Skip to content

વીર હમીરજી ગોહિલ | Hamirji Gohil History in Gujarati

વીર હમીરજી ગોહિલ
6037 Views

સોમનાથ મંદીરના રક્ષણ માટે દુશ્મનોને ધૂળ ચટાવનાર વીર હમીરજી ગોહિલ નો પ્રાચીન ઈતિહાસ. વીર હમીરજી ગોહિલ નાટક, સોમનાથની સખાતે હમીરજી ગોહિલ, આપણા દેશ મા અનેક વીરપુરૂષો થઇ ગયેલા કે, જેમણે શુરવીરતા પુર્વક યુધ્ધ લડયુ અને શહીદ થયા. આ યુધ્ધ ના કારણો કાં’તો દેવસ્થાન નુ રક્ષણ, કાં તો ગાયું નું રક્ષણ, કોઈ અબળા નારી નું રક્ષણ, કાં’તો કોઇ ધર્મ નુ રક્ષણ, કાં’તો પછી ગુલામી મા થી પ્રજા ને સ્વતંત્રતા અપાવવા માટે ના હોય છે. આવા જ એક શુરવીર હતા અરઠીલા ના હમીરજી ગોહિલ.

લાઠી કુંવર , સોમનાથના સપુત,
વિર હમિરજી દાદા ને કોટી કોટી વંદન.

અરઠીલા ના ભીમજી ગોહિલ ને ત્યા ત્રણ રાજકુંવરો થયા. જે દુદાજી , અરજણજી અને હમીરજી હતા. તેના અરઠીલા અને લાઠી દુદાજી સંભાળતા, ગઢાળી ના ૧૧ ગામ અરજણજી સંભાળતા જયારે સૌથી નાના રાજકુંવર હમીરજી સમઢિયાળા સંભાળતા. આમ તો, હમીરજી એ કવિ કલાપી તરીકે પ્રસિધ્ધિ પામેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ના પુર્વજ હતા.

ગોહિલવાડ થી મારવાડ તરફ પ્રસ્થાન

અરજણજી અને હમીરજી બાળપણ થી જ એકબીજા ની સાથે ખુબ જ ભળતુ. એક પ્રસંગ એવો બન્યો કે બે કુકડા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યુ હતુ. બંને કુકડા રકત થી સનેલા હતા. આમા નો એક કુકડો અરજણજી તો બીજો હમીરજી નો હતો. બંને વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યુ હતુ. એવા મા અરજણજી નો કુકડો નાસીપાસ થઇ ગયો. અરજણજી પોતાના કુકડો નો પરાજય સ્વીકારી ના શકયા અને ક્રોધે ચડયા જેના લીધે તે હમીરજી ના કુકડા પર સોટી વડે પ્રહાર કરવા માંડયા.

આ દ્રશ્ય નિહાળતા હમીરજી કહે છે, શાંત થઇ જાઓ ભાઇ આ તો યુધ્ધ હતુ. જેમા એક ની વિજય થાય તો બીજા ની પરાજય. આ નિદોષ પ્રાણી નો તેમા શું વાંક ? જો તમારે ક્રોધ ઉતારવો હોય તો મને મારો. આ સાંભળી ને અરજણજી એ વધુ ક્રોધ ચડયો અને હમીરજી ને કહ્યુ તનેય આ કુકડા ની જેમ પાવર ચડયો લાગે છે.

તુ પણ અહી થી નીકળ અને જયા સુધી મારૂ નામ સંભળાય ત્યા સુધી તુ દેખાવો ના જોઇએ. પોતાના પ્રિય ભાઇ એ આવી રીતે જાકારો આપ્યો આ જોઇ ને હમીરજી ને અત્યંત ભારે આઘાત લાગ્યો. હમીરજી ને ૨૦૦ જેટલા રાજપુત મિત્રો હતા. આ ભાઇબંધો સાથે તેઓ અહી થી મારવાડ ચાલ્યા ગયા અને ખુબ જ નાની વયે પોતાના ઘર નો ત્યાગ કર્યો.

સોમનાથ પર ઝફરખાન નો હુમલો

આ સમયે દિલ્હી ના તખ્ત પર મંહમદ તઘલખ બીજો શાસન કરતો હતો. જુનાગઢ મા સમસુદીન નો પરાજય થતા ગુજરાત નો સુબો ઝફરખાન ને સોપવા મા આવ્યો. ઝફરખાન મુળ રાજસ્થાન નો પરંતુ, હાલ તે ગુજરાત નો સ્વતંત્ર બાદશાહ બની બેઠેલો હતો. તે હિંદુ ધર્મ નો કટ્ટર શત્રુ હતો. તેણે રસુલખાન નામ ના વ્યકિત ને થાણેદાર નિમ્યો અને જણાવ્યુ કે કોઇપણ દેવસ્થાન મા ભારે સંખ્યા મા હિંદુઓ એકત્રિત ના થવા દેવા. આ સમયે શિવરાત્રી નો ઉત્સવ હતો.

આ શિવરાત્રી નો પર્વ ઉજવવા એકત્રિત થતા બધા લોકો ને રસુલખાન અને તેના સાથીઓ મારઝુડ કરતા. જેથી લોકો ના ટોળાએ ઉશ્કેરાઇ ને રસુલખાન તેના સાથીઓ ના તથા તેના કુંટુબ ને મારી નાખ્યા. આ ઘટના ના સમાચાર પ્રાપ્ત થતા જ ઝફરખાન લાલ-પીળો થઇ ગયો હતો અને સમગ્ર કાઠિયાવાડ નો વિનાશ કરવા માટે તેના મન મા જ્વાળા સળગી રહી હતી. આ સમયે અનેક બાબતો પર યુધ્ધ ચાલી રહ્યા હતા. ઝફરખાન કાઠિયાવાડ પર આક્રમણ કરવા માટે પુર્ણ સજજ હતો. તે પોતાના સૈન્ય સાથે સોમનાથ પર આક્રમણ કરવા માટે ચાલ્યો આવે છે.

સોમનાથ ના દેવસ્થાન નુ રક્ષણ કરવા નુ પ્રણ

સોમનાથ પર હુમલો થાય તે પુર્વે ગઢાળી થી અરજણજી એ માણસુર નામ ના ગઢવી ને હમીરજી ને શોધી ને અરઠીલા પરત લાવવા મોકલેલો. આ ગઢવી ને રાજસ્થાન ના મારવાડ મા હમીરજી નો મેળાપ થાય છે અને આ ગઢવી હમીરજી ને અરજણજી ના વિરહ વિશે જણાવે છે. આ બધુ સાંભળી ને હમીરજી ની આંખો મા થી અશ્રુ છલકી ઊઠે છે અને પોતાના ૨૦૦ સાથીદારો સાથે ગઢવી પરત આવે છે. હમીરજી ગઢાળી પધારે છે. સમગ્ર ગોહિલવાડ મા આનંદ નો માહોલ છવાઇ જાય છે.

અરઠીલા થી દુદાજી અને તેમના પત્ની તથા ધામેલ થી કાકા વરસંગદેવજી આવે છે. પરંતુ, અરજણજી એક જ હાજર ના હતા કારણ કે તે જુનાગઢ હતા. દુદાજી અને તેમના પત્ની ને અરઠીલા તેડી આવે છે અને હમીરજી થોડા દિવસો પોતાના મોટાભાઇ અને ભાભી ને ત્યા પસાર કરે છે. ઝફરખાન સોમનાથ પર આક્રમણ કરવાનો છે આ વાત ની હમીરજી ને જાણ ના હતી. બને છે એવુ કે એક દિવસ હમીરજી તેના મિત્રો સાથે વગડા મા વિચરણ કરીને ઘેર પરત ફરે છે ત્યારે ભુખ ના કારણે જમવાની ઉતાવળ કરે છે.

ત્યારે તેમના ભાભી જણાવે છે કે, હાલ આટલી જમવા ની ઉતાવળ શા કારણે કરો છો ? સોમનાથ ના યુધ્ધે જવુ છે ? આ સાંભળી હમીરજી કહે છે , કેમ ભાભી ? સોમનાથ પર કોઇ સંકટ છે ? ત્યારે તેમના ભાભી સમગ્ર ઘટના વિશે જણાવે છે. આ બધી તો વાતો સાંભળી ને હમીરજી કહે છે , શુ કહો છો , શું કોઇ રાજપુત નથી જે સોમનાથ ના રક્ષણ માટે મરવા નીકળી પડે ? શું રાજપુત ની ખુમારી મરી ગઇ છે?

આવા તો કેટલા પ્રશ્નો કરી નાખ્યા તેમના ભાભી દુ:ખી થઇ ને બોલે છે, રાજપુતો તો ઘણા છે પરંતુ, આ યુધ્ધ મા ભાગ લેવા જેવા શુરવીર તો કોઇ નથી અને યુધ્ધ કરવુ કોઇ સરળ નથી. સામે નુ સૈન્ય અત્યંત વિશાળ છે અને તમે પણ રાજપુત જ છો જો તમને થતુ હોય તો બાંધો હથિયાર અને નીકળી પડો. સ્ત્રી વૃતિ સહજ બોલાઇ ગયુ. પરંતુ, હમીરજી માટે તો આ પ્રણ બની ગયુ. હમીરજી એ પોતાના ભાભી ની રજા માંગી અને ભાઇઓ ને પ્રેમ આપવા કહ્યુ અને જણાવ્યુ કે તે આ સોમનાથ નુ રક્ષણ કરવા માટે યુધ્ધ લડવા જાય છે. પોતાના ૨૦૦ ભાઇબંધો સાથે તેમણે સોમનાથ જવા માટે નો માર્ગ પકડયો.

માર્ગ મા દ્રોણગઢડા ગામ મા વિવાહ

હમીરજી પોતાના મિત્રો સાથે સોમનાથ ના માર્ગ નુ અંતર કાપી રહ્યા હોય છે. ત્યારે માર્ગ મા એક નેસડુ આવે છે અને અહી રાતવાસો કરે છે. આ દરમિયાન હમીરજી ને મરશિયા નો સ્વર સંભળાય છે અને આ નેસડા મા જઇ ને આ મરશિયા ગાવા પાછળ નુ કારણ પુછે છે ? ત્યારે આ નેસડા મા વસતા વૃધ્ધ મા પોતાના પુત્ર નુ ૧૫ દિવસ પુર્વે મૃત્યુ થયુ હોવા ને લીધે તેના વિરહ મા આ મરશિયા ગાતા હોવા નુ જણાવે છે.

આ સાંભળી ને હમીરજી આ વૃધ્ધ મા ને પોતાના મરશિયા ગાવા નુ કહે છે. આ વૃધ્ધ મા હતી. ચારણ લાખબાઇ તે કહે છે તમારા મરશિયા ગાઇ ને મને પાપ ના ભાગીદાર ના બનાવો. કુંવર ત્યારે હમીરજી જણાવે છે કે, અમે મૃત્યુ ના માર્ગે છીએ. ઇ મારગ થી પાછુ વળાય એમ નથી અને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવે છે. આ હમીરજી ની શુરવીતા ને નિહાળી ને ચારણ લાખબાઇ મંત્રમુગ્ધ થઇ જાય છે. તે હમીરજી ને પુછે છે શુ તમે પરણ્યા છો ?

હમીરજી ના પાડે છે ત્યારે લાખબાઇ જણાવે છે કે, જો કોઇ તારી ખુમારી તારી શુરવીરતા જોઇને પોતાની પુત્રી પરણાવે તો પરણી લે જે. આટલુ બોલી આ ચારણ લાખબાઇ સોમનાથ ના માર્ગે જાય છે અને હમીરજી ને જણાવે છે કે, હુ તારી પહેલા સોમનાથ પહોચી તારી રાહ જોઇશ. લાખબાઇ હમીરજી ના પહેલા સોમનાથ ના માર્ગે નીકળ્યા આ માર્ગ મા દ્રોણગઢડા ગામ આવ્યુ અને લાખબાઇ ત્યા ઉતર્યા.

આ ગામ નુ રક્ષણ ભીલ જાતિ ના લોકો કરત આ ભીલો ના વડા હતા. વેગડાજી જે આ શરે દોઢ હજાર ભીલ નુ સામ્રાજય ધરાવતો હતા અને તેમને એક પુત્રી હતી. રાજબાઇ એક સમયે ભીલ અને રાજપુતો વચ્ચે ઘમાસાણ યુધ્ધ થયુ અને તે દરમિયાન એક રાજપુતે પોતાની પુત્રી ને વેગડા ને સોપી અને વચન માંગ્યુ કે આ પુત્રી યોગ્ય ઉમરલાયક થાય તો તેના વિવાહ એક રાજપુત સાથે કરાવજો. વેગડાએ આ પુત્રી રાજબાઇ ને પોતાની પુત્રી ની જેમ સાચવી.

લાખબાઇ પોતાને આંગણે આવ્યા એટલે તેમણે તેમને પોતાની પુત્રી માટે યોગ્ય વર નુ ઠેકાણુ જણાવવા કહ્યુ . ત્યારે લાખબાઇએ સોમનાથ ના રક્ષણ માટે ના યુધ્ધ કરવા નીકળેલા હમીરજી વિશે જણાવ્યુ અને તેની સાથે રાજબાઇ ના વિવાહ કરવા જણાવ્યુ.હમીરજી પોતાના સાથીઓ સાથે સોમનાથ ના માર્ગ નુ અંતર કાપી રહ્યા હોય છે. ત્યારે શિંગવડો નદી મા સ્નાન કરવા માટે ઉતરે છે. આ સમય દરમિયાન તેમન અશ્વ ચરતા- ચરતા થોડા આગળ નીકળી જાય છે.

જયા વેગડા અને તેમના ભીલ વસવાટ કરતા હોય છે. હમીરજી અને તેમના સાથી મિત્રો પણ અશ્વ ની શોધ મા આ સ્થાને પહોચે છે અને વેગડા તથા હમીરજી ની મુલાકાત થાય છે. વેગડા અહી હમીરજી તથા તેના સાથી મિત્રો ને આદર તથા સન્માન ની સાથે વિશ્રામ કરવા માટે નો આગ્રહ કરે છે. આ દરમિયાન હમીરજી વેગડાજી રાજબાઇ સાથે વિવાહ નો પ્રસ્તાવ મુકે છે અને લાખબાઇ ના વેણ ખાતર હમીરજી આ વિવાહ માટે સહમત થઇ જાય છે. હમીરજી ના સાથી મિત્રોએ હમીરજી પરણે ત્યારે તેની સાથે જ પરણવા ના નિયમ લીધા માટે હમીરજી અને રાજબાઇ ના વિવાહ સાથે તેમના ૨૦૦ સાથી મિત્રો એ પણ ભીલ કન્યાઓ સાથે વિવાહ કર્યા

હમીરજી ગોહિલ નો પ્રાચીન ઈતિહાસ
હમીરજી ગોહિલ નો પ્રાચીન ઈતિહાસ

સોમનાથ ના રક્ષણ માટે નુ ભીષણ યુધ્ધ

વિવાહ ના બીજા જ દિવસે હમીરજી એ ફરી સોમનાથ નો માર્ગ પકડયો. હવે તેમની સાથે ભીલો પણ જોડાયા આ ઉપરાંત જગ્યાએ જગ્યાએ થી રાજપુત, કાઠી, આયર, મેર, ભરવાડ બધી જ કોમ ના લોકો સોમનાથ ના રક્ષણ માટે ના આ યુધ્ધ મા જોડાયા. હમીરજી વેગડાજી અને અન્ય શુરવીરો સોમનાથ ના પ્રાંગણ મા ઝફરખાન અને તેના સૈન્ય ની રાહ જોઇ રહ્યા હતા.

આ બાજુ ઝફરખાન ને પણ સમાચાર મળ્યા હતા કે કોઇ માથા ફરેલા લોકો સોમનાથ ના રક્ષણ માટે અહી પડાવ નાખી ને બેઠા છે. જેવો ઝફરખાન સોમનાથ પર આક્રમણ માટે આવે છે કે ભીલો ગીચ વુક્ષો મા છુપાઇ ને તેમના પર બાણવર્ષા શરૂ કરી દે છે. આ ઉપરાંત તોપ ના ધડાકાઓ દ્વારા સૈન્ય ને ઢેર કરાયુ. આ બધા થી ઝફરખાન ક્રોધે ચડે છે અને પોતાના સક્ષમ હાથી ના સૈન્ય ને આગળ મોકલે છે. આ તાલીમ થી ભરપુર હાથી પોતાની સુંઢ વડે વેગડાજી ને મારી નાખે છે.

વેગડાજી ના મૃત્યુ ના સમાચાર મળતા જ હમીરજીએ પોતાનો આક્રમણ વધુ મજબુત બનાવ્યો અને સળગતા તીર ની સાથે પથ્થર ના ગોળા તથા ઉકળતુ તેલ સૈન્ય પર રેડયુ. આ યુધ્ધ સતત ૯ દિવસ સુધી ચાલ્યુ. હવે હમીરજી ના સૈન્ય મા ગણ્યા-ગાઠયા શુરવીરો જ બચ્યા હતા. નવ મા દિવસ ની રાત્રે પોતાના સૈન્ય ને વ્યુહ સમજાવી તે પછી ની પરોઢે સ્નાન કરી ને મહાદેવ ની પુજા કરી અને લાખબાઇ ને પગે પડયા અને કહે છે. માં મને આશીર્વાદ આપો. ધન્ય છે વીર તને તે સોરઠ ની ધરા નુ પાણી રાખ્યુ આટલુ બોલી ને લાખબાઇ ગાય છે કે,

વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી,
હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.
માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ,
સોમૈયાને શીષ,આપ્યુ અરઠીલા ધણી.

દશમા દિવસ ની પરોઢ ની સાથે જ હમીરજી ઝફરખાન ના સૈન્ય પર આક્રમણ બોલાવી દે છે. હમીરજી જુએ છે કે યુધ્ધ દરમિયાન તેમના સાથી મિત્રો મા ના અમુક ના પગ અને અમુક ના આંતરડા બહાર નીકળેલા પડયા છે. સંધ્યા થતા હમીરજી નુ પણ સંપુર્ણ શરીર વેતરાઇ ગયુ હોય છે. છતા પણ શત્રુઓ ને મચક આપતો નથી અને અંતે વિજય ના યલગાર સાથે યોધ્ધા ઢળી પડે છે ને લાખબાઇ મરશિયુ ગાય છે કે,

રડવડિયે રડિયા,પાટણ પારવતી તણા;
કાંકળ કમળ પછે, ભોયં તાહળા ભીમાઉતા;
વેળ તું હારી વીર, આવીન ઉવાટી નહી;
હાકમ તણી હમીર, ભેખડ હ્તી ભીમાઉત.

Hamirji Gohil history in gujarati
Hamirji Gohil somnath

હમીરજી ગોહિલ પચ્ચીસી

વાતો સોરઠ વતનમાં, સંગ્રામનો સમીર
કૈંક છુપાયા કાયરો, હાલ્યો એક હમીર (૧)

ભૂતનાથને ભેટમાં, સોમનાથે દય શિર
ભૂલે કદીન ભોગને, હર પોતેય હમીર (૨)

ગહન બ્રખ બીજ ગગનમાં, તલવાર ભાલા તીર
ખેડતો તે નિજ ખોળિયે, હળ હથિયાર હમીર (૩)

બિગ્રહ બહુત બડો કિયો, વણથાક્યા તે વીર
સમર કાજ વાર સેજ ન, હણતો તુર્ક હમીર (૪)

સમંદરની સાથમાં, વહે લહુ વરનીર
ગીધડ સૌ ગોઠવાય ગા, કરવા હજમ હમીર (૫)

માથે સૌ મનરંજવા, પરે દેતવા પીર
વાર તણી સબ વાટમાં, જોવે હરખ હમીર (૬)

બ્રજતુંડ પર બિષ્ણુ ચડી, સામે જોવે શૈવ
દેખે સઘળા દેવ, આભે અરઠીલા ધણી (૭)

બિકણ બાકર ને બધા, તકરારે દઈ ત્રાસ
પાગ ન લાવે પાસ, આઘા અરઠીલા ધણી (૮)

સોય શાલ સિવાય સોંય, સોંસરા ઘાય શરીર
હાડ અંદર હમીર, આખા અરઠીલા ધણી (૯)

રંગ રખી રણભોમમાં, મચવી મારંમાર
અંગે આરંપાર, અણ્યું અરઠીલા ધણી (૧૦)

અરિ પરે ભડ એકલો, સખાતે સોમનાથ
હથિયાર ધારી હાથ, ભારથ કર્યો ભીમાઉત (૧૧)

વહમી પડશે વેદના, કપાય જાશે કાય
જાણીને પણ જાય, ભડ ઈ અસલ ભીમાઉત (૧૨)

ચળને લયને ચાલતો, જોધો ખેલે જંગ
બિગ્રહ માય બરંગ, ભોયે પડ્યું ભીમાઉત (૧૩)

કર્મી કાઠીયાવાડમાં, આવે જોધા જૂથ
સોમનાથે સમૃદ્ધ, ભાંગવાને ભીમાઉત (૧૪)

અહરાણો જબ આવતા, મોજ ખત્રી સબ મસ્ત
પરાણે કેમ પરસ્ત, ભૂપત થાય ભીમાઉત (૧૫)

બીબા સંગે બાથવા, કરે મરી કોશિશ
આશિષ દેતો ઈશ, ભવહર ભરી ભીમાઉત (૧૬)

સામસામના સામના, સરુ સબેરે સામ
સામરામની સામ, ભેંકર લડે ભીમાઉત (૧૭)

અરિ બધાયે અટંકા, જવાંમર્દના જોમ
પછાડતો પરકૌમ, ભેખડ કરી ભીમાઉત (૧૮)

ભાગ્ય ભડ ભીલી તણા, અંગિના સંગ એક
રાત માત્રની રેખ, હશે દોરી હમીરજી (૧૯)

સોમૈયે સૌરાષ્ટ્રમાં, ખુંખાર આવે ખાન
જોટી સઘળી જાન, હાંકી કાઢ હમીરજી (૨૦)

બેસી રહે ન બંકડો, સાદ નાખતો શીવ
જાય ભલેને જીવ, હટશે નહીં હમીરજી (૨૧)

સંતાઈને બેઠા સબું, કાયર કાઠીયાવાડ
એકે દીધી આડ, હાડ ધરી હમીરજી (૨૨)

સુણી વાત સોમનાથની, બકરને થાય બીક
જંગે જીંકાજીક, હરહર કરી હમીરજી (૨૩)

અહરાણ આહીં આવશે, નકરો કરશે નાશ
ક્યાક એક કરભાસ, હજી રિયેલ હમીરજી (૨૪)

ધન્ય કહે #ધાર્મિકભા, ગાવે તારા ગાન
પોરહ તણુંય પાન, આપ્યું અરઠીલા ધણી (૨૫)

સોમનાથ મંદિરનો ઈતિહાસ

વીર વચ્છરાજ ( વાછરા દાદા ) નો સંપુર્ણ ઇતિહાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *