1752 Views
ગામના ગોંદરે ગાડુ આવે કવિતા, ગુજરાતી કવિતા સંગ્રહ, ગામડાની કવિતા, ગામડાનું જીવન, મારું ગામ કવિતા, ગામડા વિશે નિબંધ, ગ્રામ્ય જીવન નિબંધ, ગામ અને શહેર તફાવત, ગામડું કેવું હોય, ગામડું સુવિચાર, ગામડું કવિતા, ગામડું શાયરી, ગામડાની રમતો, બળદગાડું, બળદગાડાનાં ફોટા, Gam na gondre gadu ave, old Gujarati poems collection. ગુજરાતી કવિતા pdf
ગામના ગોંદરે ગાડુ આવે
ગામના ગોંદરે ગાડુ આવે ગાડુ આવે
નાનો નાગર એને હાંકી લાવે હાંકી લાવે
ટુંકી શી પોતડીને, પગમાં છે મોજડી
અંગે અંગરખું પહેરી આવે
અંગે અંગરખું પહેરી આવે
ગામને ગોંદરે…
ફાંફા એ ફોલતો ને સિંગ ચણા ફાકતો
ફાળિયું હમારતો એ હાલ્યો આવે
ફાળિયું હમારતો એ હાલ્યો આવે
ગામને ગોંદરે…
પૂળાનો ભાર ભર્યો ઊંચે આકાશ ચડ્યો
છાયા માં માથું ઢાંકી એ આવે
છાયા માં માથું ઢાંકી એ આવે
ગામને ગોંદરે…
બળદોને હાંકતો મેં પૂછડા આમળતો
ડચ ડચ ડચકારા દેતો આવે
ડચ ડચ ડચકારા દેતો આવે
ગામના ગોંદરે ગાડુ આવે ગાડુ આવે
નાનો નાગર એને હાંકી લાવે હાંકી લાવે
🌼🌼🌼અમર કથાઓ 🌼🌼🌼
=========================
👉 અન્ય બીજી કવિતાઓ વાંચો. અહીથી 👇
🌳 વાયરા વન વગડામાં વાતા તા વા વા વંટોળિયા રે
🌳 કાંગ ખેતર ગ્યા તા રે ગોરી કાંગ લ્યો

