Skip to content

જાણો કઈ રીતે દાનવીર ભામાશા એ મહારાણા પ્રતાપ ને મદદ કરી

જાણો કઈ રીતે દાનવીર ભામાશા એ મહારાણા પ્રતાપ ને મદદ કરી
6448 Views

વીર ભામાશા, દાનવીર ભામાશા, મહારાણા પ્રતાપ અને ભામાશા, દાનવીર કર્ણ, મહારાણા પ્રતાપ અને ભામાશાનો પ્રસંગ, ભામાશાહ જન્મજયંતિ Vir Bhamashah in gujarati, भामाशाह

દાનવીર ભામાશા

મેવાડના રાણા પ્રતાપસિંહ સાચા ક્ષત્રિય હતા. ક્ષત્રિયવરનો એ કલશ હતા. રાજપૂતાઇનું એ હીરને નૂર હતા. ટેકને ખાતર , પોતાની માતૃભૂમિની ભક્તિને ખાતર એણે ઘણાં કષ્ટો સહન કર્યા. શૂરા બાવીસ હજાર સૈનિકોને લઇને એ હલદીઘાટના યુદ્ધમાં લડ્યા.

એમાં ચૌદ હજાર સૈનિકો માતૃભૂમિને માટે ખપી ગયા. રહ્યા માત્ર આઠ હજાર સૈનિકો, પણ તેમનું પોષણ કેવી રીતે કરવું એ જ એક મહાન પ્રશ્ન હતો.

કારભારી ભામાશાહ પણ છૂટો પડી ગયો હતો.
વીર પ્રતાપની દશા કફોડી થઇ ગઇ. એક ટંકના ખાવાનાં સાંસા પડવા લાગ્યા. જંગલે જંગલે એ વીરનરને ભટકવું પડ્યું. ખિન્ન હૃદયે પ્રતાપ વિચારે છે…
——————————-
પ્રજા માહ્યરીનું દુઃખ મુજથી ,
જતું નથી દેખ્યું આ આંખ ;
માતૃભૂમિ મેવાડ રડે છે .
તૂટી ગઈ સઉ મારી પાંખ … ( ૧ )
ક્ષત્રિયવટ મારી કયમ રહેશે ?
પ્રતિજ્ઞા મુજ રહેશે કેમ ?
સૈનિકના પોષણ અર્થે ,
નથી હાથમાં કોડી એક ? … ( ૨ )
———————————
“ચાલ જીવ, મનના મનોરથ હવે મનમાં જ રહી જવાના. સિંધ તરફ જાઉ ને દેહના દંડ ત્યાં પૂરા થાય તો પૂરા ભોગવી લેજે.” અમરકથાઓ
છેવટે પ્રતાપ સિંઘ તરફ જાય છે.

દેશભક્ત ને રાજ્યભક્ત ભામાશાને ખબર પડે છે કે વખાનો માર્યો મારો રાણો પ્રતાપ મેવાડને તજીને બીજે સ્થળે ચાલ્યો જાય છે. એનો ભક્તિભાવ સતેજ થયો . એનાથી એ શે સહન થાય?

ભામાશા વિચારે છે –

હાં … રે રાણો દેશ તજીને જાય,
ઊગ્યાં દુઃખ ઝાડવાં રે.
કારભારી હું ને ધિક્કાર,
નાવ્યો હું કંઈ કામમાં રે .. ( ૧ )
ધિક્ક ધન અને મુજ ધામ,
જીવતર ધિક્ક માહ્યરું રે,
રાણો દુઃખી , ભોગવું શું સુખ?
મન નથી માનતું રે … ( ૨ )

પરમાત્મા મારા રાણાની આ દશા ! મારા દેશની આ કેવી સ્થિતિ ! ગર્જના કરતા મારા વિરલા દેશબાંધવો શું ગરીબડા બની રાણા વિહોણા થઇ જશે ?
મેવાડ ! પ્યારા મેવાડ ! હું કેમ જીવું છું. તે જ મને સમજાતું નથી. એ બચત કરેલા પૈસા શા કામના છે. જો તે મારા રાણાના કામમાં ન આવે તો ? મારા દેશના કામમાં ન આવે તો મારી બધી દોલત શા કામની ?

નહિ નહિ , એમ નહિ થાય. ચાલ જીવ , પુરુષાર્થ કર. પુરુષાર્થને શું નથી મળતું ? હવે તો હું ભામાશા , રાણાને શોધી કાઢીને જંપીશ . ” #અમર_કથાઓ

મારતે ઘોડે , વિસામો લીધા સિવાય , એ શાહ ભામાશા ચાલ્યો જાય છે . નથી એને ઊંઘની પડી . નથી એને ઉજાગરાની . નથી રહ્યો એ ખાધાનો કે પીધાનો , એને હૈયે તો બસ એક જ તાન છે . “ રાણાને શોધી કાઢું , રાણાને રોકું ને મારાંથી બનતી રાજાભક્તિને દેશભક્તિ બતાવીને આ દેહનું કંઇક સાર્થક કરું . ”

“ અરે ! આ તો રાણાનો પ્રદેશ આવ્યો. એ જનાર ભાઈ ! જરા કહેશો આ ક્યો પ્રદેશ છે ? ”

રસ્તે જતો પેલો માણસ કહે , “ ભાઇ ! આ દેખીતી ઝાડી પૂરી થશે , પછી સિંધનું રણ આવશે. કેમ કાંઈ આટલા બધા શ્વાસ ભર્યા લાગો છો ? બિચારો ઘોડો બેહાલ થઈ ગયો છે ! અને તમારે શરીરે આટલી બધી ધૂળ શી ? ”

ભામાશા : ભાઈ , હું મારા રાણાને શોધું છું. વખાના માર્યા પ્યારા પ્રતાપરાણાએ રાજધાની ને રાજપાટ છોડીને આ તરફ આવ્યા છે. તમે કાંઈ ભાળ આપો તો સારું. ભગવાન તમારું ભલું કરશે.

પેલો માણસ જુઓ , ભાઈ આમ જરા વાંકાવળીને ઉગમણે રસ્તે જાવ.

ભામાશા ઉત્સાહમાં આવી ગયો. એ બતાવેલ રસ્તે આગળ ચાલ્યો. રસ્તામાં ભામાશાએ ખૂંદાએલું ઘાસ જોયું. કંઇક અવાજે ય સાંભળ્યો. જઈને જુએ છે તો પ્રતાપ ,

ભામાશા , પ્રતાપને પગે પડ્યો.

ભામાશા : મારા રાણા ! તમારી આ સ્થિતિ ! મને જાણ થતાં હું તમારી શોધમાં નીકળી આવ્યો છું. હું મોડો તો નથી પડ્યો ને ?

રાણોઃ “મારા વહાલા , કારભારીને આ અંતીમ સમયે મળતાં ને ભેટતાં મને આનંદ તો થાય છે , પણ હવે શું ? “

ભામાશા : રાણાજી , એમ કેમ બોલો છો ?

રાણો હવે , ભાઈ , કોઈ કોઈને મદદ કરે તેમ નથી. બાદશાહનું શરણું લેવું ને ગુલામી વહોરી , રાજપૂતાઈને ગુમાવવી એ મને પોષાય તેમ નથી. હવે આબરૂ સચવાય તેમ નથી. દેહના ધર્મ ત્યજીને જીવવા કરતાં તો દેશવટો સારો. મારી પાસે નથી માણસો કે નથી ધન દોલત ? નથી હૂંફ કે કોઇ તેજરેખા ! મદદ કરનારાય હવે ક્યાં રહ્યા છે ? કોઈ સલામત જગ્યાની શોધમાં હું આ તરફ આવ્યો છું. ભલાભલી પૃથ્વી પડી છે. હવે તો જ્યાં જોગ ખાશે ત્યાં જ મારું આયખું પૂરું કરીશ. #અમર_કથાઓ

ભામાશાઃ મારા રાણા , હું આ શું સાંભળું છું ? તમને આવું બોલવું ન શોભે ? હજી હું મરી પરવાર્યો નથી. તમે તો મારા અન્નદાતા. મારા દેહના માલિક તમારું જ અન્ન હું ખાઉ છું. માં મેવાડનો જ હું બાળક છું. મારી પાસે જે કંઈ મૂઠી ધન છે તે આપનું જ છે , રાજનું જ છે. જો કે હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે તેથી લડાઇના મેદાનમાં હું ઝાઝું શુરાતન કદાચ ન દાખવી શકું છતાંય હું એક વખતનો આપનો યોદ્ધો છું.

વળી મારી પાસે થોડું ધન..તે આપને ચરણે હું ધરવા માગું છું. આપ તેનો સ્વીકાર કરીને તેનાથી મેવાડ માતાનું જેટલું રક્ષણ થાય ને જેટલી ટેક સચવાય તેટલું કરો. આપ મેવાડ તરફ પાછા પધારો. આ ગરીબ સેવકને કૃતાર્થ કરો. અમરકથાઓ

પ્રતાપ ભાઈ ભામાશા , તારું કહેવું ખરું છે. તારી વાણી સાંભળીને આ હૈયું પુલકિત થાય છે. હું મારી જાતને ય ધન્ય માનું છું કે આવા દેશભક્તો ને રાજભક્તો હજી જીવે છે. પણ એટલાથી હવે શું થાય ?

ભામાશા : નથી ગઇ બાજી હાથમાંથી , મારા રાજવી , એમ હિંમત હાર્યે કેમ ચાલશે ? ઇશ્વરની કૃપાથી મારી પાસેની ધન દોલતમાંથી , પચીસ હજાર માણસોનું કે સૈનિકોનું આપ બાર વર્ષ સુધી પોષણ કરી શકશો.
એ સર્વ તુચ્છ ચીજોને હું આપને ચરણે ભેટરૂપે ધરું છું .

પ્રતાપ શું કહે છે , ભામાશા ? શું તું સાચું કહે છે ? મેવાડ માતાનો જયવારો થશે. આવ , મારા વીર ! મને ભેટી લેવા દે. તે તો ખરે ટાણે રંગ રાખ્યો,
રંગ તારી દેશભક્તિનો ને તારી રાજ્યભક્તિનો જોટો ન જડે ! મેવાડના ઉધ્ધારનો સાચો યશ આપને મળશે.
ચાલો લડાઈની તૈયારીઓ કરીએ.”

ધમધોકાર તૈયારીઓ થવા માંડી. દેશદેશથી સૈનિકો આવ્યા. વૃદ્ધ આવ્યા ને જુવાનો આવ્યા. કોઈ તલવારમાં પારંગત તો કોઈ કુસ્તીમાં. ઊડતું પક્ષી પાડે એવા તો તીરંદાજો, ઘોડેસ્વાર અને પાયદળનો તો પાર નહિ.

ભામાશાએ કમર કસી, ને કામ કરવા માંડ્યું. જુવાનના કરતાંયે બમણા જોરથી. તેમનો ઉત્સાહ જોઈ બધાને પાણી ચડ્યું. તેમની હાજરી ધાર્યું કામ કરવા લાગી. ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ હાથ કરવા માંડ્યા. પહેલું જીત્યું શેરપુર, ને બીજું લીધું દેલવાડા. દેલવાડામાં તો જબ્બર લડાઈ થઈ. શત્રુ પક્ષના સરદાર શાહબાજખાં સાથે ભામાશાને હાથોસાથનું યુદ્ધ થયું. ભામાશાએ એક જ ઝટકે તેનો હાથ કાપી નાખ્યો. તલવારના ટુકડા થઈ ગયા. બિચારો જીવ લઈને નાસી ગયો.

જેસલમેર જીત્યું ને બાદશાહના સરદારને હરાવ્યો. આમ ઘણા ઘણા કિલ્લાઓ લીધા. ઘણાં ઘણાં ગામ કબજે કર્યાં. બધો મેવાડનો પ્રદેશ જીત્યો. માત્ર ચિત્તોડ, અજમેર અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાબામાં રહ્યા.

મહારાણાએ કહ્યુંઃ “ભામાશા જેવો કોઈ નથી. શું એમનો ત્યાગ! શી એમની ભક્તિ! મેવાડ તો ભામાશાએ જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી.
હું એમને ‘ભાગ્ય વિધાયક’ની અને ‘મેવાડના પુનરુદ્ધારક’ની પદવી આપું છું.”

તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દો નીકળ્યા: “ધન્ય ભામાશા !ધન્ય ભામાશા! ધન્ય તમારી દેશભક્તિને!”

પછી ભામાશાએ ઊભા થઈને કહ્યું: “મે તો કશું જ કર્યું નથી. કોઈ ફરજ બજાવે તેમાં તે વખાણ હોય? દેશને ખાતર તો જેટલું કરીએ તેટલું ઓછું. બોલોઃ “માતૃભૂમિની જય!”

બધા બોલી ઉઠ્યા: “માતૃભૂમિની જય! મહારાણાની જય! મેવાડના પુનરુદ્ધારક વીર ભામાશાની જય!”

આ પોસ્ટ પણ વાંચવાનું ભુલશો નહી 👇

🍀 વડિયા દરબારનો અનોખો ન્યાય.

🍀 નાયિકા દેવીનો ઇતિહાસ

🍀 રાજા ભરથરીનો ઇતિહાસ

આ બધી વાર્તાઓ વેબસાઇટ માં મુકેલી છે… તો ફોલો કરી લેજો અને મિત્રોને પણ website ની મુલાકાત લેવડાવશો. www.amarkathao.in

🍁 ગિલાનો છકડો – જયંતિ ગોહિલ

🍁 જુમો ભિસ્તી – ધૂમકેતુ

🍁 પોસ્ટ ઓફિસ – ધૂમકેતુ

🍁 ગોવિંદનું ખેતર – ધૂમકેતુ

🍁 એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ

🍁 ભૈયાદાદા – ધૂમકેતુ

🍁 ભીખુ – ધૂમકેતુ

🍁 રજપુતાણી – ધૂમકેતુ

🍁 જન્મભૂમિનો ત્યાગ – ધૂમકેતુ

🍁 લાડુનું જમણ – પન્નાલાલ પટેલ

🍁 કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (ભુખી ભુતાવળ) – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (જીવ્યા મુઆના છેલ્લા જુહાર) – પન્નાલાલ પટેલ

🍁 પીઠીનું પડીકું – પન્નાલાલ પટેલ

🍁 પરીક્ષા – પન્નાલાલ પટેલ

🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

🍁 રસિકભૈ રસો – યોગેશ જોશી

🍁 ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

🍁 સાંઢ નાથ્યો (ચંદાની બહાદુરી) – ઇશ્વર પેટલીકર

🍁 બાબુ વીજળી – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

🍁 ભવાન ભગત – જોસેફ મેકવાન

🍁 શરણાઈનાં સૂર – ચુનીલાલ મડિયા

🍁 ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા

🍁 સિંહની દોસ્તી – ભાણભાઈ ગીડા

🍁 માતૃહ્રદય- કનૈયાલાલ રામાનુજ

🍁 ઝેની (બાળપણનાં પ્રેમની અનોખી વાર્તા)- મોતી પ્રકાશ

🍁 મારા બાળપણનું વન – સુરેશ જોશી

🍁 ઝોહરા. (Heart touching story)

🍁 શેખચલ્લી (હાસ્યવાર્તા)

🍁 બાબા ભારતી અને ડાકુ ખડગસિંહ (હાર કી જીત)

🍁 લાખો વણઝારો

🍁 અઢી આના – સ્વામિ સચ્ચિદાનંદજી

🍁 હીરા બુર્ઝ – મા ની મમતાની અનોખી વાર્તા

🍁 ખરી મા – રમણલાલ દેસાઈ

🍁 ઉનાળાની બપોર – કાકાસાહેબ કાલેલકર

🍁 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ

🍁 શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

🍁 શો મસ્ટ ગો ઓન – શાહબુદ્દીન રાઠોડ

🍁 નટા-જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ

🍁 મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ – શાહબુદ્દીન રાઠોડ

🍁 મને ડાળે વળગાડો – શાહબુદ્દીન રાઠોડ

🍁 જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ – શાહબુદ્દીન રાઠોડ

🍁 ચતુરાઇની વાર્તાઓ – મામો ભાણેજ

🍁 ચતુરાઇની વાર્તાઓ – કાબરાનાં કાંધાવાળો

🍁 શેઠની ચતુરાઇ

🍁 ઢોલા મારુ

🍁 ખાનદાની – ડૉ. આઇ.કે.વીજળીવાળા

🍁 છેલ્લી બસ – વાસુદેવ સોઢા

🍁 દીકરો – ઝવેરચંદ મેઘાણી

🍁 ગરાસણી – ઝવેરચંદ મેઘાણી

🍁 દીકરાનો મારનાર – ઝવેરચંદ મેઘાણી

🍁 ભાઇબંધી – ઝવેરચંદ મેઘાણી

🍁 હોથલ પદમણી અને ઓઢો જામ – ઝવેરચંદ મેઘાણી

🍁 શેણી વિજાણંદ – ઝવેરચંદ મેઘાણી

🍁 નાગમતિ- નાગવાળો – ઝવેરચંદ મેઘાણી

🍁 વીર વિક્રમ અને અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી

🍁 કાઠીયાણી ની કટારી – ઝવેરચંદ મેઘાણી

🍁 વિક્રમ વૈતાળની વાર્તાઓ – (ભાગ 1 થી 9)

🍁 સિંદબાદ જહાજીની સાત સફર (ભાગ 1 થી 7)

3 thoughts on “જાણો કઈ રીતે દાનવીર ભામાશા એ મહારાણા પ્રતાપ ને મદદ કરી”

  1. Pingback: Rani Lakshmi Bai | ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સંપુર્ણ માહિતી

  2. Pingback: ક્રાંતિકારી શહિદ વીર સાવરકરની સંપુર્ણ માહિતી. - AMARKATHAO

  3. Kaivan Ravindrabhai Shah

    વીર ભામાશા જૈન ધર્મને માનતો હતો અને જૈન ધર્મનો અનુયાય હતો એ વાતનો પણ આપે આ અમર કથામાં ઉલ્લેખ અવશ્ય કરવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *