Skip to content

મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો, વરકન્યાને કાંડે શા માટે બાંધવામાં આવે છે મીંઢળ

મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો
11392 Views

મીંઢોળનું વૃક્ષ કેવુ હોય છે ? , મીંઢળ ક્યા વિસ્તારમાં થાય છે ? , લગ્નસમયે વરવધૂને કાંડે મીંઢળ શા માટે બાંધવામાં આવે છે ?, મીંઢળનાં ઉપયોગો અને મીંઢળનું મહત્વ, મીંઢોળનાં ઝાડનાં ફોટા, randia dumetorum tree, randia dumetorum easy ayurveda. Mindhol tree in gujarati.

મીંઢોળ

“વનરા તે વનમાં મીંઢોળ ઝાઝાં, મીંઢોળ પરણે ને ઝાડ બાળ કુંવારા

હું તમ પૂછું મારા બેન રે નીધિબેન આવડાં તે લાડ તમને કોણે લડાવ્યાં

દાદા સુભાષભાઈને માતા દક્ષાબેન, આવડાં તે લાડ અમને એણે લડાવ્યાં”

મીંઢોળ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે જે લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે, તો જાણો આનું વૃક્ષ કેવું હોઈ છે અને તે શુ ઉપયોગમાં આવે છે.

મીંઢળ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે. તેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે.

મીંઢોળ ક્યાં થાય છે ?

આ વૃક્ષ આખા ભારતમાં પહાડી પ્રદેશમાં થાય છે. હિમાલય,ગિરનાર, સિંધુ નદીનો પ્રદેશ, પશ્ચિમ બંગાળ, શિવપુરી, મહાબળેશ્વર, વિંધ્યાચળ, રાજસ્થાન, અરવલ્લી પર્વતમાળા વગેરેમાં પર્વતની તળેટી, ઝરણાં અને છાયાવાળી જગ્યાએ ઉત્પન્ન થાય છે. આ વૃક્ષનાં મૂળ, પાન, ફૂલ, ફળને છાલ ઔષધરૂપે પ્રયોજાય છે.

મીંઢોળનું વૃક્ષ દેખાવમાં કેવુ હોય છે ?

મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે . શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે . આ વૃક્ષનાં ફળ એકથી દોઢ ઈંચ લાંબાં, અડધાથી એક ઈંચ પહોળા અને અખરોટ આકારના હોય છે. આ ફળમાં બીજ રહેલા હોય છે. જયેષ્ઠમાં ફળ આવે છે, અને શીતઋતુમાં પાકે છે. આ વૃક્ષનાં પર્ણ અપામાર્ગનાં પર્ણો જેવાં અને સામ-સામે આવેલાં હોય છે. પર્ણ ઉપરથી પહોળા અને છેડેથી સાંકડા હોય છે. પર્ણો બંને બાજુ શ્વેત રોમાવલી અને ગંધ તથા સ્વાદ અરૂચિકર હોય છે.

આ વૃક્ષનાં ફૂલ શ્વેત અને પિત્ત આભાયુક્ત સુગંધિત અને પાંચ પાંખડીઓવાળા હોય છે. ફૂલની સુગંધ મોગરા જેવી હોય છે.

મીંઢોળનું વૃક્ષ
મીંઢોળનું વૃક્ષ

લગ્ન પ્રસંગે વરકન્યાના કાંડે મીંઢળ શા માટે બાંધવામાં આવે છે ?

આપણા પૂર્વજો અને ઋષિ મૂનિયો ખુબ જ આગવી સુઝબુઝ ધરાવતા હતા. તેથી જ જુદી જુદી પરંપરાઓ અને રિતીરિવાજ દાખલ કરવામાં આવ્યા હતા. મીંઢોળ વિશે જાણીએ. અગાઉના સમયમાં જાન એક ગામથી બીજા ગામ જતી. રસ્તામાં વગડામાં કે અજાણી જગ્યામાં રાતવાસો કરવો પડતો. ત્યારે રાતનું ભોજન ક્યારેક અંધારામાં રાંધવું પડતું હશે. એવા સમયમાં ભોજન રાંધતી વખતે કે જમતી વખતે કોઈ પણ જીવ જંતુ ભોજનમાં આવી જાય અને વરરાજાને ફૂડ પોઇઝનિંગ થાય

અથવા કોઈ હિતદ્વેષી જે આ લગ્નથી ખુશ ના હોય અને વરરાજાને ખાવામાં મેળવીને વિષદ્રવ્ય આપી દે ત્યારે – જાનમાં સૌથી મહત્વની વ્યક્તિ વરરાજા હોઈ અને એનો જીવ બચાવવો સૌથી અગત્યની પ્રાયોરીટી હોઈ તેના કાંડા પર મીંઢળ બાંધવાની પ્રથા શરુ થઇ હોઈ શકે.

વરકન્યાના કાંડે મીંઢળ શા માટે બાંધવામાં આવે છે ?
વરકન્યાના કાંડે મીંઢળ શા માટે બાંધવામાં આવે છે ?


લગ્નના આનંદથી ઊભરાતા પ્રસંગમાં કેટલાક છૂપા વિધ્નસંતોષીઓ પોતાની ચોટ, મૂઠ વગેરે મલિન વિદ્યાનો ઉપયોગ કરી રંગમાં ભંગ નાખવાનું સાહસ કરે છે. ત્યારે વરકન્યાને બાંધેલ મીંઢળફળ તેમની રક્ષા કરે છે. વૈદ્યો કે હકીમો અગાઉ લક્ષ્મણા નામક કંદનો સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગ કરતાં અને સારું પરિણામ લાવતા હતા. પણ એ અપ્રાય્ય હોવાથી તેને ઠેકાણે સફેદ ભોરિંગડીના મૂળનો અને મીંઢળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે.

મીંઢોળનાં અન્ય ઉપયોગો

👉 ઝેરી પર્દાથ ખાઈ જાય તો મીંઢોળથી કરતા ઈલાજ

પહેલાના જમાનામાં કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતું તો મીંઢળ ખવડાવતા હતા. જેથી ઉલટી થઇ જાય અને ઝેર ઓકાઈ જાય. મીંઢળના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ખુબ જ ઉપયોગી હોય છે. મીંઢળ કૃમિનાશક હોવાથી મરડાના ઈલાજમાં પણ ઉપયોગ છે. તેની છાલનો લેપ ખિલ, સંધીવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે. તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુ:ખાવામાં વપરાય છે. આ સિવાય વ્રણ, કોઢ, આફરો, ગુમડા, સોજો, પિત્ત, શરદી અને ગોળો મટાડવામાં પણ મીંઢોળ ફાયદાકારક હોય છે.

👉 મીંઢળ છે ઉત્તમ ઔષધી

આયુર્વેદના જાણકારો મુજબ મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધી છે. મીંઢોળને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળનો લેપ ઘસવાથી મટી જાય છે. સાથે નાભિશૂળના ઉપચારમાં મીંઢળને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ લગાવવામાં આવે છે. ખીલના ડાઘા મટાડવા રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ લગાવાથી ફાયદો થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં દૂર કરવા મીઢળનો લેપ લગાવવો જોઈએ.

મીંઢોળનાં છોડ અને ફળ
મીંઢોળનાં છોડ અને ફળ


👉 મીંઢળ વધારે છે સ્ત્રીઓમાં કામુક્તા

મીંઢળનાં બીજનું ચૂર્ણ દૂધ, સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે. નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ માટે મીંઢળના ચૂર્ણનો ઉપયોગ થાય છે. એટલું જ નહિ યોનિના ભાગે આવતી ખંજવાળ મટાડવામાં પણ મીંઢળ ખુબ જ ઉપયોગી છે. મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે ખંજવાળ આવતી બંધ થઈ જાય છે.આ વાટ મૂકવાથી સૂક્ષ્‍મ જંતુઓ નાશ થાય છે.સાથે વાટ રક્તપ્રદર, શ્વેતપ્રદર, ચાંદી વગેરેનો પણ નાશ કરે છે.

👉 મીંઢળથી થતી ઉલટીથી નથી થતું નુકસાન

મીંઢળ કોઈ પણ પ્રકારની હાનિ, ઉપદ્વવ વગર ઉલટી કરાવે છે. તેના માટે સહેજ નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે.જેનો ઉપયોગ ખાસ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ ગયું હોય..

👉 ધાનને પણ સડતા બચાવે છે મીંઢળ

ખેતરમાં તૈયાર થયા બાદ ધાનનું સંગ્રહ કરવું હોય તો તેમાં લીલા મીંઢળ નાખવામાં આવે છે.જેથી ધાન લાંબા સમય સુધી સડતું નથી.અત્યારે તો ધાનના સંગ્રહ કરવામાં માર્કેટમાં મળતી વિવિધ દવા અને પાવડરનો ઉપયોગ કરવામાં આવી છે.પરંતુ પહેલાના સમયમાં લોકો કાચા મીંઢળ નાખીને જ ધાનનો સંગ્રહ કરતા હતા

ફળનો કૃમિનાશક, મરડામાં, છાલનો લેપ ખિલ, સંધીવાના સાંધા ઉપર પીડાહારક , મરડામાં મૂળની છાલ જંતુનાશક અને હાડ઼કાના દુ:ખાવામાં વપરાય છે .મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે. ફળ મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે.

આયુર્વેદના શ્રેષ્ઠ વામક ઔષધોમાં ‘મીંઢળ’ની ગણતરી થાય છે. મીંઢળનો આયુર્વેદીય પરિભાષામાં અને સંસ્કૃતમાં ‘મદનફળ’ કહેવામાં આવે છે. મદન એટલે કામદેવ. કામદેવનું ફળ એટલે મદનફળ. આ ફળને ધારણ કરવાથી કે ઔષધરૂપે ઉપયોગ કરવાથી કામશક્તિ જાગૃત થાય છે. નિઃસંતાનોને સંતાન પ્રાપ્તિ થાય છે.

મહર્ષિ ચરકે આ ઔષધ પર એક આખો અધ્યાય લખીને તેના ૧૩૩ કલમોનું નિરૂપણ કર્યું છે. શરીરનું શોઘન કરનાર શ્રેષ્ઠ ઔષધોમાં એક તરીકે મીંઢળની ગણતરી આયુર્વેદે કરેલી છે. મીંઢળનું વૃક્ષ હરિતક્યાદિ વર્ગનું અને મંજિષ્ઠાદિ કુળનું નાના કદનું ઝાડીવાળું હોય છે. ઉંચાઈ ૧૫ ફૂટ જેવી, વૃક્ષો લાંબા કાંટાઓવાળાં હોય છે. જેનાં કાંટાઓ એકથી બે ઈંચ લાંબા-તીક્ષ્‍ણ, સરળ અને ઘૂસર વર્ણના હોય છે. કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે.

મદનફળ-મીંઢળ મધુર, કડવું, સ્વભાવે ઉષ્ણ, મળને ખોતરનાર, પચવામાં લઘુ, ઉલટી કરાવનાર, ગુમડાને મટાડનાર, વ્રણ, કોઢ, આફરો, સોજો, ગોળો તથા પિત્તને મટાડનાર તેમજ શરદી મટાડનાર છે.

મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધ છે. મીંઢળ ખાવાથી ઉલટી જેવું થાય છે, અને ચક્કર આવે છે. ગુમડા પર મીંઢળ ઘસીને તેનો લેપ કરવાથી ગૂમડું બેસી જાય છે.

સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ કરવાથી નાભિશૂળ મટે છે. રાત્રે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ તૈયાર કરવો. રાત્રે સૂતી વખતે આ લેપ ખીલના ડાઘાઓ પર લગાવવાથી તે દૂર થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં પર લેપ કરવાથી કાળાશ દૂર થાય છે.

આયુર્વેદીય ચિકિત્સા વિજ્ઞાન પ્રમાણે તેમાં જેટલાં વમન ઔષધોનું નિરૂપણ છે. એ બધામાં મીઢળ સર્વોત્તમ વામક ઔષધ છે.

કોઈપણ પ્રકારની હાનિ, ઉપદ્વવ વગર, મીંઢળ ઉલટીઓ કરાવે છે. સહજ નવશેકા પાણી સાથે એકથી બે ચમચી મીંઢળનું ચૂર્ણ આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે. વિષ ભક્ષણ વખતે તેને બહાર કાઢવા માટે અને વધી ગયેલા પિત્તના શોધન માટે મીંઢળ ઉત્તમ ઔષધ ગણાવાય છે. વામકગુણ સિવાય ખાંસી, શરદી, ગુમડાં, વ્રણ, વિદ્રાધિ વગેરેમાં પણ તે પ્રયોજાય છે. જો એક મીંઢળનું ચૂર્ણ નવશેકા પાણી સાથે આપવામાં આવે તો તરત જ દસેક મિનિટમાં ઉલટીઓ થવા લાગે છે. ઉલટી થયા પછી પાછું ગરમ પાણી (નવશેકું) પીવડાવવામાં આવે તો પુનઃ ઉલટીઓ થાય છે.

મીંઢળ તેના આ અતિ ઉત્તમ ગુણોને લીધે જ લગ્ન સંસ્કાર વખતે વર-કન્યાના કાંડે બાંધવાનો રિવાજ નવદંપતીને એવો ઈશારો કરે છે કે, કદાચ ચરમલક્ષ સંતાનોત્પાદનમાં સફળ ન થાય, તો આ ફળનો ઉપયોગ કરે.

આ એક ફળ છે. જેને મીંઢોળ કહેવાય છે. જે વર વધુ ને હાથે લગ્ન સમયે બાંધવામાં આવે છે. પહેલા ના જમાનામાં જયારે કોઈ ઘરનો વેરી આવી ને કંઈ ઝેરી પદાર્થ ખવડાવી જાય તો આ મીંઢોળ ખાઈ લેતા જેથી ઉલટી થઇ જાય અને ઝેર ઓકાઈ જાય.

વનરા તે વનમાં મીંઢોળ ઝાઝાં, મીંઢોળ પરણે ને ઝાડ બાળ કુંવારા

હું તમ પૂછું મારા બેન રે નીધિબેન આવડાં તે લાડ તમને કોણે લડાવ્યાં

દાદા સુભાષભાઈને માતા દક્ષાબેન, આવડાં તે લાડ અમને એણે લડાવ્યાં

લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે મીંઢોળ કેમ બાંધવામાં આવે છે

મીંઢોળ કે મીંઢળ નો ફોટો
મીંઢોળ કે મીંઢળ નો ફોટો


એ જમાનામાં જરૂરથી લોકો વનવગડાની ઔષધિઓ – મીંઢળનો ઉપયોગ કરી જાણતા હશે. પરંતુ કાળક્રમે અત્યારે વરરાજા હાથે મીંઢળ બાંધવું એક સિમ્બોલિક પરંપરા બની ગયું છે.

ગિરનારના જંગલોમાં થાય છે. તેને મીંઢળનું ઝાડ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. ઘણા લોકો તેને મીંઢોળ પણ કહે છે. તેને લગ્ન, જનોઈ વગેરે પ્રસંગે ઉમેદવારને જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે. પહેલાના જમાનામાં જયારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લેતું તો મીંઢળ ખવડાવતા જેથી ઉલટી થઇ જાય અને ઝેર ઓકાઈ જાય. – અમરકથાઓ

આ પણ વાંચો 👉 મહુડો સંપુર્ણ પરિચય ફોટા સાથે


મીંઢળના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે. મીંઢળ કૃમિનાશક હોય છે. તે મરડામાં ઉપયોગી છે. તેની છાલનો લેપ ખિલ, સંધીવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે. તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુ:ખાવામાં વપરાય છે. મીંઢળ સ્વભાવે ઉષ્ણ, મધુર, કડવું, મળને ખોતરનાર, પચવામાં લઘુ, ઉલટી કરાવનાર, વ્રણ, કોઢ, આફરો, ગુમડા, સોજો, પિત્ત, શરદી અને ગોળો મટાડનાર છે.


આયુર્વેદના જાણકાર અનુસાર, મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધ છે. તેને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળ ઘસીને તેનો લેપ કરવાથી ગૂમડું બેસી જાય છે. નાભિશૂળના ઉપચારમાં તેને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ કરવામાં આવે છે. ખીલના ડાઘા પડી ગયા હોય, તો રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ બનાવીને લગાવવાથી તે દૂર થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં પર તેનો લેપ કરવાથી કાળાશ દૂર થાય છે.

મીંઢળ કોઈપણ પ્રકારની હાનિ, ઉપદ્વવ વગર ઉલટી કરાવે છે. તેના માટે સહેજ નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે. આગળ જણાવ્યું તેમ ઝેરી પદાર્થ ખવાઈ ગયો હોય તો તેને ઉલટી મારફતે બહાર કાઢવા મીંઢળ વપરાય છે. તે શરદી, ખાંસી, વિદ્રાધિ વગેરેમાં પણ ઉપયોગી છે.

મીંઢોળને નાડાછડીમાં પરોવીને બાંધવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલી આવે છે. મીંઢોળનું ઝાડ મુખ્યત્વ ગિરનારના જંગલોમાં જોવા મળે છે. તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. મીંઢોળને લગ્ન, જનોઈ વગેરે શુભ પ્રસંગે જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે.

👉 રાજા ખાય રીંગણા

👉 માતૃહ્રદય – માતાનાં પ્રેમની સુંદર લોકવાર્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *