4323 Views
એક સત્ય ઘટના : મહંમદ છેલ જાદુગર અને જૈન મુનિ નેમિસુરી મહારાજ સાહેબ ૧૨૫ વર્ષ પહેલા ની વાત. Magician Mohammed Chhel, જાદુગર મહમ્મદ છેલના જાદુના પ્રસંગો
“લાવો ભાઈ ટીકીટ?”…
“ટીકીટ તો નથી”….
“નથી ? તો શું આ ટ્રેન બાપા ની સમજી રાખી છે કે?
ચલો ઉતરો નીચે.”….
“જી બિલકુલ ઉતરી જાઉં છું
પણ પછી આ ટ્રેન ચાલશે કેવી રીતે ?”
“એટલે?”
એટકે બહુ જલ્દી સમજાઈ ગયું……
ઉપર નો સંવાદ વર્ષો પહેલા ગુજરાત ના રેલવે સ્ટેશન ઉપર ભજવાઈ ગયો હતો, જેમાં વગર ટીકીટે મુસાફરી કરનારો સૌરાષ્ટ્ર નો વિખ્યાત જાદુગર 🎩 મહંમદ છેલ હતો. એ હંમેશા ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રેનમાંજ મુસાફરી કરતો પણ હંમેશા વગર ટીકીટે. પણ આ વખતે ટિકેટ ચેકર કોક નવો નિશાળીયો હતો……..
ટ્રેન ઉપાડવાનો સમય થતાંજ ડ્રાઇવરે ગાર્ડ ને સિગ્નલ🚦 દઈ લીવર દબાવ્યું,
અરે આ શું થાય છે.
લીવર જામ થઈ ગયું હોય તેમ ટ્રેન ઉપડીજ નહીં……
ડ્રાઈવર ની ઘણી મથામણ છતાંય ટ્રેન હલવાનું નામજ નહોતી લેતી. આખા સ્ટેશન પર ધમાલ થઈ ગઈ. સ્ટેશન માસ્ટર પણ હાફળા ફાફળા થઈ ને દોડા દોડી કરવા માંડ્યા……
અચાનક તેમની નઝર બાંકડા ઉપર પગ ઉપર પગ ચઢાવી ને ટેસ થી બેઠેલા જાદુગર પર પડી……
” અરે મહંમદભાઈ તમે અહીંયા? કોઈ ની રાહ જુવો છો કે?”…..
” ના માસ્ટર સાહેબ, હું તો સૌરાષ્ટ્ર જવા માટે ટ્રેન માં ગોઠવાયો હતો પણ તમારા નવા ટીકીટ ચેકર એ મારા બાપા ની ટ્રેન નથી એમ કહી ઉતારી દીધો.”…..
“યા હોલ, યા હોલક્ક્ત,
એ, ટી.સી ની ભલી થાય,
હું તમારી માફી માંગુ છું સાહેબ, તમે પાછા બેસી જાવ.”….
જાતભાઈ માસ્ટર ની વાત માની ને મહંમદભાઈ માન સહિત ફરી પાછા ટ્રેન માં ગોઠવાયા ને ફરમાવ્યું કે
ઈંશા અલ્લાહ, ઉપાડો હવે ગાડી….
જેવું ડ્રાઈવર એ લીવર દાબ્યુ કે એક ઝટકા માં તો ટ્રેન ચાલુ થઈ ગઈ. ને મહંમદભાઈ મૂછ માં મલકાયા.🤠….
“કુલધરા ગામ” ભારતનું સૌથી રહસ્યમય ભૂતિયા ગામ ?
જાદુગર મહંમદ છેલ એક દિવસ બપોર ના સમયે પોતાના મિત્રો સાથે ગપ્પા મારી રહ્યો હતો, જેમાં જૈન મિત્રો પણ ખરા,
ત્યાંજ ઠસ્સા ભરી ચાલ ચાલતા જિનશાસન ના બે મહાત્મા સામેથી ગોચરી લેવા હાથ માં પાત્ર લઇ ને પસાર થયા…….
કાળ નું કરવું કે મહંમદ ને મજાક સૂઝી, એણે જૈન મિત્રો સામે જોઈ ને કહ્યું કે
જુઓ તમારા સાધુ તો પાત્રા માં અભક્ષય ( મહંમદ છેલ અભક્ષય ની જગ્યા એ માંસ શબ્દ બોલેલા ) લઇ જાય છે. એમ કહી ને એણે મન થી મંત્ર ચલાવી દીધો……
મિત્રો તો ગુસ્સા માં આવી ગયા કે ખબરદાર મહંમદભાઈ અમારા જૈન સાધુ વિશે એક શબ્દ પણ કીધો છે તો.
એમના જેવું ઊંચું ચારિત્ર્ય આખી દુનિયા માં કોઈ ધર્મ ના સાધુ નથી પાળી શકતા.
તમે તો રમઝાન મહિના માં રાત્રે ખાઓ છો જ્યારે અમારા અણગાર તો આખા મહિના ના ઉપવાસ કરી લે છે…….
એમ ? તો જાઓ જઈ ને ચેક કરી લ્યો ને ખુદ તસલ્લી કરી લ્યો……..
હવે આ શબ્દો ઉડતા પંખી પાડનારા જાદુગર ના હતા, જેણે આ પહેલા પણ આવા ઘણા હેરત અંગેઝ કરતબ સફળતા થી કર્યા હતા…..
એટલે શ્રાવકો ભરમાયા, કે ચાલો ને મહંમદભાઈ એ કીધુ તો આપણે જોવા માં શુ જાય છે? એટલે તેઓ તો પહોંચ્યા સાધુઓ પાસે.
“સાહેબ થોભો.”…..
“ધર્મલાભ✋, ફરમાવો.”…
“સાહેબ અમારે તમારા પાત્ર ચેક કરવા છે.”…..
“કેમ ?”…..
“કેમ કે આપણા મહંમદભાઈ છેલે આવું કહ્યું છે એટલે.”…
“એમ ? પણ અમારા થી પાત્ર એમ ગુરુ આજ્ઞા વગર કોઈ ને આમ રસ્તા માં બતાવાય નહીં. આપ ને જોવા હોય તો ચાલો અમારા ઉપાશ્રયે.”……
“ભલે સાહેબ અમે ચાલીએ છીયે સાથે.”….
હવે આ સાધુઓ ના ગુરુ એટલે બીજું કોઈ નહીં પણ ધર્મ ધુરંધર આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિસુરી દાદા ખુદ હતા. અત્યંત જ્ઞાની અને લબ્ધીધારક આ મહા પુરુષ આખા શાસન માં પ્રખ્યાત હતા….
રસાલો તો પહોંચ્યો ઉપાશ્રયે.
સાધુઓ એ અંદર જઈ ને આચાર્ય ને બધી વાત કહી, એટલે ગુરુ બહાર આવ્યા….
“તમે જૈન છો કે કોણ છો?
એક જાદુગર ગૉડ બજાણીયા નો વાત માની ને સાધુ ના પાત્ર જોવા હાલ્યા આવ્યા? તમને એટલોય વિવેક નથી કે આમ ન કરાય?”….
“મિચ્છામિ દુક્કડમ સાહેબ,
અમને તો એમ કે મહંમદભાઈ ની વાત ક્યારેય ફરે નહીં એટલે અમને થયું જોવા માં શું જાય છે.”…….
“શું જાય છે? અરે બેવકુફો સાધુ ઉપર શક કરવાથી ભયંકર દોષ બંધાય છે, આ પાપ માંથી ક્યારે છુટશો કોને ખબર. ઠીક હવે આવ્યા છો તો જાઓ તમારામાંથી એક બે જણ પરદા પાછળ જઇ ને જોઈ આવો પાત્ર.”…….
શ્રાવકો એ પાત્ર માં જોયું તો એમાં તો અભક્ષ ને બદલે દાળ, રોટલી, શાખ એવીજ નિર્દોષ ગોચરી હતી. એટલે ખસિયાણા પડી ને આચાર્ય ની માફી માંગી બધા પાછા ફર્યા……..
દૂર થી જોયું તો મહંમદ છેલ તો ત્યાંજ પોતાના જાદુ ની અભિમાની જીત ના સમાચાર સાંભળવા ખુરશી ઉપર પગ લાંબા કરીને બેઠા હતા……
“અરે વાહ, આવી ગયા તમે બધા, તશરિફ રખીયે.”…….
“અરે ક્યા તશરિફ રખે, મહમ્મદભાઈ, આપને તો હમારી નાક હી કટવા દી.
ખબર છે આચાર્ય મહારાજ કેવા ગુસ્સે થયા? પાત્ર મેં તો જૈન ખાના હી થા”………
“એમ? જૈન ખાવાનું હતું?
ઠીક, હું તો મશ્કરી કરતો હતો.
એમ બોલી ને જાદુગર મહંમદ છેલ મન માં પોતાની નિષ્ફળતા નું કારણ વિચારવા લાગ્યો, પણ કાંઈ સમજાણું નહીં કેમ કે આજ મંત્ર થી તે અગાઉ કેટલીય વસ્તુઓ બદલી ચુક્યો હતો…..”
“ઠીક છે ભાઈઓ , ખુદા હાફિઝ”, એમ કરી ને મહંમદભાઈ ખુરશી ઉપરથી ઉભા થવા ગયા,
પણ આ શું ?
અહો આશ્ચર્યમ !
તેઓ પોતેજ ખુરશી ઉપર ચીટકી ગયા, જોર લગાડવા જતા તો જમીન દોસ્ત થઈ ગયા…….
“યા અલ્લાહ ! નાચીઝ કો ક્યા હો ગયા.”……
બધા મિત્રો એ કોશિશ કરી તોયે જકડાયેલા જાદુગર ઉખડયાજ નહીં, ઉપરથી હવે તો પીડા પણ થવા લાગી……
“સબૂર,”…
અચાનક એમને મગજ માં બત્તી થઈ. આ જરૂર મારી મશ્કરી ની સજા તમારા આચાર્ય ભગવાને દીધી છે, એમના વગર હવે મને કોઈ નહીં ઉખાડી શકે. મને હમણાંજ ત્યાં લઈ જાઓ…
ચાર મિત્રો ખુરશી ના ચાર પાયા ઉપાડી ને જાણે મહંમદ છેલ ડોલી માં બેઠો હોય તેમ લઈ ને આખો વરઘોડો ફરી પાછો ઉપાશ્રયે આવ્યો. શિષ્યો ને સમાચાર મળતાજ આચાર્યશ્રી ને જણાવ્યું…..
મહંમદ તો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો હતો.
આચાર્ય ભગવન્ત ને જોતાજ એમનું તેજ જોઈ ને એની આંખ માંથી આંસું સરી પડ્યા…..
“ગુરુજી, હું તમારા ચરણો માં પડું છું, મહેરબાની કરી ને મને છોડાવો. મહંમદ છેલ બીજા મહાત્માઓ ની પણ માફી માંગે છે.”
ત્યાંજ આચાર્ય શ્રી પ્રકાશ્યા,
“મહંમદભાઈ ક્યારેય પણ કોઈ પણ ધર્મ ના સાધુ ની તમે આવી મશ્કરી નહીં કરતા.
જેણે પોતે જેને ક્યારેય જોઇ જ નથી એની સાધના માટે આ જીવતા જાગતા સગા વહાલાઓ નો સંસાર જ છોડી દીધો છે એનાથી મોટો જાદુ તમે શું બતાવી શકવાના હતા, કોઈ ની સેવા માટે કે દિન દુખિયા ના દુઃખ હરવા માટે તમારી કળા વાપરશો તો એમની દુવા થી ક્યારેય મુશ્કેલી માં નહી ફસાઓ.”
“જી હુઝુર, આપકા હુકુમ સર આંખો પર.”
ત્યાર બાદ સુરી ભગવન્ત એ અભિમંત્રિત જલ છાંટતા જ મહંમદભાઈ મુક્ત થયા અને સીધા આચાર્ય શ્રી ના ચરણો માં સાષ્ટાંગ દંડવત્ત ઝૂકી પડ્યા.
કહેવાય છે કે ત્યાર બાદ જાદુગર એ ક્યારેય કોઈ સાધુ ની મશ્કરી ન કરી.
આ આખી સત્ય કથા લગભગ ૧૨૫ વર્ષ જૂની છે.
ધન્ય આવા આચાર્ય લગભગવન્ત. ઉપર વર્ણવેલો પ્રસંગ બોટાદ નો છે. મહંમદ છેલ પણ બોટાદ ના હતા. પૂ. આચાર્ય ભગવંત નેમિસૂરી મ. સા. ની કર્મ ભૂમિ પણ બોટાદ હતી.
ખાપરો કોડિયો કોણ હતા ? જાણો તેનો રસપ્રદ ઇતિહાસ
જાદુગર મહંમદ છેલનો જાદુનો પ્રસંગ
વીંધા હોજા સીંધા
સિંધી પ્રદેશોમાં નદીઓને દરિયો કહે,
દરિયાએ સિંધ… એટલે સિંધુ નદી જેના પરથી નામ આવ્યું હિન્દી.
સિંધ હિંદની મૂળ પ્રકૃતિ છે. પાણી તત્વ જુદા જુદે સ્વરૂપે જીવન સાથે વહે,
પહાડો અગ્નિ તત્વ કહેવાય, સૂરજને અડવાની પહાડો રોજ કોશિશ કરે. થોડા ગરમ થઇ પણ સાંજે ઠંડા પડી જાય.
આપડા જુનાગઢમાં આ પાણી અને પહાડ જ્યાં મળે ત્યાં મેળા થાય.
કોઈ કોઈ ફકીરો સાધુઓ આવા મેળામાં મૂળતત્વોની અહાલેક કરીને ફરતા પણ જોવા મળે.
વર્ષો પહેલા રૂખડ જેવો દેખાતો ફકીર શિવરાત્રીના મેળામાં પરબ પાસે ઉભો રહી પાણી માંગી રહ્યો હતો.
શરીર થોડું મસ્ત, કપડાં ફાટેલા, ગળામાં ભાત ભાત ની માળા, હાથ માં કોઈ અજીબ આકાર ની દાંડી.
બોલતો હતો “બચ્ચા પાની પીલા દે”, બચ્ચા ફકીર કો પાણી દે.
પરબ ઉપર બેઠેલા ખેડુએ માટલા માંથી અડધો ગલાસ પાણી ફકીર ને આપ્યું.
ફકીરે પીધું. ફરી માગ્યું.
ખેડુ કહે, બાપજી મેળો છે, બધા ને થોડું આપું છું.
“થોડું થોડું” ફકીર હસવા મંડ્યો.
ફરી હસ્યો “થોડું થોડું”.
ખેડુ કહે, હા બાપજી થોડું થોડું જ આપવું પડેને.
ફકીરે ખેડુ સામું જોયું, આકાશ સામું જોયું પછી પોતાની લાકડી ઊંચી કરી માટલા ના મોઢા ઉપર ફેરવવા લાગ્યો.
મોટેથી બોલતો હતો,
વીંધા હોજા સિંધા… જેનો અર્થ થતો હતો – હે માટલા તું સિંધનો દરિયો બની જા.
વીંધા હોજા સિંધા… હે માટલા તું હિન્દનો દરિયો બની જા.
આમ બોલીને ફકીરે ખેડું ને કહ્યું, લે એલા આ લાકડી ગોળા માં રાખ. પા પાણી બધા ને સાંજ પડે ત્યાં સુધી પાયે રાખ.
હા પણ થોડું થોડું નહિ પાતો, પેટ ફાટી જાય એટલું પાજે. તું તારે માંગે એટલું પાણી તરસ્યાને આપજે.
ખેડુ એ સાંજ સુધી ગોળામાંથી યાત્રિકો ને પાણી પાયું.
પાણી પાયેજ રાખ્યું. પેટભરીને માંગે એટલું. પાણી ખુટ્યું નહિ.
છલો છલ રહ્યો ગોળો. તરસ તો ઘણા ની છિપાઈ ગઈ પણ સિંધુ નદી જેવો ગોળો કાઈ ખાલી થાય?
રૂખડ જેવો ફકીર સાંજ સુધી મેળામાં બેઠો રહ્યો, બોલતો રહ્યો “થોડું થોડું” અને હસતો રહ્યો થોડું થોડું.
લેકિન……
વીંધા હોજા સિંધા
વીંધા હોજા સિંધા………
કહેવાય છે કે એ રૂખડ ફકીર નું નામ જાદુગર મહંમદ છેલ હતું.
તે મુળ નીગાળા ગામ ના હતા. આજે એમનો રૂહ જ્યાં પણ હશે ત્યાંથી બોલતો હશે મોદી સાહેબ સિંધુ નદીમાં આમ “થોડું થોડું” શું? લીધા કરો છો નાખો બે ભાઠા.. પાકિસ્તાન ને વીંધા હોજા સિંધા…… સીધાદોર થઇ જશે પાકિસ્તાન વાળા.
મહંમદ છેલ અંગે આવી ઘણી કિંવદંતીઓ છે.
✍ અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)
મહંમદ છેલ જેવો જાદુગર ભૂતકાળમાં કોઈ હતો નહીં અને ભવિષ્યમાં કોઈ થશે નહીં. આ મહાન જાદુગર માત્ર સજીવ માનવ, પશુ પક્ષી વગેરે ઉપર જ નહીં પરંતુ નિર્જીવ વસ્તુઓ ઉપર પણ તેનો જાદુ ચાલતો હતો.
ગાંડી ગેલ ગાત્રાળ માં નો સંપુર્ણ ઇતિહાસ ભાગ 1 થી વાંચો 👈
Pingback: Jitharo bhabho varta 2 | જીથરોભાભો વાર્તા કાનજી ભુટા બારોટ - AMARKATHAO