Skip to content

50+ Gujarati Jokes : ગુજરાતી જોક્સ, Latest Jokes In Gujarati, ગુજરાતી ટુચકાઓ

Latest Jokes In Gujarati, ગુજરાતી ટુચકાઓ
1440 Views

Latest Jokes In Gujarati, Gujarati funny Jokes, Read Best Gujarati Jokes, Gujarati jokes book pdf, બેસ્ટ જોક્સ, જોક્સ શાયરી ફોટા, જોક્સ ડાઉનલોડ, પતિ પત્ની જોક્સ, શેર બજાર જોક્સ, દોસ્તી જોક્સ, ગુજરાતી જોક્સ, ગુજરાતી નવા જોક્સ, શિક્ષક વિદ્યાર્થીના જોક્સ, ગુજરાતી જોક્સ 2023, કાઠીયાવાડી જોક્સ, ધીરુભાઈ ના નવા જોક્સ, ફુલ કોમેડી જોક્સ.

Latest Jokes In Gujarati

એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા…
મે કીધુ: “શુ ખાવ છો..?”

તો કે: “સિંગ ને ચણા..”
મે હાથમા જોયુ તો કાઇ નહતુ…!

મે કીધુ: “આમા તો કાઇ નથી..?”
તો મને કહે કે:
“એતો મનમા ને મનમા ખાવ છુ….”

મે કીધુ “મુર્ખા, મનમા જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને…..”

*સાલા વિચારમાય લોભિયા*
😂😂😜 😜

એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.
બહેને કહ્યું : “તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે..”
ભિખારીએ કહ્યું : *”મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !”*😂😃
____________________
પત્ની : “સવાર પડી ગઈ…. ઉઠો, ફટાફટ હું ભાખરી કરું છું”
પતિ : *”હું ક્યાં તાવડી પર સૂતો છું તુંતારે ભાખરી કર ને..”* 😂
______________________
પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે..?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર..”

*પત્ની : “લીન્ક મોકલો.!!.”😝*
______________________
સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો
પ્રશ્ન…પૂછ્યો…
“ઈંગ્લીશ…આવડે છે….?”

ઇન્ટરવ્યૂ આપનારે…સામે પૂછ્યું…..

*”ચોર…..વિદેશ…થી આવવા ના છે…??*

“🤣🤣

નવા જોક્સ ગુજરાતી
મજેદાર જોક્સ

😄😄😄

કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?

પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો…!

કરસન: ધીરજ કોણ ?

પપ્પુ: કેમ તમે કહેતા હતા ને,
ધીરજનાં ફળ મીઠાં હોય છે..!!!

😄😄😄

શિક્ષક- ક્લાસમાં જાગૃતિ લાવવા શું કરવું જોઇએ?

ભૂરો – જાગૃતિ ના પપ્પા મગનકાકા જોડે વાત કરવી પડે.

😀😀😀

*કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વાહન ઉપર જ ભગવાન ના દર્શન કરી લે……*

*તેને “માર્ગદર્શન” કહેવાય.*

🤣🤣🤣🤣🤣🤣🤣

અમે ગુજરાતી કોઈ ની પર ભરોશો કરતા નથી ….

કોઈ સુઈ ગયું હોય તો એને પણ ઉઠાડી ને પુછી લઈએ ….

ભાઈ સુઈ ગયો હતો ?

😂😂😂😂😂😂

બપોરે પ્રેમ થી પીરસાયેલા *ભાત* ને
જ્યારે તમે *ના* પાડો છો,

ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે *વઘારેલા ભાત* ને *હા* પાડો છો…

😝
સત્ય ના પ્રયોગો માંથી..

પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !

છોકરો: તમારા ટાઈમ માં આવી સ્કીમ નહોતી ?

મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત…….

50+ Gujarati Jokes : ગુજરાતી જોક્સ
50+ Gujarati Jokes : ગુજરાતી જોક્સ

😳😜😃😅

જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે.
આળસુ પાત્ર મળે તો લેબર ડે.
અપરિપક્વ પાત્ર મળે તો ચાઈલ્ડ ડે.
પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે.
અને પાત્ર ન મળે તો
‌ રોજ ઇન્ડિપેન્ડન્સ ડે…

🤪
અમદાવાદી :
અલ્યા જીવલા,
કાશ્મીર માં *શીકારા ( બોટ )* લઈએ તો હાઉસીંગ લોન
લેવી કે
વ્હિકલ લોન લેવી …!!?

😆😆😆

પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….

પતિ : એમાં શું થઈ ગયું.?

પત્ની : તમે શું રહો છો, બોલો!

પતિ : હું રહું છું એ તું ના રહી શકે…

પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?

પતિ : *હું મૂંગો રહું છું….*

શિક્ષકો નું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ – હાસ્યલેખ

નટા જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ – હાસ્યલેખ

😷🤐🤐😂😂😍😍👍🏻

*”એક્કેય ગાંડાને કોરોનો થયો?*
*બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે”*.
આવો એક સગા નો મેસેજ આવ્યો.

તો મેં રિપ્લાય આપ્યો…….

*છતાંય તમારે ઘ્યાન રાખવું*..”

તો મને બ્લોક કરી દીધો બોલો…

😂🤣😂🤣😂🤣

*સાૈથી હોશિયાર માણસ એ છે…*

જે ટોઇલેટમા બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઇ લે કે પાણી આવે છે કે નહી….

બાકી સાયન્સ..કોમર્સ તો ઠીક છે મારા ભાઈ …..

😀😜🤣

હાસ્યરસ ચુટકુલા, ટુચકા
હાસ્યરસ ચુટકુલા, ટુચકા

પતિ: આજે યુ ટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હુ કરી આપીશ.

પત્ની: એવા ખોટા અખતરા નો કરતા. એમ વીડીયો જોયે કાંઇ નો આવડે હો!

પતિ: તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?

😄😄😜😄😄

હું કહું છું…

આ તીન પત્તી ની રમત ને
ઓલમ્પિક માં સામેલ કરો,
ગુજરાતી દર વખતે ગોલ્ડ લઈને આવશે

*વિઠ્ઠલ તિડી*

🤣🤣🤣🤣

પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…

પતિ :- હવે તો એકજ ઉપાય છે… “પોસ્ટમોર્ટમ” કરાવીએ…!!

🥵🥸🥰

પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ…?
પતિનો નિર્દોષ જવાબ :
“એણે” હજી કઈ કીધું નથી..!

😳🥺

છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય “કાગડી” નો થાય…

😜🤣🤯

Best Gujarati jokes
Best Gujarati jokes

એક મોટું અચરજ…..
ઘેર પીઝા મંગાવે ને
બહારગામ થેપલાં લઇ જાય…અમે ભાઇ ગુજરાતી.!

🤡🥳

સુધરેલો ગુજ્જુ :- ડો.સાહેબ, મને છેલ્લાં કેટલાંક વિક થી વધારે પડતી વિકતા મહેસૂસ થાય છે..!!
😂🤣🥱

*****
લગન કરેલા માણસ ને અડજેસ્ટમેન્ટ ની એટલી આદત પડી ગઈ હોય છે કે…… ઘરવાળી પિયર ગઈ હોય તો ય ડબલ બેડ ના એક ખૂણામાં જ ટુટીયું વાળીને પડ્યો હોય…..
😂🥸🤣🤣

*****
ગુજરાતનો ૧૬૦૦ કિ.મી દરિયો છોડીને દીવ ફક્ત ન્હાવા માટે જાવ છો એ વાત માનવી મુશ્કેલ છે… !
😂🤓🥰

એક મેડમનું નામ નમ્રતા હતું….

તેના પતિ એને લાડથી ” નમુ ” કઈ ને બોલાવતા…
અને હંમેશા કે’તા
કે ” નમુ ” મારી છે અને હું
*નમુનો* છું….!!

😂😂

*મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં*.. 😏

*બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે….*

*મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે..*
😂🤣🤪😜

લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે

જેટલું પાણી ઊડે……

એટલો વરસાદ કાલે અમારે ત્યાં

પડેલો😆😆😆🤣 🌩🌦

સામેવાળો મનમાં બબડયો, “આજથી પાણી મૂક્યું. ગમે તે થાય પણ કોઈ દિ’ કોઈ કવિને પૂછવું નહીં કે તમારે ત્યાં

મોસમનો પહેલો વરસાદ આવી ગ્યો કે નહીં?

😃😄😅😂😃😄😅

પત્ની- આજે મેં તમારા માટે ડિનરમાં ખાસ વાનગી બનાવી છે. જમતાંની સાથે જ તમારી મગજની બધી ગરમી દૂર થઈ જશે. પતિ – અચ્છા! શું બનાવ્યું છે ? પત્ની – નવરત્ન તેલના પકોડા…!!
😄😃😅😂😃😄

પત્ની પતિ સાથે ફરવા જાય છે… પત્ની- પેલો માણસ સતત મારી સામે જુએ છે, તમે તેને કંઇ કહો.. પતિ- ચિંતા કરમાંએ ભંગારનો વેપારી છે….

😄😃😂😄😅😂

દર્દી: હું રોજ 50 રૂપિયાની દવા લઈ રહ્યો છું, પણ કંઈ ફાયદો નથી થતો.

ડોક્ટર: હવેથી તું 40 રૂપિયાવાળી દવા લઈ જા, જેનાથી તને 10 રૂપિયાનો ફાયદો થશે. ..

😄😃😂😄😅😂

Read More વધુ જોક્સ વાંચવા અહી ક્લીક કરો.

2 thoughts on “50+ Gujarati Jokes : ગુજરાતી જોક્સ, Latest Jokes In Gujarati, ગુજરાતી ટુચકાઓ”

  1. Pingback: ગુજરાતી જોક્સ - Read Best Gujarati Jokes - મજેદાર ગુજરાતી ટુચકાઓ 1 - AMARKATHAO

  2. Pingback: 51 માઈક્રોફિક્શન વાર્તાઓ | Best Micro fiction stories - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *