Skip to content

Shakti Maa History in gujarati Part 2 | શક્તિમા પાટડી

Shakti Maa History
3483 Views

Shakti Maa History in gujarati, Shakti Mata no Itihas, Shakti Maa Photo, Shakti maa history in gujarati, Shakti maa history, Shakti maa status, Shakti Maa patdi hd photos, શક્તિ માં નો ઈતિહાસ, શક્તિ માં ના ગરબા, શક્તિ માં ની સિરીયલ, શક્તિ માં ના ટેટસ, શક્તિ માં ના ગીત, શક્તિ માં ની રીંગટોન Mp3, શક્તિ માં ના ફોટા HD, શક્તિ માં નો વિડીયો, શક્તિ માં ની આરતી,

આગળનાં ભાગ 1 થી 5 વાંચવા અહી ક્લીક કરો.

Shakti Maa No Itihas (ભાગ 6 થી 9)

ભાગ : 6

(આગળના ભાગમા જોયુ કે “મા શક્તિ” ચમત્કારિક તલવાર હરપાલદે મકવાણાને આપે છે અને બાબરાભુતને વશમા કરવાની તરકીબ શિખવે છે)

બીજા દિવસે સવારે રાજકચેરીમા કરણ ઘેલો અને પ્રધાન વાતચીત કરે છે.

પ્રધાન : જોયુ ને મહારાજ મારી ચાલાકી એક કાંકરે બે શિકાર કર્યા.

કરણ ઘેલો : (હસીને)સાચી વાત છે તારી

આ બાબરાભુતે મારી નિંદર હરામ કરી નાખી’તી, 15 દિવસથી એયને આરામથી નિંદર થાય છે.

પ્રધાન : પાછો હરપાલદે કાંઈ ફરીયાદ પણ નથી કરતો.

કરણ ઘેલો : (હસીને)આપણે તો લાકડી પણના તુટી ને સાપ પણ મરી ગયો.

બંનેની વાતચીત ચાલુ છે ત્યા હરપાલદે આવે છે.

હરપાલદે : મહારાજને ઘણી ખમ્મા..

કરણ ઘેલો : આવ હરપાલદે આવ જાજા દિવસે મળવા આવ્યો, બધુ ઠીકઠાક તો છે ને.

પ્રધાન : તમારા જેવા રાજવી હોય એની પ્રજાને કાંઈ તકલીફ ન હોય.

હરપાલદે : તમારી વાત સાચી છે પ્રધાનજી પણ….

કરણ ઘેલો : પણ શુ…હરપાલદે

હરપાલદે : મહારાજ આજથી હુ આપની નોકરી છોડી રહ્યો છુ, લો આ રાજનો પટ્ટો મારે હવે નોકરી નથી કરવી.

કરણ ઘેલો : કેમ શુ થયુ, અચાનક નોકરી છોડવાનુ કારણ, કાંઈ તકલીફ હોય તો જણાવ, પગાર ઓછો થતો હોય તો કે રાજના ભંડાર તારા માટે ખુલ્લા છે..હરપાલદે..

હરપાલદે : મહારાજ તકલીફ તો કાંઈ નથી પણ આપે મને આથમણા દરવાજે જ ચોકી પહેરો કરવાનુ કામ કેમ સોપ્યુ? પાટણમા આવવાના તો ચાર દરવાજા છે, આપે મારાથી કાંઈક વાત છુપાવી છે…

કરણ ઘેલો : ના હરપાલદે ના તારાથી કાંઈ વાત છુપાવી નથી

હરપાલદે : મહારાજ મને સત્ય જણાવો નહિતર હુ આ નોકરી છોડી દઈશ.

કરણ ઘેલો : તુ શુ કહેવા માંગે છે? મને કાંઈ સમજાતુ નથી.

હરપાલદે : તો સાંભળ કરણ ઘેલા, માણસ ને માણસ હારે દુશ્મની હોય, માણસને ભુત હારે શેની દુશ્મની??

તારે બાબરાભુત સાથે શુ વેર છે, એની મને સંપુર્ણ વાત કર.

કરણ ઘેલો : કોણ બાબરોભુત હુ તો એને ઓળખતો પણ નથી.

હરપાલદે : નથી ઓળખતો ને કાઈ વાંધો નહી આજથી આથમણા દરવાજે હુ નોકરી પર નહી હોવ એટલે બાબરોભુત પોતે જ ઓળખાણ આપશે, લ્યો ત્યારે જય સોમનાથ મહાદેવ

કરણ ઘેલો : ઉભો રે હરપાલદે હુ તને આખી વાત જણાવુ છુ.

કરણ ઘેલો દારૂના નશામા કરેલી કેશવ ગોર અને ચંપાની હત્યાની સંપુર્ણ વાત કરે છે

હરપાલદે : (ગુસ્સે થઈ) તુ તો રાજા છો કે નરપિચાશ, પ્રજા તો આપણો પરીવાર કહેવાય, એમાય આપણે ક્ષત્રિય તો ગૌ-બ્રાહ્મણની પુજા કરીયે અને તે બ્રાહ્મણની દિકરી પર નજર બગાડી બેય બેન-બાઈને મોતને ધાટ ઉતારી દિધા, કરણ ઘેલા જો ફુલબાઈને મે બેન નો માની હોતને તો આ તલવારના એકજ ઝાટકે તારુ માથુ ઘડથી અલગ કરી નાંખત.

કરણ ઘેલો : પણ મારી વાત તો સાંભળ

હરપાલદે : તારી વાત સાંભળીને શુ કરુ? જે રાજમા ગુરૂ-બ્રાહમણ-સ્ત્રીનુ સન્માન ન થતુ હોય ત્યા રહેવામા પણ પાપ છે.

કરણ ઘેલો : તો સિધુ કહી દે ને કે તુ ડરપોક છે, તુ બાબરાભુતથી ડરી ગયો છો

હરપાલદે : બોલવામા ધ્યાન રાખ કરણ ઘેલા, જો ડર લાગતો હોતને તો પહેલી રાત્રીએ બાબરાભુત સાથે ઝપાઝપી બોલ્યા બાદ તરત જ નોકરી છોડી દિધી હોત…

કરણ ઘેલો : તો પહેલા મોટી-મોટી નો’તી કરવીને કે મારી શુરવિરતાને શોભે એવુ કામ આપો.

હરપાલદે : અમે મકવાણા મોતને તો મુઠ્ઠીમા લઈને જ ફરીયે છી, રહી વાત શુરવિરતાની તો જ્યા સુધી બાબરાભુત પર વિજય ન મેળવુ ત્યા સુધી મારુ મોઢુ તને નહી બતાવુ અને આ તારા માટે નહી પણ મારી બેન ફુલબાઈને આપેલ વચન મુજબ જ્યા સુધી હુ આ પાટણમા રહીશ ત્યા સુધી તને આંચ નહી આવવા દવ..

કરણ ઘેલો : વાહ હરપાલદે વાહ, આ થઈ શુરવીરને શોભે એવી વાત…

હરપાલદે : વધારે ખુશ થવાની જરૂર નથી બાબરાભુતને પરાજીત કર્યા બાદ હુ પાટણ છોડી ને જતો રહીશ..લો ત્યારે જય સોમનાથ મહાદેવ..

હરપાલદે મકવાણા રાજકચેરી છોડી જતો રહે છે.

કરણ ઘેલો : બાબરોભુતને કાઈ હરપાલદે હરાવી શકશે નહી તેમજ હરપાલદે તેને મારા સુધી પહોંચવા દેશે નહી, મારે તો બંને હાથમા લાડુ જ છે, લ્યો ત્યારે પ્રધાનજી હુ જાવ છુ રાણીવાસમા.

સતત એક મહીના સુધી બાબરાભુત અને હરપાલદે વચ્ચે યુધ્ધ થાય છે પણ કોઈ જાતનો નિર્ણય આવતો નથી

માતાજીએ આપેલ વચન મુજબ એક માસની અવધી વિત્યા બાદ હરપાલદે મકવાણા પોતાનુ ખાંડુ પરણવા માટે સાંતલપુર મોકલે છે અને મા શક્તિના અંશાવતાર ‘બિસંતીદેવી’ હરપાલદે સાથે સંસાર માંડે છે.

બિસંતીદેવી સાથે વાતચિત કરી લગ્નની પહેલી રાતે જ હરપાલદે આથમણા દરવાજે ચોકી પહેરો કરવા માટે રવાના થાય છે, બરોબર 12 ના ટકોરે બાબરોભુત પ્રગટ થાય છે.

બાબરોભુત : હરપાલદે મારે તારી સાથે કોઈ દુશ્મની નથી માટે મારા રસ્તા માંથી હટી જા મને કરણ ઘેલા પાસે જવાદે , તુ કોઈક દેવનો અંશ છો હુ જ્યારે તારી સાથે લડાઈ કરુ છુ ત્યારે મારી તાકાત અડધી થઈ જાય છે.

હરપાલદે : બાબરાભુત ઘણા દિવસથી તુ મારી સાથે લડાઈ કરે છે પણ ક્યારેય મારી સાથે વાત નથી કરતો.

બાબરોભુત : મારુ એક જ ધ્યેય છે કરણ ઘેલાની નિંદર હરામ કરવી અને તેનુ લોહી પીવુ.

હરપાલદે : બાબરાભુત તારા પર જે અઘટીત ઘટના ઘટી તેની જાણ મને ગઈકાલે જ થઈ મને ઘણુ દુઃખ થયુ , તુ તારી જગ્યાએ સાચો છે,

બાબરોભુત : તો હરપાલદે હવે તો મને જવાદે

હરપાલદે : તને જવા તો દેત પણ મે આપેલ વચન માટે હુ વિવશ છુ.

બાબરોભુત : તો લડાઈ માટે તૈયાર થઈ જા

હરપાલદે : જ્યા સુધી હુ આથમણા દરવાજે ચોકી કરુ છુ ત્યા સુધી તને અંદર નહી જવા દવ

બંને વચ્ચે ભયંકર લડાઈ થાય છે.

આગળનુ પછીના ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

✍..વિજય વ્યાસ – વધાવી

ભાગ : 7

(આગળના ભાગમા જોયુ કે બાબરાભુત અને હરપાલદે મકવાણા વચ્ચે ભયંકર યુધ્ધ થાય છે)

બે પહોર સુધીના ભયંકર યુધ્ધમા બંને એકબીજાને મચક નથી આપતા.

બાબરોભુત : હરપાલદે મને રાજમા જવાદે ઘણા સમયથી મે કરણ ઘેલાનુ લોહી નથી પીધુ..

હરપાલદે : રાજમા જવા માટે તો તારે મારી લાશ પરથી ગુજરવુ પડશે, જ્યા સુધી હુ જીવુ છુ ત્યા સુધી તુ કરણ ઘેલા સુધી નહી પહોંચી શકે

બાબરોભુત : તો હરપાલદે આજે તને મોતને ઘાટ ઉતારવો જ પડશે

હરપાલદે : એય બાબરા તુ તો ડરપોક છો, લડાઈ અધવચ્ચે છોડીને ભાગી જાશે, શુરવીર ક્યારેય મેદાન મેલીને નથી જતા.

બાબરોભુત: મને તારા ઉપર દયા આવી જાય છે કે તને વગર વાંકે ક્યા મારવો.

હરપાલદે : બાબરા તારે મારા પર જરાય દયા ખાવાની જરૂર નથી, સિધુ કબૂલ કરી લે કે તુ મને હરાવી શકે એમ નથી.

બાબરોભુત: હરપાલદે…..તો આજે થઈ જાય ખરાખરીનો ખેલ

હરપાલદે : બાબરાભુત જો તુ આજે ચાર પહોર સુધી મારી સાથે યુધ્ધ કર, જો તને સવાર સુધીમા ધુળ ચાંટતો ન કરી દવને તો હુ કાલે આ અણહીલપુર પાટણ છોડીને જતો રહીશ.

બાબરોભુત: આજે તને હરાવીને મારો રસ્તો ચોખો કરીશ, જ્યા સુધી તને પરાજીત નહી કરુ ત્યા સુધી હુ યુદ્ધ કરતો રહીશ.

હરપાલદે : જો જે હો બાબરા વચન ભુલી ન જાતો.

બાબરોભુત: બકવાસ બંધ કર અને લડાઈ માટે તૈયાર થઈ જા.

હરપાલદે શાબ્દિક યુદ્ધમા બાબરાભુત ને પાનો ચડાવી ચાર પહોર સુધી યુધ્ધ કરવા માટે તૈયાર કરી લે છે.

બંને વચ્ચે ભયાનક યુધ્ધ થાય છે, લડાઈ દરમ્યાન બાબરાભુતને સમયનુ ભાન રહેતુ નથી, ત્રીજો પહોર પુર્ણ થતાની સાથે જ “મા શક્તિ” અદ્રશ્ય સ્વરુપે હરપાલદે મકવાણાની જમણી ભુજામા વાસ કરી હરપાલદે પાસે રહેલી દૈવી તલવારથી બાબરાભુત પર અસહ્ય પ્રહાર કરી બાબરાભુતને અધમુંઓ કરી નાખે છે, બાબરોભુત જેવો ભાગવા માટે પાછળ ફરે છે ત્યાતો અખીલ બ્રહમાંડની ધણીયાણી “મા શક્તિ” તેની ચોટલી કાંપી લે છે..

ચોટલી કપાતાની સાથે બાબરાભુતની તમામ પ્રેતશક્તિ ચોટલીમા સમાય જાય છે અને બાબરોભુત હરપાલદે મકવાણાના વશમા થઈ જાય છે.

બાબરોભુત: હરપાલદે મને મારી ચોટલી આપી દે

હરપાલદે : બાબરાભુત તારી ચોટલી પાછી આપવા માટે થોડી કાપી છે.

બાબરોભુત : મારી ચોટી આપી દે નહિતર હુ તને મારી નાંખીશ

હરપાલદે : જ્યા સુધી તારી ચોટી મારી પાસે છે ત્યા સુધી તુ મારુ કાઈ નહી બગાડી શકે

બાબરોભુત: હરપાલદે તુ જેમ કહીશ તેમ હુ કરીશ પણ તુ મને મારી ચોટી આપી દે,

હરપાલદે : જ્યારે સમય આવશે ત્યારે તારી ચોટી તને મલી જાશે.

બાબરોભુત : તો તને જાણ થઈ ગઈ છે કે મારી તાકાત મારી ચોટલી મા છે, નક્કી કોઈ દૈવી શક્તિ તારી સહાય કરે છે કેમકે તારા વારમા જે તાકાત હતી તે મારાથી સહન નહોતી થાતી. આજથી હુ તારો ગુલામ બનીને રહીશ તુ જે કામ સોંપીશ તે હુ કરીશ.

હરપાલદે : બાબરાભુત જ્યારે હુ બોલાવુ ત્યારે તુ હાજર થઈ જાજે, ત્યા સુધી મારા રાજ્ય કિર્તિગઢમા ચોકી પહેરો કર.

બાબરોભુત : જેવી આપની આજ્ઞા માલીક (બાબરોભુત અદ્રશ્ય થઇ જાય છે)

બીજા દિવસની સવારે હરપાલદે મકવાણા અણહીલપુર પાટણની રાજકચેરીમા દાખલ થાય છે

હરપાલદે : મહારાજને ઘણી ખમ્મા

કરણ ઘેલો : આવ હરપાલદે આવ એક મહીના બાદ તે મોઢુ બતાવ્યુ.

હરપાલદે : આપની સાથે અંગત વાત કરવી છે તો આપને એકાંતમા મળવા માંગુ છુ.

કરણ ઘેલો : (બધાને બહાર જવા આદેશ કરે છે )

કરણ ઘેલો : (હસતા – હસતા )બોલ હરપાલદે બોલ એવી કઈ અંગત વાત છે જેના માટે તારે જ્યા સુધી બાબરાભુતને પરાજીત ન કર ત્યા સુધી તારૂ મોઢુ મને નહી બતાવવાનુ વચન ભુલી અહીયા આવવુ પડ્યુ

હરપાલદે : બોલવામા સભ્યતા રાખ કરણ ઘેલા, અમે મકવાણા દિધેલ વચન માટે અમારો જીવ આપતા પણ અંચકાતા નથી, મારૂ વચન પુર્ણ થયુ એટલે જ હુ અહીયા આવ્યો છુ.

કરણ ઘેલો : તો શુ તે બાબરાભુતને હરાવી દિધો???

હરપાલદે : હા કરણ ઘેલા હા મે બાબરાભુતને હરાવી દિધો છે, તુ આજથી નિડર છો.

કરણ ઘેલો : પણ એની સાબીતી શુ?

હરપાલદે : જો તુ કેતો હો તો બાબરાભુતને અહીયા બોલાવુ

કરણ ઘેલો : પહેલા મારા પ્રધાનજી ને અહી બોલાવવા દે

કરણ ઘેલો આદેશ કરે છે દ્વારપાળ પ્રધાનજીને અંદર મોકલે છે

કરણ ઘેલો : પ્રઘાનજી આ હરપાલદે કહે છે કે તેણે બાબરાભુતને પરાજીત કર્યો છે

પ્રઘાન : (હસીને) આ વાત ખોટી છે.

હરપાલદે : જો તમને બંનેને વિશ્વાસ ના હોય તો બાબરાભુતને અહીયા બોલાવુ

કરણ ઘેલો : હા બોલાવ એટલે ખબર પડે કે સત્ય શુ છે.

આગળનુ પછીના ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

ભાગ : 8

( બાબરાભુતને વશ કરી હરપાલદે પાટણના રાજ દરબારમા જાય છે જ્યા સાબીતી માટે બાબરાભુતને બોલાવવાની વાત થાય છે )

હરપાલદે : આપ બંનેને ખાત્રી કરવી છે ને તો બોલાવુ બાબરોભુતને

પ્રધાન : બોલાવ તો ખરા

કરણ ઘેલો : બોલાવ એટલે ખાત્રી થઈ જાય તુ કેટલો સાચો છો

હરપાલદે : હુ બાબરાભુતને બોલાવુ ખરો પણ પછીની જવાબદારી તમારી

પ્રધાન : ઈ તો અમે જોઈ લેશુ, કેમ બાપુ સાચુને?

હરપાલદે : બાબરાભુત તુ જ્યા હો ત્યાથીં અહીયા હાજર થા

(બાબરોભુત પાટણના રાજ દરબારમા હાજર થાય છે)

બાબરોભુત : એય… કરણ ઘેલા આજે તને નહી છોડુ (એના તરફ દોડ મુકે છે)

(હરપાલદે મકવાણા થોડીવાર રમત જોવે છે)

બાબરાભુતને જોઈ કરણ ઘેલો અને પ્રધાન ભાગવા લાગે છે, કરણ ઘેલો દોડીને હરપાલદેની પાછળ સંતાઈ જાય છે.

કરણ ઘેલો : એય હરપાલદે આ બાબરાભુતને પાછો મોકલી દે.

પ્રધાનનુ ગળુ પકડી બાબરોભુત તેને ઊંચો કરે છે, પ્રધાનનુ શરીર ધ્રુજવા લાગે છે અને આખો પરસેવે રેબઝેબ થઈ જાય છે.

પ્રધાન : બચાવો મહારાજ બચાવો, આ બાબરોભુત મને મારી નાંખશે

કરણ ઘેલો : હરપાલદે આ પ્રધાનને છોડાવ નહીતર આ બાબરોભુત એને મારી નાંખશે

પ્રધાન : હરપાલદે મને બચાવો, મારી ભુલ થઇ ગઇ.

હરપાલદે ઈશારો કરી બાબરાભુતને સમજાવે છે એટલે બાબરોભુત પ્રધાનને છોડી દે છે.

પ્રધાનને છોડી કરણ ઘેલા તરફ વિકરાળ ત્રાડ નાખી આગળ વધે છે.

બાબરોભુત : કરણ ઘેલા આજે તો તારો કોળીયો કરી જાવો છે, તારૂ તો આજે આવી બન્યુ.

કરણ ઘેલા : હરપાલદે આ બાબરાભુતને પાછો મોકલી દે, અમને સાબીતી મળી ગઈ કે તે બાબરોભુતને હરાવી એને વશ કરી લીધો છે.

બાબરોભુત પોતાના હાથ લાંબા કરી કરણ ઘેલાનુ ગળુ પકડે છે

કરણ ઘેલો : એય હરપાલદે તુ ફુલબાઈને આપેલ વચન ભુલી ગયો છો કે શુ?

હરપાલદે : બાબરા તુ કરણ ઘેલાને છોડી દે અને અહીયા આવીને બેસીજા

બાબરોભુત : હરપાલદે તુ મને થોડીવાર છુટ આપ, મને મારો બદલો લઈ લેવા દે પછી આજીવન તુ જેમ કહીશ તેમ હુ કરીશ.

હરપાલદે : બાબરા તુ તારી જગ્યાએ ચાલ્યો જા.

બાબરોભુત : માલીક જેવો તમારો હુકમ

(બાબરો ભુત અદ્રશ્ય થઈ ચાલ્યો જાય છે)

કરણ ઘેલો અને પ્રધાન રાહતનો શ્વાસ લે છે.

કરણ ઘેલો : હરપાલદે આજે તારા પર અત્યંત ખુશ છુ, તારે જે ઈનામ જોતુ હોય તે માંગી લે, તુ જે માંગીશ તે આપવા હુ તૈયાર છુ.

હરપાલદે : (થોડી વાર વિચારી ને) આજે નહી કરણ ઘેલા, આવતીકાલે સવારે ભર્યા રાજદરબારે બધાની વચ્ચે હુ ઈનામ માંગીશ.

કરણ ઘેલો : જેવી તારી ઈચ્છા.

હરપાલદે : લો ત્યારે જય સોમનાથ મહાદેવ કાલે મળશુ.

(હરપાલદે રાજ દરબારમાંથી બહાર નિકળી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.)

પ્રધાન : બાપુ…આજે તો માંડ બચ્યા, આ હરપાલદે ય ભડનો દિકરો છે હો જોયુ ને બાબરોભુતને કેવો વશ કરી લીધો.

કરણ ઘેલો : સાચી વાત છે, આજથી મારે હવે કોઈની બિક નથી, હવે હુ નિરાંતે આરામ કરીશ હવે તો આપણે મોજ, તો લ્યો આ ખુશી માટે થઈ જાય એક-એક જામ.

પ્રધાન : તમે તો મારા મુખની વાત છિનવી લીધી, એક નહી આજે તો બે-બે જામ થઈ જાય.

કરણ ઘેલો : બનાવ જામ આજે તો થઈ જાય.

(બંને મદિરાપાન કરે છે)

કરણ ઘેલો : હવે…હુ…જાવ છુ…રાણીવાસ…મા

આગળનુ બીજા ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

ભાગ : 9

( આગળના ભાગમા જોયુ કે હરપાલદે મકલાણા રાજ દરબારમા પોતે બાબરાભુતને હરાવી વશ કરી લિધો છે એની ખાત્રી કરણ ઘેલાને આપી ઈનામ કાલે સવારની કચેરીમા માંગશે એવુ કહી પોતાના ઘર તરફ જાય છે)

હરપાલદે મકવાણા ધરે પહોંચી “મા શક્તિને” સઘળી વાત કરે છે.

હરપાલદે : આપે આપેલી શિખામણ અને તલવાર દ્વારા લડાઈમા મે બાબરાભુતને વશ કરી લિધો છે.

મા શક્તિ : આપ ધન્ય છો હરપાલદે.

હરપાલદે : કરણ ઘેલાએ ખુશ થઈ મને ઈનામ માંગવા કહ્યુ હતુ, મે આવતીકાલનો સમય માંગ્યો છે.

મા શક્તિ : આપ ઈનામમા શુ માંગવાના છો.

હરપાલદે : આપની સલાહના આધારે ઈનામ માંગીશ એવુ નક્કી કર્યુ છે, આપ જે કહો તો ઈનામ માંગીશ.

મા શક્તિ : આપ કાલે રાજ દરબારમા જઈ મારા કહ્યા મુજબ ઈનામ માંગશો.

હરપાલદે : આપની આજ્ઞા શિરોમાન્ય

મા શક્તિ : “એક રાત્રીની અંદર પાટણના જેટલા ગામને તોરણ બાંધુ તે ગામ મારા” તમે આ પ્રમાણે ઈનામ માંગજો.

હરપાલદે : આપના કહ્યા મુજબ જ ઈનામ માંગીશ.

હરપાલદે બીજા દિવસે સવારે રાજ દરબારમા જાય છે

કરણ ઘેલો : આવ હરપાલદે આવ, હુ તારી શુરવીરતાથી અતી ખુશ થયો છુ.

હરપાલદે : મહારાજ આપે દિધેલ વચન મુજબ હુ ઈનામ લેવા આવ્યો છુ.

કરણ ઘેલો : માંગ હરપાલદે ઈનામ માંગ

હરપાલદે : તમે વચન આપી ફરી તો નહી જાવને.

કરણ ઘેલો : તુ જે માંગીશ તે ઈનામ આપવા હુ તૈયાર છુ.

હરપાલદે : તો સાંભળો મહારાજ, એક રાત્રીની અંદર હુ પાટણના 2300 ગામ માંથી જેટલા ગામને તોરણ બાંધુ તે ગામ મારા.

કરણ ઘેલો : અરે હરપાલદે હુ એમનમ તને 100 ગામડા લખી આપત, તારે આખી રાત જાગીને મહેનત કરવાની ક્યા જરૂર છે.

હરપાલદે : મહારાજ આપને મારી શરત મંજુર હોય તો હા કહો.

કરણ ઘેલો : મને તારી શરત મંજુર છે.

હરપાલદે : સુર્યાસ્ત થાય ત્યારથી તોરણ બાંધવાની શરુઆત કરીશ, સુર્યોદય થયા બાદ એક પણ ગામને તોરણ નહી બાંધુ આ મારુ આપને વચન છે.

કરણ ઘેલો : હજુ પણ કહુ છુ 100/200 ગામડા માંગી લે.

હરપાલદે : મારે મહેનત કરી જેટલા ગામમા તોરણ બંધાય તેટલા જ ગામ જોય છે.

કરણ ઘેલો : જેવી તારી મરજી.

હરપાલદે : આજે સુર્યાસ્ત થતાની સાથે હુ તોરણ બાંધવાની શરૂઆત કરીશ.

કરણ ઘેલો : કાઈ વાંધો નહી.

હરપાલદે : લ્યો ત્યારે જય સોમનાથ મહાદેવ, હવે કાલે સવારે મળશુ.

હરપાલદે રાજકચેરી માથી સિધો ઘર તરફ પ્રયાણ કરે છે.

પ્રધાન : મહારાજ આ હરપાલદે 100/200 ગામડા લઈ લીધા હોત તો સારુ હતુ, આખી રાત જાગીને માંડ 25/50 ગામને તોરણ બાંધી શકશે.

કરણ ઘેલો : હવે ઈ નથી સમજતો તો શુ કરવુ.

પ્રધાન : ભલે આખી રાત ઉજાગરા કરે.

કરણ ઘેલો : આજની સભા બરખાસ્ત કરો.

(બધા દરબારીયો જાય છે)

કરણ ઘેલો : પ્રધાનજી આપણા ખબરીયોને કામે લગાડી દો, આ હરપાલદે કેટલા ગામને તોરણ બાંધે છે તેની સચોટ માહીતી મને સવારે મળી જાવી જોઈએ.

પ્રધાન : (હસીને) આવી વાત કાઈ તમારે મને કહેવી પડે મારા શેતાની મગજમા ક્યારની આ વાત આવી ગઈ છે.

કરણ ઘેલો : તો બનાવો જામ

પ્રધાન : મહારાજ આ વાત બરાબર છે.

(બંને મદિરાપાન કરે છે)

આ તરફ હરપાલદે ઘરે આવી “મા શક્તિને” બધી વાત કરે છે

હરપાલદે : આપે કહ્યા મુજબ મે કરણ ઘેલા પાસેથી વચન માંગી લિધુ છે…પણ..

મા શક્તિ : પણ શુ..હરપાલદે, બોલો શુ મુંઝવણમા છો.

હરપાલદે : કરણ ઘેલો મને એમનમ 100/200 ગામનો ગરાસ આપવા તૈયાર હતો પણ આપે કહ્યુ તુ એટલે મે નો લિધા, આપણે એક રાતમા કેટલા ગામને તોરણ બાંધી શકી 25 કે 50?

મા શક્તિ : હરપાલદે આપ મુંઝાવમા,

હુ બેઠી છુ પછી તમારે ચિંતા કરવાની ક્યા જરૂર છે.

હરપાલદે : આપના ભરોસે તો મારી નાવ ચાલે છે, આપે જે વિચાર્યુ હશે તો યોગ્ય જ હશે.

મા શક્તિ : તોરણ બાંધવાની શરૂઆત ક્યારે કરવાની છે.

હરપાલદે : આજે રાત્રીએ જ તોરણ બાંધવાની શરૂઆત કરવાની છે.

મા શક્તિ : ક્યા ગામમા પહેલુ તોરણ બાંધશુ?

હરપાલદે : આપ કહો તે ગામને તોરણ બાંધી આગળ વધશુ.

મા શક્તિ : પહેલુ તોરણ આપણે ગામ પાટડી મા બાંધશુ.

હરપાલદે : જેવી આપની આજ્ઞા.

આગળનુ બીજા ભાગમા……

શ્રી શક્તિ માતાનો ઈતિહાસ ભાગ – 3 (અંતિમ) 👈

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

✍..વિજય વ્યાસ – વધાવી

ચોટીલા ચામુંડા મા નો ઈતિહાસ

ખોડીયાર મા નો ઇતિહાસ
ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ
મઢડાવાળી આઇ સોનલ મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *