546 Views
મા વિશે નિબંધ લખવામા કે મા વિશે સ્પીચ તૈયાર કરવા માટે આ પોસ્ટ ખુબ જ ઉપયોગી થશે અહી મા વિશે શાયરી, સુવિચાર, કાવ્યો, વગેરેનુ સુંદર કલેક્શન કરવામા આવ્યુ છે, માતૃ દિવસ (Mother’s Day) પર સુવાક્યો, Mother quotes in gujarati, Maa shayari, Maa suvichar, Maa status
ભગવાને જ્યારે આ સૃષ્ટિ રચી ત્યારે તેઓ સદેહે પહોંચી વળવા માટે સમર્થ નહોતા એટલે એમણે માનું સર્જન કર્યું અને એમાં પ્રભુએ પોતાનું હૃદય મૂક્યું કે જેથી કરીને આ માતૃહૃદય દ્વારા પોતાનાં પ્રેમને કરુણા સર્વ મનુષ્યો પર નિરંતર વરસતાં રહે. મા એટલે મા. પ્રભુનું હૃદય. કરુણા ને પ્રેમથી નિરંતર છલકાતું. ત્યાગ, સ્વાર્પણ, સેવા અને સહનશીલતાથી ભરપૂર એટલે મા.
મા વિશે શાયરી, સુવિચાર
પાલવનાં છેડે રૂપિયા બાંધતી હતી
Maa Status
મારી મા વર્ષો પહેલા ATM રાખતી હતી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મુખ થી બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભરે
પછી મોટપણ ની મજા બધી કડવી લાગે કાગડા
– દુલા ભાયા કાગ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે ?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી.
– સુરેશ ઠાકર
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
હું આખી રાત સ્વર્ગ ની સેર કરતો રહ્યો.
સવારે ઉઠ્યો તો માથું માતાના ચરણોમાં હતું.
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મુશ્કેલ રસ્તાઓ પર પણ સરળ લાગે છે.
આતો મારી માં ની પ્રાર્થનાની અસર લાગે છે.
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
આત્મા ના સબંન્ધો ની આ ઊંડાઈ તો જોવો
વાગે આપણને છે અને દર્દ માં ને થાય છે
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મરવા માટે ઘણાં રસ્તા હોય છે,
પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે મા.
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
માતા એક એવી બેંક છે જ્યાં તમે દરેક,
લાગણીઓ અને દુ:ખનો સંગ્રહ કરી શકે છે.
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત,
જો નસીબ લખવાનો હક મારી માં ને હોત.
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤

જ્યારે રોટલી ના ચાર ટુકડા હોય છે
અને ખાવા વાળા પાંચ હોય…
પછી મને ભૂખ નથી
એવું કેહવા વળી એક જ વ્યક્તિ હોય “માં”
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
જ્યારે મેં માં ના ખભા પર માથું મૂક્યું,
ત્યારે મેં માં ને પૂછ્યું,
આમ જ તું ક્યાં સુધી તું મને તારા ખભા પર સૂવા દઈશ.
માં એ કહ્યું,
દીકરા જ્યાં સુધી લોકો મને તેમના ખભા પર નહીં ઉઠાવે
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
તમારા હાસ્ય ને એ જાણે છે,
તમારા મૌન ને એ પીછાણે છે,
મા તો મા છે એ વણકહ્યું પણ જાણે છે
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
અશ્રુ જે પીવે છે તે મા હોય છે,
મનમાં જે રૂવે છે તે મા હોય છે.
ડાઘ જે પાડે તે બાકીના બધા,
ડાઘ જે ધુએ છે તે મા હોય છે.
આવનાર કોઈ ન હોય તે છતાં,
રાહ જે જુએ છે તે મા હોય છે.
આખા ઘરને પ્રેમથી ઊંઘાડ્યા બાદ,
અંતે જે સુવે છે તે મા હોય છે.
– મુકુલ ચોક્સી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !
સાવ ખાલીખમ હતું પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !
ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !
– રતિલાલ બી. સોલંકી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજે,
સાર ગીતાનો તરત સમજી જવાશે
ત્યાં જ કાશી, ત્યાં જ કાબા, ત્યાં જ વૈકુંઠ,
એક ખોળામાં બધું પામી જવાશે.
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ ‘મા’
જેને કોઈ સીમા નથી તેનું નામ ‘મા’
જેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ ‘મા’.
આવી ફક્ત ત્રણ મા છે. પરમાત્મા, મહાત્મા અને મા.
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મા તે દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધ નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં
આ જે એક જ ભાર માસ નવ તે વેંઠ્યો હું તેનું ઋણ
પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું તે માતને હું નમું.
– અનુ. મકરંદ દવે
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤

જ્યારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે.
ત્યારે કોણ મારી સંભાળ,
કરતું ધરી વ્હાલ, તે તું જ તો માવડી.
– નવલરામ પંડ્યા
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
દીકરા જુદા થયા
બધું વહેંચી લીધું
બાકી રહી
માં….. !
તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા …. ફરી આજે
તને વૃધ્ધાશ્રમે દોરી જતાં
– પ્રવીણ ભૂતા
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મા વિશે પંક્તિઓ
1.બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ ‘માં’ છે.
2.પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું
એટલે તેણે ‘માં’ નું સર્જન કર્યું.
3.માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે.
4.માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
5.માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.
6.માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
7.એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
8.માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે.
9.માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.
10.સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.
11.માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે.
12.માતા પૃથ્વી પણ મહાન છે.
13.પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય.
14.માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે.
15.માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.
16.મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાત્રનું કલ્યાણ છે.

વિશ્વ માતૃવંદના દિવસ
🙏🏻🌹🌹🌹🌹🙏🏻
સુર્ય ને પાલવથી ઢાંકી ચાંદ સમ શીતળ કરે ,
તું કહી દે આ જગતમાં “મા” નો ક્યો પર્યાય છે?
- ચંદ્રેશ મકવાણા
ગુરુથી ગુરુ સર્વે તારી પાસે લઘું ,
માં દેવથી મોટી માં તું પાસ બધું.
-ભોલુ (વાઢિયા ઉદય)
પાણીયારુ , તુલસી ક્યારો, રસોડું, હીંચકો,
લાગલું રેઢું મુકીને રાજ , માં તું ક્યાં ગઈ!
-હર્ષા દવે
હું રંક સુદામો વળી તું કૃષ્ણ સરખી છે,
લઈને નામ તારું હું મને અભરે ભરું છું બા.
-સવસાણી ઉર્મિલા વી
તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા !
એક મીઠું આંગણે સરવર હતું માં!
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું માં !
-રતિલાલ સોલંકી
“**
ઉભે વગડે એક ત્રાડે દોટ મારી એક ઝટકે જટ્ટ દઈ ,
હાંફને હંફાવનારી માં અચાનક સાવ મૂંગી થઈ ગઈ.
-ચંદ્રેશ મકવાણા
ઠેસ વાગે સાઈઠ વર્ષે જો અચાનક –
તોય જોજો ” ઓઈ માં” ! બોલી જવાશે.
-ભરત ભટ્ટ
મોક્ષ તને મુલતવી જ રાખીશ ,
માં, તું મળજે જ જન્મોજન્મ.
-ભરતસિહ જેઠવા
“”****
મે દિવાલો ઘરની સ્પર્શી ટેરવું મોઢામાં ચૂસ્યુ ,
લાગ્યું નહીં સ્વાદે ગળ્યું , તો માં મને તું યાદ આવી.
-પ્રવીણ વાઘાણી
કદી આંગળી ચીંધતુ કોઈ સામે,
સહે ઘાવ સઘળાં એ વાઘણ હતી ” માં “
-દીપક ઝાલા
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે,
જનનીની જોડ સખી નહી જડે રે લોલ
-કવિ બોટાદકર
તથા આજ તારું હજી હેત તેવું ,
જળે માછલીનું જડ્યું હેત તેવું ,
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું ,
મહા હેતવાળી દયાળી જ માં તું.
- કવિ દલપતરામ
જીભ નહીં પણ જીવ સુધી ઉંડે વળગેલાં માંના હાથે પીરસાયેલા ઈ ભાણાનો સ્વાદ તમે જો ડીલીટ કરીને દેખાડો તો સાચાં માનું.
-કૃષ્ણ દવે
બોલે તોયે અંતર પટના તાર ખોલી જ દેતી ,
તેને જોતાં મન મુદિત થઈ આંખ ભીની જ થાતી.
-જીવક
કાગળ પર ન હોય પદવી પાસે , પણ જીંદગીની દરેક પાઠશાળા નાં પગથિયાં તે ચડી હોય છે
-લત્તા ભટ્ટ
“****
સ્થિર બેસે જરા તો હું લખું ,
દોડતી ચાલતી માં વિશે હું શું લખું ?
- સુધીર દત્તા
માથાં પર હાથ મૂકે ત્યારે એવું લાગે જાણે આપણે તો આપણાં રાજાધિરાજ હોઈએ.
-કૃષ્ણ દવે
“મા” સ્મરણ તારાં મળે એ ક્ષણને હું ઉત્સવ ગણું ,
તું નથી તો જો સમય બેબાકળો થઇ જાય છે.
-દીપક ઝાલા ” અદ્વૈત “
મા વિશે કવિતાઓ
એક દિ કુદરત ને
આવ્યો હશે વિચાર.
સર્જું કાંઇક એવું,
હોય જેમાં ખુબીઓ અપાર..
મોહકતા દીધી સહુમાં કંઇક,
ખુટતું તોય લાગે વારંવાર.
સર્જું હું કંઈક એવું જે,
હોય સઘળા સર્જન નો સાર.
ઝરણા ની નિર્મળતા લીધી,
ને માંગી નદી ની સરળતા.
વૃક્ષો ની લીધી પરોપકારતા
ને માંગી દરિયા ની વિશાળતા
થોડી લીધી પહાડ ની કઠણાઈ,
ઝઝુમી ને રહેવા અડીખમ.
કુલો થી લીધી કોમળતા,
ને અર્પી સઘળી સુંદરતા..
અને
નામ દીધું એને..
”નારી”…
હજુંય કઈક લાગ્યું ખુટતું.!!
તો
મુકી એમાં મમતા…
ન કર્યું પછી એણે કાંઈ,
ખિલવાદીધો રંગ મમતાનો.
સઘળા ગુણો સમાયા એમાં,
ન મળ્યો કોઈ પર્યાય મમતાનો.
જીવથી ય વધુ જતન કરે એ,
આવવા ન દે એ કોઇ આંચ,
સંજોગ,પરિસ્થિતિ ની શું વિસાત.!
એ હરાવતી એમને સાચેસાચ..
છલકતો અઢળક પ્રેમ,
છે એનું અનન્ય અસ્તિત્વ,
દુનિયા નાં સહુ સંબંધમાં,
છે મુઠઠી ઉંચેરું ‘માતૃત્વ’.
-ધ્વનિ જોશી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે તે તો
કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતા
જેની આંખમાં ઝળઝળીયા આવી જાય
તે તો ‘માં’ જ
– જયંત પાઠક
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
અહી ક્લીક કરીને વાચો
માં એટલે મૂંગા આશીર્વાદ
મા એટલે વહાલ તણો વરસાદ
મા એટલે અમૃત ઘોળ્યો દરીયો
મા એટલે દેવ ફરી અવતરીયો
મા એટલે જતન કરનારું જડતર
માં એટલે વગર મૂડીનું વળતર
માં એટલે વહાલ ભરેલો વીરડો
માં એટલે મંદિર કેરો દીવડો
– દેવેન્દ્ર ભટ્ટ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહરનિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
– રાજેશ વ્યાસ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
બા
બચપણમાં
હું તને
ચિંતામાં
મૂકતો
લે,
હવે
ચિતામાં
મૂકું છું.
– મનોહર ત્રિવેદી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
ઇશ્વરની કૃપાથી
પાંગળો પહાડ ઓળંગે પણ ખરો
ન યે ઓળંગી શકે
પણ
ઓળંગી શકાય આ આખોય ભવ
માંની કૃપાથી
– હર્ષવદન જાની
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
જે કાંઇ પૂછ્યા વિના, કાંઇ કહ્યા વિના,
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
– એ મા હોય છે.
– પ્રજ્ઞા પટેલ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
આશિર્વાદ જનેતાના તો કદી નથી કરમાતા,
એક જ અક્ષર અજર અમર છે, એક જ મંત્ર છે ‘માં’.”
-વેણીભાઇ પુરોહીત
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
– વિપિન પરીખ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,
લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે.
તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,
ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.
તારા આ કાળિયાને એવો શણગારતી,
જાણે સજીને સાજ આખી સરકાર નીકળે. …
પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,
એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.
મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે,
મારી માવલડીના સપના સાકાર નીકળે.
દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,
તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.
સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,
તોય મારી માવડી મારી લેણદાર નીકળે.
- સાજીદ સૈયદ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?
પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?
જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?
ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?
કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?
આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !
મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !
ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !
મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !
જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !
મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !
જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !
જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા !
દુલા ભાયા કાગ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤

Best Maa Shayari | माँ के लिए सबसे लोकप्रिय शायरी
હતી મારી માતા અતિશય પ્રેમાળ દિલની
હતી વળી શ્રદ્ઘાળુ, રટતી સદા નારાયણ હરિ.
મને ઉછેર્યો મમતાથી, સહી લીધી મારી પજવણી
ન પાડયો કદી ઘાંટો, ન મારી ટપલી પણ કદી.
હું ઉઠું નિદ્રામાંથી, લઇ ઉછંગે હેત કરતી,
મને મૂકે નિદ્રામાંહી ગાઇ,
“બહ્મ શ્રીનાથને ભજીએ શ્રી હરિ હરિ”
પોતાના તનની પીડા કઠણ મનથી તે જીરવતી
અને મનના સંતાપો અતિ શ્રદ્ઘાથી તે વિસરતી.
પ્રભુ હું ઇચ્છું કે મળે મને માતા એજ ફરી ફરી
પણ વિસારી એ ઇચ્છાને દેજે એને મોક્ષ તું શ્રી હરિ.
-વિજય શાહ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.
મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.
પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.
જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.
તારી નજરમાં ના કોઇ ભેદભાવ મેં જોયા,
સદા નિરંતર અમો પર પ્રેમના વાદળ તેં ઢોળ્યા.
મા નો પ્રેમ મેઘ જેવો છે,જે હંમેશા વરસે જ છે અને સંતાનોને ટાઠક આપે છે
-પ્રદીપ બ્રહ્મભટ્ટ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
સ્કુલેથી આવતાં જ્યારે થઈ જતી વાર,
સૌથી વધારે પાડતી હતી બુમો મારી મા,
મારી ભુલ પર જ્યારે પણ પિતાજી મને વઢતાં
ત્યારે મા કરતી હતી મારો બચાવ,
રમતાં રમતાં જ્યારે વાગી જતી ઠોકર
તે ઠોકર જોઈને મારી મા ગભરાતી હતી,
મને યાદ છે એક વખત માર્યો હતો મને
મારા કરતાં પણ વધારે દુ:ખ મા તને થયું હતું,
મા તે હંમેશા મારા માટે પ્રાર્થનાઓ કરી
મારી બધી જ મુશ્કેલીઓને પોતાને માથે લીધી,
આજે શોહરત પણ છે, દોલત પણ છે,
ઘણી બધી મારી પાસે મોહલત પણ છે,
પરંતુ દુ:ખ છે તે વાતનું મા
તેને જોવા માટે આ દુનિયામાં તુ નથી,
જો હોત તે મારા હાથમાં તો
રાખી લેતો કરીને ગડબડ ભગવાનના વિધાનમાં,
જેટલા પણ શબ્દો લખો તેટલા છે ઓછા
મા તારી શાનમાં,
હે મા આજે પણ તુ રહે છે
મારા હૃદયના આકાશમાં…
કુલવંત હેપ્પી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ
વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ
બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ
સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ
તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ
માઁ ની મહિમા કેટલી ન્યારી છે
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે
બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે
કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ
અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.
કલ્યાણી દેશમુખ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
વરસાવે એ અમૃત અમી ,
મમતા ની એ મૂરત સમી ….
હિંમતથી મુશ્કેલી સહી ,
રહે અડગ પવૅત સમી ….
નથી પ્રજ્ઞાની એને કમી ,
જ્ઞાન – ગંગાની સરિતા સમી….
નથી કોઈને કદી ધુત્કારતી ,
દાખવે ક્ષમા ધરિણી સમી ….
કોઈ નહિ આ તો મારી ” મા “,
મારી એક સખી સમી ……
-Tejal Jatan shah
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
નથી એ હાથ હૂંફાળો નથી એ મેશનું ટીલું
મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે
છે મારા નામ પર આજે રૂપાળાં કૈંક છોગાઓ
ન ‘બેટા’ કોઇ કહેનારું મને વસમી કસર લાગે.
જીવનના સર્વ સંઘર્ષોમાં સાંગોપાંગ નીકળતો
મને તારી દુવાઓની જ એ નક્કી અસર લાગે.
હજી મારી પીડા સાથે નિભાવ્યો તેં અજબ નાતો
હજી બોલી ઊઠું છું ‘ ઓય…મા’ ઠોકર અગર લાગે.
સદા અણનમ રહેલું આ ઝૂકે છે તારાં ચરણોમાં
મને ત્યારે હિમાલયથી યે ઉન્નત મારું સર લાગે.
– કિશોર બારોટ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મા એટલે…
..શબ્દ સંચાર નો પહેલો અક્ષર..
મા એટલે…
..પારણા થી પા પા પાગલી સુધી ની માવજત..
મા એટલે…
..આસુઓ ને હાસ્ય મા બદલી નાખતી પરી..
… પરંતુ…આજની કડવી વાસ્તવિકતા એ છે કે..
પહેલા તમે મા સાથે રહેતા..
અને આજે..
મા .. તમારી સાથે રહે છે…!!!
-વિઝન રાવલ , કાવ્ય ત્રિવેણી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
નવ, નવ મહિના રહ્યો બાળ મા તારી ગોદમાં
કેટલી સુંદર,સુરક્ષિત,,સુંવાળી હતી એ ગોદ મા!
પીડાથી પિડાઈ હશે,આંખ માંથી આંસુ સરક્યા હશે મા!
કેટલો આરામથી! બેફીકર પોઢ્યો હતો એ ગોદમાં!
રડ્યો,ચાંપી છાંતીએ,મીઠા સ્તનો મોંમાં ધર્યા મા !
આંખ ખોલી જરા ડર્યો,રમવા લાગ્યો તને જોઈ મા!
કોને ખબર? કેટલાં દુઃખના દરિયા પીધા હશે તે મા !
ઉજાગર કરી કરી આંખ નબળી તારી બની હશે મા!
ઝંઝાવટો જાપટી,સુંવાળી પથારી પાથરી હશે મા!
મૌન ભાવે ભગીરથ કાર્ય કરી તું ગઈ મા !
આશિષ આપતી રહે “મા “કહી હાથ જોડી નમું મા!
જગત હાથ જોડે,ઈશ્વર હાથ જોડી તને નમે મા!
-વિશ્વદીપ બારડ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
જન્મ સફળ થઇજાય, જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે, ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી જશે, સંતાન બની રહેવાય
મમતાનીપ્રીતના શોધવીપડે,ને દેહ ઉજ્વળથાય
સકળસૃષ્ટિમાં ન્યારી એવી,માયા જો વળગીજાય
જીવ જગતમાં દેહપામી,ઘડી ઘડી જન્મે ભટકાય
……. જન્મ સફળ થઇ જાય.
-પ્રદીપ બ્રહ્મભટ્ટ
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું રોવું અને તારું મન રોતું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,,,,,
મારી માં , મારી માં , મારી માં …….
લી., રાધે-ક્રિશ્ના,,,,,,,
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
‘મા’નું નામ ખરે રૂપાળું.
મીઠું ને મનમોહક એ તો
છે દુનિયાનું પ્યારું … ‘મા’નું
મૃતને પણ છે જીવનદાયક,
વિષમાં અમૃત ન્યારું;
દુઃખદર્દનો છેક વિસામો,
અંધારે અજવાળું … ‘મા’નું
રણમાં છે એ મધુર વીરડી,
ભોજન ક્ષુધાર્ત સારું;
સ્વર્ગ તેમ મુક્તિથી મંગલ,
જીવનદાન અમારું … ‘મા’નું
કવિજન દેવ વળી પરમાત્મા
માને નિશદિન સારું;
કેમ કરીને કહી શકે કો
છે કેવું રઢિયાળું … ‘મા’નું
બોલાયે મુખમાંથી ત્યારે
તૂટે અંતર-તાળું;
‘મા’નુંયે મનડું મલકાયે
કેમ કહો ના વારુ ? … ‘મા’નું
‘મા’ની ફરજ છતાં છે ભારે,
સમજી લો તો સારું;
શરણાગતને પાળો રક્ષો
જીવન સુધરે મારું … ‘મા’નું
– શ્રી યોગેશ્વરજી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
યાદ આવે જ્યારે માતા આંખ પણ થમતી નથી
શોધતાં પણ માની મમતા જગમહીં મળતી નથી
હું કદી બિમાર પડતો તે સમય તું એકલી
રાત આખી જાગીને તું આહ પણ ભરતી નથી
મા નથી જેની જગતમાં તેને જઈ પૂછો જરા
શોધે છે નિજ માને દિકરો મા હવે જડતી નથી
મગફેરત તું માની કરજે છે દુઆ આ લાલની
કરગરું છું દિલની અંદર જીભ કંઈ કહેતી નથી
માના ચરણોમાં છે જન્નત વાત સાચી છે ‘હસન’
આમ કંઈ જન્નત મળે જે એટલી સસ્તી નથી
-હસન ગોરા ડાભેલી, બાટલી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મા ઉપરના હાઈકુ
સુંઘે છે શીશ
મારું મા : સુભાગ્ય કે
નથી દેખતી !
*
માતાના સ્તને
અજાણ દુષ્કાળથી
બાલ કનૈયો
*
વઢકળી યે
લાગ મા કેવી વ્હાલી
વઘાર વેળા !
*
પારણે શિશુ,
શરદચંદ્ર : ગુંથે
ઝબલુ માતા
*
બેબી ના ફ્રોકે
પતંગિયુ : ઝુલતું
માની કીકીમાં
*
ખેંચતું માને
બંધ ઢીંગલીઘરે
રડે બાળક
*
“આયવો ભાઇ !”
વ્રૂધ્દ્રત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !
*
ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤
મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!
મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.
ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.
તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.
મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને
તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી!
એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,
તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.
મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.
હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું.
ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે.
રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.
સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી.
અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે”બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.
–ધ્વનિ જોશી
❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤🌻❤

50+ Best Dard Bhari Shayari | दर्द भरी शायरी (NEW)
મા વિશે ગીત, માતાના પ્રેમની વાર્તા, મા દીકરાનો પ્રેમ, મા-દીકરીનો પ્રેમ, મા વિશે શાયરી, માતૃત્વ કવિતા, માં વિશે સુવિચાર, મા વિશે સ્પીચ, માં વિશે બે શબ્દો, મા વિશે સુવિચાર, માં વિશે ગઝલ, મા વિશે પંક્તિઓ, મા વિશે જુની કહેવતો, વગડાના વા માતા મા વિશે કહેવતો, મા વિશે દસ વાક્યો, મા નો પ્રેમ, મા વિશે નિબંધ, Maa poems collection, Maa kavy, Mata no prem kavitao.