Skip to content

સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં દયાનંદ સરસ્વતીએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે શુ લખ્યુ છે ?

સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં દયાનંદ સરસ્વતીએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે શુ લખ્યુ છે ?
6693 Views

સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતી, સ્વામીનારાયણ મત કેવો છે ? અગિયારમો સમ્મુલાસ પેજ નં. 257 થી 261. Satyarth prakash book by swami Dayanand sarasvati, swaminarayan sampraday vishe satyarth prakash ma lekh, satyarth prakash book pdf downland.

સત્યાર્થ પ્રકાશ ગ્રંથ વિશે પરિચય

આર્ય સમાજ ના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી ની અમર કૃતિ.. આ ગ્રંથ માં આર્ય ધર્મ , વેદ,આર્ય સંસ્કૃતિ અંગે નું જ્ઞાન  તેમજ ધર્મના નામે ચાલતા કુરિવાજો નું ખંડન કરેલ છે. જિજ્ઞાસુ માટેનો અતિ ઉપયોગી ગ્રંથ જરૂર વાંચો….

સત્યાર્થ પ્રકાશ એ 1875 માં હિન્દીમાં લખાયેલ પુસ્તક છે, જે ધાર્મિક અને સામાજિક સુધારક દયાનંદ સરસ્વતી (સ્વામી દયાનંદ) દ્વારા મૂળરૂપે હિન્દીમાં લખાયેલું છે. આર્ય સમાજના સ્થાપક.

ત્યારબાદ 1882માં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા પુસ્તકમાં સુધારો કરવામાં આવ્યો હતો અને અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્વાહિલી, અરબી અને ચાઈનીઝ સહિત 20 થી વધુ ભાષાઓમાં સંસ્કૃત અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.

પુસ્તકનો મોટો ભાગ સ્વામી દયાનંદની સુધારાવાદી હિમાયતને રજૂ કરવા માટે સમર્પિત છે અને છેલ્લા ચાર પ્રકરણો વિવિધ ધાર્મિક આસ્થાઓના તુલનાત્મક અભ્યાસ છે.

સ્વામીનારાયણ મત કેવો છે ?

સત્યાર્થ પ્રકાશ ગ્રંથ એક પ્રશ્નોત્તરી રૂપે રજુ થયેલ છે. જેમા જીજ્ઞાસુના પ્રશ્નોના સ્વામી દયાનંદ સરસ્વતી જવાબ આપે છે. દયાનંદ સરસ્વતી એ સહજાનંદ સ્વામીના સમકાલીન રહ્યા છે. અને ત્યારે તેણે જે જોયુ, અનુભવ્યુ તેના વિશર લખ્યુ છે. હવે જોઇએ ઉપરોક્ત પ્રશ્નમાં તેઓએ શુ જવાબ આપેલ છે. સાથે સત્યાર્થ પ્રકાશ પુસ્તકની ગુજરાતી આવૃતિના ફોટા પણ મુકેલ છે.

satyarth prakash book
satyarth prakash book

ઉત્તર- એક “સહજાનંદ” (ઉર્ફે ઘનશ્યામ પાંડે) નામનો મનુષ્ય અયોધ્યા સમીપ એક ગ્રામ માં જનમ્યો હતો.*
*તે બ્રહ્મચારી બનીને ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ-ભુજ આદિ દેશોમાં ફરતો હતો. તેણે જોયું કે આ દેશ મૂર્ખ અને ભોળો ભલો છે. કોઈ પણ એમને પોતાના મતમાં ફસાવી શકે, તેમ એ લોકો ફસી શકે છે. ત્યાં તેણે બે-ચાર શિષ્યો બનાવ્યા.તેમણે આપસમાં સમ્મતિ કરી પ્રસિધ્ધ કર્યુ કે સહજાનન્દ નારાયણનો અવતાર અને મોટો સિધ્ધ છે.અને ભક્તો ને ચતુર્ભુજ મૂર્તિ ધારણ કરી સાક્ષાત દર્શન પણ દે છે.

સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતી
સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતી

એક વાર કાઠિયાવાડમાં એક કાઠી અર્થાત જેનું નામ “દાદા ખાચર” હતું, તે ગઢડાના જમીનદાર હતાં . તેને શિષ્યોએ કહ્યું કે તમે ચતુર્ભુજ નારાયણનાં દર્શન કરવા ચાહો તો અમે સહજાનન્દજીને પ્રાર્થના કરીએ. તેણે કહ્યું ઘણી સારી વાત છે. તે ભોળા આદમી હતાં . એક ઓરડીમાં સહજાનન્દે શિર પર મુકુટ ધારણ કર્યો અને શંખ, ચક્ર પોતાના હાથમાં ઉપરથી ધારણ કર્યા, અને બીજો એક આદમી તેની પાછળ ઊભો રહીને ગદા, પદ્મ પોતાનાં હાથમાં લઈને સહજાનન્દની બગલમાંથી હાથ બહાર કાઢીને ચતુર્ભુજ જેવા બની-ઠની ગયા. દાદા ખાચરને તેના ચેલાઓએ કહ્યું કે એક વાર આંખ ઊઘાડી જોઈને પછી તરત આંખ મીચી લેવી અને ઝટ અહીં ચાલ્યા આવવું.

સ્વામીનારાયણ સંપ્રદાય વિશે સત્યાર્થ પ્રકાશ ગ્રંથમા શુ લખ્યુ છે ?
સ્વામીનારાયણ સંપ્રદાય વિશે સત્યાર્થ પ્રકાશ ગ્રંથમા શુ લખ્યુ છે ?
satyarth prakash pdf downland
satyarth prakash pdf downland

જો વધારે વાર જોશો તો નારાયણ કોપ કરશે, અર્થાત ચેલાઓના મનમાં એમ હતું કે અમારા કપટની પરીક્ષા ન કરી લે. તેને લઈ ગયા. તે સહજાનન્દ જરીના અને ચળકતા રેશમી કપડા ધારણ કરી રહ્યો હતો. અંધારી કોટડીમાં ઊભો હતો. તેના ચેલાઓએ એકદમ ફાણસથી તે ઓરડીમાં એક તરફ અજવાળુ કર્યુ. દાદા ખાચરે જોયુ તો ચતુર્ભુજ મૂર્તિ જોવામાં આવી. પછી ઝટ દીપકને ઓથમાં કરી દીધો. તે સઘળા નીચે નમીને નમસ્કાર કરી બીજી તરફ ચાલ્યા આવ્યા. અને તે જ સમયે વચમાં વાત કરી કે તમારું ધન્ય ભાગ્ય છે. હવે તમે મહારાજના ચેલા થઈ જાવ.

સત્યાર્થ પ્રકાશ ગ્રંથ ગુજરાતી
સત્યાર્થ પ્રકાશ ગ્રંથ ગુજરાતી

તેણે કહ્યું ઘણી સારી વાત છે. જ્યાં લગી ફરીને અન્ય સ્થાનમાં ગયા ત્યાં લગીમાં તો સહજાનન્દને બીજા વસ્ત્ર ધારણ કરીને ત્યાં ગાદી પર જઈ બેઠેલા દીઠા. ત્યારે ચેલાઓ એ કહ્યું કે જુઓ હવે બીજુ સ્વરુપ ધારણ કરીને અહીં બીરાજમાન છે. તે દાદા ખાચર તેની જાળમાં ફસાઈ ગયા. ત્યારથી જ તેના મતની જડ જામી. કેમકે તે એક મોટો જમીનદાર હતો. ત્યાં જ પોતાની જડ જમાવી લીધી. પછી અહીં તહીં ફરતો રહ્યો. સર્વને ઉપદેશ કરતો હતો. ઘણાઓને સાધુ પણ બનાવતો હતો. કોઈક કોઈક વાર સાધુના કણ્ઠની નાડીને મસળીને તેને મૂર્છિત પણ કરી દેતો હતો અને સર્વને કહેતો હતો કે મેં એને સમાધી ચડાવી દીધી છે. એવી એવી ધૂર્તતામાં કાઠિયાવાડના ભોળા-ભલા લોકો એના પેચમાં ફસાઈ ગયા. જ્યારે તે મરી ગયો ત્યારે તેના ચેલાઓએ બહુજ પાખંડ ફેલાવ્યું.*

*✍🏻- સ્વામી દયાનંદ સરસ્વતી*
*✨’સત્યાર્થ પ્રકાશ’ (ઈ.સ.1874)l*✨

નોંધ – અહી જે પોસ્ટ મુકવામાં આવી છે તે લખાણ અને ફોટા મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા લખવામા આવેલ સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાથી લેવામાં આવ્યા છે.

👉 અદ્ભુત અદ્વિતીય કૈલાશમંદિર ઈલોરા વિશે વાંચો

👉 કૈલાસ પર્વત – એક રહસ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *