ આગળ આવવાનો.પ્રયત્ન કરવા ગયો..અને દાદા…એ જય માઁ ભવાની ..બુમ સાથે ખુલ્લી તલવારે દોડ્યા..
આ દરમ્યાન સોસાયટી ના સભ્યો પણ ભેગા થઈ ગયા હતા. સોસાયટી ના રહીશો ને પણ દાદા નું આ સ્વરૂપ જોઈ… જોર ચઢ્યું….
બે…લંપટ ને દાદા એ તલવાર થી ઢાળી દીધા..બાકી ના બે ને સોસાયટી ના રહીશો એ પુરા કર્યા….
દાદા ઉપર કોર્ટ માં કેસ ચાલ્યો..
જજ સાહેબ બોલ્યા
દાદા તમારે તમારા બચાવ માટે બે શબ્દો બોલવા હોય તો.
દાદા..બોલ્યાં..નામદાર સાહેબ..
બચાવ…કરવો હોત.. તો એ દિવેસ હું …આ સોસાયટી ની દીકરી ને એકલી મૂકી ઘર માં ઘુસી ગયો હોત….
મારે મારા બચાવ મા કાંઈ કહેવું નથી..મેં કરેલ કાર્ય માટે મને અફસોસ કે દુઃખ નથી…મને આનંદ સાથે ગર્વ છે..એક બાપ વગર ની દીકરી ની લાજ મેં બચાવી પુણ્ય નું કામ કરેલ છે….
આખી જીંદગી ઘર માં નતમસ્તક જીવી અપરાધી બનવા કરતા જેલ મા ઉંચા માથા સાથે ફરવાનો હું ગર્વ અનુભવીશ….આમે ય સાહેબ..હવે જીંદગી નો મોહ રહ્યો નહીં..કદાચ મને આપ છોડી મુકશો તો પણ મેં સમાજ માંથી આવા લંપટો ને દૂર કરવા નો નિર્ણય મે લઈ લીધો છે..માટે આપ સાહેબ ..જે સજા ફરમાવશો.. એ મને માન્ય છે…
પણ તમે આવી રીતે કાયદો હાથમાં કેવી રીતે લઈ શકો ?… જજ સાહેબ બોલ્યા..
નામદાર સાહેબ..તમારો કહેવા નો મતલબ..એવો છે..કોઈ ની માઁ બેન ,દીકરી,કે વહુ..ની ઈજ્જત લૂંટાતી હોય..ત્યારે..અમે પોલીસ ની આવવા ની રાહ જોઈયે…?
જો અમે કાયદો હાથ માં ન લઈએ તો એ લંપટ લોકો તેના હાથે અમારી પારેવડી જેવી દીકરીઓ કે બહેનને પીંખી નાખે…સાહેબ.
અમને દુઃખ એ વાત નું છે આવા લંપટ અને હરામી લોકો ને આટલી હિંમત આપનાર કોણ છે ?…
અમને કોઈ શોખ નથી કે કાયદો કાનૂન અમે હાથ મા લઈએ..અમને મજબુર કોણ કરે છે ? તમારી વ્યવસ્થા..જો કાયદો કાયદા નું કામ યોગ્ય રીતે કરતું હોય તો..આ લંપટ લોકો ની હિંમત આટલી વધી કેમ રહી છે ?
રાજકરણ માં ચૂંટણી જીતવા માટે ભલે મવાલી અને લંપટ લોકો ની મદદ લેવાતી હોય. સાહેબ…પણ તેનો મતલબ એવો તો નથી કે આ મવાલી અને લંપટ વ્યક્તિ ના પગ આપણા ઘર ના બારણાં સુધી આવી જાય..
સાહેબ..આવા દરેક આગળ વધતા..પગ ને સમયસર તોડી નાખવાં માં નહીં આવે તો.સમાજે તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે…
મારે …અહીં ઉભેલ દરેક વ્યક્તિ ને કહેવું છે…તમારી દીકરીઓ ને ચંડીકા નું રૂપ ધારણ કરતા શીખવાડો….કદાચ હું એ વખતે હાજર ન હોત..તો મારા દીકરા ની વહુ પણ આ લંપટો ને એકલા હાથે.. વધેરી નાખત….
કોર્ટ માં ઉભેલા સોસાયટી ના સદસ્યો હાથ જોડી બોલ્યા..સાહેબ પાણી નાક સુધી આવી ગયું છે…દાદા ને જેલ માં નાખો..તો અમે બધા તેની સાથે જેલ માં જવા તૈયાર છીયે…તેમણે ક્રાંતિ નું બીજ વાવ્યું છે..સમાજ કે સોસાયટી ની કોઈ પણ સ્ત્રી ઉપર કોઈ પણ લંપટ વ્યક્તિ નજર બગાડે તો…જવાબ આવો જ મળશે….
જજ સાહેબ…બે મિનિટ મૌન રહ્યા..પછી..કીધુ…
જીંદગી માં પહેલી વખત એવા સંજોગો ઉભા થયા છે..કે હું મારી જાત ને નિર્ણય લેવા માટે અસમર્થ જાહેર કરી રહયો છું…
કારણ કે હું પણ આ યાતના માંથી પસાર થઈ ચૂક્યો છું….
સમાજ માંથી..જનતા ને..કાયદા કાનૂન ઉપર થી વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં..આ સામાજિક દુષણ ને કોઈ પણ સંજોગ મા કડક કાયદા થી અટકાવવું જ.પડશે…નહીંતર લોકો નો કાયદા કાનૂન મા થી વિશ્વાસ ઉઠી જશે..
કહી..તેઓ ઉભા થઇ જતા રહ્યા…
મિત્રો…
વર્તમાન સ્થિતિ ને જોતા…ઘરે..ઘરે માઁ જગદંબા અને મહાકાળી નું સ્વરૂપ ઉભુ કરવું જ પડશે તોજ આ આ લંપટો નો નાશ થશે થશે..
સહનશીલતા, ધૈર્ય, શિસ્ત નો અર્થ જ્યારે નિર્માલ્યપણું અને નપુંસકતા સમજવા ની ભૂલ કોઈ કરતું હોય ત્યારે
સમાજે…. પોતાનું અને પોતાના પરિવાર નું રક્ષણ કેવી રીતે કરવું એ શીખી લેવું જોઈએ.
Pingback: ડૉ.આઇ.કે. વીજળીવાળા ની સુંદર વાર્તા : ખાનદાની - AMARKATHAO