Skip to content

30+ ગુજરાતી ઉખાણાં અને પહેલીયા । GUJARATI UKHANA WITH ANSWER RIDDLES IN GUJARATI

GUJARATI UKHANA WITH ANSWER
7796 Views

Gujarati ukhana with answer : નમસ્કાર મિત્રો, આ લેખમાં અમે ગુજરાતીમાં કેટલાક કોયડાઓ મુક્યા છે.  ગુજરાતી ઉખાણાં અને પહેલીયા વાંચન મન ને ગતિ આપે છે. તમે આ ગુજરાતી ઉખાણા વાંચીને જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો છો. તમે તમારા મિત્રોને પણ આ કોયડો પૂછી શકો છો અને તેમની બુદ્ધિ ચકાસી શકો છો. તો ચાલો riddles in gujarati (gujarati ukhana) શરૂ કરીએ.

ગુજરાતી ઉખાણાં – Gujarati ukhana

(૧)
પહેલો હોય કે છેલ્લો અક્ષર,
આવે છે એકસમાન
હું છું એક એવી ભાષા,
જવાબ આપો તો તમે સાચા.

ગુજરાતી ઉખાણાં ફોટા
ગુજરાતી ઉખાણાં ફોટા

જવાબ – મલયાલમ

(૨)
આમ તો નીચી નજરે ચાલે,
રીસાય ત્યારે પગ પછાડે,
લોકોનો એ ભાર વેંઢારે,
તોય કોઇ સારો ન માને.

ગુજરાતી ઉખાણાં અને જવાબ
ગુજરાતી ઉખાણાં અને જવાબ

જવાબ – ગધેડો

આ પણ જુઓ: કટાક્ષ સુવિચાર

(૩)
તણખલા રૂના સંગાથે,
ઝૂલું ડાળે ડાળ,
જ્યારે પંખી ઊડી જાતા,
બચ્ચાની રાખું સંભાળ.

ગુજરાતી ઉખાણા નવા નવા
ગુજરાતી ઉખાણા નવા નવા

જવાબ – માળો

(૪)
બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,
આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો.

જુના ઉખાણા
જુના ઉખાણા

જવાબ – દાદા-દાદી

(૫)
મા ગોરી રૂપકડી,
ને બચ્ચા કાળાં મેશ,
મા મરે, બચ્ચા જો ભળે,
દૂધ-ચામાં સુગંધ પ્રસરે.

ગુજરાતી ઉખાણા જવાબ સાથે pdf
ગુજરાતી ઉખાણા જવાબ સાથે pdf

જવાબ – એલચી

(૬)
લીલુ ફળને ધોળું બી,
મારે માથે કાંટા,
ચોમાસામાં મને સેવો તો,
ટળે દવાખાનાના આંટા.

ક્લીક કરીને ઉખાણાં નો વિડીયો અને જવાબો જુઓ.
શાકભાજી ના ઉખાણા
શાકભાજી ના ઉખાણા

જવાબ – કારેલુ

(૭)
લાગે ઢમઢોલ શરીર,
પણ નથી મારો કંઇ ભાર,
દેહ છે મારો રંગબેરંગી,
બાળકોનો છું હું સંગી.

બાળ ઉખાણા
બાળ ઉખાણા

જવાબ – ફુગ્ગો

(૮)
નદી-સરોવરમાં રહેતી,
પાણીની રાણી કહેવાતી,
રંગબેરંગી જોવા મળતી,
કહો ક્યા નામે ઓળખાતી ?

ukhana javab sathe
ukhana javab sathe

જવાબ – માછલી

(૯)
આખો દિવસ ઊંધ્યા કરું,
રાત પડે ને રડ્યા કરું,
જેટલું રડું એટલું ગુમાવું ?
તો બોલો મિત્રો કોણ હું ?

ukhana gujarati with answer photos
ukhana gujarati with answer photos

જવાબ – મિણબત્તી

(૧૦)
સાત વેંતનું સાપોલિયું,
મુખે લોઢાનાં દાંત,
નારી સાથે રમત રમુ,
જોઇને હસે કાંત.

કોયડા ઉખાણાં અને જવાબ
કોયડા ઉખાણાં અને જવાબ

જવાબ – સાંબેલુ.

ગુજરાતી ઉખાણા ફોટા
ગુજરાતી ઉખાણા ફોટા

એવુ શુ છે ? જેને તમે ડાબા હાથથી પકડી શકો છો, પણ જમણા હાથથી નહી

જવાબ – જમણો હાથ

👉 વધુ મજેદાર અટપટા ઉખાણાં માટે અહી ક્લીક કરો

🤔 10 નવા ઉખાણા માટે ક્લીક કરો 👈

રામાયણ વિશે સુંદર ધાર્મિક Quiz 👈

💚 મહાભારત વિશે પ્રશ્નોત્તરી 👈

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ
ગુજરાતી 101 વાર્તાઓનો સંગ્રહ ક્લીક 👈

અમારી વેબસાઇટના વિષય પ્રમાણે જુદાજુદા વિભાગ નીચે મુજબ છે.

મિત્રો આ ગુજરાતીમાં કેટલાક Gujarati Ukhana / riddles in gujarati with answers હતા. યા ગુજરાતી ઉખાણાં અને પહેલીયા તમને કેવી રીતે ગમે છે તે અમને કોમેન્ટમાં જણાવો. જો તમે કેટલાક અન્ય ukhana with answer પણ જાણો છો તો અમને કોમેન્ટમાં જણાવો. આપ અહીથી 👇 ઉખાણાં ને share કરી શકશો. અમરકથાઓ – મિત્રો અમને ફોલો કરવાનું ભુલશો નહી. મુલાકાત બદલ આભાર. Gujarati ukhana with answer

5 thoughts on “30+ ગુજરાતી ઉખાણાં અને પહેલીયા । GUJARATI UKHANA WITH ANSWER RIDDLES IN GUJARATI”

  1. Pingback: प्रहेलिकाः ઉખાણાં ગુજરાતી અને સંસ્કૃત std 7 - AMARKATHAO

  2. Pingback: 20+ બાળકોનાં ઉખાણાં | પ્રાણી પક્ષીઓના ઉખાણાં - AMARKATHAO

  3. પહેલા જમાઇનૈ૩ મુઠ્ઠી સોંપારી આપી બીજાને પાઁચ મુઠ્ઠી ત્રીજાને સાત મુઠ્ઠી આપી પછ બધાને સરખી સોપારી મળી તૌ ત્રીય જમાઇને એક એડ મુઠ્ઠીમાં કેટલી સોપારો ખાપી કુલ કેટલી સોપારી આપી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *