Skip to content

પ્રાચીન લગ્ન ગીત, કંકોતરી થી કન્યાવિદાય સુધીના લગ્નગીતો

પ્રાચીન લગ્ન ગીત
10889 Views

મિત્રો લગ્ન ગીતનો આ ત્રીજો ભાગ મુકી રહ્યા છીએ. લગ્ન ગીત ભાગ 1, લગ્નગીત ભાગ 2 માં આગળના લગ્નગીતો મુકેલા છે.. કંકુ છાંટી કંકોતરી મોકલો, મોટા માંડવડા રોપાવો

કંકુ છાંટી કંકોતરી મોકલો-1

Kanku chhati kankotari moklo lyrics
(લગન લખતી વખતે ગવાતું ગીત)

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો રાધાબેનનાં નામ રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનના માતાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના કાકા આવ્યા ને કાકી આવશે
બેનના ફૈબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની બેનીનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો રાધાબેનનાં નામ રે
લગન આવ્યાં ઢૂંકડાં
==============================

કંકુ છાટી કંકોતરી મોકલો mp3 downland

કંકુ છાટી કંકોતરી મોકલી-2

Kanku chhati kankotari mokli mp3 downland
(માણેકથંભ રોપતી વખતે ગવાતું ગીત)

કંકુ છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે
માણેકથંભ રોપિયો

કેસર છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડાનું નામ રે
માણેકથંભ રોપિયો

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે
માણેકથંભ રોપિયો

બીજી કંકોતરી મામા ઘેર મોકલી
મામા હોંશે મોસાળુ લઈ આવો રે
માણેકથંભ રોપિયો

કંકુ છાટી કંકોતરી મોકલી
કેસર છાટી કંકોતરી મોકલી
કંકુ છાટી કંકોતરી મોકલી

==============================

મારો માંડવો રઢિયાળો

maro mandvo radhiyalo lyrics
(વર પક્ષે મંડપ મૂર્હુત સમયે)

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને માતા જોઈએ તો
તેની માતા(માતાનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે ભાઈ(વરનું નામ)ને પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને બાપુ જોઈએ તો
બાપુ (પિતાનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે દીકરો પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને બેની જોઈએ તો
બેની(બહેનનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે વીરાને પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને બનેવી જોઈએ તો
બનેવી(બનેવીનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે વીરા(વરનું નામ)ને પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ. 

==============================

મોટા માંડવડા રોપાવો

mota mandvda ropavo lagna geet pdf
(મંડપ મૂરત સમયે ગવાતું ગીત)

મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ

વીરના દાદાને તેડાવો
વીરની માતાને તેડાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હોંશે મોભી પરણાવો માણારાજ

મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ

વીરના વીરાને તેડાવો
વીરની ભાભીને તેડાવો માણારાજ
હોંશે બાંધવ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ

વીરના મામાને તેડાવો
વીરની મામીને તેડાવો માણારાજ
હોંશે ભાણેજ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
==============================

લીલા માંડવા રોપાવો

Lila mandvada ropavo lyrics
(મંડપ મૂરત સમયે ગવાતું ગીત)

લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ

લાડેકોડે રાધાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ

એમના કાકાને તેડાવો
એમની કાકીને તેડાવો માણારાજ
લાડેકોડે ભત્રીજી પરણાવો માણારાજ

લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ

લાડેકોડે રાધાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ

એમના નાનાને તેડાવો
એમની નાનીને તેડાવો માણારાજ
લાડેકોડે દીકરી પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
==============================

વધાવો રે આવિયો

vadhavo re Aviyo lagna geet lyrics
(ચાક વધાવવાનું ગીત)

ધરતીમાં બલિહારી બે જણાં,
એક ધરતી બીજો આભ, વધાવો રે આવિયો
આભે મેહુલા વરસાવિયા
ધરતીએ ઝીલ્યાં છે ભાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક ઘોડી બીજી ગાય, વધાવો રે આવિયો
ગાયનો જાયો રે હળે જૂત્યો
ઘોડીનો જાયો પરદેશ, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સાસુ ને બીજી માત, વધાવો રે આવિયો
માતાએ જનમ આપિયો
સાસુએ આપ્યો ભરથાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સસરો બીજો બાપ, વધાવો રે આવિયો
બાપે તે લાડ લડાવિયા
સસરાએ આપી લાજ, વધાવો રે આવિયો
==============================

ઓઝો ઓઝો રે ઓઝી તણો

Ojo ojo re oji tano lagnageet
(ચાક વધાવવાનું ગીત)

ઓઝો ઓઝો રે ઓઝી તણો
ઓઝો વહુનો વીરો રે
ઓઝો લાવે ઘી તાવણી

લાપસી તે રાંધશું ફરતે ચાટવે
જમશે અમરતવહુનો વીરો રે
ઓઝો લાવે ઘી તાવણી

કાંઠા કોરું રે કરડી ગયો
બોઘેણ્યું મેલ્યું મૈયરની વાટ રે
ઓઝો લાવે ઘી તાવણી

ઓઝો ને ઓઝી ધસમશે
ઓઝા અકોટા ઘડાવ
અકોટાના બેસે દોકડાં રે
કાને કોડિયાં જડાવ રે

ઓઝો ને ઓઝી ધસમશે
ઓઝા કાંબિયું ઘડાવ
કાંબિયુંના બેસે દોકડાં રે
પગે કાંઠા જડાવ રે

ઓઝો ને ઓઝી ધસમશે
ઓઝા ચૂડલો કરાવ
ચૂડલાના બેસે દોકડાં રે
મને નળિયાં સરાવ રે
==============================

વરને પરવટ વાળો લગ્ન ગીત

var ne parvat valo lagna geet
(ફુલેકાનું ગીત)

મદભર્યો હાથી ને લાલ અંબાડી
ચડે માડીનો જાયો બારહજારી રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો

વરની પરવટડીમાં પાન સોપારી
ચાવે માડીનો જાયો બારહજારી રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો

વરના બાપુજી બાબુભાઈ ઓરેરા આવો
ઓરેરા આવી વરના મનડાં મનાવો રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો

પરથમી બધી વરના પગ હેઠળ બિરાજે
નવખંડ ધરતીમાં વરરાજો પોરસાઈ ચાલે રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો
==============================

વર છે વેવારિયો રે

Var chhe vevariyo re lyrics
(ફુલેકાનું ગીત)

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
દાદા મોરા એ વર પરણાવ
એ વર છે વેવારિયો રે

ગગી મોરી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
રમતો’તો બહોળી બજાર
દડૂલે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
વીરા મોરા એ વર જોશે
એ વર છે વેવારિયો રે

બેની મારી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
ભણતો’તો ભટની નિશાળે
અક્ષરે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
કાકા મોરા એ વર જોજો
એ વર છે વેવારિયો રે

ભત્રિજી મોરી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
જમતો’તો સોનાને થાળે
કોળીયે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
કાકા મોરા એ વર જોજો
એ વર છે વેવારિયો રે
==============================

મોતી નીપજે રે – ગુજરાતી લગ્ન ગીત

moti nipje re Lagna geet lyrics
(વરપક્ષે માળારોપણ)

લાંબી તે લાંબી સરોવરિયાની પાળ
આ-હે એ પાળે તે મોતી નીપજે રે

મોતી તે લાગ્યું નિલેશભાઈ વરને હાથ
આ-હે ઘેરે રે આવીને ઝગડો માંડિયો

દાદા તે મોરા મુજને પરણાવો
આ-હે મુજને પરણ્યાંની દાદા હોંશ

ઘણી ખરચું તો ખરચું લાખ શું બે લાખ
આ-હે મોભીને પરણાવું ઘણી હોંશથી
==============================

આ પણ વાંચો 👇

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)

101 જુની યાદગાર ગુજરાતી કવિતાઓ

101 ગુજરાતી સાહિત્ય ની શ્રેષ્ઠ વાર્તાઓ

આગળની પોસ્ટમાં નીચેના લગ્નગીત મુકવામાં આવશે.

૩૧ પીઠી ચોળોને પંચકલ્યાણી (પીઠીનું ગીત)
૩૨ પાવલાંની પાશેર (પીઠીનું ગીત)
૩૩ પીઠી ચોળો રે પીતરાણી (પીઠીનું ગીત)
૩૪ મોસાળાં આવિયાં (મોસાળું)
૩૫ લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન)
૩૬ રાય કરમલડી રે (જાન પ્રસ્થાન)
૩૭ વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (જાન પ્રસ્થાન)
૩૮ શુકન જોઈ ને સંચરજો રે (જાન પ્રસ્થાન)
૩૯ સાઈકલની સીટી વાગી વરરાજા (વરરાજાની હઠ)
૪૦ ધીમી ધીમી મોટર હાંકો વરરાજા (જાનમાં ગવાતું ગીત)

૪૧ વરરાજે સીમડી ઘેરી માણારાજ (જાનમાં ગવાતું ગીત)
૪૨ વર તો પાન સરીખા પાતળા (જાનનું આગમન)
૪૩ બારે પધારો સોળે હો સુંદરી (વરરાજાનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)
૪૪ સીતાને તોરણ રામ પધાર્યાં (વરરાજાને પોંખતી વખતનું ગીત)
૪૫ હળવે હળવે પોંખજો (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
૪૬ દૂધે તે ભરી રે તળાવડી (માયરાનું ગીત)
૪૭ મારા નખના પરવાળા જેવી ચૂંદડી (કન્યાને ચૂંદડી ઓઢાડતી વખતે)
૪૮ કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે (માંડવાનું ગીત)
૪૯ નાણાવટી રે સાજન બેઠું માંડવે (માંડવાનું ગીત)
૫૦ વીરો મારો ઝગમગ ઝગમગ થાય (માંડવાનું ગીત)

૫૧ માયરામાં ચાલે મલપતા (કન્યાની પધરામણી)
૫૨ તમે કે’દુના કાલાવાલા કરતા’તાં (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૩ ઘરમાં નો’તી ખાંડ (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૪ રેલગાડી આવી (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૫ મારી બેનીની વાત ન પૂછો (ફટાણું – ફિલ્મી સ્ટાઈલ)
૫૬ એકડો આવડ્યો (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૭ અણવર લજામણો રે (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૮ અણવર અવગતિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૯ ગોર લટપટિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
૬૦ ઢોલ ઢમક્યાં ને (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)

૬૧ હાથ કન્યાનો હેતે ઝાલો (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે ગવાતું ગીત)
૬૨ પહેલું પહેલું મંગળિયું (ફેરા ફરતી વખતે ગવાતું ગીત)
૬૩ લાડો લાડી જમે રે કંસાર (કંસાર)
૬૪ આ વર-કન્યાનું સુંદર જોડું (આશીર્વાદ – કન્યાપક્ષે)
૬૫ પરણ્યાં એટલે પ્યારા લાડી (નવવધુને આવકાર)
૬૬ આલા તે લીલા વનની વાંસલડી (કન્યાપક્ષે વિદાય)
૬૭ આ દશ આ દશ પીપળો (કન્યાપક્ષે વિદાય)
૬૮ ચાલોને આપણે ઘેર રે (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
૬૯ દાદાને આંગણ આંબલો (કન્યા પ્રયાણ)
૭૦ એક આવ્યો’તો પરદેશી પોપટો (વિદાય પ્રસંગે સાહેલીઓનું દુઃખ)
૭૧ લાલ મોટર આવી (નવવધુને રાજી રાખવાની કોશીશ)
૭૨ અમે ઈડરિયો ગઢ જીત્યાં (નવવધુનો ગૃહપ્રવેશ)


14 thoughts on “પ્રાચીન લગ્ન ગીત, કંકોતરી થી કન્યાવિદાય સુધીના લગ્નગીતો”

  1. Pingback: 101 Best Gujarati Lagna Geet lyrics, mp3 | ગુજરાતી લગ્ન ગીત ફટાણા સંગ્રહ - AMARKATHAO

  2. Pingback: 101 લગ્ન ગીત સંગ્રહ | Lagna geet collection pdf - AMARKATHAO

  3. Pingback: લગ્ન ગીતો ભાગ 4 - AMARKATHAO

  4. Pingback: લીંબુડા ઝૂલે તારા બાગમાં - ગુજરાતી લોકગીત - AMARKATHAO

  5. Pingback: 11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection - AMARKATHAO

  6. Pingback: Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection - AMARKATHAO

  7. Pingback: રસિયો રૂપાળો લિરિક્સ ગુજરાતીમાં | Rasiyo Rupalo Lyrics in Gujarati - AMARKATHAO

  8. Pingback: વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં lyrics of song - AMARKATHAO

  9. Pingback: રે કાન્હા હું તને ચાહું Gujarati song lyrics, mp3, video - AMARKATHAO

  10. Pingback: Best 100+ Gujarati lagna geet lyrics pdf (A to Z Lagna geet collection) - AMARKATHAO

  11. Pingback: કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો - કન્યાવિદાય નું કરુણ ગીત - કવિ દાદ - AMARKATHAO

  12. Pingback: કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણિયો

  13. Pingback: લીંબુડા ઝૂલે તારા બાગમાં - લોકગીત - AMARKATHAO

  14. Pingback: અલખ ધણી ની આરતી | રામદેવપીર ની આરતી lyrics - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *