5263 Views
ભેટે ઝૂલે છે તલવાર – ઝવેરચંદ મેઘાણીની સુંદર કવિતા વાંચો – તલવારનો વારસદાર, Talavarano Varasadar, Bhete zule chhe talavar viraji keri bhete zule re
ભેટે ઝૂલે છે તલવાર
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે
મારા બાપુને બહેન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ
હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો
નાને માગી છે તલવાર
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર
મોટો ચડિયો છે કંઈ હાથી અંબાડિયે
નાનેરો ઘોડે અસવાર
મોટો કઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર
મોટો મઢાવે વેઢ વીંટી ને હારલાં
નાનો સજાવે તલવાર
મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો ઝીંકે છે ઘાવ
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો
નાનેરો સૂતો સંગ્રામ
મોટે રે માડી તારી કુખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર
મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં
નાનાની ખાંભી પૂજાય
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે
– ઝવેરચંદ મેઘાણી
🌺 વારતા રે વારતા ભાભા ઢોર ચારતા – varta re varta
🌺 ચોકમાં દાણા નાખ્યા છે. – chok ma dana nakhya chhe
🌺 મે એક બિલાડી પાળી છે – me ek biladi pali chhe
Talavarano Varasadar
Bhete zule chhe talavar viraji keri bhete zule re
Bhinte zule chhe talavar bapuji keri bhinte zule chhe
Mar bapune bahen be be kunvariya
be vachche padya chhe bhaga
Han re beni be vachche padya chhe bhag
viraji keri bhete zule re
Mote magi chhe mo’l mhelato vadiyo
nane magi chhe talavara
Moto mahale chhe mo’l medini sayabi
nano khele chhe shikara
Moto chadiyo chhe kani hathi anbadiye
nanero ghode asavara
Moto kadhe chhe roj kav kasunbal
nanero ghume ghamasana
Moto podhe chhe lal rangile dholiye
nano dungaradani dhara
Moto madhave vedh vinti ne haralan
nano sajave talavara
Motane sohe hira-jariyani angadi
nanane gendani dhala
Moto santaya suni shatrun ridiya
nanero dye chhe padakara
Moto bhagyo chhe sen shatrunan bhalatan
nanero zinke chhe ghava
Moto jivyo chhe paya shatrun pujato
nanero suto sangrama
Mote re madi tari kukho lajavi
nane ujalya avatara
Motan mot char daghue janiyan
nanani khanbhi pujaya
Bhete zule chhe talavar viraji keri bhete zule re
Bhinte zule chhe talavar bapuji keri bhinte zule chhe
- zaverachanda meghani