Skip to content

ચાંદો સૂરજ રમતા’તા – બાળપણની યાદગાર કવિતા

ચાંદો સૂરજ રમતા'તા - કવિતા
10897 Views

આજે માણીએ ચાંદો સૂરજ રમતા’તા – કવિતા બાળપણની એક યાદગાર કવિતા. જે તમને બચપનમાં લઇ જશે. ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી જડી, Chando suraj Ramta ta, old gujarati poems collection

ચાંદો સૂરજ રમતા’તા – કવિતા

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં

બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો

ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી

માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું

પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યાં
ફુલ મેં બાને આપ્યા, બાએ મને લાડુ આપ્યો

લાડવો હું ખાઈ ગ્યો ને હું આવડો મોટો થઈ ગ્યો
લાડવો હું ખાઈ ગ્યો ને હું આવડો મોટો થઈ ગ્યો

👇 અન્ય સુંદર બાળપણની કવિતા વાંચો 👇

ચાંદો તળાવમાં બાળવાર્તા

8 thoughts on “ચાંદો સૂરજ રમતા’તા – બાળપણની યાદગાર કવિતા”

  1. Pingback: શંકર ભગવાન ના ભજન | Bholanath Na Bhajan collection 8

  2. Pingback: બાલવાર્તા બિલાડીની જાત્રા - | Gujarati Balvarta - Biladi ni Jatra

  3. Saiyed Sarfarajali shabbirali

    જૂની બાળ વાર્તાઓ જે ધોરણ 5 માં આવતી હતી ૧૯૮૮/૮૯ માં

    ઇબ્રાહિમ ચાચા

    હેવા પડ્યાઈ જશે

    ધોરણ 4 માં આવતી
    હતિમતાઈ
    હવેલીની ચાવી
    વગેરે પાઠ ઉપલબ્ધ હોય તો અપલોડ કરવા નમ્ર વિનંતી છે

    તમારી વેબસાઇટ

    વીતેલા બાળપણની મીઠી મીઠી યાદો તાજી કરી દે છે

  4. Pingback: પાંચ વરસની પાંદડી | Best Gujarati kavita collection - AMARKATHAO

  5. Pingback: સાયકલ મારી સરર.. સરર.. જાય | Cycle Mari Baalgeet lyrics - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *