4598 Views
તાતણીયા ધરાવાળી ખોડીયાર મા ની સ્તુતિ
તાતણીયા ધરાવાળી ખોડીયાર મા બોલાવે તમારા બાળ
ખોડીયાર મુકો અબોલડા
બાલુડા આપના પાયે પડીને વિનવે વારંવાર
ખોડીયાર મુકો અબોલડા
અવગુણ સામુ જોશો ના માવડી, માતા કુમાતા થાશો ના માવડી
છોરૂ કછોરૂ કહેવાય ખોડીયાર મુકો અબોલડા
દેવો ઉગાર્યા ને દૈત્યો સંહાર્યા, ભક્તજનોના સંકટ સૌ કાપ્યા
ઋષિ મુનિઓ જશ ગાય ખોડીયાર મુકો અબોલડા
ધીરજ ખુટીને મારૂ મનડુ મુઝાય છે, મધ દરીયે મારી નાવ અથડાય છે
બાળકની વારે તું આવ ખોડીયાર મુકો અબોલડા
વાટલડી જોતા થાકી છે આંખડી , વિતે છે રાતડીને ડુબે છે નાવડી
દોડી આવ્યો તારે દ્વાર ખોડીયાર મુકો અબોલડા
ઘેરાણા વાદળ વિપતના જયારે , સિંધમા જાહલ ઘેરાણી જયારે
નવઘણની કીધી સહાય ખોડીયાર મુકો અબોલડા
વિનંતી સુણીને માજી પધાર્યા , ભક્તજનોના સંકટ સૌ કાપ્યા
ભટ્ટ વલ્લભ ગુણ ગાય ખોડીયાર મુકો અબોલડા.
અમરકથાઓ
ખોડીયાર મા નો ઇતિહાસ અહીથી વાંચો 👇 click photo

Tataniya Dharavali khodal maa, Gujarati stuti, Prarthana.