Skip to content

પપ્પા એટલે કોણ ? પિતા વિશે Best Quotes શાયરી, | Fathers day special

પપ્પા એટલે કોણ ? પિતા વિશે Best Quotes શાયરી, | Fathers day special
7689 Views

પપ્પા વિશે શાયરી, પપ્પા એટલે વ્હાલનો દરિયો, પપ્પા કવિતા, પપ્પા વિશે સુવિચાર, પપ્પા વિશે નિબંધ, પિતા વિશે સુંદર લેખ, ફાધર્સ ડે શાયરી સ્ટેટસ, બાપ દીકરી વિશે, બાપ બેટીનો પ્રેમ, papa vise shayari gujarati Father’s day shayari, father status, father Quotes,

પપ્પા એટલે કોણ ?

➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો – સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !!
માટે , એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે …તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !!
( હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારેઘડીએ થાય ….પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને )

✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે. કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.

✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે.

✅ દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૌથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.

👍🏻 જેણે સૌથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૌથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે.

👍🏻 જેણે સૌથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૌથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે.

👉🏻 ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા.
✅ જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ..ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.

🏵️ પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે , છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ બહાર જ વધુ હોઈ. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા. તો ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા.

➡️ દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવાર થી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા.

♻️ પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે.

👍🏻 પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક.

🙏🏻 પપ્પા એટલે માત્ર નસકોરાં નહી. અર્ધી રાત્રે પણ ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ.

✍🏻 પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી….. એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ….!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે. એનાં silent attack પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર?

✅ પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે.

✅ દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાઈ છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.

➡️ દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.

✅ પપ્પા….જેના ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય.

👉🏻 પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય.

✍🏻 જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!!

👉 પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો.

➡️ તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.

🏵️ તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે. હંમેશા પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!

🔔 પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયા માં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો …હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવૂ ના બોલતા કે તમને ખબર ના પડે ! ચૂપ રહો !!

👏🏻 ખાસ કરીને , મમ્મી ની હાજરી માં કે તમારી વહૂ કે છોકરા – છોકરીઓની હાજરી માં તો નહી જ !!!
👉🏻 કેમ, કે તમારી ગેરમોજૂદગી માં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !!

🙏🏻 હંમેશા માન- સન્માન જ આપજો , ભલે 100 ભૂલો થાય !!
🙏 સર્વે બાપુજી, બાપા, પપ્પા, પિતા ને સમર્પિત🙏🏻

મા વિશે સુંદર શાયરી, સુવિચાર કલેક્શન

મા વિશે શાયરી, સુવિચાર, કવિતાઓ | Maa Shayari, Poems in Gujarati
મા વિશે શાયરી, સુવિચાર, કવિતાઓ | Maa Shayari, Poems in Gujarati

પપ્પા વિશે બે લાઈન

ખરો દીવો તો પપ્પા હોય છે જે પોતાની આખી જાત બાળી નાખે છે ઘરને અંજવાળું આપવા માટે.

એનું સર્વસ્વ પુત્રને સોંપી,
બાપ કાયમ જરાકમાં જીવ્યો

પરિવાર નો મજબૂત આધારસ્તંભ એટલે પપ્પા

તલાશી લઇલો મારી, આ ખિસ્સા માં જવાબદારીઓ સિવાય કંઇ મળે તો આ જિંદગી તમારી “એક પિતા”

પિતા એક વટવૃક્ષ છે જેની શિતળ છાયા માં આખું પરિવાર રહે છે.

પિતા એ જીવન ના ઘડતર નો આધાર છે.

પિતા એટલે કાળજી ભરેલુ કાળજુ,
કડકાઈ અને કરુણાનું મિશ્રણ,
સંસ્કારનું સુરક્ષા કવચ,
નિષ્ઠાની નિશાની

પિતા એટલે પુત્રનો પ્રથમ હીરો અને પુત્રી નો પહેલો પ્રેમ

જોઈ ને એમની થાકેલી આંખો હું બહુ રોયો,
મારો સપના નો ભાર જ્યારે મેં પિતા ની આંખમાં જોયો

પિતા ની હાજરી સુરજ જેવી હોય છે,
સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે.

ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પડતા નથી જોયા, સાહેબ મેં પિતા થી અમીર વ્યક્તિ કદી નથી જોયા.

છુપાવી જીવે છે એ લાગણીઓ તમારાથી
ફક્ત હસતું મોઢું એમનું જોવા મળે તો બહુ થઈ પડે.

સપના તો મારા હતા પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા.

પપ્પા વિશે શાયરી

હાથમાં તલવાર છે
વાણીમાં  ધાર છે
છતાં શાંત છું 
કારણકે મારા પિતાના સંસ્કાર છે

પિતા એ પ્રાણ છે પિતા એ મહાન છે
પિતાએ વરદાન છે પિતાએ જગ  પિતા એ જહાંન છે
દરિયામાં જેટલો ક્ષર 
ગીતામાં જેટલો સાર
એટલો તો એક શબ્દ પર “ભાર”
એ શબ્દ એટલે પિતા

મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા.

શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે,
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે.

પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….

નિઃસ્વાર્થ પ્રેમ આપતો પુરુષ એટલે પિતા
સપના પુરા કરવા દોડતો પુરુષ એટલે પિતા

પપ્પા વિશે નિબંધ લખવા ઉપયોગી

થાક ધણો હતો ચહેરા પર પણ, અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે. આંખમાં ઉઘ હતી ઘણી છતા પણ, ચિંતા માં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ, હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે.

કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલી આંખે, અમારા ભવિષ્યનાં સપના સજાવતા જોયા છે.

પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, એ ખુશી માટે પોતાના શમણાંઓ ને રોળતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી, અમારી પસંદગીને અપનાવતા જોયા છે.

વ્યકિત એક હતા પણ વિશેષતાઓ અનેક હતી, પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છે.

~~~~~~~~~~~

પપ્પા વિશે ઓછું કહેવું કે પપ્પા સાથે ઓછું બોલવું

એટલે શબ્દો ઓછાં પડવા-એમ નહિ પણ શબ્દો આછાં પડવા !

તણખલાં વીણી-વીણી એક મજાનો માળો બાંધે સંબધોની સોડમ રાંધે શમણાંઓના ટુકડાં સાંધે.

વાતે વાતે પડકારતાં લલકારતાં રૌદ્ર પપ્પાની ભીતર-ભુમિ સાવ ભીની સાવ પોચી.

એકડો ઘુટાવતાં આકરાં થતાં પપ્પા પરીક્ષા વખતે વાંચવા ઉઠાડતું ઍલામ થતાં પપ્પા ક્રિકેટ રમતાં છગ્ગો માર્યો હોય ત્યારે દડા કરતાં વધારે ઉછળતાં પપ્પા

દીકરીની રહા અમૃતની જેમ પીતાં પપ્પા દીકરીની વિદાય વેળાએ અશ્રુથી ઓળધોળ પપ્પા…

~~~~~~~~~~~

પિતા એ પુત્રીની પહેચાન હોય છે પિતા એ પુત્રીની શાન હોય છે દુઆ સ્વરૂપમાં રહે છે જીંદગીભર પિતા એ બેટી માટે વરદાન હોય છે

પિતા બહારથી બેદર્દ હોય છે કારણકે તે મર્દ હોય છે પિતાને સમજવું પડે અંદરથી પિતા જેવો કાં કોઇ મદર્દ હોય છે.

પિતા પુત્રીના સપનાઓનું સ્પંદન હોય છે પિતા શાતા આપત ચંદન હોય છે પિતા હમેશા રહે છે અંદરથી ભીંજાયેલા પિતા-પુત્રીના સંબંધને સહના વંદન હોય છે.

~~~~~~~~~~~

મારા સાહસ મારી ઈજ્જત મારું સમાન છે પિતા, મારી તાકાત મારી પુંજી મારી ઓળખાણ છે પિતા..

ઘર ની એક-એક દિવાળી માં શામિલ એમનો ખૂન પસીનો, આખા ઘરની રોનક એમનાથી આખર ઘર ની શાન છે પિતા…

મારી ઈજ્જત, મારી શોહરત, મારો રૂતબો મારા માટે માં છે પિતા, મને હિમ્મત આપવા વાળા મારા અભિમાન છે પિતા.

મારા ઘર મારા માટે સૌથી બળવાન છે પિતા, આખા ઘર ના હૃદય ની ધડકન આખા ઘર ની જાન છે પિતા….

શાયદ ભગવાન એ આપ્યું છે ફળ સારા કર્મો નું, એમની રહેમત એમની નિયામત એના વરદાન છે પિતા..

“પિતા, કે જેમણે પોતાના સપનાઓની ચિંતા કર્યા વગર હર હંમેશ પરિવાર માટે દિશા સૂચક રહી સારા સંસ્કારોનું સિંચન કરી ને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજળું બનાવે છે તથા મનુષ્ય ના ઘડતરમાં પિતા નો અમૂલ્ય ફાળો હોય છે તેવા વાત્સલ્યરૂપ સર્વ ના પિતાશ્રીને લાખ-લાખ વંદન”

~~~~~~~~~~~

પપ્પાને વહાલી દીકરી

તે દિવસે બાપે 
તેની ઢીંગલી આપી દીધી,
તેના આંગણાની તુલસી આપી દીધી
ધન આપ્યો ને મન પણ આપી દીધું
જે હતું તે બધું આપી દીધું
જેનાથી ઘર રોશન હતું,
એ ઝળહળતો દીવડો આપી દિધો.!!
———******———-

જ્યારે કોઈ બાપ કામ પરથી થાકીને સાંજે ઘરે આવે
ને દીકરી જોઈને એના બાપને પાપા  પાપા કરતી દોડે
ને એ બાપ દીકરી ને હરખથી હૈયે લગાવી લેને
ત્યારે એ બાપનો થાક પળભરમાં ઉતરી જાય છે.!!
———******———-

મારો દીકરો શું કરશે??
એની ચિંતા પપ્પા કરે છે,
પણ મારા પપ્પા શું કરશે?
એની ચિંતા તો એક દીકરી જ કરશે!!
———******———-

એક પિતા આખા પરિવારની ચિંતા કરે છે.!
પણ પિતાને ચિંતા તો એક દીકરી જ કરશે.!!
———******———-

પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક જગ્યાએ પહોંચી વળવું ઈશ્વર માટે અશક્ય હતું,
એટલે તેમણે એક પિતા નું સર્જન કર્યું.
———******———-

દીકરી વ્હાલનો દરિયો

નામ કરીશું હું  રોશન તમારુ મને આભમાં ઊડવાને દો
જોયા છે જે સપના તમે એને સાકાર મને કરવા તો દો
ખુશીઓથી ભરી દઈશ જીવન તમારુ મને રંગમાં રંગાવા તો દો
લાકડી છું હું તમારી પપ્પા મને જી ભરીને જીવવા તો દો
આવીશ હુ અવલ કક્ષામાં મને ડગલા ભરવા દો 
ફુલ છું  હું તમારી  આંગણ નું મને ડાળીએ ખીલવા દો 
જગ મગ આવીશ આપણા ઘરને મને દીવો બનવા તો દો
લાકડી છું હું તમારી પપ્પા મને જી ભરીને જીવવા તો દો.

પપ્પા ની પરી
પપ્પા ની લાડકી દીકરી
પપ્પાના ઘણા ઘણા હેત ભર્યા ઋણ
પપ્પા હું તમારી કરજદાર
પપ્પા પણ અફસોસ
પપ્પાએ એક મોકો ના આપ્યો  નેએએએ
પપ્પા પણ તમારી લાડકી ની આ વિદાય  સહન ના થઈ
ને…. પપ્પા તમારી વિદાય….
પપ્પા મારી રોમ રોમમાં છે 
પપ્પા મારા પતિની છબીમાં છો..!
ને…. પપ્પા તમારી યાદો મારા પતિની છબીમાં…!!

મારું સર્વસ્વ તમે છો પપ્પા
મારી ઓળખાણ તમારાથી
શું કહું મારા માટે  શું છો તમે ??
મારુ ગગન તમે છો મારી દુનિયા પણ તમે છો.!
મને એ દિવસો યાદ આવે છે
જ્યારે આંગળી પકડીને ચાલતા શીખવ્યું,
ખભે બેસાડીને દુનિયા બતાવે,
તમારી આ દીકરીના અહેસાન,
હું ક્યારેય નહીં ભૂલું
પાપા ધ વર્લ્ડ  માય હીરો

આસુ અને દીકરી સરખા છે બાપ માટે,
આંખે આવે છે આંસુ વહી જવા માટે,
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે..!

Also Read ભાઈ બહેનનાં પ્રેમ વિશે શાયરી કવિતા

Best Desh Bhakti Shayari
Best Desh Bhakti Shayari

1 thought on “પપ્પા એટલે કોણ ? પિતા વિશે Best Quotes શાયરી, | Fathers day special”

  1. Pingback: 50+ Best Maa Shayari | माँ के लिए सबसे लोकप्रिय शायरी - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *