11310 Views
ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું આ વાર્તા બાળપણમાં ખુબ જ સાંભળી છે ને ? ચાલો ફરીવાર યાદ કરી લઇએ. ગિજુભાઈ બધેકાની બાળવાર્તા – “ઠાગાઠૈયા કરું છું” , કાબર અને કાગડાની વાર્તા, કાગડા અને કોયલની વાર્તા, બાળપણ ની યાદગાર વાર્તાઓ વાંચવા માટે આ પોસ્ટની નીચે તમામ વાર્તાઓની લિંક મુકેલી છે. બાળવાર્તા સંગ્રહ, Gujarati Bal varta collection
ઠાગાઠૈયા કરું છું – ગિજુભાઈ બધેકા
એક હતો કાગડો અને એક હતી કાબર.
બંને જણાંને દોસ્તી થઇ.
કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો.
કાબરે કાગડાને કહ્યું; કાગડાભાઇ, કાગડાભાઇ ચાલોને આપણે ખેતર ખેડીએ? દાણાં સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઇએ.
કાગડો કહે : “બહુ સારું: ચાલો.”
પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં
થોડી વાર થઇ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુવારને ત્યાં તે ઘડાવવા ગયો.
જતાં જતાં કાબરને કહેતો ગયો! કાબરબાઇ તમે ખેતર ખેડતાં જાઓ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.
કાબર કહે : “ઠીક.”
પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઇ આવ્યા નહિ. કાગડાભાઇની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર ત્યાં બેઠા બેઠા લુહારની સાથે ગપ્પાં મારવા લાગ્યા.
કાબર તો કાગડાની રાહ જોઇ થાકી ગઇ, એટલે કાગડાને બોલાવવા ગઇ. જઇને કાગડાને કહે કાગડાભાઇ, કાગડાભાઇ ચાલોને? ખેતર તો ખેડાઇ ગયું હવે આપણે વાવીએ !!
કાગડો કહે :
” ઠાગાઠૈયા કરું છું , ચાંચુડી ઘડાવું છું જાવ,કાબરબાઇ કાલ સવારે વેલો વેલો આવું છું”
કાબર પાછી ગઇ અને એણે તો વાવવાનું કામ શરુ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં એ એવો તો સુંદર નીકળ્યો કે બસ!
એટલામાં નીંદવાનો વખત થયો એટલે વળી કાબરબાઇ કાગડાને બોલાવવા ગઇ. જઇને કાગડાને કહે “કાગડાભાઇ, કાગડાભાઇ ચાલો ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે. હવે જલદી નીંદવું જોઇએ, નહિતર પાકને નુકસાન થશે.”
આળસુ કાગડાએ ઝાડ પરથી કહ્યું;
“ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવુ છું, જાવ,કાબરબાઇ કાલ સવારે વેલો વેલો આવુ છું”
કાબર તો પાછી ગઇ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઇને બોલાવવા ગઇ, જઇને કાગડાને કહે “કાગડાભાઇ હવે તો ચાલો? કાપણીનો વખત થયો છે. મોડુ કાપશું તો નુકશાન થશે” અમરકથાઓ
લુચ્ચા કાગડાએ કહ્યું;
“ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું જાવ, કાબરબાઇ કાલ સવારે વેલો વેલો આવું છું”
કાબરબાઇ તો નિરાશ થઇ પાછી ગઇ. અને ખિજાઇને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.
પછી તો કાબરે બાજરાનાં ડૂંડામાંથી બાજરો કાઢયો. અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂહાનો ઢગલો કર્યો, અને ઉપર થોડોએક બાજરો નાખ્યો.
પછી તો કાગડાને બોલાવવા ગઇ. જઇને કહે “કાગડાભાઇ હવે તો ચાલશો ને? બાજરાના ઢગલા તૈયાર કર્યાં છે. તમને ગમે તે ભાગ તમે રાખજો.”
વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઇ ફુલાઇ ગયા.
તેણે કાબરને કહ્યું; “ચાલો બેન તૈયાર જ છું હવે ચાંચ બરાબર થઇ ગઇ છે.”
કાબર મનમાં બોલી “ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઇ,”
પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે “ભાઇ, તમને ગમે તે ઢગલો તમારો”.
કાગડાભાઇ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંહાવાળા ઢગલા ઉપર જઇને બેઠા. પણ જયાં બેસવા જાય ત્યાં ભાઇસા’બના પગ ઢૂંહામા ખૂંતી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંહા ભરાઇ ગયાં અને કાગડાભાઇના રામ રમી ગયા.
પછી કાબરબાઇ બાજરો પોતાના ઘેર લઇ ગઇ અને ખાધું પીધું ને મોજ કરી.
✍ગિજુભાઈ બધેકા.
મિત્રો આપની મનપસંદ અને યાદગાર વાર્તાઓ નીચે આપેલી છે. જે વાર્તા વાંચવી હોય તેના પર ક્લીક કરો. આપની પસંદગી ની વાર્તાઓ કોમેન્ટમાં જણાવો.. મિત્રોને પણ share કરીને વંચાવો. – અમરકથાઓ
💥 ચાંદો પકડ્યો – વાંદરાભાઇની વાર્તા
💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ
💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ
💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી
ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, બોધદાયક વાર્તાઓ, મિત્રતાની વાર્તા, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.
Pingback: મા મને છમ્મ વડું - બાળવાર્તા સંગ્રહ 6 - AMARKATHAO
Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO