13247 Views
આજે માણીએ ચાંદો સૂરજ રમતા’તા – કવિતા બાળપણની એક યાદગાર કવિતા. જે તમને બચપનમાં લઇ જશે. ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી જડી, Chando suraj Ramta ta, old gujarati poems collection
ચાંદો સૂરજ રમતા’તા – કવિતા
અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં
બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું
દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો
ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી
માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું
પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યાં
ફુલ મેં બાને આપ્યા, બાએ મને લાડુ આપ્યો
લાડવો હું ખાઈ ગ્યો ને હું આવડો મોટો થઈ ગ્યો
લાડવો હું ખાઈ ગ્યો ને હું આવડો મોટો થઈ ગ્યો
👇 અન્ય સુંદર બાળપણની કવિતા વાંચો 👇
Haske lot gaya bachpan
Thank you.
Pingback: શંકર ભગવાન ના ભજન | Bholanath Na Bhajan collection 8
Pingback: બાલવાર્તા બિલાડીની જાત્રા - | Gujarati Balvarta - Biladi ni Jatra
જૂની બાળ વાર્તાઓ જે ધોરણ 5 માં આવતી હતી ૧૯૮૮/૮૯ માં
ઇબ્રાહિમ ચાચા
હેવા પડ્યાઈ જશે
ધોરણ 4 માં આવતી
હતિમતાઈ
હવેલીની ચાવી
વગેરે પાઠ ઉપલબ્ધ હોય તો અપલોડ કરવા નમ્ર વિનંતી છે
તમારી વેબસાઇટ
વીતેલા બાળપણની મીઠી મીઠી યાદો તાજી કરી દે છે
ઓકે પ્રયત્ન કરીશ
Pingback: પાંચ વરસની પાંદડી | Best Gujarati kavita collection - AMARKATHAO
Pingback: સાયકલ મારી સરર.. સરર.. જાય | Cycle Mari Baalgeet lyrics - AMARKATHAO