11013 Views
અલખ ધણી ની આરતી, રામદેવપીરની ખુબ જ સુંદર મઝાની આરતી વાંચો અને સાંભળો કિંજલ દવેનાં અવાજમાં રામદેવપીર ની આરતી lyrics, રામાપીરની આરતી, અલખ ધણીની આરતી કિંજલ દવે, અલખ ધણીની આરતી pdf, ચાર જુગ ની આરતી, ચાર જુગ ની આરતી Lyrics, પીર રામદેવ ની આરતી, અલખ ધણીની આરતી રીંગટોન, બાબા રામદેવની આરતી lyrics, Alakhdhani Ni Aarti mp3 song free download, alakh dhani ni aarti lyrics.
અલખ ધણી ની આરતી
રામદેવપીર ની આરતી
અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.
પેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર,
પાંચ કરોડે સિધ્યા જોને પ્રથમ પ્રહલાદરાય
સોના કેરો પાટ ધણીને સોના કેરો થાળ
સોના કેરા સિંહાસન બેઠા નર નકળંગીરાય
અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.
બિજા યુગમાં પાટ માંડ્યો, હરિશ્ચંદ્રને દ્વાર,
સાત કરોડે સિધ્યા રે સતવાદી હરિશ્ચંદ્રરાય
રૂપા કેરો પાટ ધણીને રૂપા કેરો થાળ
રૂપા કેરા સિંહાસન બેઠા નર નકળંગીરાય
અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.
ત્રીજા યુગમાં પાટ માંડ્યો યુધિષ્ઠિરને દ્વાર
નવ કરોડે સિધ્યા જો ને રાજા યુધિષ્ઠિરરાય
ત્રાંબા કેરો પાટ હરિને ત્રાંબા કેરો થાળ
ત્રાંબાનાં સિંહાસન બેઠા નર નકળંગીરાય
અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.
ચોથા યુગમાં પાટ માંડ્યો બલિરાજાને દ્વાર
બાર કરોડે સિધ્યા જો ને બલિરાજારાય
માટી કેરો પાટ ધણીને માટી કેરો થાળ
પાટે રે પધાર્યા બાવા નર નકળંગીરાય
અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.
ટાઇપીંગ – અમરકથાઓ ગ્રુપ.
👉 હર હર શંભુ શિવ મહાદેવા વિડીયો ગીત
👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )
👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)
👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)
👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)
👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)
Pingback: ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા રણુંજાના રાય ને જાજી ખમ્મા lyrics 1 - AMARKATHAO
Pingback: રણુજા ધામમાં નોબત વાગે રામાપીર ના ભજન lyrics - AMARKATHAO
Pingback: 11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection - AMARKATHAO
Pingback: Best 100 Hindi gujarati garba list with lyrics - AMARKATHAO
Pingback: Best New Nonstop Navratri Garba collection 2022 Mp3, lyrics, video - AMARKATHAO
Pingback: ગણપતિ વિદાય ગીત : બાપ્પા મોરયા મોરયા મોરયા રે તુજકો ફીર સે જલવા દિખાના હી હોંગા
Pingback: 'ગરબો' - 'ગરબી' અને રાસ રાસડા આ બધુ એક જ ? જાણો રસપ્રદ માહિતી અને ઈતિહાસ - AMARKATHAO