Skip to content

મે એક બિલાડી પાળી છે, એક બિલાડી જાડી, | Ek Biladi Jadi Lyrics 4

મે એક બિલાડી પાળી છે
6727 Views

આહી વાંચો સુંદર બાલગીત એક બિલાડી જાડી, મે એક બિલાડી પાળી છે, જાડો પાડો હાથી, હાથીભાઈ તો જાડા, બિલાડી બોલે, બિલાડીની કવિતા, ગુજરાતી કવિતા સંગ્રહ, બિલાડીની વાર્તા, હાથીભાઈ તો જાડા, જોડકણા કલેક્શન, બાળગીત pdf, બાળવાર્તાઓ, me ek biladi pali chhe kavita, Hathibhai to jada, old textbook, બાળ કાવ્યો, ધોરણ ૧ કવિતાઓ, child poems, સાડી પહેરી ફરવા ગઈ, એક બિલાડી જાડી ગીત, બિલાડી નું ગીત, Ek mila di jhadi, Ek biladi jadi tene peri sadi sadi peri

એક બિલાડી જાડી બાળગીત

એક બિલાડી જાડી,

તેણે પહેરી સાડી

સાડી પહેરી ફરવા ગઈ

તળાવ મા તો તરવા ગઈ

તળાવ મા તો મગર

બિલ્લી ને આવ્યા ચક્કર

સાડીનો છેડો છુટી ગયો

મગર ના મોમાં આવી ગયો

મગર બિલાડી ને ખાઈ ગયો.

મેં એક બિલાડી પાળી છે બાળગીત

મે એક બિલાડી પાળી છે photo
મે એક બિલાડી પાળી છે photo

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે.

તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે.

તે દૂધ ખાય દહીં ખાય,
ઘી તો ચપ ચપ ચાટી જાય.

તે ઉંદરને ઝટ પટ ઝાલે.
પણ કૂતરાથી બીતી ચાલે.

તેના ડીલ પર ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે.

જાડો પાડો હાથી બાળગીત

જાડો પાડો હાથી,
સૂંઢમાં લાવ્યો પાણી,

પાણી સાવ ગંદું,
સામે આવ્યો ચંદુ,

ચંદુની ચોટલી,
બા બનાવે રોટલી,

રોટલીના કટકા,
ચંદુભાઈ છે બટકા

હાથીભાઈ તો જાડા

હાથીભાઈ તો જાડા,

લાગે મોટા પાડા,

આગળ ઝૂલે લાંબી સૂંઢ,

પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

આ પણ વાંચો 👇

બિલાડીની જાત્રા બાળવાર્તા

ચાંદો સૂરજ રમતા’તા બાળગીત

વિસરાઇ ગયેલા 7 બાળગીતો

જુની યાદગાર કવિતા સંગ્રહ 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *