6595 Views
પ્રાર્થના પોથી pdf, પ્રાર્થના લખેલી, પ્રાર્થના ગુજરાતી, પ્રાર્થના ભજન, પ્રાર્થના સંગ્રહ pdf, પ્રાર્થના lyrics, સવાર ની પ્રાર્થના, પ્રાર્થના ફોટો, નવી પ્રાર્થના, પ્રાર્થના ગીત, બુધવારની પ્રાર્થના, મંગળવાર ની પ્રાર્થના, પ્રાર્થના MP3, પ્રાર્થના નું મહત્વ, પ્રાતઃ પ્રાર્થના, હિન્દી પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્વ, શાળાની પ્રાર્થના, prayer, prayer in gujarati, prayer meaning in gujarati, prayer in gujarati for school, prayer quotes in gujarati, prayer in gujarati lyrics, prayer in gujarati pdf, prayer in hindi
પ્રાર્થના શું છે? આપણે પ્રાર્થના દ્વારા આપણી જાતને કઇ રીતે ઉર્જામય કરી શકીએ?
બાળપણથી જ, આપણે ઘણી પ્રાર્થનાઓ બોલી છે, ગાઈ છે અને સાંભળી છે. સમય જતાં, આપણને પ્રાર્થનામાં શ્રદ્ધા વિકસિત થતી ગઈ. આજે, ચાલો આપણે આ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીએ, એવી સમજણ મેળવીને કે –‘પ્રાર્થનાનો અર્થ શું છે? પ્રાર્થનાના ફાયદાઓ શું છે? ભગવાનને કઇ રીતે પ્રાર્થના કરવી જોઇએ ? કોની સમક્ષ પ્રાર્થના કરવી જોઇએ? પ્રાર્થના કઈ કરવી જોઇએ?
આ સમજણ આપણને સારા જીવન તરફ દોરી જશે અને આપણી આધ્યાત્મિક યાત્રાના વિકાસમાં પણ મદદરૂપ થશે. પ્રાર્થના, જ્યારે સાચી સમજણ સાથે કરવામાં આવે, ત્યારે તેની અસર આપણા કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસમાં ખુબ જ પ્રભાવશાળી બની રહે છે.
તેથી સૌ પ્રથમ તો, આપણે પ્રાર્થનાનો અર્થ શું છે તે સમજીએ…
પ્રાર્થનાનો અર્થ
પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે!
આપણી અંદર રહેલા ભગવાન સાથે, અથવા મૂર્તિ સાથે અને જે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ તે ફોટા સાથે, અથવા આપણે જેમનામાં વિશ્વાસ મૂકીએ છીએ તેવી દૈવી શક્તિ સાથેની વાતચીત છે.
તે કોઇ પણ તાર વિનાનું જોડાણ છે! માટે,પ્રાર્થના કોઇ પણ સમયે અને કોઇ પણ સ્થળે થઇ શકે છે!
સામાન્ય રીતે, આપણા વડીલો અને ગુરૂ ભલામણ કરે છે કે દરરોજ વહેલી સવારે પ્રાર્થના કરવી જોઇએ. સવારમાં સૌપ્રથમ પ્રાર્થના કરવા પાછળનો વિચાર એ છે કે, આપણી રોજની દોડધામવાળી જિંદગીની શરૂઆત કરતાં પહેલા આપણ તેને અત્યંત મહત્વપૂર્ણ માનીએ છીએ. જો કે, જો પ્રાર્થના કરવાનું સવારમાં શક્ય ન હોય તો, તેમાં કશું નુક્સાન નથી, ભલે ને આપણે દિવસમાં ગમે ત્યારે પ્રાર્થના કરીએ.
પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓ ભગવાનને સમર્પિત કરવા.
પ્રાર્થના વ્યક્તિના ખરાબ સમય દરમિયાન હકારાત્મક ઉર્જા આપે છે.
પ્રાર્થના ભગવાનને કરવામાં આવતી ખાસ વિનંતિ છે.
પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે.
પ્રાર્થના વ્યક્તિને નમ્ર બનાવે છે.
પ્રાર્થના આપણને પોતાના આત્મા સાથે અનુસંધાન કરાવતો સેતુ છે.
તો આજે આપના માટે અમરકથાઓના માધ્યમથી આવી સુંદર 21 પ્રાર્થના અહી મુકવામાં આવી છે.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું lyrics
Om tatsat shree narayan tu prarthana
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું ;
સિદ્ધ બુદ્ધ તું , સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.
બ્રહ્મ મજદ તું, યહવ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું
રુદ્ર વિષ્ણુ તું, રામ – કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો – વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું ;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ – લિંગ શિવ તું.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું , પુરુષોત્તમ ગુરુ તું ;
અમે તો તારાં નાનાં બાળ lyrics
Ame to tara nana bal prarthana
અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ …
અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ …
ડગલે પગલે ભૂલો અમારી,
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ
અમે તો તારાં નાનાં બાળ,
દીનદુઃખિયાના દુઃખ હરવાને,
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ …
અમે તો તારાં નાના બાળ
બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ …
અમે તો તારાં નાના બાળ
અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ …
=========================
ઓ ઇશ્વર ભજીએ તને lyrics
O Ishwar bhajie tane prarthana
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.
અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.
સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.
વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.
આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.
જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.
ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.
તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.
અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.
કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.
ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.
મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.
=========================
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું lyrics
prani matr ne rakshan apyu prarthana
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને
પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને
જનસેવાના પાઠ શીખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને
સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને
એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં
ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં
સઘળા કાર્યો કર્યા છતાં, જે રહ્યા હંમેશા નિર્લેપી
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડાં ખુંપી
પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો
રહમ નેકીના પરમ પ્રચારક, હજરત મહંમદ દિલે રહો
જરથ્રોસ્તી ના ધર્મગુરુની, પવિત્રતા ઘરમાં વ્યાપો
સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિ માં ખપ લાવો
=========================
તેરી પનાહ મેં હમે રખના lyrics
Teri panah me hume rakhana prarthana lyrics
તેરી પનાહ મેં હમે રખના
તેરી પનાહ મેં હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના…….
કપટ, કર્મ, ચોરી, બેઈમાની,
ઔર હિંસા સે હમ કો બચાના,
નાલી કા બન જાઉ ના પાની
નિર્મલ ગંગા જલ હી બનાના
અપની નિગાહે મેં હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના…….
ક્ષમાવાન કોઇ તુજસા નહી.
ઔર મુજસા નહી કોઈ અપરાધી,
પુણ્ય કી નગરી મેં ભી મૈને
પાપો કી ગઠરી હી બાંધી
કરુણા કી છાઁવ મે હમે રખના,
શીખે હમ નેક રાહ પર ચલના….
તેરી પનાહ મેં હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના.
=========================
ઇતની શક્તિ હમે દેના દાતા lyrics
Itni shakti hume dena data prarthana lyrics
ઇતની શક્તિ હમે દેના દાતા
મન કા વિશ્વાસ કમજોર હો ના … (૨)
હમ ચલે નેક રસ્તે પે,
હમસે ભૂલકર ભી ભૂલ હો ના … ઇતની …
દૂર અજ્ઞાન કે હો અંધેરે,
તુ હમે જ્ઞાન કી રોશની દે … (૨)
હર બુરાઇ સે બચતે રહે હમ,
જીતની ભી દે ભલી જિંદગી દે,
બેર હો ના કિસીકો કિસીસે,
ભાવના મનમેં બદલે કી હો ના … ઇતની …
હમ ન સોચે હમે ક્યા મિલા હૈ,
હમ યે સોચે હમે કિયા ક્યા હૈ અર્પણ … (૨)
ફલ ખૂશીયોં કે બાટે સભી કો,
સભકા જીવન હી બન જાયે મધુબન
અપની કરુણા ક જલ તુ બહાકર,
કર દે પાવન હરેક મન કા કોના … ઇતની …
=========================
હમકો મનકી શક્તિ દેના lyrics
Hum ko mann ki shakti dena prarthana lyrics
હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે
દૂસરોંકી જયસે પહેલે ખૂદકો જય કરેં
ભેદભાવ અપને દિલસે સાફ કર સકે
દોસ્તોસે ભૂલ હો તો માફ કર સકે
જૂઠસે બચેં રહે, સચકા દમ ભરેં
દૂસરોંકી જયસે પહેલેં ખૂદકો જય કરેં
મુશ્કીલેં પડે તો હમ પે, ઈતના કર્મ કર
સાથ હૈં તો ધર્મકા ચલેં તો ધર્મ પર
ખુદ પે હોંસલા રહે બદીસે ના ડરેં
દૂસરોંકી જયસે પહેલે ખૂદકોં જય કરેં
=========================
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું lyrics
maitri bhav nu pavitr zarnu muj haiya ma prarthana lyrics
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
=========================
એક જ દે ચિનગારી, મહાનલ ! lyrics
Ek j de chingari mahanal kavita lyrics
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…
-હરિહર ભટ્ટ
=========================
નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના lyrics
Naiya zukavi me to joje dubi jaye na prarthana lyrics
નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો…
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો…
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
=========================
અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા
Asatyo mahethi prabhu param satye tu lai ja prarthana lyrics
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.
=========================
મંગલ મંદિર ખોલો, દયામય lyrics
Mangal mandir kholo dayamay prarthana lyrics
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !
=========================
જીવન અંજલિ થાજો lyrics
Jivan Anjali thajo maru prarthana lyrics
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !
=========================
તુમ્હી હો માતા પિતા તુમ્હી હો lyrics
Tumhi ho mata pita tumhi ho prarthana lyrics
તુમ્હી હો માતા પિતા તુમ્હી હો
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો
તુમ્હી હો સાથી તુમ્હી સહારે
કોઇ ન અપના સિવા તુમ્હારે…….
તુમ્હી
તુમ્હી હો નૈયા તુમ્હી ખેવૈયા
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો
જો ખીલ શકે ના વો ફુલ હમ હે
તુમ્હારે ચરણોકી ધુલ હમ હૈ..
દયાકી દ્રષ્ટિ સદા હી રખના.
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો
=========================
એ માલિક તેરે બંદે હમ lyrics
E malik tere bande hum prarthana lyrics
એ માલિક તેરે બંદે હમ,ઐસે હો હમારે કદમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુએ નિકલે દમ… હે માલિક..
હે અંધેરા ધના છા રહા,તેરા ઇન્સાન ધબરા રહા,
વો રહા બેખબર,કુછ ન આતા નજર,
સુખ કા સૂરજ છૂપા જા રહા,
હૈ તેરી રોશની મે હો દમ, તૂ અમાવસ કો કર દે પૂનમ,
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે નિકલે દમ…
જબ જુલમો કા હો સામના,તબ તુ હી હમેં થામના,
જો બુરાઈ કરે, હમ ભલાઈ કરે,
નહીં બદલે કી ભાવના,
જબ ઉઠે પ્યાર કા હર કદમ, ઔર મિટે બૈર કા યહ ભરમ,
નેકી પર ચલે, ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે, નિકલે દમ… હે માલિક
=========================
જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો lyrics
Jaise Suraj ki garmi se prarthana lyrics
જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો,મિલ જાએ તરુવરકી છાયા,
ઐસા હી સુખ મેરે મનકો મિલા મૈ જબસે શરણ તેરી આયા,…મેરે રામ..
ભટકા હુઆ મેરા મન થા,કોઈ મિલ ના રહા થા સહારા,
લહેરો સે લડતી હુઈ નાવકો જૈસે મિલ ના રહા હો કિનારા,
ઉસ લડખડાતી હુઈ નાવકો જો કીસીને કિનારા દિખાયા…ઐસા હી…
શીતલ બને આગ ચંદનકે જૈસી,રાઘવ કૃપા હો જો તેરી,
ઉજીયાળી પૂનમ કી હો જાયે રાતેં,જ્યોતિ અમાવાસ અંધેરી.
યુગયુગસે પ્યાસી મરુભૂમિને જૈસે પાની કા સંદેશ પાયા…..ઐસા હી..
જિસ રાહ કી મંઝિલ તેરા મિલન હો,ઉસ પર કદમ મૈ બઢાઉ,
ફૂલોમે તારો મેં પતઝડ બહારો મેં મૈ ના કભી ડગમગાઉ
પાની કે પ્યાસે કો તકદીર ને જૈસે જી ભરકે અમૃત પિલાયા….ઐસા હી….
=========================
ઓ કરુણાના કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી lyrics
O karuna na karnara tari karuna no koi prarthana lyrics
ઓ કરુણાનાકરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના…….
મેં પાપ કર્યા છે એવા હું ભુલ્યો તારી સેવા
મારી ભુલોના ભુલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના…..
મને જડતો નથી કિનારો,મારો કયાંથી આવે આરો
મારા સાચા સેવન હારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના……
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી
અવળી-સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના…….
=========================
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ
He nath jodi haatha prarthana lyrics
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
સુસંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
=========================
વંદે દેવી શારદા lyrics
Vande devi Sharda prarthana lyrics
વંદે દેવી શારદા….. વંદે દેવી શારદા………..ઉર વીણા હું બજાવું……. બજાવું (૨)
વંદે દેવી શારદા
મંગલ ઉત્સવ આજ અનેરો (૨)
મોતિ થકી હું વધાવું……વધાવું (૨) વંદે દેવી શારદા
ચંદ્રિકાના ધવલ પ્રકાશે……….(૨)
આરતી હું ઉતરાવું…….. ઉતરાવું……….(૨) વંદે દેવી શારદા
ચિર મનોહર પટકુળ પહેરી……………(૨)
મયુર વિહાણીની આવો આવો………….. વંદે દેવી શારદા
યુગ યુગના અંધાળા ટાળો…………..(૨)
મન મંદિર સજાવું સજાવું………… (૨)
વંદે દેવી શારદા (૨)
=========================
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા lyrics
Vishvmbhari akhil vishv tani janeta stuti lyrics
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
=========================
પરોઢિયે પંખી જાગીને kavita lyrics
Parodhiye pankhi jagine prarthana lyrics
પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન
પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતાં લોકો તારું ધ્યાન
તું ધરતીમાં તું છે નભમાં સાગર મહી વસે છે તું
ચાંદા સૂરજમાંયે તું છે ફુલો મહીં હસે છે તું
હરતાં ફરતાં કે નીંદરમાં રાતે દિવસે સાંજ સવાર
તારો અમને સાથ સદાયે તું છે સૌનો રક્ષણહાર
દેવ બનાવી દુનિયા છે તેં તારો છે સૌને આધાર
તું છે સૌનો સૌ તારાં છે નમીએ તુજને વારંવાર
=========================
Pingback: મને કહોને પરમેશ્વર કેવા હશે ગુજરાતી કવિતા - AMARKATHAO
Pingback: બે બાવા જાતા તા, અંગલ મંગલ કરતા તા યાદ છે ને ? - AMARKATHAO
Pingback: જુના બાળગીત, જોડકણા, કાવ્યો | 20 Old Balgeet collection - AMARKATHAO
ગુજરાતી પ્રાર્થનાનું સુંદર કલેક્શન ધન્યવાદ
Thanks too
Pingback: મેરે અચ્છે ભગવાન, દે દે ઐસા વરદાન lyrics | BAPS bhajan, Prayer - AMARKATHAO