Skip to content

26 જાન્યુઆરી 2001 નાં ભયાનક ભૂકંપની યાદો

26 જાન્યુઆરી 2001 નાં ભયાનક ભૂકંપની યાદો
7525 Views

ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં 26 જાન્યુઆરી 2001 નાં ભયાનક ભૂકંપ ને 22 વર્ષ વીતી ગયા હોવા છતાં ક્યારેય ભૂલી શકાતો નથી પ્રસ્તુત છે, એ ભયાનક ભૂકંપ વીશે લેખ. 26 january 2001 bhukamp, 26 january earthquake in gujarat

26 જાન્યુઆરી 2001

45 સેકન્ડમા 20000 જીંદગીનો સોદો….
શુ આને વેપાર સમજવો ?

એક પણ વેપારી દુકાન ખોલી બેસતો નથી.
કે કદાચ બચ્યો પણ નથી.

રાષ્ટ્રધ્વજને સલામી આપવા ઉંચકાયેલો હાથ હજુ એમ જ છે.
તિરંગો લહેરાવનારો છેક જમીનમાં ઉતરી ગયો.
પ્રજાસત્તાક દિનની ઉજવણીની ગુંજ
ચિત્કારમાં બદલી જાય છે…..

મકાનની ટોંચ પર રહેલી ટાંકી ભોયતળીયે પહોચતા પહોચતા ૩૦-૪૦ જીંદગીનો ખાત્મો બોલાવી દે છે.

કાયમ દુધ માટે રડતા, ચીચીયારી પાડતા બાળકનાં દુધની પ્યાસ બુઝાઇ જાય છે… કેમ કે…
દુધની કેબિન ઉપર ત્રાટકે છે વિજળીનો થાંભલો.

મકાનમાં પડેલા અત્તરની ખુશ્બુની પરવા કર્યા વગર…
લાશની વાંસ આંટા મારે છે.

સ્મશાનમાં લાશ પર લાશ લાકડા ઉપર ગોઠવાય છે. પણ અગ્નિસંસ્કાર ?
પિતા પુત્રને દે છે, પુત્ર પિતાને દે છે.

ઉંચા ટાવર ધ્રુજારી અનુભવે કે ન અનુભવે.
મકાનની ટોંચ પર મોત તાંડવ કરી ચુક્યુ છે.

જમીન પર સુતેલુ કૂતરૂ માણસની સામુ જોઇ…સો માળનો તોળાતો પ્રશ્ન પુછે છે.
ઈન્ફોર્મેશન ટેકનોલોજીનું શુ થયુ ?

સુકી આંખો, કોરા આંસુ… કપાયેલા હાથ, તુટેલા પગ.
કચડાયેલો માણસ હારી જાય છે.

પત્તાના મહેલની જેમ તુટી પડેલી ઇમારતો.
નીચે કણસે છે માતાનું વાત્સલ્ય.

સૈકાથી છૂટી પડેલી જેસલ-તોરલની સમાધિ,
એકબિજાને ક્યારેય નહી મળે.

ઝુલતો મિનારો ક્યારેય ઝુલી નહી શકે.
કચ્છનાં મ્યુઝિયમની ઘડિયાળ 8:46 કલાકે અટકી જાય છે.

લાશોની આંગળીઓ પર રહેલી વિંટીઓ અને ગલ્લામાં પડેલી

રોકડ સિલકનો હિસાબ કરવા નિકળ્યા છે લુંટારૂઓ.

ધોળે દહાડે ટોળે વળી છે નિર્દયતા.
ફુડ પેકેટનો સ્વાદ મડદાને હોતો નથી.

ટેન્ટમાં જઇ જઇ 17 વર્ષની છોકરી શોધે છે
તેના 19 વર્ષના ખોઇ ચુકેલા પ્રિયતમને….

વહાલભરી માતા શોધી રહી છે,
ઘોડીયામા પોઢાવેલ પોતાના બાળને..

સવારે ભિખ માંગવા નિકળેલા ભિખારીને…
વાટકામાં મોત મળશે એવી ક્યાં ખબર હતી.

ખબર નથી ખેતરે ગયેલા ભાઇને,
એને રક્ષા બાંધનાર હવે રહી નથી…

24 કલાક ઉભો-ઉભો પાનનો ગલ્લો…
રાહ જુએ છે તેના નિયમીત ગ્રાહકોની પણ….
તેને ક્યાં ખબર છે તેના ગ્રાહકોએ સરનામું બદલ્યુ છે.

લાલ-લીલા સિગ્નલની પરવા કર્યા વગર..
નનામીઓ આવે છે અને જાય છે.

શમશાન ગામની ભાગોળે જ હોય એવુ નથી

ઘરને જ શમશાન બનાવી દે છે…….

😢 2001 ના ગોજારા ભૂકંપ વિશે મારી યાદોના આધારે..

ભૂકંપ 2001
ભૂકંપ 2001

જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ એ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. 

આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી  ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે (૨૩.૪૧૯°ઉ ૭૦.૨૩૨°પૂ.) હતું. 

આ ધરતીકંપ ૭.૭ માપનો હતો.

ધરતીકંપને કારણે આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા…

૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા…

આશરે ૪,૦૦,૦૦૦ ઘરો વિનાશ પામ્યા હતા

ભૂજ શહેર, જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર ૨૦ કિમી દૂર હતું, તે મોટાભાગે નાશ પામ્યું હતું. 

ભચાઉ અને અંજારમાં પણ ધરતીકંપને કારણે ભારે વિનાશ થયો હતો.

ભૂજના ૪૦ ટકા ઘરો, આઠ શાળાઓ, બે હોસ્પિટલ અને ૪ કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. 

શહેરનું ઐતહાસિક સ્વામીનારાયણ મંદિર, ઐતહાસિક કિલ્લાઓ, પ્રાગ મહેલ અને આયના મહેલને પણ ભારે નુકશાન થયું હતું. 

અંજાર, ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી. 

આ ગામોમાં લાખો ઘરો જેમાં ઐતહાસિક ઇમારતો અને પર્યટક સ્થળોનો સમાવેશ થતો હતો – પણ નાશ પામ્યા હતા.

અમદાવાદમાં, ૫૦ બહુમાળી ઇમારતો નાશ પામી હતી અને સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા.

ભૂજની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ પણે નાશ પામી હતી.

રેડ ક્રોસની કામચલાઉ હોસ્પિટલ જ્યાં સુધી નવી હોસ્પિટલ બંધાઇ નહી ત્યાં સુધી ભૂજમાં કાર્યરત રહી હતી.

ભુજિયા ડુંગર ઉપર ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકો માટે સ્મૃતિવન યાદગીરી રૂપે બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિને સમર્પિત એવા ૧૩,૮૨૩ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ બાગમાં ૧૦૮ નાના તળાવો બનાવવામાં આવ્યા છે.

www.amarkathao.in, ધરતીકંપ 2001, Earthquake 2001, kuchh earthquake 2001, gujarat earthquake, ગુજરાત ધરતીકંપ, કચ્છનો ધરતીકંપ, ભયાનક ભૂકંપ કચ્છ. ભૂકંપની યાદો.

અજબ ગજબ પશુ પક્ષીઓ

Best Desh Bhakti Shayari
Best Desh Bhakti Shayari

26 जनवरी 2001 में आज के दिन ही गुजरात के कच्छ जिले भुज में आया था भीषण भूकंप

26 जनवरी 2001 को देश 52 गणतंत्र दिवस (Republic Day) मना रहा था. इसी दिन सुबह करीब 8.45 बजे गुजरात के कच्छ जिले के भुज में भीषण भूकंप (Bhuj Earthquake) आया था, जिसमें करीब 20 हजार लोगों की जान चली गई थी और हजारों लोग घायल हुए थे. भूकंप के झटके अहमदाबाद और अन्य शहरों में भी महसूस किए गए थे. लेकिन भुज में इसका व्यापक असर पड़ा और लाखों लोग बेघर हो गए थे. भूकंप का प्रभाव करीब 8,000 गांवों में देखने को मिला था. कई लोगों के घर जमींदोज हो गए और लोग मलबों में दबे रह गए.

देश और दुनिया के इतिहास में 26 जनवरी की तारीख पर दर्ज अन्य महत्वपूर्ण घटनाएं:

1556 : मुगल बादशाह हुमायूं की सीढ़ियों से गिरने से मौत.

1930 : ब्रिटिश शासन के अंतर्गत भारत में पहली बार स्वराज दिवस मनाया गया.

1931 : ‘सविनय अवज्ञा आंदोलन’ के दौरान ब्रिटिश सरकार से बातचीत के लिए महात्मा गांधी को रिहा किया गया.

1950 : स्वतंत्र भारत का संविधान लागू हुआ और भारत को एक संप्रभु लोकतांत्रिक गणराज्य घोषित किया गया. इसके बाद से इस दिन को गणतंत्र दिवस के रूप में मनाया जाने लगा.

1950 : सी. गोपालाचारी ने भारत के अंतिम गवर्नर जनरल का पद छोड़ा और डा. राजेन्द्र प्रसाद ने देश के प्रथम राष्ट्रपति का पद संभाला.

1950 : अशोक स्तंभ को राष्ट्रीय प्रतीक चिह्न के रूप में अपनाया गया.

1950 : फेडरल कोर्ट ऑफ इंडिया, जिसकी स्थापना 1937 में हुई थी, को भारत का उच्चतम न्यायालय बनाया गया.

1957 : जम्मू कश्मीर के भारत की तरफ के हिस्से को औपचारिक रूप से भारत का हिस्सा बनाया गया.

1963 : माथे पर मुकुट जैसी कलगी और खूबसूरत पंखों वाले मोर को राष्ट्रीय पक्षी घोषित किया गया.

1972 : दिल्ली के इंडिया गेट पर राष्ट्रीय स्मारक अमर जवान ज्योति का अनावरण.

1981 : वायुदूत विमान सेवा की शुरूआत.

1982 : पर्यटकों को रेल के सफर के दौरान शाही और विलासितापूर्ण अनुभव का आनंद दिलाने के लिए भारतीय रेल ने पैलेस ऑन व्हील्स सेवा शुरू की.

2001 : गुजरात के भुज में 7.7 तीव्रता का भीषण भूकंप, हजारों लोग मारे गए.

2008 : गणतंत्र दिवस के अवसर पर देश की पहली महिला राष्ट्रपति प्रतिभा पाटिल ने परेड की सलामी ली. एन.आर. नारायणमूर्ति को फ्रांस सरकार के सर्वोच्च नागरिक सम्मान ‘द ऑफिसर ऑफ द लीजन ऑफ ऑवर’ से सम्मानित किया गया.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *