5049 Views
Allak Dallak Gujarati Poem with Lyrics, ગુજરાતી કાવ્ય અલ્લક દલ્લક ધોરણ 5 મા આવતી કવિતા છે, જ્યારે…. જમુના કિનારે રાસ રમતા રાધિકાનો હાર તુટે છે, અને મોતી ખોવાય જાય છે… રાધા-કૃષ્ણ ગીત, અલ્લક દલ્લક કવિતા, અલ્લક દલ્લક કવિતા, બાલમુકુંદ દવે, અલ્લક દલ્લક (ઊર્મિગીત)
અલ્લક દલ્લક ગુજરાતી કવિતા લખાણ
અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક,
રઢિયાળો જમનાનો મલ્લક,
એથી સુંદર રાધા ગોરી,
મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
રાસ ચગ્યો છે છમ્મક છમ્મક !
ગોપી ભેળો કાન ઘૂસ્યો છે,
ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !
રાધિકાનો હાર તૂટે છે,
મોતી ચળકે ચલ્લક ચલ્લક !
બધાં જડ્યાં પણ એક ખૂટે છે,
રુએ રાધિકા છલ્લક છલ્લક !
લીધું હોય તો આલને કાના !
મોતી મારું ચલ્લક ચલ્લક !
તારાં ચરિતર છે ક્યાં છાનાં ?
જાણે આખો મલ્લક મલ્લક !
કાને ત્યાંથી દોટ મૂકી છે,
રીસ ચડી ગોપીજનવલ્લભ,
કદંબછાયા ખૂબ ઝૂકી છે,
બંસી છેડે અલ્લપ ઝલ્લપ !
રાધા દોડે ચિત્ત અધીરે,
રાસ રચ્યો છે અલ્લક દલ્લક!
સૂર વણાયે ધીરે ધીરે !
ઉર તણાયે પલ્લક પલ્લક !
અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક:
રઢિયાળો જમનાનો મલ્લક,
એથી સુંદર રાધા ગોરી,
મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
~ બાલમુકુંદ દવે.
આ ગીતને સાંભળ્યા વગર આ ગીતને માણવુ અધુરુ રહેશે. આ મધુર ગીતને અહીથી સાંભળો 👇👇👇
🌺 આખરે ઉજાગરાનો અંત આવ્યો… મારી દીકરી ક્યા ?
11 રાધા કૃષ્ણ ગીત | Radha Krishna song 11
- Gujarati Prayer collection 21 સુંદર પ્રાર્થનાનો સંગ્રહ
પ્રાર્થના પોથી | Best 21 Prarthana in Gujarati Lyrics, PDF, Book
Allak Dallak Gujarati Poem with Lyrics
Allak Dallak Zanzar zallak
Radhiyalo Jamunano Mallak
Ethi sundar Radhagori
Mukhdu zalke zallak zallak
abhe poonam chand ugyo chhe
Raas chagyo chhe chhammak chhammak
Gopi bhelo kan ghusyo chhe
Dholak vage dhammak dhammak
Radhika no haar tute chhe
moti chalke challak challak
badha jadya pan ek khute chhe
Ruve Radhika Chhallak Chhallak
Lidhu hoy to aalne Kanha
Moti maru challak challak
Tara charitar chhe kya chhana
jane aakho Mallak Mallak
Kane tyathi dot muki chhe
Ris chadi Gopijanvallabh
Kadamb chhaya khub zuki chhe
Bansi chhede Allap zallap
Radha dode chitt adhire
Raas rachyo chhe Allak dallak
soor vanaye dhire dhire
Urr Tanaye pallak pallak
Allak Dallak Zanzar zallak
Radhiyalo Jamunano Mallak
Ethi sundar Radhagori
Mukhdu zalke zallak zallak
✍ Balmukund Dave
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO