Skip to content

કમાડે ચીતર્યા મેં કવિતા ધો. 8, તુષાર શુક્લ | Kamade chitrya me

કમાડે ચીતર્યા મેં કવિતા std 8
3811 Views

કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ કવિતા તુષાર શુક્લ ધોરણ 8 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં મુકવામા આવી છે. કમાડે ચિતર્યા મે કવિતા સમજુતિ, Std 8 Gujarati Textbook Kamade chitrya me Labh ane shubh – Tushar shukl ni kavita

કમાડે ચીતર્યા મેં કવિતા લખેલી

💠 આ કાવ્યમા કવિએ આપણા લુપ્ત થઇ રહેલા પ્રતિકોનો ઉપયોગ કરીને એક ગૃહિણીની સંવેદના આકર્ષક રીતે રજુ કરી છે… ઉંબરાને મરજાદી એટલે કે મર્યાદાના પ્રતિક તરીકે દર્શાવ્યો છે…
‘ સંબંધાવુ તો છે મ્હેક-મ્હેક થાવુ ‘ પંક્તિ સાથે જ કાવ્ય ઉંચા શીખરો સર કરે છે….

શ્રી૧।
卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ
અને આલેખ્યા શ્રી સવા પાને
સુખ આવશે અમારે સરનામે
સુખ આવશે અમારે સરનામે

તાંબાના તરભાણે કંકુ લીધું
ને એમાં આચમની પાણીની ઢોળી
જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ
હળવે હળવેથી રહી ઘોળી
સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા
પછી કહેવાનું હોય શું ય ગામે?
સુખ આવશે અમારે સરનામે

અવસરના તોરણિયા લીલું હસે
ને કહે : હૈયામાં હેત ભરી આવો
લાખેણી લાગણીઓ લ્હેરાતી જાય
કહે : લૂંટી લ્યો વ્હાલ ભર્યો લ્હાવો
મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી ક
દોડી આવી છું હું જ સામે
સુખ આવશે અમારે સરનામે

નાનું શું આયખું, ને મોટેરી આશા
એમાં થઈ જાતી કેટલીય ભૂલ
ખીલવા ને ખરવાની વચ્ચે સુગંધ થઈ
જીવતાં જાણે છે આ ફૂલ
સંબંધાવું તો છે મ્હેક મ્હેક થાવું
એને મૂલવી શકાય નહીં આમે
સુખ આવશે અમારે સરનામે.

કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ
અને આલેખ્યા શ્રી સવા પાને
સુખ આવશે અમારે સરનામે
સુખ આવશે અમારે સરનામે

✍તુષાર શુક્લ

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

કમાડે ચીતર્યા મેં કવિતા સમજુતિ

“કમાડે ચીતર્યા મેં…’ એક સુંદર ગીત છે. આ ગીતમાં કવિએ “સુખ આવશે અમારે સરનામે’ આ શબ્દોમાં માનવના સુખની પ્રતીક્ષા વ્યક્ત કરી છે. આ પંક્તિનું પુનરાવર્તન જ માનવીની સુખની ઝંખનાને દઢ કરે છે. એ માટે કવિએ લાભ – શુભ, પલાળેલા કંકુવાળું તાંબાનું તરભાણું, સાથિયા, તોરણ વગેરે માંગલિક પ્રતીકોથી શોભતાં ગામડાંનાં ઘરોને તાદશ કર્યા છે.

સ્નેહનો સાથિયો આંખમાં અંજાયો હોય તો સુખ અમારે સરનામે જરૂર આવશે એવી ઘરની ગૃહિણીને આશા છે. કવિ અવસરનાં તોરણિયાંને સજીવરૂપે કલ્પીને તેને હસતું બતાવ્યું છે. એટલું જ નહિ, અવસરનાં તોરણિયાં કેટલા આત્મવિશ્વાસથી કહે છે કે હૈયામાં હેત ભરીને આવશો તો લહેરાતી લાખેણી લાગણીઓને મનભરીને લૂંટવાનો સરસ અવસર આવ્યો છે ! આ તો વહાલભર્યો લહાવો છે.

અવસરના તોરણિયાના આ શબ્દો ગૃહિણીને સ્પર્શી છે અને તે મર્યાદાનો ઉંબરો ઓળંગીને સુખને મળવા સામેથી દોડી જાય છે.

કવિ જીવનનું એક સત્ય તારવે છેનાની અમથી જિંદગીમાં મોટી મોટી આશા રાખીએ તો કેટલીય ભૂલ થઈ જાય, પણ જેમ ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ સુગંધિત જીવન ગાળે છે, એમ સંબંધોથી બંધાઈ ગયા પછી માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને મહેકતું કરવું છે, કેમ કે એવા જીવનનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.

કમાડે ચીતર્યા મે કવિતા વિડીયો ધો. 8

Kamade Chitrya me poem Lyrics

Kamade Chitarya me Labh ane shubh
ane Alekhya shree sava pane
sukh avshe amare sarname
sukh avshe amare sarname

Tamba na tarbhane kanku lidhu
ne ema achamani pani ni dholi
Jamana te hath tani aangliye het dai
halve halve thi rahi gholi
sneh tana sathiya jya aankhe anjaya
pachhi kahevanu hoy shu e gaame
sukh avshe amare sarname

Avsar na torniya lilu hase
ne kahe haiya ma het bhari aavo
Lakheni lagnio laherati jaay
kahe looti lyo vhalbharyo lhavo
Marjadi Umbara ne these vatavtik
dodi avi chhu hu j saame
sukh avshe amare sarname

Nanu shu aaykhu ne moteri aasha
ema thai jati ketlik bhul
Khilva ne khrva ni vachche sugandh thai
Jivata jane chhe aa fool
sambandhavu to chhe mahek mahek thavu
ene mulvi shakay nahi aame
sukh avshe amare sarname

Kamade Chitarya me Labh ane shubh
ane Alekhya shree sava pane
sukh avshe amare sarname
sukh avshe amare sarname

કમાડે ચીતર્યા મેં mp3, કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ સ્વાધ્યાય

આલાલીલા વાંસડિયા રે વઢાવું લોકગીત | Alalila vasadiya kavita

બા બેઠી તી રસોઇ કરવા કવિતા – Hu chhu khakhi Bavo

ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ – Sainik sainik Ramie

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો બાળગીત 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *