Warning: Undefined variable $wp_con in /home/u795398644/domains/amarkathao.in/public_html/wp-config.php on line 27
કાશીમાની કૂતરી વાર્તા | Kashima Ni Kutari | Gujarati Best story - AMARKATHAO
Skip to content

કાશીમાની કૂતરી વાર્તા | Kashima Ni Kutari | Gujarati Best story

કાશીમાની કૂતરી
12793 Views

કાશીમાની કૂતરી વાર્તા – પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ. Kashima ni kutari, Pannalal patel, કાશીમાંની કૂતરી ધો. ૧૦ જુના પાઠ્યપુસ્તક માં આવતી એક યાદગાર વાર્તા છે. gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf

કાશીમાની કૂતરી વાર્તા

ગામ સીમાડે ચાલતા રાહતકાર્ય ઉપરથી બપોરિયા રોટલા ખાવા આવેલાં ગામનાં માણસો ખાધું ન ખાધું કરીને વળી પાછાં કામ ઉપર ઊપડી ગયાં. કાશીમાએ પોતાના બેઉ દીકરાની વહુઓને પણ ખવરાવતાંકને સહુની સાથે રવાના કર્યાં, રિસેસમાં ઘરે આવેલા દસ – આઠના બે પૌત્રોને પણ મૂઠી – મૂઠી મકાઈની ધાણી આપી કાઢી મૂક્યાઃ “ ઊપડી જાઓ !, ઘંટ હવે વાગવામાં છે. ’’ ને પછી સૂમસામ બની રહેલા વાતાવરણમાં કાશીમાએ કામ કાઢ્યું : “લાવ ત્યારે હુંય ગોળ ભાંગીને માટલામાં ભરી દઉં.”

આ વર્ષે તો જાણે દુકાળ હતો ને ગોળેય બારમાસી ખર્ચીરૂપે અધમણ જ લાવ્યાં હતાં, પણ સારાં વર્ષોમાં જ્યારે અઢી – ત્રણ મણ ગોળ લાવતાં ત્યારે પણ કાશીમા ઘર – ફળીનું લોક સગેવગે થઈ જતું પછી જ એકાદ વહુની મદદ લઈને ગોળ ભરવા બેસતાં હતાં કે ન માગે છોકરાં યા ન કોઈ ગામ – ફળીનું માણસ આવી ‘ચાખી’ જુએ !

પણ કાશીમાએ જેવું રવા ઉપરથી કંતાન ખોલ્યું કે ચોપાડનાં નેવાં આગળ કાબરી કૂતરીએ ડોકું કાઢ્યું, સત્કાર કરતાં કાશીમાએ કહ્યું પણ ખરું : “આવી પહોંચ્યાં તમે ? … નઘરીને ગમે તેટલી હાડહાડ કરીએ પણ જવાની છે ઓછી છે ? એટલે રે ’ નકર ભોડું જ ફોડી આપીશ, જો ઉંબરામાં પેઠી છે તો. ’’

કાબરી ભિખારીની જેમ અડધી ચોપાડે બે પગ ઉપર બેસી ગઈ. એના છયે આંચળ લીલા ચામડાની જેમ લટકી પડ્યા હતા. પેટનાં પાસાં એકબીજાથી ભેટવાની અદામાં હતાં. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ભૂખનો માર્યો જીવ જાણે કે પાંપણોમાં આવીને વલવલતો લાગતો હતો.

માણસ જ્યારે એકલું હોય છે ત્યારે પણ મનની અંદર કંઈ ને કંઈ ચર્વણ ચાલતું હોય છે, તો કાશીમાને તો સામે સાંભળનાર કાબરી હતી ! બબડવા લાગ્યાં : જાણું છું કે તારા પેટમાં શ્વાસેય નથી. પણ મનેખ જેવા મનેખને જ કપરો કાળ આવ્યો છે ત્યાં કૂતરાં બિલાડાંની ક્યાં વાત કરવી ? ”

કાશીમાની વાત ધ્યાનપૂર્વક સાંભળવા માગતી હોય તેમ કૂતરી ચાર પગ માંડી હળવે હળવે બારણા તરફ પગ ઉપાડ્યા.

કંતાન પર ચોંટેલા ગોળ વણછોડવા વળેલા કાશીમાનું એ તરફ ધ્યાન જતાં વળી એને પડકારી : “જો હાં, કાબરી આજ તારું આવી બન્યું એમ નક્કી જાણજે, માનતી નથી પણ. ’’

કાબરીને જબાન હોત તો કહેત કદાચ : “તમે મને ઉંબર ઓળંગવાની ના પાડી છે ને, કાશીમાં આટલે તો બેસવા દો ને હુકમ માનતી હોય એ રીતે ઉંબર લગોલગ બહારની બાજુએ વળી પાછી બે પગ ઉપર બેસી ગઈ.”

કાશીમાં અત્યારે ચિડાયેલા ના હોત તો એમને જરૂર થાત : “બારણાની વચ્ચોવચ ઠેકડે બેઠેલી લાગે છેય કેવી મૂઈ ! ” સફેદ અને કાળા રંગની કાબરી હતી પણ રૂપાળી પાછી. કાશીમાએ તેની દયામણી આંખો જોઈને વળી કહ્યું : ‘‘અહીં બેસીને ટટળ્યા વગર ફળી બા’ર નીકળીને વાડ્યો ઘંધોળ તે કાંકેય મળશે … તે દન બટકું રોટલો તને નાખ્યો ત્યારે ભણેલો ભાઈ શું કે ‘તો તો , ભૂલી ગઈ ? ’’

કાશીમાનો વીસેક વર્ષનો દીકરો પાંચ ચોપડી ભણ્યો હતો ને કાશીમા એને ભણેલો કહીને સંબોધતાં હતાં.

Amarkathao

આ સાથે કાશીમાને મહિના પર બનેલો આ પ્રસંગ યાદ આવ્યો. બે કોળિયા ભૂખ્યાં રહીને કાશીમાએ કાબરીને કકડો રોટલો નેવા આગળ નાખ્યો, ત્યાં કામ પરથી પાછો ફરે ભણેલો જોઈ ગયો. માને એ કહ્યા વગર રહી ન શક્યો – “એટલો રોટલો કોઈ મનેખને આપ્યો હોત તો કેવું, મા ? કૂતરાં તો ઈધરઉધર શિકાર કરીનેય જીવી શકે.”

કોઈ ગુનો કર્યો હોય તેમ કાશીમાનું મોં પડી ગયું. દીકરા આગળ બચાવ કર્યો તે પણ લૂલા મને ‘કરું, ભાઈ જન્મારાની ટેવ છે તે કૂતરાને બટકું નાખ્યા વગર હોરો નથી વળતો ! ‘

કાબરી મૂળેય કાશીમાની કૂતરી હતી. એ ગલૂડિયું હતી ત્યારે કાશીમાએ ફળીનાં છોકરાને કહી દીધું હતું – “આ ગલુડિયું મારું છે, છોરાં ! ને ત્યાર પછી ફળીની મિજવારી કાબરી જોડે કાશીમાનું નામ જોડાઈ ગયેલું : ‘કાશીમાની કાબરી’. કાબરીની પહેલી સુવાવડ વખતે કાશીમાએ ફળીનાં છોકરાને તુક્કો પણ સુઝાડેલો “જાઓ , છોરાં, ફળીમાંથી ચપટી – ચપટી લોટ ને કાંકરી – કાંકરી ગોળ લઈ આવો. આ વાટકી લેતાં જાઓ તો આંગળી – આંગળી ઘી આપશે. આપણે કાબરી માટે શીરો બનાવીશું.”

કાશીમાનેય ખબર ન પડી કઈ ઘડીએ કાબરી ઉંબર ઓળંગી કમાડ સાથે લપાતીકને બેસી ગઈ હતી ! કાશીમાના હૈયામાં ભયનો ધ્રાસકો પથ્થર થઈને પડ્યો હતો. બબડ્યાં પણ ખરાં : “આજે અડી કરીને પેઠી છે તે ગોળનું રોડુ લીધે જ કાં તો છોડવાની છે !” ઓછું હોય તેમ ફળીમાં કાબરીએ કરેલાં આ પહેલાંનાં પરાક્રમ પણ કાશીમાના મનઃપ્રદેશમાં રમવા લાગ્યાં.

શરૂશરૂમાં તો કાશીમાં કાબરીનાં ના પરાક્રમમાં પ્રણેતા નહીં તો સાક્ષી તો રહ્યાં જ હતાં. એક બપોરે દોલાભાઈનાં કમાડ નીચે માણસ જેમ આંગળાં નાખે એમ પગ નાખીને કાબરીએ અંદરનો ઉલ્લાળો ઊંચો કરી કમાડ ઉંધાડ્યાં હતાં. એ જોઈને તો કાશીમાએ જાણ્યેઅજાણ્યે કાબરી માટે વાહવાહ કર્યું હતું. તો મોંધી બહેનનું ઘી ખાધું એ વખતેય નવાઈના બુરખા નીચે અભિમાન છુપાવતાં કાશીમાએ કહ્યું હતું : “આ કૂતરાની જાતને શી ખબર પડી કે ઘંટી તાણતા તાણતાં મોંઘીબેન ઉંઘે છે તો લાવ ઘરમાં પૈસી જાઉં ….

આવે વખતે કાશીમા કૂતરીનો બચાવ કરતાં આડકતરી રીતે ફળીવાળાંને કહેતાં પણ હતાં : ‘ભાઈ, અત્યાર લગી તો આપણે બધાં કૂતરાંને નાખવાનું પુણ્ય ગણતાં’તાં, એટલે ખાઈને ઊઠ્યા પછી કકડો નાખતાં’તાં, ને રાતનું વધ્યુંઘટ્યુંય કૂતરાને નાખતાં’તાં, પણ હવે તો, ‘કૂતરું શું દૂધ દેવાનું છે ? નાખો ડોબાને કે છાપકું દૂધ વધારે મળશે. એમ કહીને કૂતરાંને ખસતાં કર્યાં. પછી ભૂખનાં માર્યા કૂતરાંએય મનેખની પેઠે ચોરવાની ને છાનેમાને ખાવાની કળા શીખવા માંડી લાગે છે ! “

અમરકથાઓ

કાશીમાના ભણેલા દીકરાએ એ વખતે પણ કાશીમાની વાત કાપેલી : ” ખરુંસ્તો , મા ! કૂતરાંને નાખ્યે શું પુણ્ય મળવાનું ? આપણી ફળીમાં જ ચાર કૂતરાં છે તો ભારતભરમાં કેટલાં કૂતરાં હશે ? અને લાખો કૂતરાં કેટલું ધાન ખાતાં હશે ? તમે જ કો ‘ હવે, આ બધું ધાન જો માણસોને મળે તો એ પુણ્ય મોટું કે કૂતરાં ખાય એ પુણ્ય વધારે ?

કાશીમા ભણેલા સામે દલીલ ન કરતાં આટલું કહીને ચૂપ રહેલાં : ‘તમારું ભણતર જે કે ’ એ સાચું, ભાઈ ! અમારું ગણતર હવે શું કામમાં આવવાનું ?

પણ આ પછી ભણતરના ગણતરનો વિરોધ કરતા હોય એ રીતે અવારનવાર બબડ્યા કરતાં : “ના , ભાઈ , ના ! ધરતી કંઈ એકલા મનેખના બાપની નથી …. આય બધા ભગવાનના પેદા કરેલા જીવો છે. ઢોરઢાંખર ને કૂતરાં બિલાડાંની જંજાળ જ ન હોય, તો આપણે જ વિચાર કરો ને, એકલમૂડિયું મનેખ લાગે કેવું ?” કાશીમાએ અહીં વિચિત્ર એવી ઉપમાય ઉચ્ચારેલી : બોડારોડા માથા જેવું !!

આજે પણ કાશીમાએ ગોળ જોઈને ટટળી રહેલી ભૂખી – ડાંસ કાબરીને જોઈને આવી જ વાત ઉચ્ચારી : “ઢોરાં જેમ આપણે પાલે પડ્યાં છે એમ કૂતરાં, બિલાડાંય આપણી જ માયા છે ને. આપણને તો, ભાઈ છોરાં વગરનો અવતાર, બિલાડી વગરનું ઘર ને કૂતરાં વગરની ફળી ત્રણેય સરખાં સૂનાંસટ જ લાગે છે !” ને વળી એમણે કાબરીને સલાહ આપી : સમજ ભૂંડી, સમજ ! સરાયાં વરસોય હવે તમારા માટે કપરાં છે, તો આ વળી દુકાળનું વરસ છે. સમય જરા ઓળખ ને ધાનની લાલચ મેલીને ઊપડી જા સીમમાં. ભગવાને તને દાંત આપ્યા છે તો ચાવણુંય આપશે. જો …. લે, આટલી કાંકરી લઈને નીકળ મારી આંખો આગળથી, નઘરી ! ટટળ્યા વગર ને લોહીનાં શેકણાં કરાવ્યા વગર.” ને કાબરી તરફ કાશીમાએ સોપારી જેવડી ગોળની એક કાંકરી નાખી.

નાખ્યા પછી જ કાશીમાને ખ્યાલ આવ્યો કે કાંકરી જેવી કાબરી પાસે નાખી એવી ઉંબર બહાર નાખી હોત તો ટાંટિયો કેવો ઘરમાંથી નીકળી જાત ! અરે ! કાબરી જેવી કાંકરી લેવા જાત એવાં અહીં પોતેય ઊઠતાંકને ઘંટીનું પાટિયું લઈ શક્યાં હોત.

ને પોતે કરેલી ભૂલ ઉપર પછતાતાં કાશીમાં વળી કાબરીને પટાવી રહ્યાં : “જા, હવે નીકળ હેંડ.”

પણ કાબરી તો ચાર પગ માંડી, કાંકરી ખાઈને હોઠ પર જીભ ફેરવતી વળી પાછી – ચીઢ ભેગું હાસ્ય કરતાં કાશીમાં જ બોલી પડ્યાં : “આ પાછી થડીંગ બોકડો થઈને બેઠી ! હું જાણું કે કાંકરી ખાઈ જશે, ત્યારે રાંડ તો જવાની ક્યાં વાત, વેતેય ઊલટી આગળ આવી ! ” ને દાઝે ભરાયેલાં કાશીમાએ તબેથો ફટકાર્યો. પણ ચીકણા હાથમાંથી છૂટેલો તબેથો તો કાબરીનાં ઓવરણાં લેતો માથા ઉપરથી પસાર થઈ ચૂલા આગળ જઈ પડ્યો.
કાબરીનું એક રૂંવાડુય ફરક્યું નહિ.

કાબરીની સિકલ પણ હવે ઘવાયેલા વાઘ જેવી લાગતી હતી. પાંપણોના પટપટાવ વચ્ચે એની એકાગ્ર આંખો જોતાં કાશીમાનો ભય પણ વધ્યો: બગલું જાણે પાણી પર ઝળુંબ્યું છે, ને હમણાં કાં તો ડબૂક દઈને પડે એટલી જ વાર છે.

ત્યાં જ કાબરી ઊભી થઈ. ખચકાટભર્યા ડગ પણ તસુતસુ જેટલાં ટૂંકાં છતાંય મક્કમ એવાં પગલા ભરવા લાગી.

દાઝભર્યાં કાશીમાએ ઝાળ જેવી રાડ પાડી : “જો હાં, કાબરી આ માટલું જ માથામાં પછાડીશ ! ’’

પણ પા પા પગલે આગળ વધતી કાબરી હવે બહેરી બનેલી લાગતી હતી … કાશીમાનું અસ્તિત્વ પણ દૂરની બાબત બની ગયું. ગોળનું પેલું આ તરફ પડેલું નારિયેળ જેવડું રોડું જ હવે તેનું એકમાત્ર લક્ષ્ય હતું. કાશીમા પામી ગયાં : ‘લીધું રોડું કાં તો ! ‘ ને કાળભર્યા કાશીમાએ હાથમાંનું ગોળનું રોડું એવા જોરથી ફટકાર્યું કે રોડું વાગતાં કાબરીથી ‘કાઉ’ થઈ ગયું ને ‘કાઉ’ કરતાં ફાટેલું મોં રોડાં ઉપર મંડાઈ ગયું !

‘‘હાય હાય” કરતાં કાશીમાં વીજળીની ઝડપે ઊભાં થયાં, પણ તેમને બે પગ હતા, કાબરીને ચાર હતા ! એ પહોંચ્યા ઉંબરે ત્યાં કાબરી પહોંચી સામા ઘેર પાછળ દોડતાં કાશીમાં હજુય બૂમો પાડતા હતાં : “હાય હાય શેર ગોળનું રોડું લઈ ગઈ ! દોડો, છોરાં દોડો કોઈ ! ’’ અમર કથા

પણ દોડે એવાં ફળીનાં બધાં છોકરાં નિશાળમાં પુરાયેલાં હતાં. કોણ દોડે ? ઈધર – ઉધર નાનાં – નાનાં ભૂલકાં રમતાં હતાં એ તો જાણે તમાસો જોતાં રાજી થયા : કુતુ કુત્તુ કાછીમા … કુતુ … કુતુ … કાછીમા.

સામે ઘરેથી ડાહ્યાભાઈ ને બાજુના ઘેરથી મોંઘીબહેન ઘરમાંથી બહાર નીકળી આવ્યાં, પણ એય કાશીમાની રોડું માર્યાની કથની સાંભળી પેટ પકડીને હસવા લાગ્યાં.

ડાહ્યાભાઈએ ડામ તો બેચાર ચોડી દીધા : “પાળ્યું કૂતરું પગે વળગે તે આનું નામ, કાશીમા ! મારો ગોળ ખાઈ ગઈ ત્યારે લઠ્ઠ લઇને હું નીકળ્યો’તો, પણ તમે જ મને કેવા લાગ્યાં, હોય, ડાહ્યાભાઈ, એ તો કૂતરી છે, પણ આપણે તો મનખે છીએ – શમાવ કરો ! તો તમેય હવે શમાવ કરો, કાશીમા ! જાઓ ઘેર નકર કમાડ ઊઘાડું છે ને કાબરીનો વસ્તારેય એ ફરે ફળીમાં પાછો ! ’’

કૂતરીને રોડું માર્યાની ને એ રોડું લઈને કૂતરી પલાયન થઈ ગયાની વાત કાશીમાએ કરતા તો કરી દીધી, પણ હવે એમને ખ્યાલ આવ્યો કે હાથે કરીને પોતાની મૂર્ખવિધા બહાર પાડી : ને ક્રોધનાં માર્યા પાગલ સરખાં કાશીમાએ કાબરીને સંભળાવતાં હોય એ રીતે ખેતરો તરફ બૂમ પાડી : “એ ગોળ ખાઈને હાડકાં કાઠાં કરી લે હેંડ ત્યારે ! ” ને ચાલતાં થયાં બબડતાં – બબડતાં : “યાદ રાખ હેંડ, તને દાવમાં લેતાં કેટલી વાર મને ?” અને ચપટી પણ વગાડી ….

આ લેખ આપ અમરકથાઓ વેબસાઇટ પર વાંચી રહ્યા છો.

બીજી જ બપોરે કાશીમાના સંકજામાં કાબરી ફસાઈ પડી, એ જાણે કે ઘર વચ્ચે રોટલાનો કકડો મૂકી છોકરું કોઈ આઘુંપાછું થયું છે, તો દબ્યે પગે – એને શી ખબર કે રિસેસનો ઘંટ તો હમણા હજી વાગવામાં છે ને છોકરાંનો મૂકેલો રોટલો નથી પણ આ રોટલો તો…

દબ્યે પગે બારણામાં દાખલ થઈને જેવો રોટલો લેવા ગઈ એવાં જ બારણા ભિડાઈ ગયાં !

પછી તો દોઢ હાથ લાંબા ઘંટીના પાટિયાના ક્રોધભર્યા પ્રહારો ને કાશીમાનું ગાલિપ્રદાન : લે , ખા ગોળ… ખા લે … સુવાવડનો શીરો લે, …

કાબરીના આર્તનાદ ને રિસેસમાંથી ઘેર આવેલાં ફળીનાં છોકરાંની બારણાં ઉપર ધમાધમ ને બરાડા – કાશીમા ઉધાડો ! કાબરીને ન મારો, મરી જશે, કાશીમા જવા દો હવે …. જ્યારે પૌત્રો તો વળી રાડો પાડતા રડતા પણ હતા : “મા , રે’વા દો, મા ! કાબરી મરી જશે …..

કમાડ ઊઘડ્યું ને લથડિયાં ખાતી બહાર નીકળતી કાબરી ઉપર વળી એક છેલ્લું પાટિયું : “લેતી જા, લે ગોળનું રોડું ! મે તો તને સુવાવડમાં શીરા કરી કરીને ખવડાવ્યો ને મારું જ રાંડ નાક લઈ ગઈ …..

બેબાકળા બની રહેલાં નિશાળિયાને સમજ ન પડી – રણચંડી સરખાં, પસીને નાહેલાં કાશીમા હાંફતાં હાંફતાં લડતાં હતાં કે રડતાં હતાં ! – કાશીમાએ છોકરાંનેય પડકાર્યા : “વેરાઈ જાઓ, નકર તમનેય એકએક દઈ વાળીશ, હો” …

છતાંયે છોકરાંએ હિંમત કરી, એકે લીધી થાળી, બીજાએ વાડકી લીધી. પહેલી શરૂઆત ડાહ્યાભાઈના નમાયા ને એકના એક દીકરાએ પોતાના ઘેરથી કરી. અને પછી એ સામી હારમાં છ સાત આ નિશાળિયાં ને બેચાર બીજાં ફાલતુ છોકરાંની આખીય મંડળી લાવો કાકી ચપટી લોટ, કાંકરી ગોળને આંગળી ઘી આપો .. કાબરી માટે શીરો કરીશું.” એમ કહેતી ને સીધું ઉઘરાવતી ઘેર ઘેર ફરી રહી. કોઈ કંઈ કકળતું તો આખીય ટોળી ચૂપચાપ સાંભળી લેતી …

કુંભી પકડી નેવાં આગળ ઊભેલા કાશીમાના પૌત્રોની નજર એ મંડળી પાછળ ફરતી હતી.

કાશીમાને કરવાનીય ગંધ આવી હતી. સામે ઘેર ડાહ્યાભાઈને ત્યાં પાળી ફરતી જોઈ હતી ત્યારથી – નમાયા સરખા પૌત્રોની સિકલ પણ પારખી હતી. એક બે વાર બહાર આવી ફળીમાં ફરતાં છોકરાંની નોંધ લેતાં ત્રીજી વારનાં ડોકિયાં વખતે સવાલ કર્યો : ” કેમ’લ્યા , તમે બે ભાઈ સૂનમૂન થઈને ઊભા છો ? ”

“ અમથા. ” મોટાનો અવાજ રિસામણો હતો.

“ફળીનાં છોકરાં નથી રમાડતાં અમર કથાઓ

“ક્યાં રમે છે છોકરાં ?”

ઘેરઘેર કરે છે ને કાશીમાએ પોતાની હારમાં આવેલાં તરફ નજર પણ નાખી.

“કાબરી માટે શીરો કરવા ઉઘરાણું કરે છે એ તો. ” મોટો જ જવાબ આપતો હતો.

કાશીમાએ કાબરી પરના હેતને દળીદળીને સારી પેઠે ‘ગોળ’ ખવડાવ્યો હતો, પણ એટલી હદે તો નો’તાં ગયાં કે કાબરીનું કોઈ અંગ ભાંગે કે લોહી નીકળે !
કહ્યું : “ એવું શું કાબરીને લોર વાગ્યું છે ?”

‘‘ લોર તો નહીં પણ માથું જ ફૂટી ગયું છે, ખાતી જ નથી. ’’

અમર કથાઓ

કાશીમાને ખ્યાલ આવ્યો. કેડ ઉપર પડતા પાટિયા વચ્ચે એક વાર કાબરીએ માથું નાખ્યું હતું ને કડાક અવાજ ઊઠો હતો. નિઃશ્વાસ નાખતાં બબડ્યાં : “ઓ ! તો તો કાબરી સારુ શીરો કરે છે ! પણ તારે જરા પૂછવું’તું કે કાબરી માટે શીરો કરવાનું શિખવાડ્યું’તું કોણે પેલું ? આજે બધાં કાબરીનાં વાલેશરી થઈને નીકળી પડ્યાં છો, પણ … ’’ કાશીમાનો અવાજ તૂટ્યો. બારણા તરફ વળેલો પગ ધરતી પર પડ્યો ખરો, પણ જીવ એમનો ચકડોળે ચડ્યો હતો ઝાડુ લઈને વાળવા વળ્યાં ત્યારેય બડબડાટ ચાલુ હતો : “કાબરી જ રાંડ દાવે આવી’તી ! મીં અેને ફરીફરીને ચેતવી’તી કે સો ફેરા મીં તને મારામાંથી છોડાવી છે, પણ મારા મારમાંથી તને કોઈ નહીં છોડાવે હાં ! પણ મૂઈની કૂંડળી મારા હાથે જ લખાયેલી તે ….
પેલા અવતારની વેરવણ થઈને તીં જ મારો શીરો ખવડાવેલો ધોઈ આપ્યો …

બારણા સામે મંડળી આવી. એકબીજાના પાસમાં લપાતી, આડી નજરે બારણા તરફ જોતી ને ચોરની પેઠે પગલાં માંડતી પસાર થઈ ગઈ.

કાશીમા વીફર્યા. હાથમાંથી ઝાડુ નાખી, આવ્યાં હતાં તો મંડળીને તતડાવવા પણ બોલતાંબોલતાં અવાજ એમનો ફાટી ગયો : “કેમ, છોરાં … મારું ઘર ટાળ્યું …. ભાઈ’’.

કુંભીએ જડાઈ રહેલા બેઉ પૌત્રોને જીવન પ્રક્ટયું , મોટાએ હાંક પાડી : ‘ દલપા, મારી મા બોલાવે.

બીજો બોલ્યો : “ફાળો આપે. ’’

દલપો ગૂંચવાયો. બાપડો ગૂંગળાતા અવાજે ગુનેગારની પેઠે બોલ્યો : “આ તો મા, કાબરીનો ફાળો છે !”

“ અલ્યા, કાબરીનો ફાળો ને મારું જ ઘર ટાળવાનું, છોરા ? ’’

કાશીમાએ હસતું મોં ઘણુંય રાખ્યું, પણ રુદનનો ઊભરો એવો પ્રબળ હતો કે ખચકાઈને ઊભેલી મંડળીમાંથી બે ચાર છોકરાને તો ઊલટાનો ભય પેઠો : “છેતરીને બોલાવે છે , લ્યા !”

સાફ કરેલું ગળાનું રુદન આંખોમાંથી ઊભરાતાં કાશીમાએ બારણાં તરફ મો કરતાં વળી કહ્યું : “લાવો હેંડો થાળીવાટકો.” પણ છોકરાંને તો કાશીમાનો આ અવાજ પણ દોદળો લાગ્યો. અણસમજુ એવાં છોકરાંને એ દોગલો પણ લાગવા માંડ્યો. સમજુ એવા દલપાએ કહ્યું : “હેંડો, સાચકલો ફાળો આપે છે ! ” એક બેએ એનું ખમીસ ખેંચ્યું : ‘‘ઊહું થાળી બાળી નાખી આપશે હોં ! ”

દલપાએ જોયું તો કાશીમા બાચકો ભરીને લોટ લાવ્યાં હતાં. ફટ એણે પગ ઉપાડ્યો “હેંડો લ્યો સાચકલો આપે છે.”

લોકોની ચપટી ને કાશીમાનો બાચકો ! છોકરાં તો જોતામાં જ લોભ, બીક બધું ભૂલી ગયાં ને ઘુધરાનું ઝૂમખું આખુંય જાણે ઘરમાં પેઠું. પૌત્રો પણ સાથે જોડાઈ ગયા.

અને પછી તો બીજા ઘરની કાંકરીઓ ને કાશીમાનો ગોળનો કાંકરો. બીજા લોકોની આંગળી ને કાશીમાનું આંગળુ. સીધું આપતાં બોલતાં હતાં તે પણ છોકરાંને તો મધ જેવું મીઠું લાગતું હતું કે “ગોળ ગયો એનો વાંધો નો’તો, પણ મૂઈએ મારી વાત કરાવી એની મને ઝાળ ઊઠી … મને પાછું એમય થયું , ઘરની બિલ્લી મારાથી જ મ્યાઉં ? એટલે પછી હું બળ્યું – ડાહ્યાભાઈ જેવાને કેતી’તી કે કૂતરું બચકું ભરી જાય પણ કાંઈ મનેખથી એને ભરાય છે ? પણ આ મૂઈની કૂંડળીએ જ મને ભૂલવી દીધી.

અને પછી તો છોકરાને એ સમાચાર પૂછવા લાગ્યાં : “બહુ વાગ્યું છે, દલપા, એને ? મારતી’તી તો હું કેડમાં, પણ એ મૂઈ માથું વચ્ચે ઘાલી ગઈ ! આંખો તો પટપટાવતી’તી ને ? તો તો હવે વાંધો નથી … “

પણ ઘી આપતાં – આપતાં વળી કાશીમા છોકરાને વીફરેલાં લાગ્યાં કે ’ છે : ‘‘અલ્યાં છોરાં ! શું કામ કાબરી જિવડાવવી છે ? છો ને મરી જતી ને છો ને મને ગોજ લાગતી.”

છોકરાં – દલપો સુધ્ધાં – એકમેક તરફ તાકવા લાગ્યાં. થાળીવાળો છોકરો તો દલપાના ઇશારાની જાણે રાહ જોતો પગની લાલમ ખેંચે એટલી જ વાર હતી.

ત્યાં તો ક્ષણેક થંભી કાશીમાએ કહ્યું : “ફળીમાંથી કોઈ એને ખાવાનું તો નાખતું નથી !” ઉમેયું : “નાખે તો બટકુંક રોટલો, ત્યારે છો ને બાપડી ટાંટિયા તાણતી મરતી !”

દલપો ભેદ પામી ગયો. બોલ્યો : “ના કાશીમા ! ” છોકરા સામે જોઈ બોલ્યો : “અમે આજથી નીમ કર્યો છે : અમારા ખાવામાંથી એક કોળિયો કાબરીનો. ”

છોકરા પાસે દલપાએ હુંકારો માગ્યો : “હે ને , છોરાં ? “

કાશીમાનું ઘર જાણે કે નિશાળ હોય તેમ એકી અવાજે છોકરાનો હુંકારો મળ્યો : “એક કોળિયો કાબરીનો. “

‘‘સવાર સાંજ. ’’ દલપો બોલ્યો.

‘‘સવાર સાંજ ” છોકરાંએ પડઘો પાડ્યો.

‘‘ તો તો ખરી વાત ! ” વાઢી સાથે રસોડા તરફ ફરતાં કાશીમાનો અવાજ પણ આહ્લાદથી ભરેલો હતો. રસોડામાં પ્રવેશતાં એમણે પણ છોકરાંની તાનમાં તાન પુરાવી : “તમારો એક તો આપણા બે કોળિયા, જાઓ.”

ને કાશીમાના આ હૂંફભર્યા શબ્દો અને ત્રણ ઘર જેટલો ફાળો લઈને ઘર બહાર નીકળેલાં છોકરાંનેય હવે તો કાશીમાના વાંકને બદલે કાબરીનો વાંક જ દેખાવા લાગ્યો : “કાબરીબાઈ જ મારનાં ધરાક હતાં, કાશીમાનેય મ્યાઉં ! પછી મારે જ ખાય ને ? “

ઓછું હોય તેમ ગુસપુસ કરતાં ને એક કોળિયાનો પાકો નીમ કરી દલપાને ઘેર જઈ રહેલાં આનંદઘેલા છોકરાને કાને બારણામાંથી ડોકું કરતાં કાશીમાનો અવાજ પડ્યો : “એ છોરાં ! કાબરી શીરો ન ખાય તો મને બોલાવજો … કેવોક નથી ખાતી જોઉં ! ”

ને કાશીમાનો આ ટહુકો સાંભળી છોકરાનાં ઉરમાં જ નહીં, ફળીમાં પણ આહલાદનું એક હળવું મોજું ફરી વળ્યું. ડાહ્યાભાઈએ કહ્યું પણ ખરું : “કાશીમાય ખરાં લાગે છે. એક પા માર માર્યો ને બીજી પા હવે શીરો ખવરાવી કૂતરીનાં પાછાં મનામણાંય કરવાં છે !”

પન્નાલાલ પટેલ
પન્નાલાલ પટેલ

✍ પન્નાલાલ પટેલ.

કોઇપણ મિત્રોએ પરમીશન વગર copy કરવી નહી. 👇વાર્તા અહીથી share કરી શકશો.

🌺 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ વાંચો. માત્ર અમરકથાઓ પર website ને follow કરવાનું ભુલશો નહી

🍁 ભૈયાદાદા – ધૂમકેતુ

🍁 ભીખુ – ધૂમકેતુ

🍁 રજપુતાણી – ધૂમકેતુ

રજપુતાણી
રજપુતાણી – ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

🍁 જન્મભૂમિનો ત્યાગ – ધૂમકેતુ

🍁 લાડુનું જમણ – પન્નાલાલ પટેલ

🍁 કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (ભુખી ભુતાવળ) – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (જીવ્યા મુઆના છેલ્લા જુહાર) – પન્નાલાલ પટેલ

🍁 પીઠીનું પડીકું – પન્નાલાલ પટેલ

🍁 પરીક્ષા – પન્નાલાલ પટેલ

🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

🍁 રસિકભૈ રસો – યોગેશ જોશી

🍁 ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

🍁 સાંઢ નાથ્યો (ચંદાની બહાદુરી) – ઇશ્વર પેટલીકર

🍁 બાબુ વીજળી – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, ગુજરાતી પ્રેરક વાર્તા, પંચતંત્રની 75 વાર્તાઓ pdf, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ કથા ટૂંકી ગુજરાતી, 101 inspiring stories in gujarati pdf, varta gujarati, હિતોપદેશની વાર્તાઓ

બાળવાર્તા સંગ્રહ, ગુજરાતી બાળવાર્તા pdf, બાળવાર્તા સંગ્રહ pdf, બાળવાર્તા pdf, જાદુઈ વાર્તાઓ, નવી બાળવાર્તા, ટૂંકી બાળવાર્તા, ગુજરાતી વાર્તા, ગિજુભાઈ બધેકા ની વાર્તા, નાના બાળકોની વાર્તા, હિતોપદેશની વાર્તાઓ pdf, પંચતંત્રની વાર્તાઓ pdf, ગુજરાતી બાળ વાર્તા, મુદ્દા પરથી વાર્તા pdf, મહેનત વાર્તા pdf, ગુજરાતી વાર્તા, ગુજરાતી વાર્તા વાંચન, રાજકુમારીની વાર્તા, કાગડાની વાર્તા, ડોશીની વાર્તા, મહેનત વાર્તા, ચકી ની વાર્તા, વાર્તા લેખન, પરીઓની વાર્તા, પોપટની વાર્તા, ડોશીમા ની વાર્તા, ભુતની વાર્તા, રાક્ષસની વાર્તા.

balvarta collection, bal varta Gujarati, bal varta pdf, bal varta gujarati ma, bal varta Gujarati book, bal varta hindi, bal varta divas, Child story PDF, Child story in Gujarati, The Lost Child story, Child story in English, Child Story in Hindi, Child story gujrati, Child story short, Child story Book, Two mother and a child story

15 thoughts on “કાશીમાની કૂતરી વાર્તા | Kashima Ni Kutari | Gujarati Best story”

  1. Pingback: "સિંહાસન બત્રીસી" બીજી પૂતળીની વાર્તા ભાગ 3 - AMARKATHAO

  2. Pingback: કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ - કનૈયાલાલ મુનશી - AMARKATHAO

  3. Pingback: સુખ દુઃખનાં સાથી - પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ - AMARKATHAO

  4. Pingback: ખેમી વાર્તા | Khemi Gujarati Best vartao - AMARKATHAO

  5. Pingback: રજપુતાણી : ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ | Rajputani Dhumketu ni varta - AMARKATHAO

  6. Pingback: સંસ્કારની શ્રીમંતાઈ - કુન્દનિકા કાપડિયા - AMARKATHAO

  7. Pingback: 50 બેસ્ટ ગુજરાતી વાર્તાઓ વાંચો - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *