Skip to content

વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી સાતમી અને 8 મી પૂતળીની વાર્તા

સિંહાસન બત્રીસી આઠમી પૂતળીની વાર્તા
6078 Views

સિંહાસન બત્રીસી સાતમી અને 8 મી પૂતળીની વાર્તા, વિક્રમ વૈતાળ pdf, બત્રીસ પૂતળીની વાર્તા, 32 putli ni varta Gujarati ma, vikram betal ni varta Gujarati, સિંહાસન બત્રીસીના લેખક કોણ ?, Batris putli ni varta gujarati pdf, વિક્રમ રાજા ની વાર્તા, વિક્રમ રાજા ની બત્રીસ પૂતળીની વાર્તા, અબોલા રાણીની વાર્તા, 32 પૂતળી ની વાર્તા pdf, Batris Putli ni Varta Gujarat, sinhasan battisi pdf, sinhasan battisi Gujarati ma, sinhasan battisi book pdf downland

સાતમી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી

સાતમે દિવસે જ્યારે વિક્રમ રાજા સિંહાસન પર બેસવા જતા હતા કે ત્યા જ ‘ શ્યામકા’ નામની પૂતળીએ રાજા ભોજને સિંહાસન ઉપર બેસતાં અટકાવી, વિક્રમ રાજાની ચતુરાઈ અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.

વિક્રમ રાજાનાં દરબારમાં એક સિદ્ધપુરુષ આવ્યા હતા.
વિક્રમ રાજા સિદ્ઘપુરુષની સારી સેવા – ચાકરી કરતા.
તેથી તેમણે સંતુષ્ટ થઈ રાજાને કંઈક આપ ઇચ્છા દર્શાવી.

રાજાનો હજામ ( નાયી ) તે વખતે રાજાન પગચંપી કરતો હતો, તેથી સિદ્ધપુરુષે તે બહાર જાય પછી જણાવવાનું કહ્યું. જેથી વિક્રમ રાજાએ તે હજામ બહાર મોકલ્યો.
પછી સિદ્ધપુરુષે વિક્રમ રાજાને ‘ પરકાયાપ્રવેશ ’ નો મંત્ર આપ્યો અને પછી રાજાની રજા લીધી.

બાદ વિક્રમ રાજાએ હજામને પગચંપી માટે બહારથી અંદર બોલાવ્યો. તે પગચંપી કરી ઘેર ગયો. પણ હજામને મનમાં ચટપટી થઈ કે સિદ્ધપુરુષે રાજાને શું આપ્યું હશે ?
તે જાણવાની અને મેળવવાની ઇચ્છા જાગૃત થઈ.

હવે આ હજામ એકદમ ગુમસુમ અને નિરાશ રહેવા લાગ્યો. ક્યારેક ગાંડપણનો ડોળ કરવા લાગ્યો.
આ વાતની વિક્રમ રાજાને જાણ થતા વિક્રમ રાજાએ તેના દુઃખનું કારણ જાણી ‘ પરકાયાપ્રવેશ ’નો મંત્ર સિદ્ઘપુરુષે બતાવેલ તે હજામને શીખવ્યો.

આ મંત્ર જાણી હજામ ખુશ ખુશ થઈ ગયો.


એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકારે ગયા તેની સાથે હજામ પણ ગયેલ. રાજાએ એક મૃગનો શિકાર કર્યો. શિકાર કર્યા પછી રાજા તે મૃગ પાસે ગયા હવે તેમને આ મૃગ ઉપર ‘પરકાયાપ્રવેશ’ના મંત્રનો અખતરો કરવાના હેતુથી ત્રણવાર મંત્ર બોલી તેઓ મૃગના શરીરમાં પ્રવેશ્યા. આથી રાજાનું ખોળિયું નીચે પડ્યું ને મૃગ સજીવન થયો.

આ બધું દૂરથી હજામ જોયા કરતો હતો. તેની દાનત મલિન બની. અને પોતે જ હવે વિક્રમ રાજા બનીને રાજ્ય કરશે. એવા ઇરાદાથી તે નજીક દોડી જઈ પોતે ત્રણવાર મંત્ર ભણી વિક્રમ રાજાના ખોળિયામાં પ્રવેશ્યો અને પોતે રાજમહેલે આવી , અસલ વિક્રમ રાજા જેવો પાઠ ભજવવા લાગ્યો.

મૃગમાં પ્રવેશેલ રાજાએ જોયું કે પોતાના ખોળિયામાં તો હજામ પ્રવેશ કરી ચૂક્યો છે , જેથી મૃગરૂપી રાજા જંગલમાં નાસી ગયા.

વિક્રમ રાજા બનેલ હજામને રાજપાઠમાં કઇ ગતાગમ ન પડી. રાણી અને દાસીનો ફરક ન સમજતાં દાસી સાથે પ્રેમ કરવા જતા શંકા પેદા થઈ.

ચતુર રાણીને આવા વ્યવહારથી અજુગતુ લાગ્યુ.
રાણીએ આ સત્ય જાણવા માટે હજામ જે વિક્રમ બનેલ ,
તેને અનેક આડાઅવળા પ્રશ્નો પૂછી જાણી લીધું કે આ હજામ ‘પરકાયાપ્રવેશ’નો મંત્ર રાજા પાસેથી શીખીને તેમના શરીરમાં પેઠો છે.

ચોકમાં દાણા નાખ્યા છે
ચોકમાં દાણા નાખ્યા છેરાણીએ પ્રધાનજીને બોલાવી બધી વાત કરી ,
જેથી વિક્રમ રાજા બનેલ હજામને એક ઓરડામાં પૂરી રાખવામાં આવ્યો. અમરકથાઓ

બીજી બાજુ મૃગના શરીરમાં રહેલ વિક્રમ રાજા એક મૃત પોપટના શરીરમાં દાખલ થઈ ઊડતા ઊડતા રાજમહેલે આવ્યા. ત્યાં રાણી અને પ્રધાનજીને બધી હકીકત જણાવી

અને રાણીને કહ્યું : “તમે પ્રેમનું નાટક રચી હજામને ભોળવી ‘પરકાયાપ્રવેશ ’ કરવા પ્રેરો. ”

રાણીએ પોતાની ચતુરાઇથી હજામને નજરકેદમાં જ રાખીને મુક્ત કર્યો. અને તેને પોતાની વાતચીતમાં ફસાવીને કહ્યુ.
કે બધાના કહેવાથી મે તમને શંકાથી કેદ કર્યા હતા. પરંતુ મને લાગે છે કે તમે જ વિક્રમ રાજા છો.

પણ એક એવી વિદ્યા છે કે જે વિક્રમ રાજા સિવાય કોઇ જાણતુ નહોતુ. વિક્રમ રાજા ‘પરકાયાપ્રવેશ’ મંત્ર જાણતા હતા તેથી જો તમે જ સાચા વિક્રમ રાજા હોય તો મને એકવાર ‘પરકાયાપ્રવેશ’ મંત્રનો ઉપયોગ કરી બતાવો જેથી મને વિશ્વાસ બેસી જાય.

હવે હજામ પોતાનો પ્રયોગ બતાવવા આતુર બન્યો. કે જો એકવાર રાણીને વિશ્વાસ બેસી ગયો. પછી કોઇની તાકાત નથી કે મારો અસ્વીકાર કરે…

એક દિવસ એક ઘેટું મરી જતાં રાણીને તક મળતાં હજામને ‘પરકાયાપ્રવેશ’નો મંત્ર અજમાવી જોવા કહ્યું.

હજામે તરત જ મંત્ર ભણી ઘેટાના શરીરમાં પ્રવેશ કર્યો,
ત્યારે પોપટ સ્વરૂપે ત્યા હાજર રહેલ વિક્રમ રાજાએ તુરત જ પોતાના અસલ ખોળિયામાં પ્રવેશ કરી દીધો.

હજામ હવે આખી વાત સમજી ગયો અને પોતે કઇ કરી શકે તેમ ન હોવાથી શાંત રહ્યો. અમરકથાઓ

વિક્રમ રાજાએ તેને મૃત્યુદંડ આપવાને બદલે આ ઘેટા સ્વરૂપે રહેલ હજામને બીજા ઘેટા સાથે રાખી દીધો.

પછી રાણીના કહેવાથી પોપટના ખોળિયાને બાળી નાખવામાં આવ્યું.

એક દિવસ વિક્રમ રાજા દરબાર ભરીને બેઠેલ , ત્યાં એક બ્રાહ્મણ કલ્પાંત કરતા આવ્યો અને રાજા પાસે લાકડા , ઘી , તલ આદિ માગ્યું. તેનું કારણ જાણતા વિક્રમ રાજાને ખબર પડી કે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેના ઉંમરલાયક પુત્રને પરણાવવાના હેતુથી ત્રણે વિક્રમ રાજાને ત્યાં આવવા નીકળ્યાં હતાં. પણ જંગલમાં એક વાઘની ત્રાડથી તેનો પુત્ર બીકમાં મરી ગયો. હવે બ્રાહ્મણ – બ્રાહ્મણી પુત્ર સાથે બળી મરવા માગતાં હતાં.

વિક્રમ રાજાએ બન્નેને ખુબ સમજાવ્યા અને ફક્ત એક રાત માટે રાહ જોવાનું કહ્યુ.
સમજાવટથી એક રાત માટે તેઓ અટક્યા.

રાત્રે રાજા હરસિદ્ધ માતા પાસે ગયા અને આનો કોઈ ઉપાય કરવા વિનંતી કરી.

માતાજીએ તેમને ઘેટામાં પ્રવેશેલ હજામને આ બ્રાહ્મણપુત્રના ખોળિયામાં આવે તેમ સમજાવવા કહ્યું. અમરકથાઓ

રાજા આ સાંભળી ખુશ થયા. બીજા દિવસે મૃત બ્રાહ્મણપુત્રને લઈને રાજા તે ઘેટા પાસે ગયા. રાજા હજામને બ્રાહ્મણપુત્રના શરીરમાં દાખલ થવા સમજાવવા લાગ્યા. શરૂઆતમાં હજામે આનાકાની કરી , જ્યારે વિક્રમ રાજાએ તેને તલવારથી મારી નાખવાની ધમકી આપી , એટલે તે બ્રાહ્મણપુત્રના શરીરમાં દાખલ થયો.

આમ બ્રાહ્મણપુત્ર સજીવન થતાં બ્રાહ્મણ – બ્રાહ્મણી ખુબ જ રાજી થયાં.

વિક્રમ રાજાએ બ્રાહ્મણપુત્રને ધામધુમથી પરણાવ્યો. તેમને રહેવા મહેલ અને પુષ્કળ સંપત્તિ આપી. અને વિદાય આપી.

આમ વાર્તા પૂરી કરી પૂતળીએ કહ્યું : “ આવા ચતુરાઈ અને ભલાઈના કામ વિક્રમ રાજા કરતા હતા. તમે આવા કાર્ય કરી શકો તો જ સિંહાસન ઉપર બેસી શકો. ”

આટલું કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આઠમી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી

બિજે દિવસે ભોજ રાજા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે ‘માનવંતી’ પૂતળીએ તેમને અટકાવ્યા ને કહ્યું : “ રાજા વિક્રમે પરોપકાર અને વીરતાનાં જે કાર્યો કર્યાં તેવાં કાર્યો કરનાર જ આ સિંહાસન ઉપર બેસી શકે. ”

આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની નવી વાર્તા શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા રાત્રિના નગરચર્યા જોવા નીકળ્યા. તેમણે નગર બહાર આગના ભડકા જોયા. તેની નજીક જતાં તેમને માલૂમ પડ્યું કે એક બ્રાહ્મણ તે આગમાં પડવાની તૈયારી કરતો હતો.

તેને વિક્રમ રાજાએ તેમ કરતો અટકાવ્યો અને આગમાં પડવાનું કારણ પૂછ્યું.

આથી બ્રાહ્મણે પોતાની વાત શરુ કરી :
એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું હતું. તેમાં એક રૂપસુંદરી હાથી ઉપર બેસીને તેની સામે જોતી હતી. તેના હાથમાં વરમાળા હતી. તે બતાવી તેણે તેને નજીક આવવા ઇશારો કર્યો.
હું તેની તરફ દોડ્યો ત્યારે મારી આંખ ઊઘડી ગઈ અને સ્વપ્ન સરી ગયું. ત્યારથી મને તે સુંદરીને પરણવાની ધૂન લાગી.

હું તેના વિચારોમાં ખાધા – પીધા વગર દિવસો વિતાવતો હતો. હવે મને જીવવું અસહ્ય લાગતાં , આગમાં પડી હું જીવનનો અંત આણવા તત્પર થયો છું. મને કોઈ સ્વપ્નની સુંદરી મેળવી આપવાનું વચન આપે તો હું મરવાનો વિચાર માંડી વાળું. ”

વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. ” તે સ્વપ્નસુંદરીને મેળવી આપશે ” તેમ જણાવી બ્રાહ્મણને પોતાના રાજમહેલે લઈ જઈ હરસિદ્ધી માતાની સ્તુતિ કરી તેમની સંહાય માગી. અમરકથાઓ

માતાજીએ જણાવ્યું : “ તે સિંહલદ્વીપની રાજકુમારી હતી. તેને મેળવવા માટે ઘણી ચોકીઓ વટાવવી પડશે , પહેલી ચોકી વિકરાળ રાક્ષસની , બીજી ચોકી અગ્નિની , ત્રીજી ચોકી પ્રચંડ પક્ષીની , ચોથી ચોકી માનવભક્ષી રાક્ષસણીની અને પાંચમી ચોકી હાથીઓની આવશે. તે વટાવ્યા પછી સિંહલદ્વીપની રાજકુંવરી પાસે પહોંચાશે :
આ કાર્ય દુષ્કર છે , છતાં વૈતાળને તારી સાથે રાખજે. હું પણ તને સહાય કરતી રહીશ. ”

બીજે દિવસે વિક્રમ રાજા અદૃશ્ય વૈતાળને લઈ સિંહલદ્વીપ જવા નીકળ્યા. રસ્તામાં પહેલી ચોકી ભયંકર રાક્ષસની આવી. રાક્ષસ તેમને મારવા ધસ્યો ત્યારે વૈતાળે વિક્રમ રાજાનું વિરાટ ભયંકર રૂપ બનાવી દીધું રાજાએ રાક્ષસને મુક્કો માર્યો , એટલે તે નીચે પછડાટ ખાઇને પડ્યો.

રાક્ષસ સમજી ગયો કે આ કોઈ સામાન્ય માનવી નથી , એટલે તે ભાગીને પોતાના કિલ્લામાં સંતાઈ ગયો.

રાજા તેની પાછળ પડ્યા. ત્યાં તેમણે મહેલમાં એક રાજકુમારીને જોઈ, તેને મળ્યા. તેની મદદથી વિક્રમ રાજા રાક્ષસના ભોંયરામાં ગયા. ભોંયરામાં જઈ તેનો તલવાર વડે વધ કર્યો. રાજકુમારીને આશ્વાસન અને ધીરજ આપી તેઓ આગળ વધ્યા

ત્યારે અગ્નિની ચોકી આવી. ત્યાં ચારે બાજુ પ્રચંડ અગ્નિની જવાળાઓ હતી. ત્યારે હરસિદ્ધી માતાએ તેને મેઘરાજાને પ્રાર્થના કરવા જણાવ્યુ. વિક્રમ રાજાનાં આહવાનથી મેઘરાજા હાજર થયા. અને અગ્નિને બુજાવી દીધી આમ તેઓએ મેઘરાજાની સહાયથી તે ચોકી પાર કરી.

ત્રીજી ચોકી પ્રચંડ પક્ષીની , ચોથી ચોકી રાક્ષસણીની અને પાંચમી ચોકી હાથીઓની આવી વિક્રમ રાજાએ વૈતાળ અને માતાજીની સહાયથી પરાક્રમ કરી તમામ ચોકીઓ પાર કરી , સિંહલદ્વીપ આવી પહોંચ્યા.

અહીં બાગમાં કુંવરી પોતાની સખીઓ સાથે ફૂલ તોડવા આવી હતી. ત્યાં રાજા વિક્રમ તેને મળ્યા અને પોતાનો પરિચય આપ્યો અને પોતે શા હેતુથી આવ્યા છે તે જણાવ્યું.

રાજા પાસેથી બ્રાહ્મણની વાત સાંભળી કુંવરીએ કહ્યું : “ તે જ સમયે મને પણ સ્વપ્ન આવ્યું હતું. હું માળવા ગઈ હતી. હાથી ઉપર બેસી હું સરોવર આગળ ગઈ હતી , ત્યાં મેં એક બ્રાહ્મણને દીઠો તે મારા ઉપર મોહ પામ્યો , તેમ હું પણ તેના ઉપર મોહી હતી મેં તેને મારી પાસે બોલાવ્યો ને વરમાળા આરોપવાની ઇચ્છા વ્યક્ત કરી. તે મારી નજીક આવ્યો ત્યાં તો મારી આંખ ઊઘડી ગઈ અને મારું સ્વપ્ન સરી ગયું. અમરકથાઓ

સિંહલદ્વીપની સુંદરીએ પોતાનાં માતા – પિતાને પોતાના સ્વપ્નની અને બ્રાહ્મણને આવેલ સ્વપ્નની વાત કરી,
આ હેતુથી રાજા વિક્રમ અહીં આવ્યા છે , તેની જાણ કરી.

રાજારાણીએ પોતાની કુંવરીને ઘણો કરિયાવર આપી, વિક્રમ રાજાની સાથે મોકલી. રસ્તામાં રાક્ષસના મહેલમાં રહેલ રાજકુંવરીને વિક્રમ રાજાએ પોતાની સાથે લીધી. પછી વિક્રમ રાજા ઉજ્જયિની નગરીમાં આવી બ્રાહ્મણ સાથે સિંહલદ્વીપની કુંવરીના લગ્ન કરાવી દીધાં. તેમને રહેવા માટે મહેલ અને પુષ્કળ સંપત્તિ આપી.
રાક્ષસના મહેલમાં રહેલી રાજકુંવરીને તેનાં માતા – પિતાને ત્યાં ક્ષેમ કુશળ પહોંચાડી દીધી.

વાર્તા પૂરી કર્યા પછી માનવંતી પૂતળી કહેવા લાગી : “ હે ભોજ રાજા , તમે રાજા વિક્રમની જેમ સાહસ , પરાક્રમ અને ભલાઈનાં કામ કરવાને યોગ્ય હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો. ” આટલું કહી તે પૂતળી સડસડાટ કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.

(⚠ આ આખી સિરીઝ લેખકની અનુમતિથી મુકવામાં આવતી હોય અન્ય કોઇપણ જગ્યાએ copy કરવાની સખત મનાઇ છે. આપ ફક્ત share કરી શકો છો. છતા પણ આવી બાબત ધ્યાને આવશે. તો copy right ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.)

આગળનાં કોઇ પણ ભાગ વાંચવા માટેની લિંક નીચે આપેલી છે. ક્લીક કરીને વાંચો 👇

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 1 – સિંહાસન પ્રાપ્તિ

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 2 – પ્રથમ પૂતળીની વાર્તા

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 3 – બીજી પૂતળીની વાર્તા

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 4 – ત્રીજી પૂતળીની વાર્તા

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 5 – ચોથી-પાંચમી પૂતળીની વાર્તા

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 6 – અબોલા રાણીની વાર્તા

1 thought on “વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી સાતમી અને 8 મી પૂતળીની વાર્તા”

  1. Pingback: Batris putali ni varta in gujarati | 12 મી પૂતળીની વાર્તા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *