Skip to content

અજબ ગજબ પશુ પક્ષીઓ | amazing birds and animals | AJAB GAJAB

    amazing birds and animals
    3618 Views

    આ વિશ્વમાં એવા કેટલાય અજબ ગજબ પશુ પક્ષીઓ છે. કે જે સાંભળીને માનવામાં પણ ન આવે તો આજે એવી જ કેટલીક માહિતી આપની સમક્ષ રજુ કરુ છુ. amazing birds and animals, Ajab Gajab duniya

    🔮 માણસ કરતાં ગોરીલા ની તાકત ૨૦ ગણી વધુ હોય છે.

    🔮 કાંગારૂ સરેરાશ ૨૫ ફૂટ લાંબો કૂદકો લગાવી શકે છે.

    🔮 ટોક્યો નજીક કોરણ શહેરમાં એક ઘોડાને શિંગડા ઉગેલા છે.

    🔮 આફ્રિકામાં એક એવી જાતની માછલી થાય છે જે કેટલાક દિવસ સુધી સૂકી જમીન પર રહી શકે છે અને કીડા ખાવા માટે ઝાડ પર પણ ચડી શકે છે.

    🔮 ગોન્ડજમનાં ગોમાઝો ટાપુમાં પક્ષીઓની જેમ ઉડતી માછલીઓ જોવા મળે છે.

    🔮 વિશ્વનું સૌથી નાનુ પક્ષી હમિંગ બર્ડ છે અને તે એક સેકન્ડમા ૯૦ વખત પાંખો ફફડાવી શકે છે.

    worlds smallest bird - Huming bird
    worlds smallest bird – Huming bird

    🔮 વ્હેલ માછલીના ફેફસામાં ૧૪,૦૦૦ ટન હવા સમય શકે છે. વ્હેલ એક સસ્તન જળચર છે. માછલીઓ હમેશાં ઈંડાને જન્મ આપે છે પરંતુ વ્હેલ માછલી બચ્ચાંને જન્મ આપે છે. સૌથી આશ્ચર્યજનક હકીકત તો એ છે કે વ્હેલનું હૃદય એક મિનિટમાં માત્ર નવ વખત જ ધબકે છે. Ajab Gajab facts

    🔮 ઓસ્ટ્રેલિયાના તિમજી નામના ગામમાં ત્રણ પગવાળુ એક બતક છે.

    🔮 અમેરિકાના જી.આઇ.જો. નામના સંદેશવાહક કબૂતરને હજારો સૈનિકો ને બચાવવા માટે ગળામાં પરમવીર ચંદ્રક પહેરવામાં આવેલો હતો.

    🔮 આબટ્રોસ પક્ષી 80 દિવસે જન્મતું 80 વર્ષ જીવતું અને 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતું પક્ષી છે.

    🔮 વિશ્વમાં જીવંત પ્રાણીઓમાં સૌથી વધુ વસ્તી કીડીઓની માનવામાં આવે છે.

    🔮 મધ્યપ્રદેશના ધાર સ્થળેથી ડાયનોસોરનાં ૬.૫ કરોડ વર્ષ જૂના ઈંડાં સપ્ટેમ્બર ૨૦૦૦ માં મળી આવ્યા હતા.

    🔮 દુનિયામાં સૌપ્રથમ પ્રાણી સંગ્રહાલય પૅરિસ ફ્રાંસ માં શરૂ કરવામાં આવ્યું હતું.

    🔮 ડોલ્ફિન માછલી જ્યારે સુવે છે ત્યારે તેની એક આંખ ખુલ્લી રાખે છે.

    🔮 તામારીન નામે ઓળખાતા સોનેરી વાંદરા બ્રાઝિલ દેશ માંથી મળી આવે છે.

    🔮 વિશ્વમાં પતંગિયાની આશરે એક લાખ દસ હજાર જેટલી જાતો છે.

    🔮 અજગર કંઈપણ ખાધા વગર એક વર્ષ સુધી જીવતો રહી શકે છે.

    🔮 અમેરિકાનું કાંગારૂ રેટ આખી જિંદગી પાણી પીધા વિના જીવી શકે છે.

    🔮 બ્લુ વહેલ દરરોજ ત્રણ ટન ખોરાક ખાય છે તેમ છતાં તે છ મહિના ભૂખી રહી શકે છે.

    🔮 અમેરિકામાં માણસો અને ઉંદર ની સંખ્યા લગભગ સરખી છે જ્યારે ઓસ્ટ્રેલિયા માં માણસો કરતાં ઘેટા ની વસ્તી ૧૦ ગણી વધારે છે. – અજબ ગજબ જાણવા જેવુ.

    🔮 બિલાડી એક કલાકમાં 30 માઈલની ઝડપે દોડી શકે છે.

    🔮 આફ્રીકાની વિશાળ ગોકળગાય લંબાઇમાં એક મીટર જેટલી વધે છે.

    🔮 એમેઝોન જંગલ માં મળી આવતી જેસીસ ક્રાઇસ્ટ નામની ગરોળી પાણી પર દોડી શકે છે.

    🔮 સૌથી શક્તિશાળી ઝેર એરોપોઇઝન ફ્રોગ (દેડકા) નું હોય છે.

    🔮 કાચિંડાની તથા ગરોળીની આંખો એકબીજાથી સાવ સ્વતંત્ર હોય છે તે એક સાથે બે દ્રશ્ય પણ જોઈ શકે છે.

    🔮 સર્પને કાન હોતા નથી અને કાન ન હોવાને કારણે સર્પ સાંભળી શકતો નથી, પરંતુ સાવ એમ પણ નથી. સર્પની જીભ અત્યંત સંવેદનશીલ હોય છે અને આ જીભ દ્વારા જ સર્પ ધ્વનિ તરંગોને ઝીલી શકે છે. સર્પ પોતાની જીભને સતત લબકાવતો રહે છે. આમ એ એટલા માટે કરે છે કે જેથી ધ્વનિના મોજાંઓને એ ગ્રહણ કરી શકે. અર્થાત્ , સાચા અર્થમાં એમ કહેવું હોય તો કહી શકાય કે, સર્પ ‘જીભ’ દ્વારા ‘સાંભળે’ છે !

    King cobra Ajab Gajab
    King cobra Ajab Gajab

    🔮 રાજનાગ ( King Kobra ) નું ઝેર, વિષ એટલું જીવલેણ હોય છે કે ફક્ત એક જ ગ્રામ ઝેર ૧૫૦ માણસોને અને ૧૬૦૦૦૦ ઉંદરોને મારી શકે છે. રાજનાગના આવા ઝે૨ ને જો કોઈ માણસ હથેળીમાં ઉંચકે તો એક જ ક્ષણમાં એ બેશુદ્ધ બની જાય છે.

    🔮 સર્પની અનેક, અસંખ્ય જાતિઓ છે, જેમાંથી મોટાભાગની જાતિઓ ખોરાકનો એક કોળિયો પણ ન મળે તો પણ એક વરસ સુધી જીવી શકે છે.

    🔮 એમ માનવામાં આવે છે કે ઊંટ એક એવું પ્રાણી છે કે જેને લાંબો સમય પીવા માટે પાણી ન મળે તો પણ જીવી શકે છે, પરંતુ આ વાત સાવ સાચી નથી, કારણ કે, જિરાફ એક એવું પ્રાણી છે કે જે ઊંટ કરતા પણ વધારે લાંબો સમય પાણી વગર જીવી શકે છે. Ajab Gajab photo

    🔮 સ્ટેગોસાઉરસ ! આ નામ છે એક પ્રાગૈતિહાસિક પ્રાણીનું. ડાયનોસોર નામના વિશાળ, રાક્ષસી, કદાવર અને પ્રચંડ પ્રાણીની એક જાતનું. આ ડાયનોસોર 18 ફૂટની લંબાઈ ધરાવતું હતું અને એની પૂંછડીથી લઈને નાક સુધી, શરીર પર વિશાળ, અણીદાર હાડકાંઓનું કવચ રહેતું હતું. સૌથી વિચિત્ર હકીકત એ છે કે આવા ભયાનક, વિશાળ કદ ધરાવતા ડાયનોસોરના મગજનું વજન માત્ર બે ઔંસનું જ હતું. અને આ મગજ અખરોટ કરતા કદમાં મોટું ન હતું. એમ માનવામાં આવે છે કે કદાવર દેહમાં માત્ર સૌથી નાનું મગજ ધરાવનાર આ પ્રાણી, એની જાતિ પૃથ્વી ૫૨ થી નષ્ટ થઈ ગઈ હોય તો એનું કારણ આ ટચુકડું મગજ હતું.

    🔮 મોજાબંધ સર્પો ! આ સર્પો જો કે પેટેથી ચાલનારા પ્રાણીઓ, જંતુઓની જાતિમાં આવે છે, પણ આ રેપટાઈલ મોજાબંધ સર્પની જાતિ ઈંડા નથી મૂકતી, જે રીતે સસ્તન પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે તેવી જ રીતે સર્પની આ જાતિ પણ બચ્ચાંને જન્મ આપે છે. Amazing photo

    🔮 જિરાફની જીભ ૨૧ ઇંચ લાંબી હોય છે, તે જીભ વડે કાન પણ સાફ કરી શકે છે. આખા વિશ્વમાં જિરાફ એક જ એવુ પ્રાણી છે જે શિંગડા સાથે જન્મે છે.

    amazing birds and animals
    amazing birds and animals

    🔮 ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારુ છે. ઓસ્ટ્રેલિયા માં માણસો કરતા કાંગારુની વસતિ વધારે છે. ત્યા લગભગ ૫૦ પ્રકારનાં કાંગારુ જોવા મળે છે.

    🔮 શેડો બર્ડ નામનું પક્ષી પોતાનો માળો ત્રણ માળનો બનાવે છે. જેમા પ્રથમ માળે બચ્ચા રહે છે, બિજા માળે તે ખોરાક સંગ્રહ કરે છે અને સૌથી નીચેના માળે નર શેડો માળાની ચોકી કરતો બેસી રહે છે.

    🔮 રીંછ માનવીની જેમ રડી શકે છે.

    🔮 ભુંડ – (ડુક્કર) ને સંગીત પ્રિય હોય છે.

    🔮 પૃથ્વી પર સૌથી ઝડપી દોડતુ પ્રાણી ચિત્તો છે. પણ તેની આ ઝડપ અમુક સેકન્ડ પુરતી જ હોય છે. ત્યારબાદ ચિત્તાનાં શરીરનું તાપમાન વધી જવાથી તે દોડ અટકાવી દે છે. અન્યથા ચિત્તાનું મૃત્યુ થઇ શકે છે.

    🔮 પૃથ્વી પર વસતા તમામ પ્રાણીઓમાથી સૌથી વધુ આયુષ્ય કાચબાનું માનવામાં આવે છે. લગભગ ૨૦૦ થી ૩૦૦ વર્ષ.

    🔮 ચામાચિડીયુ પોતાના બચ્ચાને દુધ પિવડાવે છે. કેમ કે તે સસ્તન વર્ગનું પ્રાણી ગણવામાં આવે છે. પણ મોટાભાગનાં લોકો તેને પક્ષી સમજે છે.

    🔮 વિશ્વનું સૌથી રંગીન (colorful) પક્ષી પીઠા છે.

    વાંચો અદ્ભુત વૃક્ષ વિશે 👉 મીંઢોળ 👉 શા માટે લગ્ન વખતે વરકન્યાને મીંઢોળ બાંધવામાં આવે છે ?

    👉 વાદળ ફાટવું એટલે શુ ? કેમ ફાટે છે વાદળ ?

    રૂખડો - રૂખડાનાં વૃક્ષ વિશે જાણવા જેવુ
    રૂખડો – રૂખડાનાં વૃક્ષ વિશે જાણવા જેવુ click photo
    worlds most colorful bird Pittha
    worlds most colorful bird Pittha

    amarkathao, amazing facts about birds and animals, top 10 amazing facts

    આવી અવનવી અજબ ગજબ, general knowledge, Gujarati Best story, India History માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. www.amarkathao.in

    મિત્રો post પસંદ આવી હોય તો LIKE કરવાનું ભુલશો નહી. પસંદ આવે તો અહિથી share કરી શકો છો. copy કરવાની મનાઇ છે.

    11 thoughts on “અજબ ગજબ પશુ પક્ષીઓ | amazing birds and animals | AJAB GAJAB”

    1. Pingback: પતંગ વિશે અવનવું | Interesting kites stories - AMARKATHAO

    2. Pingback: 26 જાન્યુઆરી 2001 નાં ભયાનક ભૂકંપની યાદો - AMARKATHAO

    3. Pingback: Amazing article about lions | સિંહ વિશે અદ્ભુત લેખ

    4. Pingback: લાખો વણજારો | कुत्ते की वफादारी std 7 Best story

    5. Pingback: મહુડો : મહુડાનો પરિચય અને ઉપયોગો - Gold tree - AMARKATHAO

    6. Pingback: વાદળ ફાટવું એટલે શુ ? જાણો સૌથી વધુ વાદળ ક્યાં ફાટે છે ? - AMARKATHAO

    7. Pingback: Bitcoin શુ છે ? બિટકોઇન ની શરુઆત કોણે કરી ? શુ તમે પણ bitcoin ખરીદવાનું વિચારો છો ? એ પહેલા આ જાણી લો. bitcoin 2022 - AMARKATHAO

    8. Pingback: કાંગ ખેતર ગ્યા'તા રે ગોરી કાંગ લ્યો : કાંગ વિશે રસપ્રદ માહિતી - AMARKATHAO

    9. Pingback: "કુલધરા ગામ" ભારતનું સૌથી રહસ્યમય ભૂતિયા ગામ ? - AMARKATHAO

    10. Pingback: કહેવતમાં કાગડો : કાગડા વિશે મજાનો લેખ તમે અગાઉ ક્યારેય નહી વાંચ્યો હોય - AMARKATHAO

    11. Pingback: Bermuda triangle mystery in Gujarati (બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય)

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *