Skip to content

ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ ભાગ 1

ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ
10965 Views

મા ગાંડી ગેલ ગાત્રાળનો ઇતિહાસ નો ભાગ 1 આપ સૌ મિત્રો સમક્ષ મુકી રહ્યા છે. જેના લેખક છે. વિજયભાઇ વ્યાસ (વધાવી) – ગેલી ગાત્રાળ મા ના પરચા ભાગ 1.

મા ગાંડી ગેલ ગાત્રાળ – ચારણ આલા ભગતને પરચો.

🙏🌸જય હો મા ગાંડી ગેલ ગાત્રાળનો🌸🙏

ઓખાના બાદશાહે ફરમાન બહાર પાડ્યું કે રાજ્યની અંદર કોઈએ પણ હિન્દુ દેવી-દેવતાનુ પુજા – પાઠ – નામ સ્મરણ – ભક્તિ કરવી નહી, ફક્ત અલ્લાહની જ બંદગી કરવી, ફરમાન ભંગ કરનારને કારાવાસની સજા કરવામાં આવશે.

આોખાનો “ચારણ આલા ભગત”તો દેવી ઉપાસક જોગમાયાની આરાધના વિના દિવસ ઉગે પણ નહી ને આથમે પણ નહી,

આલા ભગત માતાજીની આરાધના કરે છે,

“સ્થળ સ્થળ મહી તુજ વાસ હૌ
પળ પળ સદા તુ જાગતી…
દિન- રાત તારા ભક્તની સંભાળ મા તુ રાખતી…”

ચારણ આલા ભગત દ્વારા ઉચ્ચારવામાં આવતી માતાજીની સ્તુતિના શબ્દો બાદશાહના સિપાહી સાંભળે છે, અને આલા ભગતને ઠપકો આપે છે આ રાજ્યમા રહેવુ હોય તો ફક્ત અલ્લાહની જ બંદગી કરવી નહિતર કારાવાસની સજા કરવામાં આવશે,

આલા ભગત કહે છે કે હુ ચારણને દિકરો છે, દેવીપુત્ર છુ, મારા મુખમાંથી ફક્ત જોગમાયાની આરાઘના જ થાય અને રહી વાત અલ્લાહની બંદગીની તો આજે પણ નહી અને કાલે પણ ન થાય, કઈ દેજો તમારા બાદશાહને કે કારાવાસ તો શુ યમવાસ પણ મંજુર છે,

સિપાહીઓ આલા ભગતને બંદી બનાવી બાદશાહ સમક્ષ હાજર કરે છે

બાદશાહ બંધી બનાવેલ ચારણ આલા ભગતને હિન્દુ દેવી-દેવતાનુ ગુણગાન બંધ કરી અલ્લાહની બંદગી કરવા સામ-દામ-દંડ-ભેદ ની બધી નિતીથી સમજાવે છે,

પરંતુ ચારણ એક ના બે થતા નથી અને બાદશાહને કહે છે

“જપુ નામ જોગણી તણુ બીજુ નામ મુખથીના ભણુ

મોત મંજુર છે પણ ભેળીયાવાળી સિવાય બીજા કોઈને ના ભજુ.”

છેવટે બાદશાહ ગુસ્સે થઈને સિપાહીઓને આજ્ઞા કરે છે કે આ ચારણને કારાવાસમાં પુરી મરચાની ધુવાડી દો હુ પણ જોવ છુ કેવીક હિન્દુળાની દેવ આની મદદે આવે છે, ફરમાન મુજબ સજા આપવા કારાવાસમા પુરી દે છે.

આલા ભગત માતાજીને આરાધના કરે છે,

પણ એ આરાધના પણ કેવી કે શરીરના કરોડો રૂવાંડા ખરડીને ખાંડા થઈ જાય,

(કવિ શ્રી ચીમનભાઈ ગજ્જરના હસ્તે લખાયેલ જગદંબાની સ્તુતિ..)

સાંભળ કરૂં છું સાદ સગતી સમય કપરે આ સમે,
કળજગ તણું જગ જોર જામ્યું ધર કટક દળ ધમધમે,
અબ વાર કરવા આજ જગદંબા આવજે વખતે અણી,
ત્રીભુવન તણી ધીંગો ધણી હવે જાગ આોખાની જોગણી.

મન ખોટ દાનત સાવ મેલી પાપીયા કંઈ પીખતા,
સંતાપતા સંતો ગરીબની વાડ્ય લઈને વીખતા,
અધમા અધમ કંઈ અહર સરખા ઘાતકી રીતું ઘણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.

દુષટો દગલ બાજો દલાલો પાપીયા અણ પાર છે,
ધોખા ધડી વિશવાસ નઈ તંતો ઘણી તકરાર છે,
ભુલ્યા અભાગી ભાન ચૌ દિશ રીત રાખહ ચોગણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.

લંપટ ભરખતા લાંચ કાજી ન્યાય ક્યાં સવળો કરે,
કોટવાલ કરતા કંઈક ગુના પાપ કર પેટજ ભરે,
દૈતો તણાં દળ ત્રાસ દે, નઈ ધ્યાન દે ધરણી ધણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.

તરકાં તરારાં બોમ બારાં ધોમ ધારાં લોઈરાં,
બંધક ગલોલી રમત હોલી દૈત્ય ટોલી દોઈરાં,
પાપી લીયે પટ પ્રાણ માનવ ખોળીયા માંથી ખણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.

આ બાદશાહ આપણી પ્રજાને હેરાન કરે છે તમારુ નામ પણ નથી લેવા દેતો, અને હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે માટે હે “મા” જગદંબા આપને વિનંતી કરુ છું કે આ બાદશાહના ત્રાસ માથી નગરજનોને મુક્તિ અપાવ……

“મા” મને મોતનો ભૈ નથી અને આ અભિમાની બાદશાહથી ડરતો પણ નથી,

પણ…. વાત હવે જીદે ચડી છે હિન્દુઓની દેવીના અસ્તિત્વ ઉપર મુગલ બાદશાહે આંગળી ચિંધી છે,

કાલે પ્રભાતના પહેલા પહોરમા આપની પુજા-અર્ચના કર્યા બાદ જો તમે આ અભિમાની બાદશાહને પરચો નહી બતાવો તો હુ “જીભ કરડીને” મોત વહાલુ કરીશ.

આલા ભગતનની અંતરની આરાધના ભગવતી એ સાંભળી લીધી,

તે જ રાત્રે ઓખાના મંડાણની દેવી “મા” ગાંડી
બાદશાહના સ્વપ્નમા જઈ કહે છે કે હે અભિમાની બાદશાહ કાલે સવારે કારાવાસમાં પુરેલ મારા ભક્ત આલા ભગતને છોડી દેજે અને મારા નગરજનોને રંજાડવાનુ બંધ કરી નીતિથી તારી સલ્તનત ચલાવજે એમાંજ તારી ભલાઈ છે.

જો મારી આ વાતમા કોઈપણ ચુક થશે તો રાજા કરણની વેળા થાય એટલે કે પ્રભાતના પહેલા પોરમા તારી બેગમને ધુણતી કરી તારૂ લોહી પીઈ જાઇશ અને તારા આ રંગમહેલને કબ્રસ્તાનમાં ફેરવી નાંખીશ આ ઓખાના મંડાણની ગાંડીનો બોલ છે આને ખાલી સપનુ નો સમજતો આ હિન્દુની દેવીનુ વચન છે…………આટલુ કહી “મા” ગાંડી અટ્ટહાસ્ય કરી અંતરધ્યાન થઈ જાય છે.

બાદશાહ ભર નીંદરમાંથી સફાળો જાગી થરથર ધ્રુજવા લાગે છે વિચારે છે આ તે કેવુ સ્વપ્ન !

આ સ્વપ્ન હતુ કે મારા મનનો વહેમ હતો બાદશાહ વિચારોના વંટોળે ચડે છે, માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો એને નજર સમક્ષ દેખાય છે, રાત્રીના છેલ્લો પહોર ચાલુ છે બાદશાહને નિંદર આવતી નથી.

વહેલી સવારે પોતાના શયનકક્ષ માંથી બહાર નીકળે છે પરંતુ નસેનસમા ભરેલુ અભિમાન એને સત્ય સમજવા નથી દેતુ, મનનો વહેમ સમજી સપનાની વાત ભુલી
નિત્યક્રમ મુજબ કચેરીમા હાજર થઈ રાજ્યની ગતિવિધિની ચર્ચા કરવા લાગે છે…..

આ બાજુ કારાવાસમા “ચારણ આલા ભગત” માતાજીની પૂજા અર્ચના કરવા લાગે છે.

સૂર્યનારાયણની પહેલી કિરણ પૃથ્વી પર પડતાની સાથે જ બેગમની દાસી દોડતી દોડતી કચેરીમા દાખલ થઈ એકીશ્વાસે કહે છે,જહાંપનાંહજી “ગુસ્તાખી કે લિયે માફી” અચાનકથી બેગમ સાહીબાનો વ્યવહાર બદલાઇ ગયો છે અને આખુ શરીર ધ્રુજે છે તેમજ અલગ પ્રકારની ભાષા બોલે છે……

બાદશાહને માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો સામે દેખાય છે અને રાત્રિનુ સ્વપ્ન યાદ આવે છે,

બાદશાહ હુકમ કરે છે કે કિલ્લાનો ચોકી પહેરો વધારી દો બહારની કોઇપણ વ્યક્તિને અંદર પ્રવેશવા દેશો નહી તેમજ લડાઈમા કુશળ અને વિશ્વાસુ એવા 100 સૈનિકોની ટુકડીનો પહેરો મારી આસપાસ ગોઠવી દો.

હવે હુ પણ જોવ છુ કે આ હિન્દુળાની દેવી મારુ શુ બગાડે છે,

(બાદશાહને ક્યાંથી ખબર હોય કે મા જગદંબાની પાપંણના એક જ પલકારે આખેઆખી પૃથ્વી પલ્ટી જાય, તો આ કિલ્લાબંધી એને શુ રોકવાની)

હુકમનુ પાલન થાય છે અને પહેરાબંધી સાથે બાદશાહ પોતાની બેગમના રૂમમાં પ્રવેશી જુવે છે કે બેગમ ધુણી રહી છે અને બાદશાહની સામે અટ્ટહાસ્ય કરી કહે છે સમજાવવા છતા ન સમજ્યોને લે આ હિન્દુની દેવ ગાંડી નો પહેલો પરચો….કારાવાસનો પહેરો વધારી દેવો હોય તો વધારી દેજે હવે હુ મારા ભક્ત આલા ભગતને બંદીમુક્ત કરવા જાવ છુ….આટલુ બોલી બેગમ બેહોશ થઈ જાય છે……

બેગમ સાહીબા બેહોશ થઈ જમીન પર ઢળી પડે છે, બાદશાહ ગુસ્સે થઈ રઘવાયા ઢોરની જેમ આંટાફેરા કરવા લાગે છે, ઉપર નજર કરીને કહે છે ઓ…. જાદુગરણી આજે હુ તને નહી છોડુ.

બાદશાહ સિપાહીઓને હુકમ કરે છે કે કારાવાસમા રહેલ આલાભગતની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે તેમજ બહારની કોઇપણ વ્યક્તિ નજરમા આવે તો તેને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે.

“માતાજી” કારાવાસમા બંધ આલા ભગતને છોડાવવા માટે કારાવાસના મુખ્ય દરવાજા સમક્ષ રુદ્ર સ્વરૂપે આંખોમાથી અગન જ્વાળા નીકળી રહી છે ભાલ પર એવુ તેજ છે કે જાણે સુર્યદેવ આજે માતાજીના કપાળમાંથી ઉદય થયા હોય અને એક હાથમા ખુલ્લી તલવાર બિજા હાથમા ત્રિશુલ લઈ અતિ ક્રોપાયમાન સ્વરૂપે પ્રગટ થાય છે.

ગર્જના કરી સૈનિકોને ચેતવણી આપે છે કે જેને પોતાનો જીવ વ્હાલો હોય તે મારા રસ્તામાથી દુર ખસી રાજમહેલની બહાર નીકળી જાવ બાદમાં હુ અહીંથી એક ડગલુ આગળ ચાલ્યા બાદ આ રાજમહેલની અંદર એક પણ વ્યક્તિને જીવતો નહી મુકુ….મારા બોલ મુજબ આ રાજમહેલને કબ્રસ્તાન કરી નાખીંશ.

માતાજીનુ રૂદ્ર સ્વરૂપ જોઈ ઘણાખરા સિપાહીઓ ભાગી જાય છે,

માતાજી પ્રચંડ વેગે કારાવાસ તરફ આગળ વધે છે માતાજીના ડગલા પૃથ્વી પર પડતાની સાથે આખો મહેલ ડોલવા લાગે છે,

સૈનિકોની ફોજમા રણચંડી બની “મા” ખુલ્લી તલવાર અને ત્રિશુલ લઈ કુદી પડે છે,

માતાજીની તલવાર વિંઝણાની જેમ તેજ-ગતીથી ફરે છે એ જોઈને ફોજમા હાહાકાર મચી જાય છે, એક તલવારના ઝાટકે દસ-દસ સૈનિકના મસ્તક ઉડાડતા માતાજી આગળ વધતા જાય છે, ઘડીના છઠ્ઠા ભાગમાં કારાવાસના બધા સૈન્યને મૃત્યુને ઘાટ ઉતારી આલા ભગત સમક્ષ હાજર થયા,

આલા ભગતની લોખંડની બેડીઓ આપમેળે તુટી જાય છે અને દરવાજો પણ ખૂલી જાય છે,

માતાજીનુ રૂદ્ર સ્વરૂપ જોઈને ગદગદીત થઈ દંડવત પ્રણામ કરી રડતા-રડતા સ્તુતિ કરે છે

અયિ ગિરિ નંદિનિ નંદિ તમે દિનિ વિશ્વ-વિનોદિનિ નંદ નુતે
ગિરિવર વિંધ્ય-શિરોઽધિ-નિવાસિનિ વિષ્ણુ-વિલાસિનિ જિષ્ણુનુતે |
ભગવતિ હે શિતિકંઠ-કુટુંબિણિ ભૂરિકુટુંબિણિ ભૂરિકૃતે
જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે…..

“માતાજી” સૌમ્ય સ્વરૂપ ધારણ કરી આલા ભગતને આશ્વાસન આપતા કહે છે તમારે રડવાનુ નથી હવે રડવાનો વારો તો બાદશાહનો છે, આપ ખુશીથી તમારા નેસડે જાવ,

માતાજીની આજ્ઞા શિરોમાન્ય રાખી આલા ભગત પોતાના નેસ તરફ પ્રયાણ કરે છે..

આ તરફ “મા” રંગમહેલના દ્વાર પાસે આવી ત્રાડ પાડી કહે છે કે એ…..ય….. શિયાળીયા….બહાર આવ આ હિન્દુની દેવ અને હા જાદુગરણી…….કા… તારે મને જોવીતીને તો આવ બહાર બેગમખાનામા છુપાય ને કેમ બેઠો છો તુ તો કેતો’તો ને આ હિન્દુની દેવી મારુ શુ બગાડી લેવાની તો બહાર આવીને જો….

મરદ હો તો થા ભાયડો નમાલાની જેમ સંતાઈને શુ બેઠો છો બહાર આવ હુ તને યુઘ્ઘ માટે લલકારુ છું,

બાદશાહ 100 સિપાહીઓના સમુહ સાથે બહાર આવે છે, રાજમહેલના પટાંગણનુ ભયાનક દ્રશ્ય જુવે છે લોહીથી ખદબદ માથા વિનાની/હાથ વિનાની /પગ વિનાની તો અમુકના તો વચ્ચેથી બે ભાગ થયેલી લાશોના ઢગલા વચ્ચે વિકરાળ સ્વરૂપ ધારણ કરી “મા ભગવતી” રક્તરંજીત તલવાર અને લોહી ટપકતુ ત્રિશુલ લઈ ઉભા છે,

બાદશાહ સિપાહીઓને હુકમ કરે છે આના કટકે કટકા કરી મહેલની વચ્ચોવચ દફનાવી દો,

માતાજી અટ્ટહાસ્ય કરી કહે છે બાદશાહ તુ મને શુ દફનાવવાનો આ મહેલને કબ્રસ્તાન બનાવી એમા તને અને તારા અભિમાનને આ જમીનના દફનાવવા તો આ “ગાંડી” એે આ રાજમહેલમા પગ મૂક્યો છે,

બાદશાહ થઈ જા સાવધાન, અને લે આ પેલો “ઘા” મારો એમ કહી સિપાહીઓની વચ્ચે તુટી પડે છે,

સામસામે ધમસાણ યુધ્ધ થાય છે, બાદશાહનુ લડાઈમા કુશળ એવુ સૈન્ય માતાજીના વા’ર સામે ઝાઝી વાર ટક્કર ઝીલી શકતુ નથી, એક પછી એકનો વધ કરતા માતાજી બાદશાહની પાસે આવી પહોંચે છે અને કહે છે હવે કોઈ બાકી છે તો બોલાવી લે પછી ક્યાક મનની મનમા નો રહી જાય,

બાદશાહ અત્યંત ગુસ્સે થઈ પુરેપુરી તાકાતથી જોગમાયા પર ઉપરાઉપરી પ્રહાર કરે છે, એના એકપણ પ્રહારની તસુભાર પણ અસર “મા” પર થતી નથી, બાદશાહ યુધ્ધના બધા દાવ અજમાવી જુવે છે પણ બધા દાવ ખાલી જાય છે છેવટે કંટાળીને યુધ્ધ નિયમના વિરુધ્ધની લડાઈ પણ લડી જુએ છે પણ બધા દાવ ફોગટ જાય છે,

માતાજી અટ્ટહાસ્ય કરી કહે છે બસ તારામા આટલી જ તાકાત છે તને તારી ભુજા પર બોવ અભીમાન હતુ ને કે તારા એક જ પ્રહારથી દુશ્મન જમીનદસ્ત થઈ જાતા તો આજે ક્યા ગઈ એ તારી મરદાનગી….

બાદશાહ સિંહનુ મુખોટુ પહેરી કાઈ સિંહ નો થઈ જવાય ઈ તો જયારે અસલ ડાલામથો સામે આવે ને ત્યારે પાણી મપાઈ જાય… આતો તારૂ અભિમાન ઊતારવા માટે તને મારા ઉપર પ્રહાર કરવા દવ છુ બાકી તારા કરતા હજારોગણા શક્તિશાળી યોધ્ધાને હુ મારા પગ નીચે દબાવીને ફરુ છે, કદાચ મારા પરસેવાનુ એક બુંદ પણ આ ધરતી પર પડે ને તો આ સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જાય,

બાદશાહ હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે યુધ્ધ માટે તૈયાર થા કહી “મા” બાદશાહ પર ભયાનક પ્રહાર કરે છે તલવારના એેક જ ઝાટકે બાદશાહના શરીરના બે ઊભા ફાડા કરી નાખે છે,

બાદશાહનુ મોત થતા આકાશમાંથી દેવો દ્વારા માતાજીનો જયનાદ કરી પુષ્પવર્ષા કરવામા આવે છે.

“ઓખાના મંડાણની ગાંડી દેવી” બાદશાહના ત્રાસમાથી ઓખાના નગરજનોને મુક્ત કરે છે….

આોખાની દૈવી તરીકેનુ પહેલુ અવતાર કાર્ય અહી પૂર્ણ થાય છે.

🙏🔱જય હો મા ગાંડી ગેલ ગાત્રાળનો🔱🙏

✍ વિજય વ્યાસ (વધાવી) – સર્વ કોપીરાઇટ લેખક ને આધિન.

લેખક ના નામ વગર કોપી કરીને અન્યત્ર ઉપયોગ કરવો નહી. આપ અહીથી share 👇 કરી શકશો.

ખોડિયાર મા નો ઇતિહાસ

Jay Gandi Geli Gatrad ma, Gel ma no Itihas, Gatrad ma na parcha,

4 thoughts on “ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ ભાગ 1”

  1. મને મારાં ફોન નંબર ઉપર આવી ઐતિહાસિક વાર્તા ઓ મળી શકે? મારો No. 9429193078 છે.

  2. Pingback: શક્તિ માં નો ઈતિહાસ - 1 | SHAKTI MATA no Itihas - AMARKATHAO

  3. Pingback: Shakti Maa History in gujarati Part 2 | શક્તિમા પાટડી - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *