11366 Views
એક ભારતીય મહાન યોદ્ધા અને મરાઠા વંશના અંશ એવા છત્રપતિ શિવાજી મહારાજના સંપૂર્ણ જીવન વિશે જાણીએ. history of shivaji maharaj, Chhatrapati Shivaji Maharaj (શિવાજી), શિવાજીનો ઇતિહાસ , શિવાજી વિશે નિબંધ.
છત્રપતિ શિવાજી મહારાજ
શિવાજી ભોંસલે, જેમને છત્રપતિ શિવાજી તરીકે ઓળખવાંમાં આવે છે. એક ભારતીય યોદ્ધા અને મરાઠા વંશના અંશ હતા. શિવાજીએ આદિલશાહી સલ્તનતની સર્વોપરિતાને સ્વીકારી નહોતી. અને તેમની સાથે ઘણી લડાઈઓ કરી હતી. શિવાજીએ ગેરીલા પદ્ધતિનો આવિષ્કાર કરીને એમની સાથે ઘણી લડાઇઓ જીતી હતી. શિવાજીને આદ્ય રાષ્ટ્રવાદી અને હિન્દુઓનો મહાનાયક માનવામાં આવે છે. ૧૬૭૪માં એમનો રાજયાભિષેક કરવામાં કરવામાં આવ્યો હતો
અને તેમને છત્રપતિનું બિરુદ મળ્યું હતું.
શિવાજીનો જન્મ
શિવાજીનો જન્મ પુના જિલ્લાના જુનર શહેરમાં શિવનેરી કિલ્લામાં ૧૬૨૭ માં થયો હતો. તેમના જન્મદિવસ પર એક વિવાદ છે પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેમનો જન્મદિવસ ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ ના રોજ સ્વીકાર્યો છે. તેમની માતાએ શિવાજીને ભગવાન શિવના નામ પર એમનું નામ શિવાજી રાખ્યું. શિવાજીના પિતા શાહજી ભોંસલે મરાઠી સેનાપતિ હતા જેમણે ડેક્કન સલ્તનત માટે કામ કર્યું હતું. શિવાજી મહારાજની માતા જીજાબાઈ સિંધખેડના લખુજીરાવ જાધવની પુત્રી હતી.
શિવાજીના જન્મ સમયે, ડેક્કનની સત્તા ત્રણ ઈસ્લામિક સલ્તનત બીજપુર, અહમદનગર અને ગોલકોન્ડામાં હતી. શાહજી વારંવાર નિઝામશાહી, આદિલશાહ અને મુગલ વચ્ચે તેમની વફાદારી બદલતાં રહેતા હતાં. પરંતુ તેમણે પોતાની જાગીર હંમેશા પુણેમાં જ રાખી અને એમની સાથે એમની નાનકડી સેના પણ હતી !!!!
શિવાજી પોતાની માં જીજાબાઈ પ્રત્યે બેહદ સમર્પિત હતાં. ધાર્મિક વાતાવરણે શિવાજી પર ઊંડી અસર પાડી હતી, જેના કારણે મહાન હિન્દૂ ગ્રંથો રામાયણ અને મહાભારતની વાતો તેમણે તેમની માતા પાસેથી સાંભળી હતી. આ બે ગ્રંથોના કારણે, તેમણે જીવનપર્યંત હિન્દુ મૂલ્યોનો બચાવ કરતાં રહ્યાં !!! આ સમય દરમિયાન શાહજીએ તેની બીજી પત્ની તુકાબાઈ સાથે લગ્ન કર્યા હતા.
લશ્કરી કાર્યવાહી માટે શાહજી કર્ણાટકમાં આદિલશાહનાં સૈન્ય તરફ અભિયાન ચલાવવાં ગયાં. તેઓએ શિવાજી અને જીજાબાઈ ને છોડીને એમનાં સંરક્ષક તરીકે દાદોજી કોણદેવને બનાવી દીધાં. દાદોજીએ શિવજીને બુનિયાદી લડાઈ પદ્ધતિઓ જેવીકે ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવાડી !!!!
બાળપણથી શિવાજી ઉત્સાહી યોદ્ધા હતા, પરંતુ તેના કારણે તેને માત્ર ઔપચારિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેણે કારણે તેઓ લખી વાંચી શક્યા નહોતા,
પરંતુ તેમણે સાંભળેલી વાતો હજુ પણ તેમને યાદ છે. ટૂંકમાં તેમની યાદશક્તિ તેજ હતી !!!!
શિવાજીએ માવલ ક્ષેત્રમાંથી પોતાનાં વિશ્વાસુ સાથીઓ અને સેનાને એકત્રિત કરી. શિવાજી માવલ સાથીઓ સાથે પોતાને મજબૂત કરવાં અને પોતાની માતૃભૂમિના જ્ઞાન માટે સહ્યાદ્રિ પર્વતમાળામાં અને જંગલોમાં ભટકતાં – ફરતાં રહ્યાં જેથી કરીને સૈન્ય પ્રયાસો માટે તે તૈયાર રહી શકે !!!!!
શિવાજીને ૧૨ વર્ષની ઉંમરે બેંગ્લોરમાં લઇ જવામાં આવ્યાં. જ્યાં તેમના જયેષ્ઠ ભાઇ સામ્ભાજી અને તેમના સાવકા ભાઇ એકોજી પહેલેથીજ ઔપચારિક તાલીમ પામ્યા હતા. ૧૬૪૦માં માં શિવાજી મહારાજ નિમ્બાલ્કર પરિવારના સહબાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. ૧૬૪૫ માં, કિશોર શિવાજીએ સૌ પ્રથમ વખત હિન્દૂ સ્વરાજની અવધારણા દાદાજી નરસ પ્રભુ સમક્ષ પ્રગટ કરી !!!
શિવાજીનો આદિલશાહી સલ્તનત સાથે સંઘર્ષ
૧૬૪૫ માં, ૧૫ વર્ષની ઉંમરે, શિવાજીએ આદિલશાહ લશ્કર પર હુમલો કર્યો અને તે પણ આક્રમણની કોઈપણ સુચના આપ્યાં વગર અને તોરણા કિલ્લા પર પોતાની વિજયપતાકા લહેરાવી હતી !!! ફિરંગોજી નરસાએ શિવાજીની સ્વામીભક્તિ સ્વીકારી લીધી અને શિવાજીએ કોન્ડાના કિલ્લાને પણ કબજે કર્યો.
કેટલાક તથ્યો અમને કહે છે કે શાહજીને આ શરત પર ૧૬૪૯ માં છૂટા કરવામાં આવ્યા હતા કે શિવાજી અને સંભાજી કિલ્લો છોડીને જતાં રહે… પરંતુ કેટલીક હકીકતો શાહજીને ૧૬૫૩ થી ૧૬૫૫ સુધીનો કારાવાસ બતાવે છે. શાહજીની રિહાઈ બાદ તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી. અને શિકાર દરમિયાન, તે ૧૬૪૫ ની આસપાસ મૃત્યુ પામ્યો. પિતાના મૃત્યુ પછી, શિવાજીએ હુમલો કર્યો અને ફરીથી ૧૬૫૬ માં, પડોશી મરાઠા વડા પાસેથી જાવલીનું સામ્રાજ્ય કબજે કરી લીધું !!!!
શિવાજી અને અફઝલખાન
૧૬૫૯માં આદિલશાહે એક અનુભવી અને બાહોશ અને દિગ્ગજ સેનાપતિ અફઝલખાનને શિવજીને તબાહ કરવાં મોકલ્યો. જેથી તે પ્રાદેશિક બળવો ઘટાડી શકે… ૧૦ નવેમ્બર, ૧૬૫૯ના રોજ, તેઓ પ્રતાપગઢના કિલ્લાની તળેટીમાં એક કુટીરમાં એ બંને મળ્યા હતા. આવા હુકમનામું તૈયાર કરવામાં આવ્યું હતું કે બન્ને ફક્ત એક જ તલવાર સાથે રૂબરૂ મળશે. શિવાજીને સંદેહ થયો કે અફઝલ ખાન તેમની પર હુમલો કરવા માટે એક અલગ વ્યૂહરચના સાથે આવશે. તેથી, શિવાજી તેના કપડા હેઠળ નીચે કવચ, જમણી ભુજા પર છુપાવેલો વાઘનખ આને ડાબા હાથમાં એક કટાર લઈને એ કુટિરમાં પ્રવેશ્ય હતાં !!!!
તથ્યો અનુસાર બંનેમાંથી કોઈ એકે પહેલો વાર કર્યો. અફઝલ ખાનને મરાઠા ઇતિહાસમાં વિશ્વાસઘાતી તરીકે વર્ણવવામાં આવ્યો છે, જ્યારે શિવાજીને પારસીના ઇતિહાસમાં બેવફા તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ લડાઈમાં, અફઝલ ખાનની કટાર શિવજીના કવચમાં ભરાઈ ગઈ….. અને શિવાજીએ પોતાનાં ઘાતક હથિયાર વાઘનખ દ્વારા એવો તે ઘાતક હુમલો કર્યો કે અફ્ઝલખાન ત્યાને ત્યાં મારી ગયો. કહો કે શિવજીએ એને ફાડી નાંખ્યો……
આ પછી શિવાજીએ પોતાના છુપાવેલાં સૈનિકોને બીજાપુર પર જવાના સંકેત આપ્યાં અને આદેશ પણ આપી દીધો !!!!
પ્રતાપગઢનું યુદ્ધ ૧૦ નવેમ્બર, ૧૬૫૯ ના રોજ લડાયું હતું. જેમાં શિવાજીની સેનાએ બીજપુરના સલ્તનતની સેનાને હરાવી દીધી હતી …….
ચુસ્ત મરાઠા પાયદળ અને ઘોડેસવારએ બીજપુર પર હુમલો કરવો શરૂ કર્યો અને બીજપુરના ઘોડેસવાર તૈયાર થાય એ પહેલાં જ આક્રમણ કરી દીધું ………
મરાઠા સૈન્યે બીજોપુર લશ્કરને પાછું ધકેલ્યું !!!! બીજપુર સૈન્યના ૩૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને અફઝલ ખાનના બે પુત્રોનેબંદી બનાવી લેવામાં આવ્યા હતા. આ બહાદુરીથી શિવાજી મરાઠા લોકગીતમાં હીરો અને મહાન નાયક બની ગયાં !!!!
મોટી સંખ્યામાં જપ્ત કરાયેલા શસ્ત્રો, ઘોડા અને અન્ય લશ્કરી સાધનો સાથે મરાઠા સૈન્ય મજબૂત બન્યું. મુગલ સમ્રાટ ઔરંગઝેબે શિવાજીને મુગલ સામ્રાજ્ય માટે મોટો ખતરો માની લીધો !!! પ્રતાપગઢમાં થયેલા નુકશાનની ભરપાઇ કરવા અને નવોદય મરાઠા શક્તિને હરાવવા આ વખતે બીજપુરના નવા સરસેનાપતિ રુસ્તમઝમનના નેતૃત્વ હેઠળ શિવાજી સામે ૧૦,૦૦૦ સૈનિકો મોકલ્યા. મરાઠા સૈન્યના ૫૦૦૦ સવારના સૈનિકોની મદદથી, શિવાજીએ ૨૮ ડિસેમ્બર ૧૬૫૯ ના રોજ કોલ્હાપુર નજીક હુમલો કરી દીધો ……
આક્રમણને તેજ કરી દઈને શિવાજી એ દુશ્મન સેના પર બરાબર મધ્યમાં જ પ્રહાર કર્યો અને બે ઘીડેસવાર સેનાએ બંને બાજુએથી હુમલો કરી દીધો !!!!! કંઈ કેટલાંય કલાકો આ યુદ્ધ ચાલ્યું પરંતુ અંતમાં બીજાપુરની સેના વિના કોઈ નુકશાન સહન કર્યાં વગર પરાસ્ત થઇ ગઈ ……
સેનાપતિ રુસ્તમઝમન રણભૂમિ છોડીને જતો રહ્યો !!! આદિલશાહી સેનાએ આ વખતે ૨૦૦૦ ઘોડા અને ૧૨ હાથી ગુમાવ્યા !!!
૧૬૬૦માં, અદિલશાહે તેના નવા સેનાપતિ સિદ્દી જોહર સાથે, મુગલો સાથે ગઠબંધન કરીને હુમલા માટે તૈયારી કરી તે સમયે શિવાજીની સેના પનહાલામાં [હાલના કોલ્હાપુર] માં તેમની છાવણીમાં હતી. સિદ્દી જોહરના સૈન્યએ શિવાજીના સૈન્યને ઘેરો ઘાલ્યો હતો અને કિલ્લાથી પુરવઠાનો રસ્તો બંધ કરી દીધો હતો. પનહાલામાં બોમ્બવર્ષા દરમિયાન, સિદ્દી જોહરે બ્રિટિશરો પાસેથી યુદ્ધની સંભવિતતા વધારવા માટે ગ્રેનેડ્સ ખરીદ્યા હતા. કેટલાક બોમ્બ વિસ્ફોટ કરવા માટે કેટલાક બ્રિટિશ તોપચીઓ પણ નિમણૂક કરવામાં આવ્યાં હતાં. આ કથિત વિશ્વાસઘાતને કારણે શિવાજીને ગુસ્સો આવ્યો હતો. કારણ કે તેમણે રાજાપુરમાં અંગ્રેજી કારખાનામાંથી હાથગોળા લુંટયા હતાં ……..
ઘેરાબંધી પછી, વિવિધ લેખોમાં જુદી જુદી વાતો બતાવાઈ છે. જેમાંથી શિવાજી એક લેખમાં બચીને ભાગી જાય છે …….. આ પછી આદિલશાહ પોતે જાતે કિલ્લા પર હુમલો કરવા આવે છે અને ચાર મહિનાના ઘેર પછી કિલ્લા પર કબ્જ્જો લઇ લે છે !!!! અન્ય લખાણોમાં ઘેરાબંધી કર્યા પછી, શિવાજી સિદ્દી જૌહર સાથે વાત કરે છે અને વિશાલગઢના કિલ્લાને તેમને સોંપી દે છે !!!! શિવાજીના સમર્પણ અથવા ભાગી નીકળવા પર પણ એક વિવાદ છે …….
લખાણો અનુસાર, શિવાજી રાત્રે અંધારામાં પન્હાલામાંથી નીકળી જાય છે અને દુશ્મન સૈન્ય તેમનો પીછો કરે છે.
મરાઠાના સરદાર બંદલ દેશમુખના બાજી પ્રભુ દેશપાંડે પોતાનાં ૩૦૦ સૈનિકો સાથે સ્વેચ્છાએ દુશ્મન લશ્કર રોકવા માટે લડે છે …….. અને કેટલાક સૈનિકો શિવાજીને વિશાલગઢના કિલ્લા સુધી પહોંચાડી દે છે. પવન ખિંન્ડના યુધ્ધમાં નાનાકડી મરાઠા સેના વિશાળ દુશ્મન સેનામેં રોકી રાખીને શિવાજીને બચીને નીકળવા માટે સમય આપે છે !!!!
બાજી પ્રભુ દેશપાંડે આ યુદ્ધમાં ઘાયલ થવાં છતાં પણ એ ત્યાં સુધી લડતાં રહ્યાં જ્યાં સુધી વિશલગઢ થી એમની તોપોનો અવાજ ના સંભળાય !!!! તોપનો અવાજ એ વાતનો સંકેત હતો કે શિવાજી સુરક્ષિત કિલ્લા સુધી પહોંચી ગયાં છે !!!!
૧૬૫૭ સુધીમાં, શિવાજીએ મુગલ સામ્રાજ્ય સાથે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપ્યાં. શિવાજીએ ઔરંગઝેબને બીજપુર કબજે કરવા માટે મદદ કરવાની દરખાસ્ત કરી હતી અને બદલામાં, તેણે બીજાપુરી કિલ્લાઓ અને ગામોને એનાં અધિકારમાં આપવાની વાત કરી !!!!
મુગલો સાથે શિવાજીનો સંઘર્ષ ૧૬૫૭ માં શરૂ થયો હતો. જ્યારે શિવાજીના બે અધિકારીઓએ અહમદનગર નજીક મુગલ વિસ્તારમાં હુમલો કર્યો. આ પછી, શિવાજીએ જુનાર પર હુમલો કર્યો અને ૩ લાખ સિક્કા અને ૨૦૦ ઘોડા લઈને ભાગી ગયા. ઔરંગઝેબે જવાબી હુમલામાં નસીરી ખાનને આક્રમણ કરવાં માટે મોકલ્યો એવું કહેવાય છે કે અહમદનગરમાં શિવાજીની સેનાને હરાવી હતી …….. આ વાત મુસ્લિમ ઈતિહાસકારોએ ચગાવેલી છે જ્યારે શિવાજી કયારેય હાર્યા જ નહતાં. ઇતિહાસમાં શિવાજી અપરાજિત રાજા તરીકે જ જગમશહૂર છે !!! પરંતુ, શિવાજી વિરુદ્ધ ઔરંગઝેબની લડાઇ વરસાદી ઋતુને કારણે અને શાહજહાંની નાદુરસ્ત તબિયતને કારણે બાધિત થઇ ગયું !!!! આ વાત પણ મુસ્લિમોએ ચલાવેલી જ છે !!!!
બીજપુરની બડી બેગમની વિનંતીને આધારે, ઔરંગઝેબે તેના મામા શાઈસ્તા ખાનને ૧૫૦,૦૦૦ સૈનિકો સાથે મોકલ્યા. આ સૈન્યએ પુણે અને ચાકનના કિલ્લાને કબજે કરીને એક મહિના સુધી હુમલો કર્યો અને ઘેરો ઘાલ્યો. શાઈસ્તા ખાન તેના વિશાળ સૈન્યનો ઉપયોગ કરીને મરાઠા પ્રદેશો અને શિવાજીના નિવાસસ્થાન લાલ મહલ ઉપર હુમલો કર્યો. શિવજીએ શાઈસ્તા ખાન પર અનપેક્ષિત હુમલો કર્યો. જેમાં શિવાજી અને તેના ૨૦૦ સાથીઓએ પુણેમાં લગ્નની આડમાં ઘુસણખોરી કરી હતી. મહેલના પહેરદારોને હરાવીને દુબળ પર ચઢી જઈને શાઈસ્તા ખાનના નિવાસ સ્થાન સુધી પહોંચી ગયાં હતાં અને ત્યાં જે કોઈ મળ્યા એમને મારી નાંખ્યા !!!!
શાઈસ્તા ખાન અને શિવાજીના ઝઘડામાં, તેમણે અંગૂઠો ગુમાવ્યો અને ત્યાંથી બચીને ભાગી નીકળ્યો. આ ઘૂસણખોરીમાં, તેમના પુત્રો અને પરિવારના અન્ય સભ્યો માર્યા ગયા હતા. શાઈસ્તા ખાન પૂણેની બહાર મુગલ લશ્કરમાં આશરો લીધો અને ઔરંગઝેબે તેને શરમની સજા રૂપે એને બંગાળમાં મોકલી દીધાં !!!!
શાઈસ્તા ખાને એક ઉઝ્બેક સેનાપતિ કરતલબ ખાનને હુમલો કરવા મોકલ્યો. તે ૩૦૦૦૦ મુગલ સૈનિકો સાથે પૂણે જવા રવાના થયો અને પ્રદેશની પાછળથી અણધારી રીતે મરાઠાઓ પર હુમલો કરવાની યોજના બનાવી. ઉમ્મેરખિન્ડના યુધ્ધમાં શિવાજી ની સેનાએ પાયદળ અને ઘોડેસવાર સેના સાથે ઉમ્મેરખિન્ડના ગાઢ જંગલોમાં ઘાતક હુમલો કર્યો. શાઈસ્તા ખાનના અક્ર્મણોના પ્રતિશોધ લેવાં અને સમાપ્ત રાજકોષને ભરવાં માટે ૧૬૬૪માં શિવાજીએ મુગલોના વ્યાપાર કેન્દ્ર સુરતને લુંટી લીધું !!!!
ઔરંગઝેબ ગુસ્સામાં આવ્યો હતો અને ૧૫૦,૦૦૦ સૈનિકો સાથે મિર્ઝા રાજા જયસિંહને મોકલ્યા હતા. જય સિંહના સૈન્યએ અનેક મરાઠા કિલ્લાઓ પર કબજો કર્યો અને શિવાજીને વધુ કિલો ગુમાવવાને બદલે, ઔરંગઝેબે શરતો પાળવાની ફરજ પાડી. જયસિંહ અને શિવાજી વચ્ચે પુરંદરની સંધિ થઈ, જેમાં શિવાજીએ ૨૩ કિલ્લા આપ્યા અને મુગલોને જુર્માના પેટે ચાર લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો. તેઓ ઔરંગઝેબના દરબારમાં મુઘલ સરદાર તરીકે તેમના પુત્ર સંભાજીની સેવા આપવા માટે સંમત થયા હતા. શિવાજીના એક સેનાપતિ નેતાજી પલકર ધર્મ પરિવર્તન કરીને મુગલોમાં જોડાયા !!!! અને તેમને બહાદુરીને પુરસ્કારો પણ આપવામાં આવ્યાં હતાં મુગલોની સેવા કર્યાંના દસ વર્ષ પછી, તે ફરીથી શિવાજી પાસે પાછો ફર્યો અને શિવાજીના આદેશ પર ફરીથી હિન્દુ ધર્મ સ્વીકાર્યો.
૧૬૬૬ માં ઔરંગઝેબે શિવાજીને નવ વર્ષના પુત્ર, સંભાજી સાથે આગ્રામાં બોલાવ્યા. ઔરંગઝેબે શિંદજીને કંદહાર મોકલવાની યોજના કરી હતી. જેથી તેઓ મુગલ સામ્રાજ્યને પશ્ચિમોત્તર સીમાંત સંઘ્તીત કરી શકે. ૧૨ મી મે, ૧૬૬૬ ના રોજ, ઔરંગઝેબે શિવાજીને દરબારમાં પોતાનાં મનસબદારોની પાછળ ઉભા રહેવાનું કહ્યું. શિવાજીએ આને પોતાનું અપમાન સમજ્યું અને ક્રોધમાં ભરી સભામાં હુમલો કરી દીધો. શિવાજીની તાત્કાલિક આગરાના કોટવાલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
શિવાજીને આગ્રામાં બંદી બનાવવા અને ત્યાંથી તેમનું ભાગી નીકળવું
શિવાજીએ વારંવાર બીમારી માટે બહાનું કાઢ્યું અને ઔરંગઝેબને ધોખો આપીને ડેક્કન જવા માટે વિનંતી કરી. જો કે, તેમના આગ્રહ કરવાથી તેમનાં સ્વાસ્થ્ય માટે દુઆ કરનાર આગરાના સંતો, ફકીરો અને મંદિરોમાં દરરોજ મીઠાઈઓ અને ભેટોને મોકલવાની મંજૂરી આપો. થોડા દિવસ સુધી આ સિલસિલો એમને એમ ચાલ્યો. ત્યાર બાદ —– શિવાજીએ સંભાજીને એક મીઠાઈની ટોપલીમાં બેસાડીને અને પોતે એ મીઠાઈઓની ટોપલી ઉઠાવનાર મજુર બનીને ત્યાંથી ભાગી ગયાં !!!! એનાં પછી શિવાજી અને એનો પુત્ર સાધુના વેશમાં ત્યાંથી નીકળીને ભાગી ગયાં !!!! ભાગી નીકળ્યાં પછી શિવાજીએ પોતાની જાતને અને સંભાજીને મુગલોથી બચાવવાં માટે મૃત્યુની જુઠી અફવા ફેલાવી !!!! ત્યાર પછી સંભાજીને વિશ્વસનીય લોકો દ્વારા આગરાથી મથુરા લાવવામાં આવ્યાં !!!!
શિવાજીના બચી નીકળ્યા પછી, શત્રુતા નબળી પડી ગઈ અને ૧૬૭૦ ના અંત સુધીમાં સંધિની શરતોનો અંત આવ્યો. એના પછી શિવાજીએ મુગલો વિરુદ્ધ એક મોટું આક્રમણ કર્યું ….. અને ચાર મહિનામાં તેઓએ ફરીથી મુગલો દ્વારા છીનવાયેલા પ્રદેશો કબજો મેળવી લીધો. આ સમય દરમિયાન, તાનાજી માલુસરે સિંહગઢનો કિલ્લો જીતી લીધો હતો !!!! શિવાજી બીજી વખત હતો જ્યારે તેઓ સુરતને લૂંટીને જઈ રહ્યાં હતાં. તો દૌડ ખાનના નેતૃત્વમાં મુગલોએ શિવાજીને રોક્વાની કોશિશ કરી, પરંતુ એમને શિવાજીએ યુધ્ધમાં પરાસ્ત કરી દીધાં. ઓક્ટોબર ૧૬૭૦માં શિવાજીએ અંગ્રેજોને પરેશાન કરવાં પોતાની સેના મુંબઈ મોકલી ……. અંગ્રેજોએ યુદ્ધ સામગ્રી વેચવાનો ઇન્કાર કરી દીધો. તો શિવાજીની સેના એ મુંબઈ (બોમ્બે) ની લકડ હારોના દલને અવરુધ્ધ કરી દીધું !!!.
નેસરીનો જંગ અને શિવાજી મહારાજનો રાજ્યાભિષેક
૧૬૭૪ માં, મરાઠા સૈન્યના સેનાપતિ પ્રતાપરાવ ગુજ્જર, આદિલશાહી સેનાપતિ બહાલોલ ખાનની સૈન્ય પર હુમલો કરવા બોલાવ્યો. પ્રતાપરાવની સેના પરાજિત થઇ ગઈ અને પ્રતાપરાવને બંદી બનાવી દેવામાં આવ્યો. આમ છતાં, શિવાજીએ બહાલોલ ખાનને પ્રતાપરાવને છોડવાની ધમકી આપી હતી નહીં તો તે હુમલો કરશે. શિવાજીએ પ્રતાપરાવને પત્ર લખ્યો અને બાહોલોલ ખાનની આજ્ઞા પાળવાનો ઇનકાર કર્યો. આગામી થોડા દિવસોમાં શિવાજીને ખબર પડી કે બહલોલ ખાનની ૧૫,૦૦૦ લોકોની સેના કોલ્હાપુર નજીક નેસીમાં રહી હતી. પ્રતાપરાવ અને તેના છ સરદારોએ આત્મઘાતી હુમલો કર્યો જેથી શિવાજીની સૈન્ય સમય મેળવી શકે. મરાઠાઓએ પ્રતાપરાવના મૃત્યુનો બદલો લેવાં માટે બાહોલોલ ખાનને હરાવ્યા, અને લઈને તેમની પાસેથી તેમની જાગીર છીનવી લીધી !!!!
શિવાજી પ્રતાપરાવના મૃત્યુથી ખૂબ દુખી હતા અને તેમણે પ્રતાપરાવની પુત્રીને તેના બીજા પુત્ર સાથે લગ્ન કરાવ્યાં !!!!
શિવાજીએ હવે તેમની લશ્કરી ઝુંબેશોથી પૂરતી જમીન અને નાણાં એકઠાં કરી લીધાં પરંતુ તેમને હજુ સુધી કોઈ ઔપચારિક ખિતાબ મળ્યો નહોતો .
એક રાજાનો ખિતાબ જ એમની આગળ આવનારી કે મળનારી ચુનૌતીને રોકી શકતી હતી !!! શિવાજીને રાયગઢમાં મરાઠાના રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું. પંડિતોએ સાત નદીઓના પવિત્ર પાણીથી શિવાજીનો રાજ્યાભિષેક કર્યો …….. અભિષેક પછી, શિવાજીએ માતા જીજાબાઇના આશીર્વાદ લીધાં. આ સમારોહમાં આશરે રાયગઢના ૫૦૦૦ લોકો ભેગાં થયાં હતાં. શિવાજીને છત્રપતિનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. રાજ્યાભિષેકના થોડાં દિવસ પછી જીજાબાઈનું મૃત્યુ થયું. આને અપશુકન માનીને શિવાજીનો બીજી વાર રાજ્યાભિષેક કરવામાં આવ્યો !!!!
દક્ષિણી ભારતમાં વિજય અને શિવાજીના અંતિમ દિવસો
૧૬૭૪ ની શરૂઆતમાં, મરાઠાઓએ આક્રમક ઝુંબેશ શરૂ કરી અને ખાનદેશ પર હુમલો કર્યો. બીજાપુરી પોંડા , કારવાર અને કોલ્હાપુર પર કબજો કરી લીધો …….
આ પછી, શિવાજીએ દક્ષિણ ભારત તરફ વિશાળ સૈન્ય મોકલ્યું અને આદિલશાહી કિલ્લો જીતી લીધો ……. શિવાજી પોતાનાં સાવકા ભાઈ વેંકોજીથી સામંજસ્ય કરવું પડયુ છતાં પણ તેમાં નિષ્ફળ ગયાં હતા તેથી, રાયગઢથી પાછાં ફરતી વખતે તેમને હરાવ્યા હતા અને મૈસૂરમાં મોટા ભાગનો કબજો મેળવ્યો હતો. !!!!
૧૬૮૦માં, શિવાજી બીમાર પડી ગયાં અને ૫૨ વર્ષની વયે આ દુનિયા છોડીને જતાં રહ્યાં. શિવાજીના મૃત્યુ પછી તેમની પત્ની સોયારાબેઇએ તેમના પુત્ર રાજારામને સિંહાસન પર બેસાડવાની યોજના બનાવી. તેના બદલે સંભાજી મહારાજની જગ્યાએ, દસ વર્ષના રાજારામને સિંહાસન પર બેસાડવામાં આવ્યો.
જો કે, બાદમાં સંભાજીએ એમનાં સેનાપતિને મારીને રાયગઢ કિલ્લામાં પર પોતાનો અધિકાર જમાવી દીધો !!!! અને પોતેજ સિંહાસન પર બેસી ગયા !!!! સંભાજી મહારાજે રાજારામ અને એમની પત્ની જાનકીબાઈ ને આજીવન કારાવાસની સજા કરી અને માં સોયરાબાઈને સાઝીશ કરવાનાં આરોપસર ફાંસી પર લટકાવી દીધી !!!!
મહારાજાએ તેમની પત્ની જાનકી બાઇને જેલમાં મોકલી દીધી અને માતા સોયરાબાઈને કાવતરા માટે ફાંસી આપવામાં આવી. આ પછી સંભાજી મહારાજ એક બહાદુર યોદ્ધાની જેમ ઘણાં વર્ષો સુધી મરાઠાઓ માટે લડયા. શિવાજીના મૃત્યુ પછી, મરાઠાઓએ મુગલો સામે ૨૭ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને છેવટે મુગલોને હરાવ્યા. આ પછી બ્રિટિશરોએ મરાઠા સામ્રાજ્યનો અંત કર્યો હતો.
સતત સંઘર્ષ, સફળતાની ચાવી, કુશાગ્ર બુદ્ધિશાળી, પ્રખર હિન્દુત્વવાદી યુદ્ધ જીતવા માટે જ લડાય છે અને એ માટે કઈપણ કરી છૂટનાર રાજપૂતનાં એક ફાંટાના વીર યોદ્ધા એટલે
—— છત્રપતિ શિવાજી મહારાજ ——–
આ રાજા પર માત્ર રાજ્પુતો કે મરાઠાઓએ જ નહીં પણ સમગ્ર ભારતે ગૌરવ લેવું જોઈએ અને એ એમણે કર્યું જ છે.
કેટલીક વિગતોનો આમાં ઉલ્લેખ નથી એ હું આપણે ફરી કોઈવાર જણાવીશ. બાકી અત્યારે તો શત શત નમન શિવાજી મહારાજને !!!!
💥આપણી સંસ્કૃતિ💥 ગ્રુપ દ્વારા પ્રસ્તુત…
આ પણ વાંચો 👉 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
દાનવીર ભામાશા અને મહારાણા પ્રતાપ
શિવાજીનું હાલરડુ, શિવાજીના ઘોડાનું નામ, છત્રપતિ શિવાજીની વાર્તા pdf, છત્રપતિ શિવાજી નું યુદ્ધ , શિવાજીનો કિલ્લો, શિવાજી મહારાજે સુરત કેમ લુટ્યુ ? , શિવાજી વિશે નિબંધ, શિવાજીના ફોટા.