Skip to content

અલખ ધણી ની આરતી | રામદેવપીર ની આરતી lyrics

રામદેવપીર ની આરતી lyrics
10593 Views

અલખ ધણી ની આરતી, રામદેવપીરની ખુબ જ સુંદર મઝાની આરતી વાંચો અને સાંભળો કિંજલ દવેનાં અવાજમાં રામદેવપીર ની આરતી lyrics, રામાપીરની આરતી, અલખ ધણીની આરતી કિંજલ દવે, અલખ ધણીની આરતી pdf, ચાર જુગ ની આરતી, ચાર જુગ ની આરતી Lyrics, પીર રામદેવ ની આરતી, અલખ ધણીની આરતી રીંગટોન, બાબા રામદેવની આરતી lyrics, Alakhdhani Ni Aarti mp3 song free download, alakh dhani ni aarti lyrics.

અલખ ધણી ની આરતી

રામદેવપીર ની આરતી

અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.

પેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર,
પાંચ કરોડે સિધ્યા જોને પ્રથમ પ્રહલાદરાય
સોના કેરો પાટ ધણીને સોના કેરો થાળ
સોના કેરા સિંહાસન બેઠા નર નકળંગીરાય

અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.

બિજા યુગમાં પાટ માંડ્યો, હરિશ્ચંદ્રને દ્વાર,
સાત કરોડે સિધ્યા રે સતવાદી હરિશ્ચંદ્રરાય
રૂપા કેરો પાટ ધણીને રૂપા કેરો થાળ
રૂપા કેરા સિંહાસન બેઠા નર નકળંગીરાય

અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.

ત્રીજા યુગમાં પાટ માંડ્યો યુધિષ્ઠિરને દ્વાર
નવ કરોડે સિધ્યા જો ને રાજા યુધિષ્ઠિરરાય
ત્રાંબા કેરો પાટ હરિને ત્રાંબા કેરો થાળ
ત્રાંબાનાં સિંહાસન બેઠા નર નકળંગીરાય

અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.

ચોથા યુગમાં પાટ માંડ્યો બલિરાજાને દ્વાર
બાર કરોડે સિધ્યા જો ને બલિરાજારાય
માટી કેરો પાટ ધણીને માટી કેરો થાળ
પાટે રે પધાર્યા બાવા નર નકળંગીરાય

અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.

ટાઇપીંગ – અમરકથાઓ ગ્રુપ.

👉 ભોળાનાથનાં ભજન સંગ્રહ

👉 હર હર શંભુ શિવ મહાદેવા વિડીયો ગીત

👉 સુંદર 11 રાધાકૃષ્ણ ગીત

અલખ ધણી ની આરતી કિંજલ દવે
અલખ ધણી ની આરતી
અલખ ધણી ની આરતી
રે કાન્હા હું તને ચાહું
રે કાન્હા હું તને ચાહું

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)