Skip to content

Best Gujarati short story – “CHAHERO” – Tolstoy

    Gujarati short story - "CHAHERO"
    2757 Views

    Gujarati short story, Tolstoy books pdf, આજે વાંચો ટોલ્સટોયની ટૂંકી વાર્તા – ચહેરો, ગુજરાતી ટૂંકી વાર્તા, tolstoy quotes, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, નવલિકા, પ્રેરક પ્રસંગો, બોધ વાર્તા, મા ની મમતા, સૈનિક ની વ્યથા. માતા નો પ્રેમ. best Gujarati story collection. વિદેશની વાર્તાઓ.

    ચહેરો – short story

    નવયુવાન સૈનિકને ઘા રુઝાયા પછી પ્લાસ્ટિક સર્જરી દ્વારા કૃત્રિમ નાક, કાન અને હોઠ લગાવવામાં આવ્યાં. પાટો ખોલ્યા પછી નર્સે એની સામે એની સૂરત દેખાડવા આયનો ધર્યો. એ પોતે તો સૈનિકની શિકલ જોતાં જ રોઈ પડી. સૈનિકે પોતાનો ચહેરો જોઈ ચૂપચાપ આયનો પાછો આપી દીધો.

    સાજા – નરવા થઈ નવજવાને જનરલને વિનંતી કરી કે પોતાને લશ્કરમાં પાછો દાખલ કરવામાં આવે.

    ‘ પણ તમને લશ્કરી સેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે ‘ , જનરલે કહ્યું.

    ‘ ચહેરો ખરાબ થઈ ગયો તેથી શું ? મારી તાકાતમાં કાંઈ ફેર નથી પડ્યો. કોઈ પણ રીતે હું ફરી ભરતી થવા ઇચ્છું છું. ’

    નવયુવકનો આગ્રહ ને વીરતા જોઈ જનરલે સંમતિ આપી. રેજિમેંટમાં જોડાયા પહેલાં એને થોડા દિવસની રજા અપાઈ.

    સૈનિક પોતાને ગામ પહોંચ્યો ત્યારે સંધ્યાકાળ થઈ ચૂક્યો હતો. ઘર નજીક આવતું ગયું તેમ તેમ આનંદને બદલે ઉદાસીનતા એને વધુ ને વધુ ઘેરી રહી હતી.

    બહારથી એણે ઘરમાં ડોકિયું કર્યું. દીવાના અજવાળામાં મા પીરસી રહી હતી. પહેલાં કરતાં એ વધારે વૃદ્ધ દેખાતી હતી. એણે બારણું ખટખટાવ્યું.

    ‘ કોણ ? ’ અંદરથી અવાજ આવ્યો.

    ‘ હું લેફટેનન્ટ છું. યુદ્ધના મેદાનમાંથી આવ્યો છું. ’

    ‘ ખરેખર ? આવ બેટા , આવ ! ’

    ‘ હું તમારા પુત્રનો મિત્ર છું. એણે તમને મળી આવવાનું મને કહ્યું હતું. ‘ પોતાને જરા સંભાળી લઈ તે બહુ ધીરા અવાજે બોલ્યો.

    ‘ બેટા , આ તારું જ ઘર માનજે. મારો ટૉની મજામાં છે ને ? ’ સૈનિક એક સ્ટૂલ પર બેઠો , જેના પર બાળપણમાં એ હમેશાં બેસતો હતો. અને પછી તો ટૉની શું ખાય છે , શું પીએ છે , તબિયત કેમ છે , વધારે મુશ્કેલી તો નથી પડતી ને , આવા અનેક પ્રશ્નો માએ અત્યંત ઉત્સુકતાથી પૂછ્યા. સૈનિક ટૉનીની કહાની સંભળાવતો રહ્યો. એની વીરતાની વાતો સાંભળીને તો માનો હરખ માતો ન હતો.

    થોડી વાર પછી એના પિતા ઘરે આવ્યા. એમણે નવયુવક સાથે હાથ મિલાવ્યા પણ કાંઈ બોલ્યા નહિ. યુવકને આઘાત લાગ્યો. એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો , મનમાં બોલ્યો કે તમે પણ મને ના ઓળખ્યો ? તેઓ બધા સાથે જ ભોજન કરવા બેઠા.

    મા સૈનિકના હાથ તરફ વારંવાર જોયા કરતી હતી. જાણે આ યુવક પણ એના ટોનીની જેમ જ ચમચો પકડતો હતો અને ખાતો હતો. માએ પાથરી આપેલી પથારીમાં એ ઊંધે મોંએ સૂઈ ગયો. પણ નીંદર એનાથી રિસાણી હતી. ‘ શું મા પોતાના સંતાનને પણ ઓળખી ન શકે ? ’ એ વિચાર એને ઊંધવા દેતો ન હતો.

    એણે મોં વાળીને માના ખાટલા તરફ નજર નાખી તો મા પણ પાસાં ફેરવી રહી હતી. કોણ જાણે કેમ ? સવારે ઊઠીને એણે જોયું તો માએ એનો થેલો ધોઈ નાખ્યો હતો. બૂટને પૉલિશ થઈ ગઈ હતી. આંસુને ઓગાળી જતી આંખો વડે એણે મા તરફ જોયું.

    મા બોલી , ‘ મીઠી રોટલી ભાવશે ને ? મારા ટૉનીને એ ખૂબ ભાવતી ! ‘

    ‘ હા , મા, મને પણ એ ખૂબ ભાવે છે. ’

    ‘ મા, અહીં કીટો કરીને એક છોકરી હતી ને ? ’

    ‘ હા, હવે તો એ શિક્ષિકા બની ગઈ છે. મારા ટૉનીએ તને બધી જ વાત કરી લાગે છે ! ‘

    ‘ એને અહીં બોલાવી શકાશે ? ’ માએ કીટોને ઘેર બોલાવી. એ સ્વરૂપવાન કન્યાએ હરખાતાં હરખાતાં જરા પણ સંકોચ વિના પેલા અપરિચિત યુવાનને ઉદ્દેશીને કહ્યું, ‘ તમે ટૉનીનો સંદેશો લાવ્યા હશો. એને કહેજો કે હું ખૂબ યાદ કરું છું. ’ આટલું કહી એ વધારે નિકટ આવી જેથી કંઈક ખાનગી વાતો એ કહી શકે. પણ એકદમ એની નજર યુવકના ચહેરા પર પડી, ને એ શૂન્યમનસ્ક બની ગઈ.

    સૈનિકને સખત આઘાત લાગ્યો. એની પાસે રજાઓ તો ઘણી બાકી હતી પણ એણે નિર્ણય લઈ લીધો કે આજે જ એ ચાલ્યો જશે. નીકળતી વખતે માએ એને કહ્યું, ‘ મારા ટૉનીને કહેજો કે પત્ર લખતો રહે મુખ પર આનંદ પણ દિલમાં ભારોભાર વેદના સાથે એ પાછો ફર્યો.

    પછી થોડા દિવસ સુધી એણે ઘેર પત્ર ન લખ્યો. ત્યાં માનો પત્ર આવ્યો – ‘ બેટા, કુશળ તો છે ને ? લખતાં મને શરમ આવે છે, પણ લખ્યા વિના ચેન પડે એમ નથી.

    અહીં એક ભાઈ તારા કુશળ સમાચાર આપવા આવેલા. ખૂબ સારો માણસ હતો. પણ એનો ચહેરો ખૂબ ભયાનક હતો. પહેલાં તો એણે કહ્યું કે હું થોડા દિવસ રહીશ , પણ પછી એકાએક એ ચાલ્યો ગયો. ‘ તું ખોટું ના લગાડીશ. પણ સાચું કહું , તે રાત્રે હું ઊંઘી શકી જ નહીં. વારંવાર એવું થતું કે કે એ તું તો નથી ? તારા પિતાના ડરને કારણે હું ચૂપ રહી. એમણે કહ્યું કે એ આપણો ટૉની કઈ રીતે હોઈ શકે ?

    કદાચ એનો ચહેરો વિકૃત થઈ ગયો હોય તોયે એમાં સંકોચ શાનો ? સૈનિક માટે તો એ ગૌરવની વાત કહેવાય કે પોતાનો સુંદર ચહેરો એ યુદ્ધને સમર્પિત કરે ! ‘ પણ બેટા , મારું મન માનતું ન હતું. એ માણસ સૂઈ ગયો ત્યારે એના કોટને બહાર લઈ જઈ મેં ચૂમ્યો.
    જો એ તું હતો જ નહિ તો મારું હૃદય કેમ ધડકતું હતું ? મેં શા માટે કોટ ચૂમ્યો ? મને ઊંઘ કેમ ન આવી ? બેટા ! તું મને આ બધું જલદી સમજાવ. નહીં તો હું માનીશ કે હું પાગલ છું ! ’

    ✍ ટોલ્સટોય – સંકલન & ટાઇપીંગ – અમરકથાઓ ગ્રુપ

    ઝેની હ્રદયસ્પર્શી ટૂંકી વાર્તા 👈

    2 ટૂંકી વાર્તા – ડૉ. આઇ.કે.વીજળીવાળા

    કાબુલીવાલા વાર્તા
    કાબુલીવાલા વાર્તા

    ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.

    1 thought on “Best Gujarati short story – “CHAHERO” – Tolstoy”

    1. Pingback: રવજી ઢોલી : એક સુંદર મજાની ગુજરાતી વાર્તા - AMARKATHAO

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *